તમે શાકભાજી ઉગાડતા હો તો એક પાક પૂરો થાય પછી તરતજ બીજો પાક કરતા હો તો ચેતી જજો .
સોલેનેસિ વર્ગના શાકભાજી રીંગણ , ટામેટા , મરચી વાળા ખેતરમાં મરચીની ખેતી સારી થતી નથી , એમ તો કપાસ અને મગફળી વાળા પડા માં પણ મરચીની ખેતી સારી થતી નથી ,
તમારા ખેતરમાં કે ખેતરના સેઢે રોગકારક હાજર હોય તો તમારા ખેતરમાં રોગ આવશે એટલે કે નીદામણ દુર કરો, શેઢાપાળા સાફ રાખો, જ્યાં તમે મરચી વાવવાના છો ત્યાં હાલ બીજો પાક ઉભો હોય કે તેના ઝાડિયા, થડ, ડાળખાં પડ્યા હોય તો તેનો સંપૂર્ણ નાશ કરવા પુરા થયેલા પાક ઉપર નોન સિલેક્ટીવ ગ્લાયફોસેટ નિદાંમણનાશક છાંટીને જુના પાકનો સંપૂર્ણ નાશ કરો ત્યારબાદ જમીન તપાવીને અને ઊંડીખેડ કરીને જ બીજો પાક (મરચી) વાવવી જોઈએ.
જમીન તૈયાર કરતા પહેલા જમીનને રોગકારક સામે સક્ષમ બનાવવા તમે બનાવેલા મરચીના પાળા - રેઝબેડ માં શું શું ઉમેરવું ? તે બરાબર જાણીને ઉમેરો અને હા , રોગકારકનો પ્રવેશ તમારા ખેતરમાં આવે નહિ તે માટે મજુર , ખેત સાધનો , મનુષ્યને પ્રવેશ નિષેધ અથવા સેનેટાઇઝ કરવા પડશે .


મરચીની ખેતી કપાસ કરતા પણ સારી ગણાય છે ,
મરચી ની ખેતી માટે બીજની પસંદગી સારી અને સાચી કરવી પડે , કોઈની દેખાદેખી માં નહિ પણ પોતાની સુઝબુઝ થી બીજ પસંદ કરજો ,
બીજ પસંદગી કરો ત્યારે તમારી આવડત , તમારી જમીન, તમારી કુનેહ અને મરચી ની ખેતીને તમારો કેટલો સમય આપશો? તેના આધારે બીજ ની પસંદગી કરવી ,
વધુ વિગત માટે તમારી જમીનની માહિતી આપી જાણો કે તમારે ક્યુ બીજ લેવાય ? તમારા મોબાઈલ ને કામે લગાડો 9825229866 , આ વર્ષની મરચીની ખેતીમાં કઈ નવી જાત સારી અને તે જોવા જવા શું કરવું તે પૂછો અને આવતા વર્ષની મરચીની ખેતી બદલી નાખો

જમીનનો સારો કોઈ સારો ગુણ હોય તો તે છે કે તે પોરસ છે , પોરસ એટલે સાદી રીતે સમજો તો જમીન માં ફુલાવાની ક્ષમતા છે . આ પોરોસિટીના લીધે જમીન ફૂલે છે અને આવું થવાથી જમીનનું નીચેનું હાર્ડપાન પણ ફાટતું હોવાથી આવી તિરાડ પડતી જમીનમાં ખેડ કરવા માટે કલ્ટીવેટરની જરૂર રહેતી નથી, આવી જમીનમાં પાણી પચે છે, ગરમીમાં ફાટે તેવી જમીનને કલે સોઇલ કહે છે ત્યાં હાર્ડપાન તોડવાની જરૂર નથી .
આવી જમીનમાં દર ૩ વર્ષે પાક પૂરો થાય ત્યારે ખેડ્યા વગર છોડી દયો, પાણી આપો ને ફાટવા દયો, અંદરથી ભેજ ઉડશે એટલે ફાટશે , તિરાડો પડશે , આવી જમીનમાં ઊંડા મૂળ વાળા પાકો જેવાકે મરચી, ટામેટી માટે સારી ગણાય, ૩ થી ૪ ઇંચનું પડ તૂટે છે તો તે સારી વાત છે જે જમીનમાં તિરાડ પડતી નથી તેવી એસીડીક જમીનમાં હાર્ડપાન ખાસ સાધનો જેવાકે સબસોઇલર થી હાર્ડપાન તોડવું પડે છે તે આવી ક્લે સોઇલ જમીન હોય તો સબસોઈલર એક્દાતાવાળું કલ્ટીવેટર ચલાવવાની જરૂર પડતી નથી.

