આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા

ચાલો જીતો ને જિતાડીએ , 

આ      માસ્ટર - કી      બીજા ને પણ આપજો

આપણે થોડા વર્ષોથી એમજ માનીયે છીએ કે ખેતીની ચાવી બીજા પાસે છે આપણી પાસે નથી, પણ કોઈ પણ ધંધો હોઈ કે વ્યવસાય કે પછી નોકરી કે પછી ખેતી બધાની માસ્ટર- કી જો કોઈ હોઈ તો તે છે આ ચાર પ્રશ્નના જવાબ મેળવવા

ખેતી ની કોઈ સમશ્યા હોઈ કે ખેતીની અગવડતા કે મુશ્કેલી હોય ,

આ બધા માટે ઉપર આપેલા ચાર પ્રશ્નો નો જવાબ શોધી કાઢો
એટલે દરેક સમશ્યામાં આ માસ્ટર- કી લાગે છે ,

દા .ત. મરચી માં રોગ આવ્યો છે , મરચી પીળી થઇ ગઈ છે , મરચીના પાનમાં દવા છાંટ્યા પછી કુક્ડાય ગયા હોઈ , મરચી ને પાણી લાગી ગયું હોઈ કે પછી મરચીમાં પાનના ટપકા નો રોગ લાગ્યો હોય ,

દરેક સમશ્યા માટે ઉપરના ચાર પ્રશ્નો પૂછો અને જવાબ શોધો

દા. ત. મરચીમાં પાન ના ટપકાંનો રોગ લાગ્યો છે

પ્રશ્ન શું છે ? મરચીમાં પાન ના ટપકાંનો રોગ લાગ્યો છે , પાન ઉપર અનિયમિત આકારના ટપકાં છે, પાન તોડીને નિષ્ણાંતને દેખાડવું જોઈએ અથવા સારા અને અનુભવી વેપારીને આ પાન બતાવવું જોઈએ તોજ કારણ શું છે ? જવાબ મળે

આપણને વૈજ્ઞાનિક જવાબ જોઈએ ,
એમનામ કઈ પણ દવા છાંટો એવું નહિ ,
કારણ વૈજ્ઞાનિક સુજ વગર ખોટું નિદાન હોઈ તો ફેરો મોંઘો પડે કારણકે
એક દવા નો ડોઝ ખોટો ....મતલબ આવક માં ઘટાડો

જો સાચું કારણ મળી જાય તો આપોઆપ
ઉપાય શું છે ? નો જવાબ મળી જાય કે વરસાદના પાણી થી સતત પાન ભીના રહેવાથી અને વાતાવરણ કે હવામાનના બેક્ટેરિયાથી બેક્ટેરિયલ સ્પોટ છે , સર્કોસ્પોરા નથી તો કોપર સાથે સ્ટ્રેપટો છાંટો તેવો જવાબ મળે

છેલ્લું હું શું કરી શકું ?
હું કઈ કરું નહિ અથવા નિર્ણય મોડો લઉં ,
કે ભાગીયાના ભરોસે રહું તો
સાચી દવા પણ ઘણી વાર મોડી કે અવ્યવસ્થિત છાંટવાથી આપણું કામ સરે નહિ અને
એક રોગ મોડો કંટ્રોલ માં આવે એટલે પાક ઉત્પાદન માં નુકશાની આપી ને જાય

માસ્ટર- કી નો ઉપયોગ વારંવાર ખેતી માં કે સાંસારિક જીવનમાં કરતા રહેજો
અને હા,
હું શું કરી શકું ? નો જવાબ મળ્યો એટલે તમે સફળ



આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 
Bacterial Spot of Pepper | Pests & Diseases


મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે,

૧૫ દિવસે પાન પર નાના ટપકા થશે. બીજા ૧૫ દિવસ થશે એટલે
બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકાના રોગને લીધે પાન ખરી પડશે,

ખરેલા પાન જોઈને દવા લેવા જશો તો કેટલું મોડું થયું ગણાય ? કેટલા દિવસ મોડા પડ્યા ? વિચારજો


મરચીના પાક માં વિવિધ પોષક તત્વો અને સુક્ષ્મતત્વોની જરૂર પડે છે

  • જે તત્વ સરળ રીતે પાન-છોડમાં ફરે છે તેવા તત્વો નાઇટ્રોજન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસની ઉણપના લક્ષણો જુના પાનમાં એટલે કે છોડના નીચેના પાનમાં જોવા મળે છે. દા.ત. નાઇટ્રોજનની ખામી સૌપ્રથમ નીચેના પાનમાં પીળાશ પડતાં થવાથી જાણી શકાય છે. જે ધીરે-ધીરે ઉપરની તરફ વધતું જાય છે. ફોસ્ફરસ મુખ્ય તત્વની ખામી પણ નીચેના પાનમાં ખૂબ ઘાટા લીલા પાન થઈ જવા. ઘણી વખત જાંબુડિયા પાન થઈ જવા સુધી જોઈ શકાય છે.

  • મેગ્નેશિયમની ખામી મરચીમાં ખાસ જોવા મળે છે. જુના નીચેના પાનમાં પીળાશ પડે છે, પાન અંદર તરફ વળે છે પણ તેની નસો લીલી જ રહે છે તો સમજવું કે મેગ્નેશિયમની ખામી છે

  • જે તત્વ મીડીયમ રીતે છોડમાં પ્રસરે છે તેવા તત્વો જેવા કે પોટેશિયમ, સલ્ફર, ઝિંક, કોપર અને મેગેનીઝ છે. દરેકની ઉણપથી શું વચ્ચેના પાનમાં શું થાય તે ટૂંકમાં નોંધો.
  • પોટેશિયમની ખામી થી પાનની કિન્નરી પીળી પડે, ઘણી વખત ટાંચણીથી કાણા પાડયા હોય તેવા પણ થઈ જાય. મેગેનીઝની ઉણપ તો વળી સાવ નોખો દેખાવ આપે. મીડીયમ વચ્ચેના પાનમાં પીળાશ પડે પરંતુ છરકા છરકા થઈને લાંબા ખાંચા પડે.
  • સૌથી ઉપરના પાનમાં આયર્ન, કેલ્શિયમ અને બોરોનની ખામી હોય તો તેમાં કેલ્શિયમની વાત લઈને  પ્રશ્ન પૂર્ણ કરીએ. કેલ્શિયમની ખામી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે કેલ્શિયમની ખામીથી ઘણીવાર બ્લોસમ રોટ- ઉભા પાકમાં મરચાનો નીચેનો છેડો પીળો પડી સડી જાય છે  તે રોગને બ્લોસમ રોટ કહે છે .
400 x 90


મરચીની ખેતીમાં જેટલું ઉત્પાદન લેવું છે તે પ્રમાણે પોષણ આપવાનું હોય છે. શુક્ષ્મ તત્વોની આવશ્યકતા પણ જમીનના પૃથ્થકરણ રીપોર્ટ પ્રમાણે વત્તે ઓછે પ્રમાણમાં રહે છે.પરંતુ મેગ્નેશિયમની આવશ્યકતા મરચામાં ખાસ રહે છે તેથી તેની પૂર્તિ કરવી ખાસ જરૂરી છે.

હા, મેગ્નેશિયમનો છંટકાવ ક્યારે ન કરવો ? તે ખાસ નોંધશો. જ્યારે વરસાદ જેવું વાતાવરણ છે, સતત વરસાદ પડે છે, બેક્ટેરિયલ સ્પોટ રોગ આવવાની શક્યતા હોય , ત્યારે મેગ્નેશિયમ છાંટવું નહીં તે છાંટવાથી બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકા વધી જાય છે ,





મરચીના મહારાષ્ટ્ર, આંધ્ર  અને મધ્ય પ્રદેશના ખેડૂતોને પૂછો તો એમ કહે કે આગળ  વર્ષે વાવેતર એટલું થયું હતું કે બધાને મરચીનો પાક લોટરી જેવો લાગેલો , બધા ને મરચી મરચી ને મરચી , માલ એટલો થયો કે કોલ્ડસ્ટોરેજ ભરાય ગયા અને ખપત કરતા બીજા વર્ષે પણ ચાલે તેટલો સૂકા મરચાનો માલ ભરાઈ ગયો .

