ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું
સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ?
મને ખબર છે તમારો જવાબ ના છે
તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક પમ્પ 180 નો થાય તેવી દવા છાંટવાની તમારી તૈયારી છે , એટલે 30 રૂપિયામાં પતે તેવો ઉકેલ તમને ક્યાંથી ગમે ? કારણ તમને 300 નું થર્મોમીટર મોંઘુ લાગે છે ને 180 વાળો પમ્પ વહાલો લાગે છે ......
આજેજ અત્યારે ગૂગલ ખોલીને ગણતરી કરો
આજનું દિવસનું મહત્તમ તાપમાન અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે શું તફાવત છે ? બાદબાકી કરો .....
જો આ તફાવત 15 ડિગ્રી કે તેથી વધુ થયો ? તો બીજે દિવસે તમારે સામાન્ય દવા સલ્ફર 80 % પાવડર છાંટી દ્યો ,જો આ તફાવત 14 થયો તો ના છાંટો
હા , આવું આજે થયું અને પાછું 5 દિવસ પછી થયું તો ફરીવાર છાંટી દ્યો , મજૂરી ખર્ચ વધુ લાગશે પણ મરચી ભુકીછારાથી બચી જશે
યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો આ રસ્તો સરળ અને સસ્તોને ફાયદાકારક છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય, અને તમે બેદરકાર નથી તે મને ખબર છે
નહીંતર પછી તો તમારે નવી આવેલી દવા છાંટવી પડે
કઈ દવા તે વાત માટે વાંચતા રહો આપણો બ્લોગ ખેતર ની વાત
--
--
એન્થ્રેક્નોઝ એટલે કે રાઈપરોટ એટલે કે લાલ મરચાનો રોગ
એન્થ્રેક્નોઝ એ મરચીનો ખુબ જ નુકશાન કરતો, મરચીની ક્વાલિટી સાથે ઉપજ ઘટાડતો ફૂગનો રોગ છે. આ રોગ કોલેટોટ્રીકમ પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ મરચીના પાન , ફળ અને ડાળીમાં જોવા મળે છે.
ફુગના ચેપનું ટપકું વધીને સમય જતા સર્કલ આકારે મોટું ધાબુ બને છે. આ રોગ પાણી અને હવાથી ફેલાય છે. આની શરૂઆત જમીનમાં પડેલા રોગકારક થી થાય છે.
રોગકારક લાગે છે ક્યારે ? અને દેખાય છે ક્યારે ?
પહેલા ચિત્રમાં તમને દેખાય છે તે લાલ મરચા ઉપર પડેલા ગોળાકાર રીંગ ડાઘ અન્થ્રેકનોઝ રોગનો છે.
બીજા ચિત્રમાં એન્થ્રેકનોઝ નું જીવન ચક્ર જુવો, રોગકારકના સ્પોર જમીન ઉપર પડ્યા છે તેને અનુકૂળ વાતાવરણ મળતા તે પાન કે ડાળી ઉપર કે પછી મરચા ઉપર લાગશે ,રોગકારક છોડ પર લાગે પછી થોડા દિવસો પછી ડાઘ પડે છે , ડાઘ પડ્યો તે દેખાય ત્યાં સુધીમાં બહુ વાર થઇ જાય છે અને પાકને નુકશાન થઇ જાય છે . ફળ ઉપર ટપકા પડે છે તે જતે દહાડે ગોળાકાર રીંગનો ડાઘ પાડે છે. જો બગડેલા ફળોને વીણીને નાશ કરી દેવામાં આવે તો તેનો ફેલાવો ઓછો કરી શકાય છે.
એન્થ્રેક્નોઝનો ચેપ ક્યારે લાગે ?
જો વાતાવરણમાં હવામાન ૨૨ થી ૨૮ સે.ગ્રેડ છે, હવામાં વરસાદનો ૯૭ ટકા જેવો ભેજ છે તેવા સતત વરસાદી વાતાવરણમાં મરચીના ઉભા પાકમાં આ રોગ લાગે છે . ટૂંકમાં ગરમ અને ભેજવાળા વાતાવરણ માં આ રોગ વકરે છે. રોગના લક્ષણો મોડા દેખાય છે ઘણી વખત તમને મરચું લાલ થાય ત્યારે દેખાય છે. એટલે કે આપણે નિયંત્રણ માટે ખુબ મોડા પડીયે છીએ
પાણી પહેલા પાળ બાંધવા શું કરવું ?
યાદ રાખો હવે જો સતત વરસાદી વાતાવરણ રહ્યું હોય અને જો 12 થી 14 કલાક છોડ વરસાદથી કે ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે સામાન્ય ફુગનાશક છાંટી દયો તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય. વરસાદ પૂરો થયો અને ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક મરચીના પાન ભીના રહ્યા તો ફરી ફુગનાશક છાંટો 11 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન રાખો તો મરચીમાં આ રોગ લાગવાની શક્યતા ઘટી જાય નહીંતર મોંઘામા મોંઘી દવાના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો પછી આખું ચોમાસુ અને શિયાળો રોજ ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા 12 કલાકથી વધારે સતત ભીના રહ્યા તો છાંટો . મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..
બઝારમાં મળતી નવી દવાઓ :
નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ અથવા
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ અથવા
ડાયફેનકાઝોલ + એઝોસ્ટ્રોબીન 20 પ્રતિ પંપ અથવા
થાયો ફેનેટ મિથાઇલ 25 ગ્રામ પ્રતિ પમ્પ
ચોમાસામાં સતત વરસાદ થયો હોય એમાંય જમીનમાં નિતાર ઓછો હોય, સપાટ ક્યારામાં મરચી વાવી હોય, પાણી ભરાયા હોય
વખતો વખત વાતાવરણમાં ૯૫ ટકા ૧૦૦ ભેજને લીધે હવામાન ભેજવાળું રહ્યું હોય
ખેતરની માટી ચીકણી હોય,
વરસાદ વખતે છોડ પવનના લીધે ડગડગ થયો હોય,
વરસાદ પડતો હોઈ ત્યારે છોડ જો બાંધ્યાના હોય તો થડ ડગ ડગ થવાથી થડપાસે આઈસક્રીમના કોન જેવો ખાડો પડ્યો હોય, તેમાં પાછા પાણી ભરાય હોય ત્યારે નિતાર વગરની જમીન અને થડ પાસે ફૂગ લાગે,
તાપમાન ૨૦ સે.ગ્રે.થી ૪ડિગ્રી વધુ અથવા ૪ ડિગ્રી ઓછું તાપમાન હોય ત્યારે પ્રકોપ દેખાય , આવા સમયે મરચીમાં ફાલ પણ પૂરતો લાગ્યો હોય છે ,
આવું થાય ત્યારે ફાયટોપ્થોરા લાગે છે છોડ ડગે નહીં તે માટે ચોમાસામાંજ દરેક ચાસ માં દર ૫ ફૂટના અંતરે લાકડા બાંધી તેની સાથે દોરી ખેંચી લ્યો ને દોરી સાથે છોડ ને સપોર્ટ આપો જમીન અને થડ પાસે કોન આકાર પડવાજ ના દ્યો , કોન થાય તો પાણી ભરાય ને ત્યાં ફૂગ લાગે એવું થાય જ નહિ તેવું કરો
જો તમારે આ સુકારો દેખાતો હોઈ તો આપણી ચેનલ ખેતરની વાત માં બતાવ્યા મુજબના ફુગનાશકના છંટકાવ અને ડ્રેનચિંગ બંને કરો
સ્ટેકીંગ એટલેકે મરચીનો ટેકો આપવો ફાયદા કારક છે
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