પાણી વગર ખેતી શક્ય નથી એ તો જાણે આપણને ખબર છે , પણ પાણી કેટલું ? ક્યારે ? કેવીરીતે ? એની આપણને જરાય ખબર નથી અને એ બધું ઇઝરાયેલના ખેડૂતને ખબર છે માપી માપીને આપે કારણ કે તે બધા જાણે છે કે
પાણી કિંમતી છે અને સાથે વધુ પાણી પાકને આપવાથી શું નુકશાન થાય ? અને આપણે રાત્રે પાવર હોય તો પછી સવાર પડે ત્યારે પાકના મૂળ પાણી માં ડૂબાડૂબા બડબડીયા બોલાવતા હોય , આપણેને પાકને વધુ પાણી આપવાથી થતું ભારે નુકશાનની ખબર જ નથી , બોલો ,
ડ્રિપની કોઈને વાત કરો તો સફળતાના લાખ અનુભવ સાંભળ્યા હોય તો પણ બહાના કાઢે ઉંદરડા નું ? કે ખિસ્કોલા નું ? કે અમારી જમીન માં રેડ પાવું પડે એવું બહાનું કાઢી ને વધુ ઉત્પાદનનો રસ્તો અપનાવે નહિ ,
મરચી ના પાક માં ભેજ જોઈએ છે , પિયત નહિ એટલામાં સમજજો , રોગ સામે લડવા કરતા પાણી નું નિયમન સારું છે, જે આજે આપણને સમજાય જાય તો સારું છે પાણી વગર આજે આપણે આકાશ સામે જોઈ રહ્યા છીએ , આ પરિસ્થિતિ કદાચ આપણ ને સમજાવવા આવી હોય , જેટલા સામુહિક રીતે વહેલા સમજીશું એટલું ફાયદામાં
જરુરી પાણી એટલે છોડની આવશ્યકતા , તમારી જમીનની ઉપલી સપાટીનો ભેજના આધારે પાણી આપો તો છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે તો વધુ ખોરાક મરચીના પાંદડા બનાવશે તો ઉપજ વધશે , પાણી નું સંચાલન વાડીના માલિક તરીકે તમારા હસ્તક રાખો , ભાગીયાને નહિ , પાણી આપવાનો સમય ઘડિયાળ ના કાંટે નક્કી કરો , આવું કરશો તો તમને ત્રણ લાભ થશે પાણી બચશે , રોગ જીવાત ઓછા આવશે , ખાતર તમે આપ્યું છે તે મૂળ પ્રદેશમાંથી નીચે નહિ જાય ને છોડ લઇ લેશે તો ઉત્પાદન વધશે , બાકી આટલું વાંચ્યા પછી તમે આવતા વર્ષે મરચીની ખેતીમાં પાળા ના કરો , મ્લચીંગ ના કરો ને ડ્રિપ ના વસાવો તો પછી રોગ જીવાત અને ઉત્પાદનની ફરિયાદ કરતા નહિ ....
કોઈ વાત સારી લાગે તો આપણે ગમ્યું એમ બીજાને કહીયે તો તે વાત કુટુંબમાં પણ સારી છે
શું તમને આ મરચી અને લીંબુની વૈજ્ઞાનિક માહિતી તમને ગમે છે ? તો ક્યારેક 9825229966 ઉપર પ્રતિભાવ આપશો તો ગમશે ,
કોઈ વાત સારી લાગે તો આપણે ગમ્યું એમ બીજાને કહીયે તો તે વાત કુટુંબમાં પણ સારી છે
શું તમને આ મરચી અને લીંબુની વૈજ્ઞાનિક માહિતી તમને ગમે છે ? તો ક્યારેક 9825229966 ઉપર પ્રતિભાવ આપશો તો ગમશે ,

Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.