આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા




વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો 
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો 



મિત્રો ,

આપણે પીએસએપી ખાતર ના પ્રયોગો કરી રહ્યા છીએ જેમાં સફળતા મળી છે

તમે જો પ્રયોગ કર્યો હોઈ તો તમારા પરિણામો પણ અમને મોકલો , જો આપણે બધા સફળ થઈશુ તો આપણી મરચીમાં વધુ વબરસાદ પછી પ્રતીકારકતા વધશે તો ઉત્પાદન વધારે લઇ ને સારા ભાવ મેળવી શકીશુ 



પી એસ એ પી ખાતર ના લીધે મરચી ના પાન પહોળા થયા, છોડ માં નવો વિકાસ થયો
પી એસ એ પી ખાતર ના લીધે મરચી તંદુરસ્ત અને જુસ્સાવાળી થઇ ગઈ
પી એસ એ પી ખાતર ના લીધે છોડ માં ફૂટની સંખ્યા વધી રોગ જીવાત ઓછી થઇ - જુવો છોડ
પી એસ એ પી ખાતર વાપર્યા પછી પાંચમાં દિવસે જ નવી ફૂટ થઇ. તથા જુના પાનમાં પણ ગ્રીનરી થઇ ગઈ.

મરચી  જોઈને તમને સમજાય જશે કે પી એસ એ પી ખાતર ખરેખર મરચીના પાકની રસી છે

વધુ વિગત માટે 9825229766 ફોન કરો અથવા PSAP ના પરિણામો જાણવા ફોન કરો  


Book your Advt Here
400 x 90

Saillog | Scirtothrips Dorsalis

થ્રીપ્સનો ઉપદ્રવ ક્યારે શરૂ થાય? તમારા ખેતરમાં થ્રીપ્સ ક્યારે આવે ? તે જાણવા તમારે તમારી વાડીએ થર્મોમીટર એટલે કે મહત્તમ અને મિનિમમ તાપમાન માપવાનું સાધન વસાવી રોજ ડાયરીમાં નોંધ કરવી પડે .
થર્મોમીટર 200 -600 રૂપિયા થી સસ્તું આવતું હોય છે, પરંતુ આ ફાર્મ ડેટા તમારા માટે ખૂબ મૂલ્યવાન સાબિત થઈ શકે. એક 200 રૂપિયાનું થર્મોમીટર તમને 3000 નો લાભ આપવી શકે છે .

વાદળા વાળી રાત નું તાપમાન આગલી રાત કરતાં અચાનક ત્રણ થી ચાર ડિગ્રી સેલ્સિયસ વધારે હોય ત્યારે તે તાપમાન થ્રીપ્સને ઈંડા મુકાવા માટે ખૂબ જ અનુકૂળ છે કારણ કે તેના ઈંડા મુકવા માટે આ સારો સમય કહેવાય


આવા વાતાવરણ વખતેની રાત્રીમાં થ્રિપ્સના નર-માદા પ્યુપા માંથી નીકળીને સંવનન એટલે કે મેટિંગ કરે અને માદા બીજા દિવસથી ઈંડા દેવાનું ચાલુ કરે.

થ્રિપ્સ ઈંડા ક્યાં મૂકે ? શું તમને ખબર છે ? 
થ્રિપ્સ ઈંડા પાનમાં ખાંચ કરીને અંદર મૂકે 

જો આ ખબર હોઈ તો તેના માટે કેવા પ્રકારની દવા લેવી પડે ?
મરચીના પાનમાં ખાંચમાં ઈંડા મુખ્ય છે તે ઈંડા મારવા જોઈએ 
આ તમને ખબર હોઈ તો દુશ્મનને તમે તેની સૌથી નબળી કડીમાં મારી શકો , બચ્ચા ને મારવા કરતા કરતા ઈંડાનો જ નાશ કરી દ્યો ,

થ્રિપ્સના ઈંડા મારવા કઈ ખાસ દવા ચાલે ? ટ્રાન્સ્લેમીનીયર કે સિસ્ટમીક કે કોન્ટેક ?

ચાલો સમજીયે

ટ્રાન્સલેમીનિયર એટલે "લોકલ સીસ્ટેમીક". આ દવા જ્યાં છાંટો ત્યાં પાંદડામાં ઊંડી ઉતરે, પાંદડાની વચ્ચે થ્રીપ્સના ઈંડા હોય કે પાંદડાંના પડની વચ્ચે રહેતી લીફ માયનર પાનમા સર્પોલીયું કરતી જીણી જીવાત . ટૂંકમાં ટ્રાન્સલેમીનિયર દવાઓ લોકલ સિસ્ટમેટીક છે. પાંદડામાં ઊંડે સુધી ઊતરી જાય. 








