આપણે આ અગાઉ સમજ્યું છે કે એન્થ્રેકનોસ એટલે કે ડાઈબેક કે લાલ ફળોનો ડાઘીનો રોગ ક્યારે આવે ?
હવામાનના બદલાવના લીધે બે પરિસ્થિતિ સાથે થાય તો આવે
તમારી મરચીમાં એન્થ્રેકનોસનો મોટો એટેક આવી શકે છે
તાપમાન 28 સેન્ટિગ્રેડ ( ગુગલ જુવો ) અને
રિલેટિવ હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ 95 % થાય તો એન્થ્રેકનોસ નો ચેપ મરચીને લાગી શકે છે
આપણી ચેનલ માં એન્થ્રેકનોસની દવા જણાવી છે તે તમારે તાત્કાલિક ઘાટો સ્પ્રે કરવો પડશે ક્યારે ?
જો આ બે વાતો એક સાથે બને તો જ
તાપમાન 28 ડિગ્રી સેન્ટિગ્રેડ
ભેજ ની ટકાવારી 95 %
આપણી ચેનલના ખેડૂત મિત્રોએ ગુગલ વેધર જોતા રહો
થર્મોમીટર વાંચતા રહો
પ્રવીણ પટેલ
આ પોસ્ટ આજેજ વોટ્સએપથી તમારા સગા -સંબંધી -મિત્રને મોકલવા માટે અહીં નીચે સોસીઅલ મીડિયા લોગો છે તેમાં વોટ્સએપ લોગો પર ક્લિક કરી મોકલો
દવાના નામ નોંધો ,
નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ
ડાયફેનકાઝોલ + અઝોસ્ટરૉબિન 20 પ્રતિ પમ્પ
--
--
વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
વધુ વિગત અને કુરિયેર થી પીએસએપી મંગાવવા
9825229766 અથવા 9825229966
આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
આપણને ખબર છે ખુબ વરસાદથી જ્યાં પાણી ભરાય રહેતું હોય તેવી જમીનમાં કપાસ હોઈ કે મરચી કે પછી મગફળી કોઈ પણ પાક નબળો પડી જાય , કેમ ? ચાલો વિજ્ઞાન ને સમજીયે
જમીન માંથી જમીનનો ઓક્સિજન બહાર નીકળી ગયો, નીચેના મુળિયા સતત પાણીમાં રહેવાથી કામ કરતા બંધ થયા, ઉપરના મુળિયાને થોડી થોડી ભેજ અને હવા મળતી હતી તેથી ઉપર ઉપર ના તંતુ મૂળ વધ્યા , જોજો આવા મૂળ તમને જમીન ની ઉપર ની સપાટી પર પણ દેખાશે, સમજાયું તમને
યાદ રાખજો , આવા તંતુ મૂળ ને લીધે છોડ ટકી રહ્યો હતો તડકો પડ્યો એટલે ઉપરની જમીન સુકી થઇ ત્યાંથી મૂળને જે પોષણ મળતું હતું તે બંધ થયું,
શું થશે ?
ઉપરના તંતુ મૂળ થી છોડ જીવતો હતો ત્યાં ભેજ ચાલ્યો ગયો અને પણ નીચે તો ભેજ બહુ છે તેથી ત્યાંથી તો મરચી ના મૂળ ખોરાક લઇ સકતા નથી, નીચેના મૂળ તો કામ કરતા નથી કારણ કે ઊંડો ભેજ પુષ્કળ છે,
ઉપરના મૂળને જરૂરીયાત મુજબનો ભેજ આપો , આવું ફક્ત ડ્રિપ વાળા ખેડૂત કરી શકે .જે ખુલ્લા પાણીથી શક્ય નથી. આને ટેકનીકલ ઈરીગેશન કહે છે. અડધો કલાક ડ્રીપ થી પાણી આપો. પાલર પાણી ઉતારતા નહિ નહીંતર શું થશે ખબર છે ?
આજે સમજાય છે ટપક ની કિંમત ,
છોડને બચાવી રાખો જો મોટું પિયત આપશો કે વધુ વરસાદ પડશે તો ફાયટોપ્થોરા લાગી જશે.
સોસીઅલ મીડિયા પાર વગર ના ગ્રુપ છે, આપણા ગ્રુપ ની વૈજ્ઞાનિક માહિતી તમને ગમતી હોઈ તો બીજા નું પણ ભલું થાય તેવું કરજો , સારું મળે તેને એકલું નહિ ખાતા , જીતો ને જિતાડો -
બીજા ની ખેતી પણ સારી ખેતી થશે તો તમને ભાવ નહિ મળે તે વાત ને મન માંથી કાઢી નાખજો
ક્વોલિટી બનાવો
🌿
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
તમને ખબર પડી કે મરચીની ખેતીમાં સફળ થટાયેલ ખેડૂતો એ માહિતી ક્યાંથી મેળવી ?
ખેતરની વાત નામની ટેલિગ્રામ ચેનલ ના 1690 થી વધુ ખેડૂતોએ ગયા વર્ષે બીજા કરતા મરચીના ઉત્પાદન લેવામાં આગળ રહીને સૌથી વધુ ઉત્પાદન લાવ્યા તે આપણા માટે આનંદની વાત છે , સૌને અભિનંદન ,
મરચીમાં વધુ ઉત્પાદન લેવાની માહિતી , નવી ખેતી પદ્ધતિ , નવી ટેક્નોલોજી વગેરે તમને ટેલિગ્રામ ચેનલ દ્વારા જણાવતો રહીશ ,
મરચીની વૈજ્ઞાનિક ખેતીની અતથી ઇતિ માહિતી તમારી પાસે હોવી જોઈએ મરચી ની પાઠશાળા તમારી પાસે રહે , આજેજ તમે કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરી લેજો તેમાં તમને રોજ રોજ ખેતી વિશે ઘણું વાંચવા મળશે
કૃષિ વિજ્ઞાન નું વાર્ષિક લવાજમ 399 છે પરંતુ તમારે વિના મુલ્યે વાંચવું હોય તો આજેજ 9825229966 વોટ્સએપ કરીને જોડાઈ .
--
--