ગયા વર્ષનું ઉત્પાદન બઝારમાં આવ્યું ત્યારે ભાવ સાવ  તળિયે ગયા . એટલે આ વર્ષે અત્યારે  મરચીના વાવેતર ઘણા  ઓછા થયા . જે કંપની પોતાની બ્રાન્ડ અછત કરીને વેંચતા હતા તેમનો માલ પણ પડ્યો રહ્યોં એટલે જાણીતી કંપનીને આ વર્ષનું ન બવેચાયેલું બીજ કોલ્ડસ્ટોરેજમાં મુકવાનો વારો આવ્યો . ગુજરાતની નાની કંપનીઓના  બીજ વેચાયા  વગર પડ્યું રહ્યું એટલે એને નુકશાન ગયું . ટૂંકમાં આ વર્ષનું  વાવેતર ઓછું છે એટલે આશા છે કે ફ્રેશ માલની સારા માલની ડિમાન્ડ નીકળશે ત્યારે ભાવ સારા મળશે 

 ચાલો આ વર્ષે સારો માલ પેદા કરવા મરચીને  કુક્ડ થી બચાવીએ .સફેદમાખી , થ્રીપ્સ અને માઈટસ થી ફેલાતો આ લીફ કર્લ વાયરસને તે લોકો ચુરડા-મુરડા કહે છે. આપણે તેને કુક્ડ કહીયે છીએ . કુક્ડ એમનામ નથી આવતો , કુક્ડ આપણી મરચીમાં ત્યારેજ આવે છે જયારે આપણી મરચીમાં ચુસીયા જીવાત ખુબ લાગી હોય એટલે  આપણે પણ કૂકડનું ધ્યાન રાખવાનું છે. આ વર્ષે  કૂકડ ન આવે તે માટે શું કરવું તે માટે વાંચતા રહો https://aajnikheti.blogspot.com/ બીજું કે આ વર્ષે મરચી નું વાવેતર ઓછું  થયું છે એટલે જયારે માલ બજાર માં આવશે ત્યારે એ- વન માલને સારા ભાવ મળશે અને જેને ડાઘી વાળો માલ હશે એને ફોરવર્ડ માં સાવ નીચા ભાવે ખપશે તેવું આજે વાવેતર જોતા લાગે છે , બાકી તો સમય જ કહેશે


✨ સામાન્ય રીતે આપણે મરચીના છોડમાં પાંદડા કુક્ડાયેલા કર્લિંગ જોઈએ છીએ તે વિવિધ કારણોસર હોઈ શકે છે. પરંતુ મરચાંના છોડમાં તે મુખ્યત્વે જીવાતનો ઉપદ્રવ એમાંય ખાસ કરીને કથીરી , થ્રિપ્સનો ઉપદ્રવ અને લીફ કર્લ વાયરલ રોગને કારણે થાય છે 🦠. ચાલો તેને સમજીયે 

🔰 કથીરી 

√ પાંદડા નીચે તરફ વળે છે .પાનમાં કર્લિંગ અને કરચલીઓ.

√ વિસ્તરેલ પાંદડી વાળા ખરબચડા  પાંદડા.


🔰થ્રિપ્સ :

√ ચેપગ્રસ્ત પાંદડા ઉપોર કરચલીઓ વિકસે છે અને ઉપરની તરફ વળે છે.

√ કળીઓ બરડ થઈ જાય છે અને ખરી પડે છે અને પાંદડાંની પાંખડીઓ લાંબી થઈ જાય છે.

√ પ્રારંભિક તબક્કામાં, ઉપદ્રવને કારણે વૃદ્ધિ અને ફૂલોનું ઉત્પાદન અટકી જાય છે, ફળનો વિકાસ અટકી જાય છે


🔰લીફ કર્લ રોગ


√ મરચાંના લીફ કર્લ વાયરસ પાંદડાના કિનારી ઉપર તરફ વળવા, નસો પીળી પડવા અને પાંદડાના કદમાં ઘટાડો દ્વારા ઓળખી શકાય  છે.

√ વધુમાં, પાંદડાની નસો ફૂલી જાય છે અને ઇન્ટરનોડ્સ અને પાંખડીઓ ટૂંકા થઈ જાય છે. જૂના પાંદડા ચામડા જેવા અને બરડ બની જાય છે.

√ જો છોડને શરૂઆતની ઋતુમાં ચેપ લાગે છે, તો તેમનો વિકાસ અટકી જશે, જેના પરિણામે ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે .

√ આ વાયરસ નું નુકશાન,  થ્રિપ્સ જેવી  જીવાતના નુકસાન જેવા જ લક્ષણો જોવા મળે છે 

√ સફેદ માખી વાયરસના ફેલાવા માટે સૌથી મોટી વાહક છે.


આપણે ખેતી ને ધંધો સમજીયે છીએ અને ખેતી માંથી પૈસા કેમ કમાવા તે વિચારીયે છીએ

તમે ખેતી માંથી પૈસા કમાવ તે અગત્ય ની વસ્તુ છે અને પૈસા કમાવાની જવાબદારી આપણી પોતાની છે એટલે ખેતી માટે સારું શું છે તે જાણવું ? ખેતી માં શું કરવા થી વધુ પૈસા કમાઈ શકાય ? જે જાણવાની જવાબદારી પણ આપણી છે .

ઘણીવાર માહિતીના અભાવના કારણે આપણ ને જોઈએ તેટલી સફળતા અને પૈસા મળતા નથી,

એવું ના બને એટલા માટે આ બ્લોગ દ્વારા તમને માહિતી આપવાનો અમારો આ પ્રયાશ છે , બીજા કૃષિ મિત્રોની જેમ તમે પણ સ્માર્ટ કૃષિ મિત્ર બનીને તેનો ઉપયોગ કરી શકો છો ને તમારી ખેતી ની આવક વધારી શકો છો .

ખેતી માં ઘણી પ્રતિકૂળતાતો છે જ પણ આપણે વિજ્ઞાનને સમજીને તે બધા માંથી રસ્તો કાઢવાનો છે , આપણા છોડ તમે ઉત્પાદન આપવા તૈયાર છે પરંતુ આપણે છોડ ને પ્રતિકૂળતા ( સ્ટ્રેસ ) માંથી અનુકૂળતા કરી આપવાની છે .

એક વાત તમને કહું આપણે જંતુનાશક અને બિયારણ પર જેટલું ધ્યાન આપ્યું તેટલું ધ્યાન આપણે છોડની અનુકૂળતા , જમીન ની તંદુરસ્તી , જરૂરી સપ્રમાણ ખોરાક આપવાની વાત પર. સાવ ઓછું ધ્યાન આપીયે છીએ , સાચું કે નહિ ?

આજની ખેતી  ટેલિગ્રામ ચેનલ દ્વારા અમે તમારા સુધી મરચી ,કપાસ અને બાગાયત પાકો ની અસરકારક માહિતી પહોંચાડવા નું ધ્યેય લીધું છે , તમે પણ વાંચો અને તમારા મિત્ર ને પણ અમારી ટેલિગ્રામ ખેતી ની ચેનલ આજની ખેતી   માં જોડો

ચાલો જીતો ને જિતાડો ધ્યેય સાથે આપણે ખેતી ની આવક વધારવા એક બીજા ને મદદ કરી આપણી ખેતી નું ઉત્પાદન વધારીએ ,

અમારી એક વિનંતી છે કે જો તમને આ માહિતી સારી લાગે અને તમે અમારો આભાર વ્યક્ત કરવાં માંગતા હોતો એટલું કરજો કે તમારા ખાસ બે મિત્રો ને ટેલિગ્રામ ની ચેનલ આજની ખેતી   માં જોડજો તેજ અમારો આભાર છે કારણ કે ખેતી ની માહિતી ના લાભ આપણે આપણા પૂરતા નથી રાખવા વહેંચવાં છે

મરચીનો પાક વધુ ગરમી અને વધુ ઠંડી સહન કરી શકતો નથી તેને હુંફાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે 20 થી 28° સે તાપમાનમાં મરચીનો પાક સારો થાય છે, 

મરચી માં  બીજના ઉગવા સમયે જરૂરી તાપમાન :
સારા ઉગવા માટે મિનિમમ 13 સે.ગ્રેડ અને મહત્તમ 40 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન જોઈએ પણ સૌથી સારા ઉગવા માટે 20-25 સે.ગ્રેડ અનુકૂળ હવામાન ગણાય છે, તો રોપ ક્યારે નખાય ? પછી કહેતાં નહીં કે રોપ ઉજ્જર્યો નહિ ?  

