હવામાન ઉપર નજર કેમ રાખવી ? થોડું દાખલ સાથે સમજાવો પ્રવીણભાઈ

ISCF Future Food Production Systems - TBAT Innovation

હવામાન ઉપર નજર કેમ રાખવી ? બટુકભાઈ સાવ સહેલું છે

તમારો બધા ને ઉપયોગી પ્રશ્ન બદલ આભાર , આપડે રોજ આપણી ચેનલ માં રજુ થતી પોસ્ટ દ્વારા એ તો સમજીગયા કે વાતાવરણ ના બદલાવ આવે એટલે આપણા ખેતર , આપણા પાક કે આપડા પાક ના પાન , જમીન કે આખા છોડ માં ફેરફાર થાય છે

અત્યારે ભાદરવાની ગરમી છે તો બપોરે મરચીના છોડ કેવા લંઘાઈ જાય છે , આ વાતાવરણ ના બદલાવ ની અસર છે
શું થયું છોડ માં એવું તમે વિચાર્યું ?

છોડ માં જીવ રસમાં પાણી મહત્તમ છે તે પાંદડા દ્વારા તડકાને લીધે બાષ્પીભવન એટલે કે ઉડી જાય છે તે એટલું ઉડી ગયું કે નીચે જે ભેજ છે તે પૂરતો નથી અથવા તો મૂળ નું કાર્ય નબળું છે ....

એવીજ રીતે રોગ જીવાંત આવવા માટે અનુકૂળ અને વિપરીત વાતાવરણ કે હવામાન હોઈ તે તમે નોંધો

થ્રિપ્સ : ગઈ રાત્રી ના મિનિમમ તાપમાન કરતા આજની રાત્રિનું મિનિમમ તાપમાન 3 ડિગ્રી વધારે હોઈ તો રાતે ઉઠી ને જુવો તો આકાશ માં વાદળ હોવાના , તો આવી રાત્રે થ્રિપ્સ પાનમાં ખાંચો કરી ઈંડા મુકશે , સવારે ભૂલ્યા વગર ઈંડાં નાશક ( ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટો નહીંતર બીજે દિવસે ઈંડા ફૂટી જશે તો બચ્ચા બહાર આવી જશે પછી તમારે સિસ્ટમીક છાંટવી પડશે , બોલો હવામાન ની ખબર હોઈ તો કેટલા રૂપિયા બચે , સારું લાગે તો કરજો

ભુકીછારો : ગુગલ તમને રોજ ના મિનિમમ અને મહત્તમ તાપમાન ના આંકડા આપે છે , હું તમને વળી મહત્તમ અને મિનિમમ તાપમાન માપવા 250 રૂપિયાનું થરમોમીટર વસાવા કહું છું અને એનાથી કેટલા રૂપિયા તમારા બચશે ખબર છે? તમારી વાડી નું માઈક્રો કલાયમેટ માપશે અને મહત્તમ તાપમાન અને મિનિમમ તાપમાન વચ્ચે 15 ડિગ્રી થી વધારે તફાવત જેટલી વાર થાય તેટલીવાર તેના બીજા દિવસે સલ્ફર છાંટી દ્યો અને જુવો કે તમારે મોંઘી દવામાંથી થતો ખર્ચ કેમ બચ્યો ?

આવી તો અનેક વાતો છે વાંચતા રહો મારી ચેનલ અને બ્લોગ


-- --




0 comments