ખર્ચ ઘટાડવા હવામાન ને સમજી ને ખેતી કરો , થર્મોમીટર લગાડો

Fasal - Smart Agriculture - Fasal in all it's glory helping ...


વૈજ્ઞાનિક ખેતીમાં જો આપણી પાસે તાપમાન, હવામાન, ઉત્સ્વેદન એટલે કે હવામાં પાણી કેટલું ઉડી જાય છે તે જમીનનું તાપમાન કેટલું છે તે જમીનમાં ભેજ કેટલો છે તે માપવાના સ્વતંત્ર હવામાન વેધર સ્ટેશન ૩૭૦૦૦ થી ૪૫,૦૦૦ સુધીમાં પોતાની વાડી એ અપનાવી શકાય છે. વધુ વિગત માટે વાંચતા રહો આજની ખેતી બ્લોગ અથવા પોસ્ટ મુકાયા ની જાણ કરતી અમારી ટેલિગ્રામ ચેનલ ખેતર ની વાત

હવામાન માપક સાધનો થી હવામાનના બદલાવ થી આવતા રોગ, જીવાત, હિમ વર્ષા, ઝાકળ ની આગોતરી જાણકારી મળે છે તેના લીધે જંતુનાશક દવા, ફૂગનાશકના ઓછા ખર્ચે સારું- સમયસર નિયંત્રણનો લાભ મળે છે.
ચાલો ભલે આવા મોંઘા સાધનો ના અપનાવીએ પણ તમારી વાડીએ થર્મોમીટર તો વસાવી શકો કે નહિ ? જે 300 થી 600 રૂપિયાનું આવે તે તો લગાડી શકો કે નહીં. ? અથવા ગુગલ વેધર ને ફોલો કરો અને ના કરો તો દવા ના વધારે પડતા ખરચ કરો તમારી મરજી છે

કયાં વાતાવરણ ને લીધે ક્યાં રોગ કે જીવાત આવવાની શક્યતા છે તે ની સમજણ અને જાણકારી મેળવવા વાંચતા રહો ટેલિગ્રામ ચેનલ -ખેતર ની વાત

0 comments