મરચીના મૂળની કામગીરી અને ફાલખરણ કેમ તે સમજાવશો ?



Plant Water Use — SoCal Yard Transformation

મરચી લાંબા ગાળા નો પાક છે , મરચી ના જીવનકાળ દરમિયાન અલગ અલગ પાક પરિસ્થિતિ આવે છે , બીજ ઉગતા સમયે , પાક માં ફૂલ અને ફળ આવતા હોઈ ત્યારે કે મરચી ના ફળ ની પરિપક્વ અવસ્થા હોઈ આ બધા સમયે અલગ અલગ ખાતર ની કે પાણી ની જરુરીયાત હોઈ શકે , પાણી પિયત ને તો પાછું હવામાન સાથે પણ સમજવું પડે

મરચી ના બે પ્રકાર ના મૂળ હોય છે , એક પ્રાથમિક મૂળ અને બીજા દ્વિતીય એટલે કે તંતુમુલ , આ બને ને જરૂરિયાત પણ ભિન્ન ભિન્ન હોઈ છે , હવે નવી ટેક્નોલોજી આવી છે , બઝાર માં જમીન ના ભેજ માપક યંત્ર મૉઇસ્ચર મીટર એટલે કે બંને કેટેગરી ના મૂળ પાસે તે ખેતર માં એકાદ જગ્યાએ મૂકી દેવામાં આવે તો આપણ ને મોબાઈલ માં માહિતી મળે છે કે છોડ ને કેટલું પાણી જરૂર છે અથવા તો ખેંચ છે

દા ત મરચી ના પાક માં ફુલ ખુબ આવ્યા છે ગરમી પણ છે આવા સમયે પાણી ઓછું મળ્યું તો મરચી ના ફુલ નું ફલીનીકરણ નહિ થાય ને ફૂલ ખરી જશે કારણ ગરમી અને છોડ ના આવશ્યક ભેજ વગર ફુલ માં રહેલા પુંકેસર સ્ત્રીકેશર સુકાય જશે તમને થશે ફુલ ખરે છે તમે દવા લેવા દોડસો દવાવાળો તમને આલ્ફા નેપથેલિક એસિટિક એસિડ આપીને કહેશે આ છાંટો ફળ ખરતા અટકશે ? બોલો તમારું શું કહેવું છે

મરચી માં ફૂલ અને ફળ બહુ છે વધુ પાણી આપશો તો તમારી વાડીનું માઈક્રો ક્લાઈમેટ એટલે કે ખેતર માં તમે આંટો મારો તો આપણને ગરમી કે ઘામ થાય તેવું વધુ ભેજ વાળું વાતાવરણ મરચી માં રોગ લાવવા કારણભૂત બનશે , આવી પરિસ્થિતિ ને લીધે રોગ લાગશે પછી પંદર દિવસે પાંદડા માં રોગ દેખાશે ત્યારે તમે દવા લેવા દોડશો પણ કેટલા મોડા ગયા ? પંદર દિવસ મોડા ,

ટૂંક માં મરચી ની ખેતી કરવી હશે તો આંખ , કાન ખુલા રાખી ને પોતે જાતે વૈજ્ઞાનિક નિર્ણયો લેવા પડશે , ભાગિયાથી આવું નહિ થાય , મરચી ની ખેતી ભાગીયા ને ભરોસે નો થાય મારા ભાઈ , વાંચતા રહો , જીતો ને જીતાડો , બીજાને પણ સાચી સલાહ આપતા રહો , આ માહિતી ફક્ત તમારા પૂરતી સીમિત ના રાખતા તમારા વાડી વિસ્તાર ની દર શુક્રવાર ની મીટીંગ માં બોલી બતાવજો




0 comments