વરસાદ પછીની માવજત - 3 ચોમાસામાં દવા સાથે સ્ટીકિંગ એજન્ટ કે સ્પ્રેડર મરચી માં ક્યારે વાપરવું નહિ ?

Green Nature Leaves Wet Plants Water wallpaper | 1920x1200 ...


 પહેલા એ નોંધો કે સતત વરસાદ થી જો 14 કલાક મરચીના પાંદડા કે છોડમાં લાગેલા મરચાં ભીના રહે તો બેક્ટેરિયલ સ્પોટ કે એન્થ્રેક્નોઝ આવવાની શક્યતા બને છે. 

સતત વરસાદ પડતો હોય , વાતાવરણમાં 90 નો ભેજ હોય , સતત વરસાદની શક્યતા હોય, ઝાકળની શક્યતા હોય, આવા વખતે જો જો 14 કલાક મરચીના પાંદડા કે છોડમાં લાગેલા મરચાં ભીના રહે તેવી શક્યતા હોય તો સ્ટીકિંગ એજન્ટ કે સ્પ્રેડર કે જે વેપારીઓ લાગઠ બધાને આપતા હોય છે અને કહેતા હોય છે કે દવા ચોટી રહે પણ જો તમે ઉપરની વિગત પ્રમાણેનું વાતાવરણ હશે ત્યારે તમે ૧ ઢાંકણું પંપમાં નાખ્યું તો તમે નુકશાનમાં આવી જશો.

વરસાદનું પાણી ૧૪ કલાક પાંદડાં કે ફળ ઉપર વધુ રહેશે તો બેક્ટેરિયલ સ્પોટ કે એન્થ્રેક્નોઝ આવવાની શક્યતા વધી જશે. એટલે શું ન કરવું એ પણ યાદ રાખો અને નિયમ આધારિત ખેતી કરો , નામનેઠા વગર ની દવાને પણ ખેતર માં લાવતા નહિ , સમય પ્રમાણે કાર્ય પદ્ઘતિ ગોઠવજો , ઉપર બતાવ્યું તેવું નો કરવાનું કરતા નહિ

0 comments