મરચીના સારા વાનસ્પતિક વિકાસ માટે જરૂરી તાપમાન :
મરચીના સારા વાનસ્પતિક વિકાસ માટે મિનિમમ 15 સે.ગ્રેડ અને મહત્તમ 32 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન મરચીને જોઈએ , સૌથી સારા વાનસ્પતિક વિકાસ માટે દિવસ નું તાપમાન 20-25 સે.ગ્રેડ અને રાત્રી નું તાપમાન 16-18 સે.ગ્રેડ તાપમાન આ વિકાસના તબક્કા માં જોઈએ , આ દિવસ અને રાત્રી ના તાપમાન ને બરાબર પારખી લેજો , ખુબ અગત્ય ની આ વાત ધ્યાને લેજો

મરચી માં ફૂલો વધુ લાવવા અને ફળો વધારે બેસવા માટે ક્યુ તાપમાન અનુકૂળ: 
ખુબજ અગત્યનો તબક્કો એટલે ફૂલ ફળ નો તબક્કો , આ તબક્કા માં મિનિમમ 18 સે.ગ્રેડ અને મહત્તમ 35 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન મરચીને જોઈએ , સૌથી વધુ ફુલ અને ફળો બેસવા માટે દિવસ નું તાપમાન 26-28 સે.ગ્રેડ અને રાત્રી નું તાપમાન 18-20 સે.ગ્રેડ અનુકૂળ હોઈ છે , મરચી વધુ ફૂલે ફાલેને બધા ફૂલ ટકી રહે અને ફળ વધુ લાગે તે માટે આવું તાપમાન જોઈએ ,

રોજ રોજ તાપમાન તમારા વાડી ના થર્મોમીટર માં જોતા રહો અને ડાયરી માં નોંધો , તમારી વાડીયે એક નાનું ટેબલ વસાવો અને વાડીયે તમારી ઓફિસ બનાવો , તો તમનેજ સમજાશે કે ક્યારે કઈ દવાની જરૂર નથી , ગૂગલ વેધરને તમારો દોસ્ત બનાવીને રોજ રોજ ડેટા લેતા રહોને તમારી ડાયરી માં નોંધ કરી તમારા પાક ના બદલાવ પણ નોંધો , એક 300 રૂપિયાનું થર્મોમીટર તમારો હજારોનો ખર્ચ બચાવશે.દા .ત. ઘણી વખત હવામાન ફૂલ ટકવા માટેનું જ નથીને તમે ફાલ ખરણ અટકાવવાની દવાનો નકામો ખર્ચ કરો છો .  


                     3,56,483.........


આજની ખેતી બ્લોગસ્પોટની ત્રણ લાખ છપ્પન હજાર  થી વધુ વખત ખેડૂતોએ લીધેલી મુલાકાત, મરચી ઉગાડતા ખેડૂતો માટે વૈજ્ઞાનિક માહિતી આપતું ગુજરાતનું સૌથી વધુ વંચાતો બ્લોગમાં નવી મુકાતી  પોસ્ટ તમારે પણ વાંચવી હોય તો આજેજ ખેતરનીવાત ટેલીગ્રામ ચેનલમાં અથવા પટેલ એગ્રો વોટ્સએપ ચેનલ  માં જોડાવા 9825229966 ઉપર વોટ્સએપ કરો આ વાત તમારા મિત્રને પણ કહો 



















મરચીના પ્રત્યેક છોડને બાયોટિક અને એબાયોટિક આઘાત થી બચાવવો પડશે 


આપણું ધ્યાન આપણે જીવાત ઉપર અને છોડ નબળો દેખાય તેના ઉપર ઠેરવી દીધું છે એટલે આવું દેખાય એટલે આપણે દવા વાળા ને ત્યાં દોડીએ છીએ ,

મરચીને શું તકલીફ છે ? વાતાવરણ , ટાઢ , તડકો , વધારે પાણી , જમીનમાં પાણીનો ભરાવો , ખોટી દવાનો અથવા સાચી દવાનો ખોટી દવા સાથેના મિશ્રણનો છંટકાવ આ બધું મરચીના છોડને તણાવ સ્ટ્રેશ આપે છે તેને એબાયોટીક અને બાયોટિક તણાવ કહે છે , આનો વિચાર આપણે કરવો પડશે

આજની ખેતી બ્લોગ અથવા ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ દ્વારા નફાકારક ખેતીની માહિતી આપના સુધી પહોંચાડવાનું અમારું કાર્ય તમને ગમતું હોઈ તો રોજ અમારો બ્લોગ વાંચો ને તમારી ખેતી સારી બનાવો ,

આજે માહિતી બ્લોગ ઉપર મુકાણી કે નહિ ? તે તમને ખબર કેમ પડે ? મુકાતી માહિતીની તમને ખબર પડેં તે માટે અમે પટેલ એગ્રોની આજની ખેતી  નામની ટેલિગ્રામની ચેનલ શરુ કરી છે તેમાં જોડાય જજો તો નવી માહિતી મુકાયા ની જાણ તમને થતી રહેશે

આજેજ તમારા મોબાઇલ માં ટેલિગ્રામ ડોઉનલોડ કરો ને તેમાં પટેલ એગ્રો સીડ્સ ની ચેનલ આજની ખેતી બ્લોગ  માં જોઈન થાવ આ તમારે બીજા મિત્રને મોકલવું હોઈ તો પોસ્ટની નીચે સોસિયલ મીડિયાના સિમ્બોલ છે તેનો ઉપયોગ કરો અને બીજા મિત્ર ને મદદ કરો

Soil pH- an important factor in crop production



મરચીની ખેતી માટે જમીનનો પીએચ ૭ થી ૮.૫ વચ્ચે હોય તો મરચીની ખેતી માટે સારું છે.

તમારે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ. પાણીનું પણ EC પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પાણીમાં કેટલું મીઠું એટલે કે કેટલું સોડિયમ છે તે માટે પાણી નું ઈ સી અને ટીડીએસ માપવામાં આવે છે.

તમારા પૃથ્થકરણના રિપોર્ટ પ્રમાણે જો ક્ષારીય હોય તો જીપ્સમ કે કેલ્શિયમ સલ્ફેટ વપરાય
અને જો આમ્લીય હોય તો ચૂનો વપરાય. જેથી પીએચ સમતોલ બને.

હવે જો તમે મરચીની ઉત્તમ ખેતી કરવાની ઈચ્છા ધરાવો છો  ત્યારે તમારી પાસે પૃથ્થકરણ ના પરિણામ પ્રમાણે જમીન સુધારણા એટલે કે પીએચ ન્યુટ્રલ કરવા લાગી પડવું જોઈએ ,

તમારી નજીક માં રાનડે માઈક્રોનુટ્રીઅન્ટ કે એરીસ એગ્રો કે  યારા ફર્ટિલાઇઝર બનાવતી કંપની ના કોઈ પ્રતિનિધિ હોઈ તો તેને તમારો રિપોર્ટ બતાવી તમારી જમીનનો પી એચ સુધારણા માં તેની મદદ લઇ શકો તો આવતા વર્ષની મરચીની ખેતી સારી થાય.

