આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા



આપણી જમીનમાં સેન્દ્રીય તત્વોની ખામીને લીધે જમીન ખરાબ થતી જાય છે ત્યારે જમીન સુધારણા અને આપણા પાકના મૂળને મદદ કરે તેવું એક તત્વ વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું છે અને એ છે હ્યુમિક એસિડ

હ્યુમિક એસિડ એ પરમાણુઓનો એક જૂથ છે જે છોડ ના મૂળ નો વિકાસ કરી છોડના પોષક તત્વો તથા પાણી સંગ્રહ કરવાની ક્ષમતા માં વધારો કરી છોડ ને રોગપ્રતિકાર બનાવવામાં તથા બાહ્ય વાતાવરણ થી રક્ષણ મળે છે. તથા છોડ ને ઉતેજીત કરી ઝડપ થી વિકાસ કરવામાં અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે

થયું એવું કે વરસો પહેલા વધની દવાના બાટલા વેંચતા તેવું આજે બધાં પાસે પોતાની એક બ્રાન્ડની હ્યુમિક છે , ચાઈના થી હ્યુમિક ખુબ આવે છે એટલે સમજીને સારી વિશ્વાસપાત્ર બ્રાન્ડ પસંદ કરવી એટલું ધ્યાન રાખવું

હ્યુમિક સારી વસ્તુ છે તે સાચું પણ ખરીદી સમજીને વાપરો અને જમીનો કાર્બન વધારવા મદદ કરો 








-- --




આપણા વિસ્તારમાં યુપીએલ કંપનીની પ્રજ્વલા  વખણાય છે. આ જાતના પરિણામો સુકા મરચા કરવા માટે ખુબ સારા છે. ઉભા ખેતરમાં પણ આ મરચાની જાત ખુબ સારી છે.
જે તમે ફોટા માં જોઈ શકો છો.
તમારી નજીક્માં કોઈએ આ જાત કરી હોઈ તો ખાસ જોવા જજો

વધુ માહિતીમાટે 9825229866

















તમે શાકભાજી ઉગાડતા હો તો એક પાક પૂરો થાય પછી તરતજ બીજો પાક કરતા હો તો ચેતી જજો .

સોલેનેસિ વર્ગના શાકભાજી રીંગણ , ટામેટા , મરચી વાળા ખેતરમાં મરચીની ખેતી સારી થતી નથી , એમ તો કપાસ અને મગફળી વાળા પડા માં પણ મરચીની ખેતી સારી થતી નથી ,

તમારા ખેતરમાં કે ખેતરના સેઢે રોગકારક હાજર હોય તો તમારા ખેતરમાં રોગ આવશે એટલે કે નીદામણ દુર કરો, શેઢાપાળા સાફ રાખો, જ્યાં તમે મરચી વાવવાના છો ત્યાં હાલ બીજો પાક ઉભો હોય કે તેના ઝાડિયા, થડ, ડાળખાં પડ્યા હોય તો તેનો સંપૂર્ણ નાશ કરવા પુરા થયેલા પાક ઉપર નોન સિલેક્ટીવ ગ્લાયફોસેટ  નિદાંમણનાશક છાંટીને જુના પાકનો સંપૂર્ણ નાશ કરો ત્યારબાદ જમીન તપાવીને અને ઊંડીખેડ કરીને જ બીજો પાક (મરચી) વાવવી જોઈએ.

જમીન તૈયાર કરતા પહેલા જમીનને રોગકારક સામે સક્ષમ બનાવવા તમે બનાવેલા મરચીના પાળા - રેઝબેડ માં શું શું ઉમેરવું ? તે બરાબર જાણીને ઉમેરો અને હા , રોગકારકનો પ્રવેશ તમારા ખેતરમાં આવે નહિ તે માટે મજુર , ખેત સાધનો , મનુષ્યને પ્રવેશ નિષેધ અથવા સેનેટાઇઝ કરવા પડશે .









