ખુબ સારો પ્રશ્ન છે , આના જવાબ માટે આપણે મૂળ ની કાર્ય રચના સમજવી પડે
મરચીના રોગો માટે એટલે કે ખાસ કરીને મૂળના રોગો માટે ડ્રેન્ચિંગ કરવું તેવું વૈજ્ઞાનિકો એટલા માટે કહે છે કારણ કે મૂળનો સ્વભાવ અથવાતો મૂળ ની કાર્ય રચના ખોરાક કે પોષણ ને નીચેની ઉપર જવાની છે તે પોષક તત્વો હોય કે પાણી નીચેથી ઉપર લઇ જાય છે.
વૈજ્ઞાનિક ભાષામાં આને એક્રોપેટલ મુવમેન્ટ કહે છે.
આપણે મૂળના અથવા જમીન જન્ય રોગનું નિયંત્રણ કરવું હોય કે પોષણ કે જંતુનાશક રસોડારૂપી પાનમા પહોંચાડવું હોય તો મુળ ની આ કાર્ય રચનાને ધ્યાનમાં લેવી પડે કે નહિ ?
સાથે સાથે છોડ વધુ સારા મૂળ નો વિકાસ કરે તે માટે મરચી માં તમારે વામ નું ડ્રેનચિંગ કરી જુવો અને જુવો તંતુમુલ અને છોડ માં અદભુત બદલાવ ,
એટલે યાદ રાખો ડ્રેન્ચિંગ વધુ અસરકારક છે , વિજ્ઞાનને સમજો , ખેતી માં બદલાવ લાવો
હવે વરસાદ ખુબ પડ્યો છે થોડી ગરમી પડશે એટલે બધાની મરચી માં ફૂગજન્ય રોગો ની રાડ બોલી જશે આપણે આ વખતે નીચેના ત્રણ રોગ નું ખાસ ધ્યાન રાખવું પડશે
પાનના ટપકા નો રોગ - વરસાદ પૂરો થાય ઉઘાડ નીકળ્યો નથી ને કોપર + સ્ટ્રેપટો નો છંટકાવ વત્તા ડ્રેનચિંગ કરી દેજો
ફાયટોપથોરા બ્લાઈટ આ વર્ષે વધુ દેખાશે : ફળ બેસવાનું શરૂથાય તે પહેલા સઘન છંટકાવ અને ડ્રેન્ચિંગ કરવું પડશે
એન્થ્રેકનોઝ આ વર્ષે વધુ આવશે : લાલ સૂકા મરચાં નો આ રોગ માટે અત્યારથી જાગવું પડશે નહીંતર મરચાં માં ડાઘી પડી પછી કાબુમાં નહિ આવે
અત્યારથી જાગી જજો
ખોટી દવા કે બે પાંચ દવા ભેગી કરી છાંટતા નહિ
નામનેઠા વગર ની દવા થી દૂર રેજો
રોજ મરચી ના ખેતર માં આંટો મારવાનું નીમ લેજો તો બધું સમયસર કરી શકશો
આ પોસ્ટ તમારા મિત્ર ને ફોરવર્ડ કરી તેને પણ જાગી જવાનું કહેજો
વાંચતા રહો ખેતર ની વાત તમારા મોબાઇલમાં - મારી બ્લોગ પોસ્ટ
પ્ર .
0 comments