મરચી ના છોડની રોજની અગવડતા દૂર કરી વિકાસ કરાવવા અને તણાવ માંથી બહાર કાઢવા આ કરવું જરૂરી છે મિત્રો




આપણા ખેડૂત મિત્રો કહે છે કે તમારો આભાર

મિત્રો , તમારે અમારો આભાર માનવો હોય તો તમે તમારા પાંચ પાક્કા મિત્રને આપણી ચેનલ માં જોડો જેથી તેને પણ આવતા વર્ષે મરચીની ખેતીની નવી નવી ટેક્નોલોજીની માહિતીનો લાભ મળે અને એ પણ તમારી જેમ મરચીની ખેતી નફાકારક કરે, આજ અમારા માટે સન્માન છે

પટેલ એગ્રો ની ખેતરની વાત્ત નામની મરચીના પાક ની ટેલિગ્રામ ચેનલ ની માહિતી અનેક ખેડૂતોને ખુબ ઉપયોગી થઇ અને તેને લીધી જે ખેડૂતોને મરચીનું ઉત્પાદન વધ્યું તેની વિગતો ટૂંકમાં જણાવીશું


હજુ તો આ શરૂઆત છે આવતા વર્ષનીમરચીની ખેતી નવી ટેકનોલોજી સાથે કરવી હોય તો અત્યારથીજ આપણી વોટ્સએપ  ચિલિકી પાઠશાળા માં જોડાઈ જાઓ 

મરચી ની ખેતી માંથી આવતા વર્ષે પણ પૈસા કમાવા માંગતા હો તો ચીલાચાલુ વોટ્સએપ ગ્રુપ છોડી ને મરચીની આ ખેતરની વાત ટેલિગ્રામ ડાઉનલોડ કરી ચેનલ માં જોડાઈ જાવ અથવા  ચીલી કી પાઠશાળા વોટ્સએપ ચેનલ જોઈન કરી લો 

જો તમને મરચી , શાકભાજી , કપાસ ની સારી, સાચી અને નફાકારક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત હો તો જરૂર બીજા ને પણ જોડજો 


તમારા પ્રશ્ન માટે તમને અભિનંદન,

પાણી વધુ પાવાથી,

પા્ળા ઉપર મરચી ન કરવાથી,

વિવિધ રોગ જીવાત આવે તે આપણને ખબર છે,

તે જ રીતે હિમ પડવું,
વધુ પડતું હવાનું પ્રદૂષણ.,
જમીનને પાણીના પી એચ માં અસંતુલન ,

વધુ પડતી ગરમી એટલે સૂર્યપ્રકાશથી પણ દાઝ લાગવાથી મરચામાં ડાઘ પડે છે. તેને સન સ્કેલ્ડ કહે છે.
સૂક્ષ્મ તત્વની ખામીના લીધે ફળનું ફાટી જવું,

કરા પડે તેનું નુકસાન વળી અલગ હોય છે,

કેલ્શિયમની ખામીથી બ્લોસમ રોટ આવી શકે છે ,

ઘણી વખત ચીલાચાલુ સસ્તાના  લોભે ક્લોરિન યુક્ત ઉપરથી છાંટવાના ખાતરોથી પાન પર ઘસરકા થાય છે તે નુકસાન દેખાતું નથી પણ ઉત્પાદન વધારવાને બદલે ઘટાડે છે.

વેપારી પાસેથી ક્વોલિટી ઇનપુટસ જંતુનાશક ખરીદતી વખતે  માંગતા આવડવું જોઈએ 
નહીં કે જે આપે તે છાંટવું.


મરચીની ખેતી કરવી હોય તો જાતે અભ્યાસ કરવો.

પોતાની ડાયરી રાખવી,

એકલું દવાના વેપારી પર આધાર રાખવાને બદલે વાડી વિસ્તારના ૮-૧૦ ખેડૂતોએ દર શુક્રવારે બપોર પછી ચા પાણીની મિટિંગ કરી અઠવાડિયામાં સૌએ મરચીમાં કઈ દવા? ક્યા ફૂગનાશક? કયો સૂક્ષ્મતત્વો છાંટવા? અને પરિણામ વિશે ચર્ચા કરી પોતાનું જ્ઞાન વધારવું જોઈએ 

કારણકે ઘણી વખત મરચીમાં જોવા મળતા લક્ષણો સરખા લાગે છે તેમાં આપણા એક બીજા ના અનુભવો બહુ કામ આવે છે , તમારી મરચી થોડી નબળી લગતી હોય તો તેમાં PSAP ના છંટકાવ શરુ કરી દેજો







File:Capsicum annuum Bell pepper Rhizoctonia solani, paprika ...

વર્ષો સુધી જમીનમાં પડી રહે તેવી ફૂગ રેલોફસી રાઈ ના દાણા જેવી ખાસ કરીને એસિડિક જમીનમાં આ ફૂગનો ઉપદ્રવ જોવા મળે છે , મરચીના રોપ વવાયાં પછી જમીન અને થડ પાસે આ ફુગના માયસેલિયા છોડ પર આક્રમણ કરીને જમીન પાસેના થડ ઉપર ગળું પડે છે , છોડ ની ચામડી ઘવાતા છોડ પોષણ ઉપર સુધી પહોંચાડી શકતો નથી તેથી છોડ પીળો થઇ ડુલી જાય છે .

મરચીમા ગળું પડવા માટે જવાબદાર ફુગ (સ્ક્લેરોસિયા રેલૌફસી ) જમીન માં રાયડા ના દાણા સ્વરૂપે જમીન માં પડી હોય છે અનુકૂળ વાતાવરણ એટલે કે પહેલો વરસાદ વખતે  જો વાતાવરણ માં ગરમી નું પ્રમાણ વધુ હશે, વાતાવરણ માં ભેજ વધુ હશે ને તમારી જમીન અમ્લીય હશે તો આ રોગ વધુ આવશે એટલે તમે ચોપેલી મરચીના થડ ઉપર એટેક કરશે જમીનને અડી ને રહેલ થડ માં ફુગ લાગશે ને મરચી ની ઉપરની છાલ માં ગળું પડશે , છોડ પોષણ મેળવતો બંધ થશે ને છોડ મરી જશે ,


આ માટે તમે ફેરરોપણી વખતે મરચી ને રિડૉમીલ ના દ્રાવણ માં બોળી ને ફેરરોપણી કરો , મરચી ની ફેરરોપણી પછી તરતજ કોપર ઑક્ક્ષીકલોરાઇડ અથવા કોપર હાઇડ્રોક્સાઇડ નું ફરજીયાત ડ્રેનચિંગ કરવું જરૂરી , જો મોડું કરીયે તો અથવા તે ફૂગ નું પ્રમાણ વધી જાય તો પણ કાબુ માં આવવી મુશ્કેલ થઇ જાય છે , આવી જમીન માં ટ્રાઇકોડર્મા વિરિડી કે હાર્જેનિયમ જૈવિક ફુગનાશક પહેલેથીજ આપી દેવું જોઈએ .

મરચીની ખેતીમાં શરૂઆત થી કાળજી ખુબ અગત્યની છે. મરચીમાં સૌથી વધુ નુકશાન લીફ કર્લ વાયરસનું થાય છે

એટલે કૂકડનું.


આ કુક્ડ રોગ છોડમાં આવે છે ક્યાંથી ? તે સમજી લ્યો,

કૂકડ રોગનો વાયરસ મરચીમાં સફેદમાખીથી ટ્રાન્સફર થાય છે. સફેદમાખી તેનો ફેલાવો કરે છે

એટલે એનો મતલબ એ થયો કે રોપથી શરુ કરીને ફેરરોપણી પછી બે મહિના તો ખાસ સફેદમાખી આવવા ન દો, ડ્રીપમાં જંતુનાશક પાવ, નીમ છાંટો, ખેતર માં રોજ આંટો મારો, ટૂંકમાં રોપણી પછી બે મહિના છોડને સફેદમાખી થી બચાવો.