મરચીમાં ફળમાં કાણા : 
  • ઈયળ અથવા મગેટનો ઉપદ્રવ 
  • પક્ષીનું નુકશાન 
 









મરચીના અમુક છોડ સુકાઈ જવાનું કારણ : 

  • વર્ટીસીલીયમ સુકારો, 
  • બેક્ટેરિયલ સુકારો,
  • ફાયટોપ્થોરા સુકારો,, 
  • સાવ ઓછું અથવા ખુબ વધુ પિયત

 




Hybrid Chilly Yamuna 904 Seeds, चिली सीड, मिर्च के ...





મરચીની ખેતી કપાસ કરતા પણ સારી ગણાય છે ,  

મરચી ની ખેતી માટે બીજની પસંદગી સારી અને સાચી કરવી પડે , કોઈની દેખાદેખી માં નહિ પણ પોતાની સુઝબુઝ થી બીજ પસંદ કરજો ,

 બીજ પસંદગી કરો ત્યારે તમારી આવડત , તમારી જમીન, તમારી કુનેહ અને મરચી ની ખેતીને તમારો કેટલો સમય આપશો? તેના આધારે બીજ ની પસંદગી કરવી , 


વધુ વિગત માટે તમારી જમીનની માહિતી આપી જાણો કે તમારે ક્યુ બીજ લેવાય ? તમારા મોબાઈલ ને કામે લગાડો 9825229866 , આ વર્ષની મરચીની ખેતીમાં કઈ નવી જાત સારી અને તે જોવા જવા શું કરવું તે પૂછો અને આવતા વર્ષની મરચીની ખેતી બદલી નાખો 








જમીનનો સારો કોઈ સારો ગુણ હોય તો તે છે કે તે પોરસ છે , પોરસ એટલે સાદી રીતે સમજો તો જમીન માં ફુલાવાની ક્ષમતા છે . આ પોરોસિટીના લીધે જમીન ફૂલે છે અને આવું થવાથી જમીનનું નીચેનું હાર્ડપાન પણ ફાટતું હોવાથી આવી તિરાડ પડતી જમીનમાં ખેડ કરવા માટે કલ્ટીવેટરની જરૂર રહેતી નથી, આવી જમીનમાં પાણી પચે છે, ગરમીમાં ફાટે તેવી જમીનને કલે સોઇલ કહે છે ત્યાં હાર્ડપાન તોડવાની જરૂર નથી .

આવી જમીનમાં દર ૩ વર્ષે પાક પૂરો થાય ત્યારે ખેડ્યા વગર છોડી દયો, પાણી આપો ને ફાટવા દયો, અંદરથી ભેજ ઉડશે એટલે ફાટશે , તિરાડો પડશે , આવી જમીનમાં ઊંડા મૂળ વાળા પાકો જેવાકે મરચી, ટામેટી માટે સારી ગણાય, ૩ થી ૪ ઇંચનું પડ તૂટે છે તો તે સારી વાત છે જે જમીનમાં તિરાડ પડતી નથી તેવી એસીડીક જમીનમાં હાર્ડપાન ખાસ સાધનો જેવાકે સબસોઇલર થી હાર્ડપાન તોડવું પડે છે તે આવી ક્લે સોઇલ જમીન  હોય તો સબસોઈલર એક્દાતાવાળું કલ્ટીવેટર ચલાવવાની જરૂર પડતી નથી. 








પાણી વગર ખેતી શક્ય નથી એ તો જાણે આપણને ખબર છે , પણ પાણી કેટલું ? ક્યારે ? કેવીરીતે ? એની આપણને જરાય ખબર નથી અને એ બધું ઇઝરાયેલના ખેડૂતને ખબર છે માપી માપીને આપે કારણ કે તે બધા જાણે છે કે
પાણી કિંમતી છે અને સાથે વધુ પાણી પાકને આપવાથી શું નુકશાન થાય ? અને આપણે રાત્રે પાવર હોય  તો પછી સવાર પડે ત્યારે પાકના મૂળ પાણી માં ડૂબાડૂબા બડબડીયા બોલાવતા હોય , આપણેને પાકને વધુ પાણી આપવાથી થતું ભારે નુકશાનની ખબર જ નથી , બોલો ,

