જમીંનમાં છાણીયું ખાતર નાખ્યા પછી પાણી આપવાનું અને પછી 15 દિવસે વાવેતર કરવાનું કેમ કહે છે ?


Better Management Practices for Cotton Cultivation



મરચીની ખેતીમાં એકરે 10 ટન ગળતીયું, સારી રીતે કોહવાયેલ ખાતરનો પ્રયોગ કરવો જોઈએ.

મરચીને સારા સેન્દ્રીય તત્વોની આવશ્યકતા છે એટલે કાચું વાપરશો નહીં , જો પાળા ઉપર ખેતી કરતા હો તો પાળા જ્યાં બનવાના છે તેની નિશાની ચુના પાવડર થી કરીને મજૂરો ને સગવડતા રહે તેવી વ્યવસ્થા કરો બધે સરખા પ્રમાણમાં કોહવાયેલું ગળતિયું ખાતર સરખી રીતે નાખવાનો પ્રયત્ન કરો. ક્યાંક ઓછું તો ક્યાંક વધુ એવું નહિ ,

છાણીયું ખાતર નાખવાથી જમીનમાં શું પ્રક્રિયા થાય છે તે સમજી લ્યો , છાણીયા ખાતર નાખી દીધા પછી જયારે જમીનને પાણી મળે એટલે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે તેથી વાવણી અથવા તો ફેરરોપણી પહેલા 15 દિવસ અગાઉ ખાતર આપીને એક પિયત આપી દેવાથી સારું રહેશે નહીંતર ઉગતા છોડને કાર્બન નુકશાન કરે છે એટલે સાચી પદધતિ એ છે કે ખાતર નાખ્યા પછી પાણી આપીને જમીનને 15 દિવસનો સમય આપવો જોઈએ અથવા ૧૫ દિવસ પછી વાવણી કરવી જોઈએ.

પાળા માં છાણીયું ભર્યું હોય ત્યારે રોપને ફેર રોપણી કરતા પહેલા પાળા ને પિયત આપી ઓરવી નાખવા જોઈએ અને પૂરતો સમય પછી ફેરરોપણી કરવી જોઈએ .




0 comments