સફેદમાખી નહિ આવે તો વાયરસ નહિ આવે, કુક્ડ વાળા છોડ દેખાય તો એકલ દોકલ છોડને ઝડપથી ખેતરમાંથી કાઢી નાખો અને બાળી નાખો. સોસીયલ ડીસ્ટન્સ ની તમને ખબર છે અહીં પણ તેવું કરો

ફેરરોપણી પછી ૨૦-૨૫ દિવસ સફેદમાખી થી મરચીના છોડને દુર રાખવા છોડને ઝેરી બનાવો, ડ્રીપ હોય તો ડ્રીપમાં ઈમીડાક્લોપ્રીડ, કોન્ફીડોર, એકતારા, ડેન્ટોપસુ જેવી જંતુનાશકમાંથી કોઈપણ એક આપી ૨૦-૨૫ દિવસની રાહત મેળવી શકો.


ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રેય કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો


સફેદમાખીના નિયંત્રણ માટે પાયરોપ્રોક્સિફેન , ફેનપ્રોફેથરિન , મિયોથ્રિન વારા ફરતી છંટકાવ કરી સફળ નિયંત્રણ કરો

સફેદ માખીની હાજરી જાણવા આખા ખેતરમાં પીળા સ્ટીકી ટ્રેપ લગાડો અને ઉપદ્રવ નું અવલોકન કરતા રહો ,



સફેદમાખી  આવી ગઈ તો તરતજ પગલાં લ્યો પછી કહેતાં નહીં કે મરચીમાં કુક્ડ આંટો લઇ ગઈ છે





ઘણીવાર બે ખોટી દવાઓ ભેગી કરવાથી પાન પીળા પડે છે, ખાખરી જાય છે, વાંકા વળી જાય છે, તેને કેમિકલ ઇન્જરી એટલે રસાયણનું નુકસાન કહે છે.

ખોટી દવા છાંટીએ અથવા વધુ પ્રમાણ છાંટીને મરચીના છોડવાઓને રાડ બોલાવી દઈએ છીએ , આપણી પાસે નથી એવા કાન કે નથી એવી નજર કે આપણે છોડ જે પોકારી પોકારીને કહે છે તે સાંભળી શકીયે ,

આપણે તો ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને નઠારી દવાના રગડા સાચા નિદાન વગર છાંટે રાખીયે છીએ અને પાછા નો - ભેળવવાના રસાયણો ભેળવીએ

મરચીના છોડના પાન રૂપી રસોડામાં સ્કોરચિંગ ( પાંદડા ઉપર ઘસરકા કે દવાની દાહક અસરના લીટા પડવા ) કે પાન પર આવા કેમિકલના લીટા પડવા થી છોડ તણાવ માં આવી જાય છે , પાછો પડી જાય છે .

બહુ બધા રસાયણો ભેગાના કરો , ક્લોરીનવાળા ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નહિ વાપરો , હક્ક થી જોઈએ તે ટેકિનકલ માંગતા શીખશો તો ફાવશો ,


ખેતીની અવનવી સાચી પદ્ધતિ વિષે વાંચવું હોય તો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ પેજ રોજ એકવાર ખોલજો અને બીજા મિત્રોને પણ કહેજો કે આ કૈક સારું છે ....


લીફકર્લ વાઇરસ

રોગકારક : CLCV વાઇરસ

લક્ષણ :
લીફકર્લ એક વાયરસ છે લીફકર્લ ને લીધે પાંદડા કોક્ડાઈ જાય છે ઉપર દર્શાવેલા ફોટા જેવા થઇ જાય છે. પાનની શિરાઓ સપાટીઓ ઉપસી આવે છે. પાન કુકડાય જાય છે , છોડ ની વધ અટકી જાય છે . ફળ લગતા નથી .

કારણ :
આપણે જાણીએ છીએ કે મરચીની અંદર ૧૬ પ્રકારના વાયરસ આવે છે. જેમાં મુખ્ય કુકુબર મોઝેક વાયરસ (CMV) મોલોથી , ચીલી વેઈનલ મોટેલ વાયરસ (CVMV) મોલોથી , ચીલી લીફ કર્લ વાયરસ (CLCV) સફેદમાખીથી અને મગફળી બડ નેક્રોસીસ વાયરસ (GBNV) થ્રીપ્સથી પ્રસરે છે.

જે વિસ્તારમાં મરચીનું મોનોક્રોપીંગ થતું હોય અથવાતો પાકની ફેરબદલી ઓછી થતી હોય ત્યાં મરચીમાં જ્યારે ચુસીયા બહુ ત્યારે એપેડેમીક રીતે મરચીનો લીફકર્લ વાયરસ ઝડપથી ફેલાય છે. એક વાર લીફ્કર્લ આવી જાય પછી તેનું નિયંત્રણ કરવું ખુબ જ કઠીન હોય છે .

માવજત :
મરચી માં આવા એકલ દોકલ છોડ હોય તો તેને ઉખાડીને બાળી નાખો , જો રાખશો અને આ ઉપદ્રવીત છોડ પર જેટલા ચુસીયા હશે તે ચુસીયા અન્ય છોડ પર જશે ત્યાં આ લીફ કર્લ વાઇરસ ફેલાશે પછી તમે કઈ નહિ કરી શકો, રોપ ચુસીયા ના ઉપદ્રવ વગરનો વાવો , ખેતર ચોખ્ખું રાખો , મરચીના ખેતરમાં પીળા ચીકણા કાર્ડ લગાવી સફેદમાખી અને ચૂસિયાંનું અવલોકન કરતા રહો અને સફળ નિયંત્રણ કરો , સતત ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રે કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો


નિયંત્રણ :

સફેદમાખીના નિયંત્રણ માટે પાયરોપ્રોક્સિફેન , ફેનપ્રોફેથરિન , મિયોથ્રિન નો છંટકાવ કરી સફળ નિયંત્રણ કરો


લાનો (પાયરોપ્રોક્સિફેન) અથવા

ડેનીટોલ ( ફેનપ્રોપેથ્રિન ) અથવા

પેગાસસ (ડાયફેન્થુંરોન )અથવા

ઓબેરોન (સ્પાયરોમેસીફેન) અથવા

સીવેન્ટો પ્રાઈમ (ફ્લુપાઈરાડીફ્યુરોન ) ૨અથવા


મિયોંથ્રીન અથવા સાયન્ટ્રાનિલીપ્રોલ અથવા થાયાક્લોપ્રીડનો

વારાફરતી પ્રયોગ કરવો , દર 15 દિવસે PSAP ખાતરનો છટકાવ કરતો રહેવો




























ફયુઝેરીયમ સુકારો , ફયુઝેરીયમ ઓક્સિસ્પોરમ રોગકારક ને લીધે થતો સુકારો છે , આ રોગમાં છોડના પાન વળી જાય છે અને પીળા પડી જાય છે , આ રોગ ખેતરમાં અમુક જગ્યાએ શરુ થાય છે , છોડ મરી જાય તો પણ પાન જોડાયેલ રહે છે , જ્યાં સુકારો આવતો હોય તે જમીન માં મરચી ૨ વર્ષ વાવવી જોઈએ નહિ. 


ગરમ વાતાવરણ ૩૨ ૦ સે. ગ્રે.તાપમાન હોય ત્યારે વધુ પડતું પિયત આપવાથી આ રોગ ફેલાય છે માટે આવા સમયે વધુ પડતું પાણી આપવાની ટેવ છોડવી પડશે. ડ્રીપ ઈરીગેશન અપનાવો. રોગ માટે ફૂગનાશકનું થડ પાસે ડ્રેન્ચિંગ કરો. ટ્રાઇકોડરમા વીરિડી ફુગનાશકનું પહેલેથીજ છાણીયા ખાતર સાથે ભેળવીને આપવું . આવી જમીનમાં પહેલાથી સોઇલ સોલેરાઈઝેશન એટલે કે પ્લાસ્ટિક પાથરીને જમીન ગરમ કરીને નિર્જિવિકરણ કરી વાવેતર કરવું જોઈએ .



ફોલીક્યુર (ટેબુકોનાઝોલ) ૩૦ મિલી પ્રતિ પંપ અથવા
વેલીડામાયસીન ૨૫ મિલી /પંપ અથવા
બાવીસ્ટીંન + એલીએટ ૩૦ ગ્રામ /પંપ અથવા
કેમ્પેનીયન (કાર્બેન્ડેનઝીમ + મેન્કોઝેબ) ૩૦ ગ્રામ/પંપ માં નાખી થડે ડ્રેન્ચિંગ કરો.

ટ્રાઇકોડરમા વિરિડી નું ડ્રેનચિંગ કરવું






મરચીની ખેતીમાં વાયરસ આવતો અટકાવવા પહેલું પગથીયું છે મરચીના બીજ માંથી તૈયાર થતા રોપના શરૂઆતના દિવસોની પુરેપુરી કાળજી એટલે કે બીજમાંથી રોપ તૈયાર થાય તે પ્રથમ ૩૦ થી ૪૫ દિવસ રોપ ઉછેર વખતે એક પણ પ્રકારની ચુસીયા જીવાત રોપમાં લાગવી જોઈએ નહિ તે માટે જરૂર પડે તો જ્યાં નર્સરી એટલે કે રોપ ઉછેર કર્યો છે ત્યાં રોપ ને ઇન્સેક્ટ નેટ (૬૦ થી ૮૦ મેશની નાઈલોન નેટ) ની અંદર કરો,

નર્સરી રોપ જ્યાં કર્યો છે તે ગાદીકયારો બેડની માટીમાં ફ્યુરાડાન નાખો. રોપની ફેરરોપણી કરો ત્યારે ૧ મહિનો ચુસીયાથી બચી રહ તે માટે ઈમીડાક્લોપ્રિડના ૧ મિલી દવા /૨ લીટર પાણીમાં નાખી મૂળને બોળીને ફેરરોપણી કરો.

ફેર રોપણી કરતા પહેલા નર્સરીના રોપ ઉપર ફીપ્રોનીલ અથવા થાયોમેથોકઝામનો છંટકાવ પણ કરો. જ્યાં ફેરરોપણી કરવાની છે ત્યાં જમીનમાં ફ્યુરાડાન જરૂર નાખો અને ડ્રીપ અને મલ્ચીંગ કરો તો મરચીની ખેતી માટે ખુબ સારું છે.

એક વાત પ્રવીણભાઈની યાદ રાખો કે જો રોપ માં ચુસીયા ખાસ કરી ને સફેદ માખી આવી હોય તો વાયરસ મૂકી ગઈ છે તેટલે તમારી મરચી માં કુક્ડ આવશે તે નક્કી છે , તો જાગવાનો સમય કયો ?

હવે અત્યારે જાગ્યા હો તો સતત ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 80 થી 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રેય કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો





મરચીમાં પાન પીળા પડવાના   વિવિધ કારણ 

  • મોલો, સફેદમાખી, નીમેટોડ નો ઉપ્દ્રવ 
  • વર્ટીસીલીયમ રોગ નિ અસર 
  • નાઈટ્રોજન અથવા મેગ્નેશિયમની ખામી  
  •  વધુ પડતું પિયત - પાણી નો આઘાત



મરચી ની ખેતી કરતા ખેડૂતે પોતે હવામાન ના બદલાવનો અભ્યાસ કરવો પડશે ,
મરચી માં આવતી ફૂગ હોઈ કે બેક્ટેરિયા , ચુસીયા જીવાત હોઈ કે કથીરી, નિમેટોડ હોઈ કે વાઇરસ બધા માં હવામાનની કઈ કઈ અસરના લીધે થાય છે તેનો અભ્યાસ કરવો પડશે ,

મિત્રો અભ્યાસ કરો, રોગનો ફેલાવો કેવા હવામાન માં વધે છે ?

જીવાત સંવનન કયા હવામાનમાં કરે અને ઈંડા પણ માં ક્યાં મૂકે ? પાનની ઉપર કે પાન માં ખાંચો કરીને કે પાન ની અંદર ?

કઈ જીવાતો વાયરસનો રોગ ફેલાય છે તે ખબર હોય તો મરચી ની ખેતી આબાદ થાય અથવા સારી થઈ શકે

રોગ અને જીવાત ને લીધે થતું નુકશાન મરચીના છોડ પર જોઈ શકો તેના માટે સ્કાઉટીંગ કરો , બિલોરી કાચ વસાવો અને સમયસર પગલાં લેશો તો આ વર્ષની મરચી ની ખેતી બદલાય જશે

મરચી ની માહિતી રોજ પ્રવીણ પટેલ ના બ્લોગ આજનીખેતી બ્લોગ માં ક્યારે મુકાશે ? તેની જાણ મેળવવા પટેલ એગ્રો ની ટેલિગ્રામની ખેતરની વાત ચેનલ માં જોડાઈ જાવ





સારા મરચાનો પાક લેવો છે ?

હવે આવનારા રોગ વિશે જાણો અને કૃષિ નિષ્ણાંત ની સલાહ લ્યો

સારા અને અનુભવી વેપારી પાસેથી માર્ગદર્શન લ્યો ,


દા . ત . પશુને ખરવા થયો હોય તો દવા કરીએ એટલે રૂઝ આવી જાય.
સમયસર દવા પીવડાવીએ તો પગ કાપવો ન પડે !

જ્યારે તમે મરચીના રોગ ના ચિન્હોની ખબર ના હોય , તમે ભાગીયા ભરોશે હો , તમે રોજ મરચીના ખેતરમાં અવલોકન કરતા ના હો તો ......મરચીના રોગ લાગે તેની ખબર ન રહે તો પાંદડું જ ખરી જાય.
રસોડું નાશ પામે, શું કરો ખોરાક બનતો બંધ, ચેપ લાગે તે વધારામાં, નુકસાનનો પાર નહીં !

એટલે જ જીવાત કરતા રોગ નુકસાન મોટું.
-

 વાવેતરના ૧૪ દિવસ પછી મરચીના પાન પીળા પડે છે તો શું કરવું ?

પહેલું મરચી ના પાક માં હજુ તંતુ મૂળ નો વિકાસ થતો હોઈ ત્યાં ક્યારા માં પાણી ભરાય રહે તો મરચી માં ઓક્સિજન ની ખામી ઉભી થાય એટલે નીચેના મૂળ કામ કરતા બંધ થયા હોઈ તો મરચી ને પાલર પાણી ને બદલે ટેક્નિકલ ઇરીગેશન આપો એટલે કે ડ્રિપ હોય તો જરૂર પૂરતુ જમીન ની ઉપરની સપાટી ભીની થાય એટલું પાણી આપો કારણ કે નીચે તો ભીનું છે ત્યાં પાણી ની જરૂર નથી એટલે વધુ પાણી આપીએ તો છોડ મરી જશે ,

પાન પીળા પાડવાનું બીજું કારણ લોહ એટલે કે ફેરસની ખામી હોઈ , માઈક્રોન્યુટ્રીયન્ટ છાંટો તે લેવા જાવ તો ચીલેટેડ ફોર્મ માં લેજો તો કામ કરશે ,

ત્રીજું જો પાંદડા 12 કલાક થી વધુ ભીના રહ્યા હોઈ તો કોપર સાથે સ્ટ્રેપ્ટોસાયક્લીનનો છંટકાવ કરો બેક્ટેરિયા ના કારણે પણ ના ટપક ના રોગ થી છોડ ને બચાવી શકાય




પી એસ એ પી ખાતર 200 ગ્રામ પેકીંગ  જે 15 લીટર માં પમ્પ માં પાકની અવસ્થા મુજબ 5 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે 75 ગ્રામ નાખી ને છંટકાવ કરવો , આ ખાસ પ્રકારનો રિસર્ચ મોલેક્યુલ મરચી માં એબાયોટિક અને બાયોટિક સ્ટ્રેશ એટલે કે તણાવ દૂર કરી છોડ ને રોગ સામે પ્રતિકારક અને તંદુરસ્ત બનાવે છે , વધુ વીગત માટે બ્લોગ માં નીચે પ્રસ્ન પૂછવાના વિભાગ માં પ્રશ્ન કરો






