એક ખેડૂત તરીકે જયારે આવતા વર્ષે મરચી ની વૈજ્ઞાનિક ખેતી કરવી હોઈ તો ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને મિત્રોને પણ જોડજો , એક બે કૃષિ સલાહકાર નો સંપર્ક પણ રાખો , એગ્રો ઇનપુટ જંતુનાશક અને ખાતરો વેંચતા સારા પ્રામાણિક વેપારી સાથે દોસ્તી કરી રાખજો , આવતા વર્ષની મરચીની જમીન તૈયાર કેવા શું કરવું તેના વિષે વિચારવા માંડજો , આવતા વર્ષની ખેતી રેઈઝબેડ એટલે કે પાળા ઉપર ને મ્લચીંગ અને ડ્રિપ સાથે કરવાનું આયોજન વિચારવા માંડજો , આવતા વર્ષની ખેતી માટે જરૂરી સિલ્ક મેળ કરી રાખજો તો સરવાળે રોકડેથી તમને જોઈએ તે બિયારણ અને કેમિકલ ખરીદી શકશો નહીંતર આપે તે લેવું પડશે ,
આ વર્ષની મરચીની ખેતીમાંથી આપણે ઘણું શીખ્યા છીએ , ખેતરની વાત ટેલિગ્રામના 1100 થી વધુ ખેડૂતો મરચીના ઉત્પાદનમાં સૌથી આગળ રહ્યા છે તે બધાને પૂછીને આવતા વર્ષની બીજ પસંદગી આપણે કરીશું , આપણા ખેડૂતો બીજા કરતા ઉત્પાદનમાં સૌથી આગળ રહ્યા તે આપણી ચેનલ ની સફળતા ગણાય , સૌને અભિનંદન
![]() |
![]() |
![]() |