વરસાદ પછીની માવજત - ૭ - મરચીના પાકમાં ભર ચોમાસાના દિવસોમાં કઈ બે વાત નું ધ્યાન રાખવું

Bacterial Spot of Pepper and Tomato | NC State Extension Publications




ભર ચોમાસામાં મરચી સતત 12 કલાક વરસાદથી ભીની રહી હોય  , વાતાવરણ માં 90 ટકા ભેજ હોય , સતત 14 કલાક મરચીના છોડ ભીના રહ્યા હોય , ખરાડ નીકળતા તમે બે કામ કદી કરતા નહિ
એક :
દવા છાંટો તેની સાથે આવા સમયે સ્ટીકર કદી ઉમેરતા નહિ ,  ઉપરની વાતાવરણીય પરિસ્થિતિ હોય  ત્યારે આવું કરશો તો બેક્ટેરિયલ સ્પોટ એટલે કે પાનના ટપકાંઓ રોગ મરચીમાં આવવાની શક્યતા ખુબ વધી જશે
બીજું :
જો તમારી મરચીના પાનમાં બેક્ટેરિયલ લિફ્ટ સ્પોટ એટલે કે પાનના ટપકાનો રોગ દેખાય છે તો દવા સાથે તમે મેગ્નેશિયમનો સ્પ્રે કરશો તો પાનના ટપકાનો રોગ બેકાબુ થઇ જશે એટલે મરચીમાં પાનના ટપકાની અસર હોય તો મેગ્નેશીયમનો સ્પ્રે ત્યારે કરતા નહિ , ભલે તમને વેપારી આપે તો પણ નહિ ,મેગ્નેશીયમ મરચી માટે જરૂરી સૂક્ષ્મ તત્વ છે પણ ક્યારે ? જયારે પાનના ટપકાનો રોગનો ઉપદ્રવ હોય નહિ ત્યારે



0 comments