ડ્રિપની કોઈને વાત કરો તો સફળતાના લાખ અનુભવ સાંભળ્યા હોય  તો પણ બહાના કાઢે  ઉંદરડા નું ? કે ખિસ્કોલા નું ? કે અમારી જમીન માં રેડ પાવું પડે એવું બહાનું કાઢી ને વધુ ઉત્પાદનનો રસ્તો અપનાવે નહિ ,



મરચી ના પાક માં ભેજ જોઈએ છે , પિયત નહિ એટલામાં સમજજો , રોગ સામે લડવા કરતા પાણી નું નિયમન સારું છે, જે આજે આપણને સમજાય જાય તો સારું છે પાણી વગર આજે આપણે આકાશ સામે જોઈ રહ્યા છીએ , આ પરિસ્થિતિ કદાચ આપણ ને સમજાવવા આવી હોય , જેટલા  સામુહિક રીતે વહેલા સમજીશું એટલું ફાયદામાં 


જરુરી પાણી એટલે છોડની આવશ્યકતા , તમારી જમીનની ઉપલી સપાટીનો ભેજના આધારે પાણી આપો તો છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે તો વધુ ખોરાક મરચીના પાંદડા બનાવશે તો ઉપજ વધશે , પાણી નું સંચાલન વાડીના માલિક તરીકે તમારા હસ્તક રાખો , ભાગીયાને નહિ , પાણી આપવાનો સમય ઘડિયાળ ના કાંટે નક્કી કરો , આવું કરશો તો તમને ત્રણ લાભ થશે પાણી બચશે , રોગ જીવાત ઓછા આવશે , ખાતર તમે આપ્યું છે તે મૂળ પ્રદેશમાંથી નીચે નહિ જાય ને છોડ લઇ લેશે તો ઉત્પાદન વધશે , બાકી આટલું વાંચ્યા પછી તમે આવતા વર્ષે મરચીની ખેતીમાં પાળા ના કરો , મ્લચીંગ ના કરો ને ડ્રિપ ના વસાવો તો પછી રોગ જીવાત અને ઉત્પાદનની ફરિયાદ કરતા નહિ ....


કોઈ વાત સારી લાગે તો આપણે ગમ્યું એમ બીજાને કહીયે તો તે  વાત કુટુંબમાં પણ સારી છે 
શું તમને   આ મરચી અને લીંબુની  વૈજ્ઞાનિક માહિતી  તમને ગમે છે ?  તો ક્યારેક 9825229966 ઉપર પ્રતિભાવ આપશો તો ગમશે , 




-


-- --




Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • મરચી મૂળ અને થડ પાસે ગળું પડે છે શું કારણ હશે ?
  • વરસાદ પછી મરચી માં શું કરવું ? કઈ ચાર વાત ખાસ કરવી ?
  • મરચીનો ડમ્પિંગ ઓફ - રોપનો સુકારો ઉગસુક
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • મરચીની ખેતીમાં વાતાવરણીય અસર
  • ટેકો આપવો - ફાલ ખરણ - ફૂલો લાવવા -બ્લોસમ રોટ
  • વરસાદ પછીની માવજત - ૧૮ - મરચી નો સુકારો - ફાયટોપ્થોરા બ્લાઈટના નિયંત્રણ માટે કઈ દવા છે ?
  • વરસાદ પછીની માવજત - ૧૭- મરચીના બેક્ટેરીયલ સ્પોટ ટપકાનો રોગ અને તેના લક્ષણો કેવા હોય ? મિત્રો ચેતી જજો
  • * મરચીના ઉભા પાકમાં વચ્ચે નિંદામણ માટે ક્યુ નિંદામણનાશક આવે છે ?
  • થ્રિપ્સ : થ્રીપ્સના નિયંત્રણ માટે બઝારમાં મળતી દવા કઈ કઈ છે ? 8
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates