મરચીની ખાતરની જરૂરિયાત પાકની અલગ અલગ અવસ્થા વખતે અલગ હોય છે દા.ત. તમારે વીઘે 12 ટનનું અથવા તો હેક્ટરે 75 ટન લીલા મરચાનું ઉત્પાદન લેવું છે તો તેના ગુણાંકમાં ખાતરની જરૂરિયાત ગણવી પડે પરંતુ સરળ રીતે નીચેના ગ્રાફ સાથે સમજીએ.
મરચીના છોડને શરૂઆતના ૬૦ દિવસમાં પાકને વિકાસ માટે સારું એવું સમતોલ ન્યુટ્રીશન-પોષણ જોઈએ છે પછી જયારે પ્રથમ તોડાય થાય ત્યારે ફરી વધુ પોષણ ની જરૂરિયાત રહે છે તે તમને ઉપરના ગ્રાફમાં દેખાશે. પહેલી વીણી પછી ખાતરની જરૂરિયાત સતત વધતી રહે છે જો તમે મલ્ચીંગ અને ડ્રીપનો પ્રયોગ કરતા હો તો નાઈટ્રેટના રૂપમાં નાઈટ્રોજન આપો અથવા ઠંડી હોય તો યુરિયાના રૂપમાં આપી નહિ શકો , ઠંડીમાં નાઇટ્રેટ ના રૂપમાં આપો
ઉપરના ગ્રાફનું અવલોકન કરો તો ગ્રાફમાં નીચે પાકના દિવસો અને ડાબી તરફ રોજનો પોષણનો ઉપાડ પ્રતિ હેક્ટરના ખેતરમાં કેટલો મરચી લે છે તે બતાવેલ છે , પચાસ સાંઠ દિવસ આસપાસ પોટાશનો અપટેક છ કિલો પ્રતિ હેક્ટર પ્રતિ દિવસ જેટલો વધી જાય છે . એટલે કે નાઈટ્રોજન અને ફોસ્ફરસની સાપેક્ષમાં પોટાશની જરૂરિયાત પણ વધુ રહે છે અને ૧૦૦ દિવસે તો પોટેશિયમની સર્વોતમ સ્થિતિએ જરૂરિયાત છે તે તમે નોધ્યું હશે. ફેર્ટીગેશન માટે અગત્યના ખાતરો નોંધો પોટેશિયમ નાઇટ્રેટ , મોનો અમોનિયમ ફૉસ્ફેટ , કેલ્શિયમ નાઈટ્રેટ , મેગ્નેસિયમ સલ્ફેટ વગેરે
ઉપરથી છાંટવાના ખાતરોનો ઉપયોગ કરીને લાભ લ્યો
કૃષિ નિષ્ણાત પાસે તમારા જમીન અને પાણીના રિપોર્ટના આધારે ડ્રિપ માં આપવાના ખાતરનો ફર્ટિગેશન પ્રોગ્રામ અવશ્ય બનાવડાવો