મરચીના પાકની રસી એટલે કે પી એસ એ પી ખાતરના પરિણામો 

અત્યારે વરસાદ ખુબ પડ્યો જેમને ખુબ પાણી ભરાયા અને નિકાલ નથી થયો તેમના માટે તો પાણીના નિકાલ પછી કોઈ આપી શકાય પરંતુ તે ખેડૂતોને પાણી નીકળી ગયા અને ખેતર માં જઈ શકાય તેમ છે તેને શું કરવું તેનો વિચાર કરવા નો સમય છે

પી એસ એ પી ખાતર જેને વરસાદ પહેલા પંપે 150 થી 200 નાખીને થડે થડે કે ઉપરથી સ્પ્રે કર્યો છે તેને વરસાદની સામે મરચી વધું સારી રહી છે તેમણે ફરી પી એસ એ પી દર 10 દિવસે ઉપરથી સ્પ્રે કરવો અને કુક્ડ હોઈ તો 200 ગ્રામ નાખી સ્પ્રેય કરવો

ચાર કામ મરચીના પાક માં ખાસ કરવા

એક : વરસાદ ગયા પછી તરતજ કોપર સાથે સ્ટ્રેપ્ટો સાયક્લીન દવાનો આપણે અગાઉ કીધું તેમ ઉપરથી છાંટવા નો પ્રયોગ કરવો

બીજું : મરચી ના થડે થડે તમારે એકેડિયા કંપનીનું સિવિડ નું ડ્રેનચિંગ કરવું 

ત્રીજું : ઉપરથી છાંટવાના ખાતર 19-19-19 પંપે 150 ગ્રામ સાથે ચીલેટેડ માઈક્રો ન્યુટ્રીઅન્ટ નો ઘાટો સ્પ્રે કરવો જેથી અત્યારે મૂળિયાં કામ કરતા નથી ત્યારે ઉપરથી ખોરાક મળી જાય

ચોથું : મરચી ને વધુ સારી કરવી હોય તો વીઘે 3 કિલો ઝાયટેનિકસ બાયો ફેર્ટીલાઇઝર નું થડે થડે ડ્રેનચીગ કરો , તમારી નજીક ઝયટોનિક્સ ક્યાંથી મળશે તે જાણવા 9825229766 પાર ફોન કરો





પી એસ એ પી નો 200 ગ્રામ પ્રતિ પમ્પ ઘાટો છટકાવ થયો ત્યાં
1 - છોડ માં રસી મૂકી હોઈ તેવું થયું
2 - પાન પહોળા થયા
3 - પાનની thickness જાડાઈ વધી - ચુસીયા ઓછા લાગ્યા -રોગ સામે છોડ મજબૂત રહ્યો


પી એસ એ પી નો 200 ગ્રામ પ્રતિ પમ્પ નો છંટકાવ - કુક્ડ હતી ત્યાં
1 - કુક્ડ નું જોખમ ઓછું થયું , નવી કૂંપળ માં કુક્ડ નથી
2 - જ્યાં 200 ગ્રામ પ્રતિ પમ્પ ના સતત બે છંટકાવ ચાર દિવસ ના અંતરે થાય ત્યાં કુક્ડ આગળ વધતો અટક્યો


પી એસ એ પી નો છઁટ્કાવ ઘાટો અને પાંદડા ભીંજાય તેમ કરવો , વીઘા દીઠ સ્પ્રે પમ્પ વધતા રહેવા જોઈએ
તમારા મિત્ર ને કહો કે તમારી મરચી ને સારી બનાવવા દર દશ દિવસે પી એસ એ પી છટકાવ કરવા માંગો છો? તમારી મરચી માં પ્રતિકાર શક્તિ લાવી રોગ જીવાત સામે રક્ષણ મળે તેવી મરચી બનાવો7

વધુ વિગત માટે ફોન કરો 9825229766






Damping off - Chestnut/Cheshunt compound, Anti-fungal, seedling ...

જે ખેતરમાં મરચી વાવતી હોય અથવા મગફળીની ખેતી થતી હોય તે મરચીના ખેતરમાં સ્ક્લેરોસિયા નામની રાઈ જેવા દાણા ધરાવતી ફૂગના દાણા પડ્યા રહે છે જેમાં અનુકુળ વાતાવરણ એટલે કે ભેજ વાળું વાતાવરણ મળતા મરચીની ફેરરોપણી કરી હોય કે મરચી ચોપી હોય તેમાં થડ પાસે લાગે છે આપણે તેને ગળું પડ્યું તેમ કહીએ છીએ ઘણીવાર છોડ મારી જાય છે.

આ રોગનું કારણ છે વધારે ભેજ, બહુ ઓછો ભેજ, વધુ ગરમ વાતાવરણ, ખાતર ગળતીયું ન વાપર્યું હોય, આ રોગ માટે ડ્રેન્ચિંગ તાત્કાલિક કરવું પડે અથવા પહેલા વરસાદ પછી થડે થડે ટ્રાયકોડરમાનું ડ્રેન્ચિંગ કરવું પડે.

રીડોમિલ (મેટાલેક્ષીલ + મેન્કોઝેબ) ૭૦ ગ્રામ/પંપ નાખી નોઝલ કાઢી ડ્રેન્ચિંગ કરો.


મરચીમા લાગતો સુકારાનો રોગપીથીયમ , રાયઝેકટોનિયા કે ફ્યુઝેરીયમ જુદા જુદા રોગકારક ને લીધે લાગતો હોય છે ઉગતા જ બીજ ને લાગે તો તે ઉગસુક કહેવાય છે જેમાં છોડ ઉગ્યા પછી મૂળમાં સુકારો લગતા છોડ સુકાય છે.

 

 
રોપ જ્યાં કરો ત્યાં પહેલાથી રોપ નાખતા પહેલા રોપણી જગ્યા એપ્લાસ્ટિક પાથરીને સૂર્યના તાપથી જમીન સેનિટાઇઝ કરવા માટે સોઇલ સોલરાઈઝેશન કરો પ્લાસ્ટિક પાથરી જમીન તપાવો, રોપની જગ્યા સારી પસંદ કરો

રોપમાં વધુ પડતું પાણી ન આપો, રોપ ઉપર પાણી ન છાંટો,બાવીસ્ટીન સાથે એલીયેટ ૩૦ ગ્રામ પ્રતિ પંપમાં અથવા રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ પંપમાં નાખી નોઝલ કાઢી રોપનાથડે થડે ડ્રેન્ચિંગ કરો, ચુસીયા જીવાતથી બચાવવા રોપ ઉપર ઇન્સેક્ટ નેટ નાખો અને સફેદમાખી થી રોપને બચાવો નહીંતર સફેદમાખી તમારા રોપમાં વાઇરસના ઇન્જેકસન આપી જસે તો ફેરરોપણી પછી તમારા પાકમાં કુક્ડ આવશે , યાદ રાખો કુક્ડ લાવવા માટે સફેદમાખી વાહક છે

તમે પસંદ કરેલ બીજ નર્સરીવાળા ને આપીને રોપ નર્સરી મા તૈયાર કરાવતા હો તોજે નર્સરી ઇન્સેક્ટ નેટ નો ઉપયોગ કરીને સારો અને તંદુરસ્ત રોપ બનાવતી હોઈ તેવી સર્ટિફાઈડ નર્સરીમાંથી રોપ તૈયાર કરાવો , તમારો આ આગ્રહ તમારી આ વર્ષની મરચીની ખેતીમાં જીત અપાવશે









આ જમીનજન્ય ફૂગ પીથીયમ અને રાઈઝેક્ટોનીયા ને લીધે રોપ ઉભો જમીન પાસેથી સુકાય છે , જમીન પાસે ગળું પડે, પાણી પોચા ડાઘ થડ ઉપર અને ડાળી ઉપર જોવા મળે, પાણી અપાતું હોઈ તે પાણીનાપ્રવાહ તરફ રોગ આગળફેલાય, ઘાટા વાવેતરમાં આ રોગવધે, પાણીની નિતાર સારો ના હોય તેવી જમીન આ રોગ જોવા મળે છે , વધુ પડતું નાઈટ્રોજન આપવાથી આ રોગ વધે . જે જમીનમાં ફાયટોપથોરા આવે છે ત્યાં વધુ જોવા મળે છે .

આ રોગ થવાનું કારણ : ઘાટું વાવેતર, નાઈટ્રોજન નો વધુ પડતો વપરાશ, એકને એક ખેતરમાં મરચી કરવી , નિતાર સારો ના હોય તેવી જમીન .

નિયંત્રણ : નીતાર સારો રાખો , જમીન સુધારણા કરો , સેન્દ્રીય તત્વો નું ઉમેરણ કરો , પાક ફેરબદલી કરો , વરસાદ પછી ખાસકાળજી લેવી, રેઈસ બેડ એટલે કે પાળાઉપર મરચી વાવો, ફૂગનાશક પ્રયોગ કરો . ડ્રેનચિંગ કરો
Tips & Information about Peppers - Gardening Know How

નિંદામણ એક મોટો કંટાળો છે , મજૂરો ની સમશ્યા છે એટલે કેમિકલ થી ઉભા પાક માં નિન્દામણનાશક છાંટીને પાકને નિંદામણ મુક્ત રાખી શકાય છે

મરચી ના ઉભા પાક માં પેરાકવોટ /ગ્રામેકક્ષોન નોન સિલેકટીવ નિંદામણ નાશક છે ,

ઉભા પાક માં છાંટવાનું હોય તો તેમાં એન્ટી ડ્રીફટ નોઝલ વાપરવી ફરજીયાત છે એટલે કે તેની ઝીણી જણ પણ ઉડેનહીં તેવી નોઝલ

કારણ કે જો છોડ ઉપર ઉડે તો છોડ પણ બળી જાય તેવું નોન સિલેક્ટિવ નિંદામણનાશક છે.

સ્પ્રે બુંદ બુંદ થવો જોઈએ હુંડ વાપરવું ફરજિયાત છે.

નોંધ : ગોળ પાન વાળા નિંદામણ માટે મરચી માં પોસ્ટ ઇમારજન્સ કોઈ ભલામણ નથી. ફેરરોપણી પછી ૧૦-૧૨ દિવસ આસપાસ ટરગાસુપર નો ઉપયોગ કરી લાંબા પાન વાળા નીંદણનુ નિયંત્રણ કરી શકશો


વધુ વિગત તમારા નજીકના એગ્રો વાળા ને પૂછો અને નિંદામણ નાશક વાપરતા પહેલા તેનું લિટરેચર ધ્યાન પૂર્વક વાંચો






વરસાદને લીધે આપણા મરચીના છોડ કેવા આઘાત અનુભવતા  હતા તે આપણ ને ખબર છે  ? એમાંય આ વરસાદથી પણ આઘાત લાગ્યો તે તમે અનુભવ્યું હશે ?

ઘણા ખેડૂતોના મરચીના પાંદડા આ વરસાદ પછી ખરી ગયા,  વરસાદ થી પણ આઘાત પડ્યો  હવે શું કરવું ???

 




જે ખેડૂતોએ મરચીને   સારું પોષણ અને ફુગનાશકના સ્પ્રેય આપી દીધેલ તેને સારું છે , જ્યાં પાણીનો નિકાલ થયો ત્યાં સારું છે .

ઉઘાડ નીકળે કે તુર્તજ  PSAP ખાતરનો ઘાટો સ્પ્રે કરી દેવો 
સારી ફુગનાશક છાટવી 




યાદ રાખો વરસાદ પછી પાલર પાણી ઉતારજો અને પછી 


છોડને શું જોઈએ ? જેવી જમીન તે પ્રકારે તેને પિયત ની વ્યવસ્થા જોઈએ , પણ કેટલું પાણી જોઈએ ? જમીનના પ્રકાર પ્રમાણે છોડને કેટલું પાણી જોઈએ ? એક લિટર ? સાત લિટર ? 18 લિટર ? કેટલું ? છોડ ને પિયત જોતું નથી છોડને ભેજ જોઈએ છે , યાદ રાખો છોડને ભેજ જોઈએ છે

ભેજ પૂરતો ના થાય એટલું પાણી હોય તો છોડ તણાવ અનુભવે , છોડ ઉત્પાદન ઓછું આપે, છોડ મરી પણ જાય ,જો ભેજની જરુરુયાત કરતા પાણી વધુ આપો તો છોડના મૂળિયાંને નુકશાન થાય , મૂળને લગતા રોગો નો ઉપદ્રવ વધે, ઉત્પાદન ઘટે , છોડ મરે , 




વાંચતા રહો  ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ દ્વારા તમારા મોબાઈલમા

Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • * મરચીના ઉભા પાકમાં વચ્ચે નિંદામણ માટે ક્યુ નિંદામણનાશક આવે છે ?
  • કથીરીના નિયંત્રણ માટે મરચીમાં કઈ નવી દવાઓ કઈ આવી છે? 3
  • *કથીરી કેવી રીતે મરચાના પાકને સાવ નિર્માલ્ય અને ખાખરી જાય તેવી કરી દે છે? ઉપાય શું ? 4
  • મરચાની બાઝાર ની તેજી નો લાભ લેવા મરચાની ખિદમત કરો , ઉપજ વધારવા પી એસ એ પી ખાતર વિષે જાણો
  • મારે ડ્રિપમાં મરચી છે , પ્રો ફર્ટિ પ્રો ફર્ટીગેશન પ્રોગ્રામ બનાવવો છે કેવી રીતે બનાવવો ?
  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • મરચીની ખેતી મા આ વરસાદથી નુકશાન થયું ?
  • થ્રિપ્સ : થ્રીપ્સને મારવા માટે કઈ અવસ્થામાં મારવી સહેલી ? 3
  • મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?
  • મરચીની ખેતી સારી કરવી હોય તો તમારી જમીનનો પીએચ સમતોલ કરજો
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• ખાસ નોંધઃ જે શાકભાજી કે ફૂલછોડ ( પાક ) આંગણે વાવેતર કરવાના હો તેના વિશે અંત થી ઈતિ જાણો • દરેક પાક પુરો થયા પછી તેના ઝડીયાનો સંપૂર્ણનાં કરશો માટીમાં રહી ન જાય તે જોશો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછી વાવનાર છોડમાં ઓછું નુકશાન કરે. -રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શક્યતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવથી લાગે છે તે અગાઉથી સમજીને વાવો . • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. પાક ઉત્પાદનનો આધાર માટી, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, માટીની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે, કિચન ગાર્ડનિંગ એટલે કુદરત ને સમજીને માવજત . ઉત્તમ દેશી બીજ એ સારા ફળો આપે છે. દેશી બીજ ઉત્તમ ક્વોલીટીનું અને વિશ્વાસપાત્ર સ્થળેથી લેવાનો આગ્રહ રાખો. • એગ્રોનોમિસ્ટ નો સંપર્ક માટે તેમના નંબર 9825229966 તમારા મોબાઈલમાં સાચવો. કિચન ગાર્ડનીંગ માટેની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારા રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના સોશિયલમીડિયા ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહો અને નિયમિત માહિતી વાંચતા રહો. માટીની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો માટીમાં ઉમેરો. જીવામૃત, વર્મીકમ્પોસ્ટ અને સ્પૂન સપ્લિમેન્ટ દર મહિને પાણી સાથે આપો . અહિં આપવામાં આવતી માહિતી સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફાર થઈ શકે છે . www.growdesi.in powerd by RKGC and patelagroseed

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates