દવા છાંટવાના પમ્પ માં પાણી ની કવોલિટી કેવી હોવી જોઈએ ?

Amazon.com: 1-14 PH Alkaline Acid Test Paper Water Litmus Testing Kit:  Kitchen & Dining



દવા છાંટવાના પમ્પ માં પાણીની કવોલિટી કેવી હોવી જોઈએ ?



આ સવાલ આપણા બધા માટે ખાસ અગત્યનો છે કારણ કે આપણે મરચી માં વારંવાર જંતુનાશક કે ફુગનાશક છાંટીએ એમાં ટેંક મિક્સ માં પાણી ક્યુ વાપરો છો ? તે કેટલું અગત્યનું છે તે સમજાવવા પાણીનો પી એચ કેટલો છે? તેના આધારે આપણી મોંઘા ભાવની દવા કેટલી અસરકારક રહેશે તે તમને સમજાશે

પાણી ડહોળું હોય તો કેટલીય દવા અને નિંદામણ નાશકની અસરકારકતા ઘટી જાય છે

પાણીનો પી .એચ. એટલે પાણી એસિડિક એટલે કે અમ્લીય છે કે બેઝિક એટલે કે ક્ષારીય હોય છે પિયત તરીકે પાણીનો પી એચ અને પમ્પ માં દવા સાથે ભળતા પાણીનો પી એચ આપણે જાણવો ખુબ જરૂરી છે

આપણે કામ બધું ભાગીયા પાસે લેવાનું , મોંઘી દવા આપી આવીયે અને ભાગિયો કે મજુર છાંટે ત્યારે આપણે હાજર હોતા નથી . ભાગિયો પંપ ની ટાંકી ભરે કૂંડી માંથી -પાણી હોય ડૉળુ તમને ખબર નથી ,

તમને એ પણ ખબર નથી કે તમારા બોર કે કુવાના પાણીનો પીએચ શું છે ,

તમને એ પણ ખબર નથી કે પાણીનો પી એચ માપવા બઝાર માં લિટ્મસ પેપર મળે છે , પાણી માં કાગળની પટ્ટી ડુબાડો એટલે પટ્ટી કલર બદલે એટલે તમે ખબર પડે તમારા પાણીનો પી એચ કેટલો છે ?

ખેતી વૈજ્ઞાનિક કરવી પડશે , બોલો તમારી સારામાં સારી દવાનું પરિણામ મળે નહિ તો કોણ જવાબદાર ? ખુદ તમે , કારણ કે મરચી તમારી છે , ભાગીયા કે દવાનો વાંક કાઢતા નહિ



એક દાખલો 

કોઈ પણ દવા તમે પાણી માં ભેળવો એટલે દવાનું વિઘટન શરુ થાય જેટલું બને તેટલું તરતજ આપણે દવા છાંટી દેવી  જોઈએ , દવા મિક્સ કરીને રાખી ના મુકાય , દરેક ડોઝ જયારે છંટકાવ કરવો હોઈ ત્યારે જ બનાવાય 

દા . ત. તમારું પાણી આલ્કલાઈન છે અને પાણીનો પી એચ 8 છે તો તમે જો એઝોસ્ટ્રોબીન છાંટતા હો તો પાણીમાં દવા ભળતાંજ ખુબજ ઝડપથી દવાનું ડિગ્રેડેશન થાય પણ આજ દવા તમે પી એચ 7 હોય તો તે દવા વધુ સારી અસરકારકતા જાળવી રાખશે

મોંઘી દવાને સારી પરિસ્થિતિ નિર્માણ કરી આપવાની જવાબદારી ભાગીયાની નથી , તમારી છે એટલું યાદ રાખજો








2 comments

  1. લિટ્મસ પેપર ક્યા થી મળશે?

    ReplyDelete
    Replies
    1. કોઈ પણ બુકસ્ટોર એ મળી રહે

      Delete