સીસ્ટેમિક દવા છાંટીએ એટલે આખા છોડમાં પાન, ડાંડલી, ફૂલ, થડ, મૂળ સુધી પ્રસરી જાય અને કોન્ટેક્ટ એટલે દવા કીટકના સંપર્કમાં આવે તો મારે 

ટૂંકમાં વિવિધ દવાના કાર્ય જુદી જુદી રીતે થાય. જેવી તમારી જરૂરિયાત એવી રીતે તેનો વપરાશ કરાય, થ્રિપ્સના ઈંડા મારવા હોઈ તો જુદી અને ઇંડામાંથી બચ્ચા બહાર આવી ગયા તો જુદી , બોલો જંતુ.દવા અને ફુગનાશક ક્યારે, કેવી અને કેટલી વાપરવી તે તમારે ખુદને જાણવું જરૂરી છે કે નહીં ?








મરચીનો છોડ ભૂખરું થડ/બ્રાઉનીંગ થવાના મોટો મોટા કારણ

  • વર્ટીસીલીયમ સુકારો, બેક્ટેરીયલ સુકારો, ફાયટોપ્થોરા સુકારો, 

  • સાવ ઓછું અથવા ખુબ વધુ પિયત અથવા વધુ વરસાદ 





આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 

-- --








મરચીના ભાવ મળવા આપણા હાથમાં નથી

આપણા હાથમાં શું છે ?


વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો 
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો 



આપણી હાથમાં છે મરચીની કાળજી અને આપણી મરચીમાંથી ઉપજ વધુ મેળવવા આપવા જરૂરી પોષણ આપવાનું પ્લાંનિંગ

તમારી બાજુના છગનભાઈએ પણ તમે વાવી છે તે સેમ જાત અને બંને એ એક એકરની મરચી કરી છે , ધરું અને ફેરરોપણી પણ એકજ દિવસે કરી છે ,

તમે રોજ આંટો મારીને સામાન્ય દવા દ્વારા સારું નિયંત્રણ સમયસર કર્યું છે , તમને ખબર છે કે એક ટન સૂકા મરચા કરવા કેટલું પોષણ આપવું પડે તે તમે ક્રમે ક્રમે આપો છો એટલે તમારી મરચી છગનભાઇ કરતા સારી છે

કારણ તમે પોષણનું મૂલ્ય બરાબર સમજો છો , નવા નવા ખાતરો  જેવાકે પીએસએપી નો સમયસર પ્રયોગ કરી તમે મરચીની ખામશી કરી છે
છગનભાઇ કરતા તમારે મરચાના મણિકા વધુ થાય તો તેજીનો લાભ કોને મળશે ? 

ભાવની એંસીતૈસી વીઘે સારી ક્વાલિટીની ઉપજ વધુ થાય તે જીતે





PSAP ડબલ ફાર્મર  આવક કેટલોગમાં જણાવ્યા પ્રમાણે PSAP સંશોધક શ્રી પ્રશાંત નાન્કદીરકાર કહે છે કે PSAPના સારા પરિણામો મેળવવા માટે નીચેના મુદ્દાનું ધ્યાન રાખો.
  • એક લીટર પાણીમાં માત્ર 6 થી 8 ગ્રામ PSAP નાખો.
  • PSAP નો સ્પ્રે વહેલી સવારે અથવા સાંજના ૪ વાગ્યા પછી કરો.
  • PSAP નો સ્પ્રે કરો ત્યારે વાતાવરણીય તાપમાન ૩૦ સેન્ટીગ્રેડ થી ઓછું હોય તે જુઓ
  • PSAPનો સ્પ્રે કરો ત્યારે નોઝલ સારી વાપરો જેથી સ્પ્રે એકદમ જીણો થાય અને છોડને પુરેપુરો ભીંજાવો.
  • PSAP છાંટ્યા પછી ૨ કલાક પહેલા અને પછી વરસાદ કે ઝાકળ ન હોય તે સારી વાત છે.
  • PSAPનો છંટકાવ વખતે પુરતા પાણીનો વપરાશ કરો. ફાલ અવસ્થાએ એકરે ૨૦૦ લીટર પાણીનો વપરાશ કરવો જરૂરી છે,ટૂંકમાં છોડ બરાબર કવર થાય તેમ છાંટો .
  • PSAPના છંટકાવ ૧૫ થી ૨૫ દિવસના અંતરે અથવા જરૂરિયાત મુજબ વહેલા પણ કરવા જોઈએ.



વધુ માહિતી માટે અને કુરિયર થી મંગાવવા માટે 9825229766

















મરચીમાં ફળ લાગે પછી ફળમાં લાગેલી ફૂગના લીધે ટપકા પડે પછી વર્તુળાકારે વધુ ડાઘ પડે તેને એન્થ્રેકનોઝ કહેવાય છે


400 x 90

Farmers urged to drain out excess water from fields - The Hindu




આ અગાવ પણ વાત કરી હતી ફરી વિગતવાર જોઈએ

જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે.

તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે.

એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ

એટલે કે છોડ ઉપર જૈવિક અને અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
  • વધુ પડતી ઠંડી અથવા વધુ પડતો વરસાદ
  • જમીનની ખારાશ
  • અપૂરતું પિયત અથવા વધુ પડતું પિયત
  • વધુ પડતી ગરમી
  • કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
  • માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ નો ચેપ લાગવો

જૈવિક દબાણમાં
  • જીવંત રોગકારકો જેવા કે
  • ફૂગ
  • વાયરસ
  • બેક્ટેરિયા
  • નીમેટોડ
  • જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ
અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ
તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી.

છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.

મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા પી એસ એ પી ખાતર નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825229766


Book your Advt Here
400 x 90
>

મરચી માટે PSAP રસી ની શોધ 


વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો 
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો 



મરચીએ લાંબા ગાળાનો 240 થી વધુ દિવસનો પાક છે એટલે માનો કે દર અઠવાડિયે દિવસે ક્યારેક ત્રીજા  દિવસે આપણે કોઈને કોઈ દવા કે ફુગનાશક કે ખાતરનો છંટકાવ કરીયે છીએ , એટલે કે મરચી પાકે ત્યાં સુધીમાં મિનિમમ  15 થી 20 વખત દવા છાંટતા હોઇશુ


શરુમાં ઓછા પમ્પ જોઈએ તો જેમ જેમ મરચીના છોડનો ઘેરાવો વધ્યો તેમ તેમ પમ્પની જરૂરિયાત વધે ,


મરચીમાં વાતાવરણના બદલાવ વખતે  રોગ જીવાતનો એટેક આવતો હોય  છે આવા વખતે એટલે કે   વાતાવરણ પરિવર્તન વખતે ખાસ  PSAP ની રસી આપવી જોઈએ તો મરચી આઘાત માંથી બચી જાય છે .


PSAP છાંટવાથી મરચાનું વજન અને કવોલિટી સારી બને છે એટલે તો મહારાષ્ટ્રના અને ગોંડલના ખેડૂતો વાપરે છે

આપણે જંતુનાશક અને ફુગનાશકના ખર્ચ માં PSAPના લીધે જે બચત થશે તે વધારામાં

PSAP મરચીનું ઉત્પાદન વધારે છે , જંતુનાશકનો ખર્ચ ઘટાડે છે અને મરચીની ક્વાલિટી સુધારે છે . 

વધુ વિગત માટે અને કુરિયર થી મંગાવવા માટે 9825229766










Anthracnose of chilli in Thailand - YouTube

આવતા વર્ષની નોંધ તમારી ડાયરીમાં કરો .

મરચી વાળામાં મરચીનું વાવેતર ન કરો,
મલ્ચીંગનો પ્રયોગ કરો,
સપાટ ક્યારા ને બદલે પાળા ઉપર મરચી ની ખેતી કરો,
નિંદામણથી પાકને મુકત રાખો,

વરસાદ વખતે પવન થી છોડ હલતા હશે તો મરચી ના થડ પાસે આઈસ્ક્રીમ માં કોન ના આકાર જેવો કોન થશે ત્યાં જો વરસાદ નું પાણી ભરાશે તો મરચી માં રોગ જરૂર લાગશે તેથી છોડ હલે નહિ તે માટે થોડા થોડા અંતરે લાકડાના ટેકા મારી દોરી કે સુતળી થી છોડને ટેકો આપી બાંધીશ તેવું લખો ,


છોડની સંખ્યા મહત્તમ રાખો તો પણ ફાયદો થશે . ડ્રીપ ઈરીગેશનનો પ્રયોગ કરો જેથી ધાર્યું પાણી આપી ને વધુ પડતા ભેજ થી આવતા ફુગ ના રોગો થી બચી શકાય . પુષ્ક્લ ફળ લાગી ગયા પછી એટલે કે પાક અવસ્થા વખતે ધોરીયા ક્યારા પદ્ધતિમાં પાણી વધુ ન અપાય જાય તે જુઓ.

વધુ વિગતો માટે આજનીખેતી વાંચતા રહો, દવા વિષે હવે પછી













મરચાના ફળમાં ટપકા કેમ થવાનું કારણ  : 

  • એન્થેકનોઝ ધાબા, બેક્ટેરિયા લીફ સ્પોટ પાનના ટપકા, બ્લોસમ એન્ડ રોટ કેલ્શિયમ ખામી, ગ્રે મોલ્ડ 
  • થ્રીપ્સનું નુકશાન
  • સૂર્યની દાઝ 
  • માઈક્રોન્યુટ્રીયન્ટ ની ખામી 





Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?
  • ખેતીનો ફોર આર કોન્સેપટ શું છે ?
  • મરચીના પાંદડા પીળા થવાનું શું કારણ ?
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?
  • મરચીનો ફ્યુઝેરીયમ સુકારો
  • પાક ઉત્પાદનમાં અસર કરતુ પરિબળ જૈવિક અને અજૈવિક આઘાત
  • મરચીના પાકમાં આવતા દબાણ -સ્ટ્રેસ શું છે ? જેના લીધે ઉપજ ઓછી મળે છે
  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ કઈ દવા ભેળવવાની મનાઈ છે ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates