મરચીના રોગ સામે લડવા મરચીની ખેતી પદ્ધતિમાં આ વર્ષે શું ફેરફાર કરવો ?





મરચીમાં રોગ આવતો અટકાવવા શું કરવું ?

રોગકારકો તમારા ખેતર માં આવે નહિ તે ધ્યાન રાખવું પડશે .
એવી ખેતી પદ્ધતિ અપનાવવી પડશે કે રોગકારક ફેલાય ઓછા .
રેઈઝ બેડ એટલે કે પાળા - મ્લચીંગ અને ડ્રિપ આધારિત ખેતી કરવી પડશે .
રોગ ક્યારે આવે તે વાતાવરણ ને ધ્યાનમાં લઇ ને પાણી પહેલા પાળ બંધાવી પડશે .
સમયસર સાચી ફૂગનાશકના છંટકાવ કરવા પડશે મોડું નહિ ચાલે .
રોગપ્રતિકારક જાતો ની પસંદગી કરવી પડશે , નવી રોગ પ્રતિકારક જાતો અપનાવો .

ખેતી પદ્ધતિમાં કરો ફેરફાર

રોગકારક : વાવેતર પહેલા આજુ બાજુ ના સેઢા પાળા પર ઉગેલા નિંદામણ દુર કરો .
બોર્ડર વાવેતર : ફરતા એવો પાક લગાડો કે આજુ બાજુ ના ખેતર માંથી
મોલો, થ્રીપ્સ, સફેદ માખી ચુસીયા સીધા હુમલો ના કરે .
પાક ફેરબદલી : એક ને એક ખેતરમાં મરચી નહિ , પાક ફેરબદલી કરો ,
અગાવના પાકનો નાશ કરવા ગ્લાયફોસેટ છાંટી સંપુર્ણ નાશ કરો પછી ખેતર ને આરામ આપો .
સ્ટીકી ટ્રેપ : ચુસીયા ખેતરમાં આવવા જ ના દો - વધુ ને વધુ પીળા - બ્લુ ચીકણા ટ્રેપ લગાડો .






-- --







0 comments