ક્યારેક મરચીના પાકમાં શુક્ષ્મ તત્વની ખામી હોય છે પરંતુ છંટાય છે જંતુનાશક કે ફુગનાશક ? કેમ કરવું ?
મરચીની ખેતી કરવી હોય તો જાતે અભ્યાસ કરવો.
પોતાની ડાયરી રાખવી,
એકલું દવાના વેપારી પર આધાર રાખવાને બદલે વાડી વિસ્તારના ૮-૧૦ ખેડૂતોએ દર શુક્રવારે બપોર પછી ચા પાણીની મિટિંગ કરી અઠવાડિયામાં સૌએ મરચીમાં કઈ દવા? ક્યા ફૂગનાશક? કયો સૂક્ષ્મતત્વો છાંટવા? અને પરિણામ વિશે ચર્ચા કરી પોતાનું જ્ઞાન વધારવું જોઈએ
કારણકે ઘણી વખત મરચીમાં જોવા મળતા લક્ષણો સરખા લાગે છે તેમાં આપણા એક બીજા ના અનુભવો બહુ કામ આવે છે , તમારી મરચી થોડી નબળી લગતી હોય તો તેમાં PSAP ના છંટકાવ શરુ કરી દેજો


Photo courtesy : google Image
0 comments