મરચીના પાકમાં તાપમાન અને ફાલ ખરણના સંબંધને સમજો



મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો

મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ છે ,
તાપમાનની વિગતો હવે તો ગૂગલ ઉપર સહેલાઇ થી મળે છે પરંતુ વાડીયે વાડીયે માઈક્રો ક્લાયમેટમાં ફેરફાર હોય છે , બાર ગાવે બોલી બદલાય તેવી રીતે તાપમાનમાં બદલાવ હોય છે તેથી વાડીયે થર્મોમીટર વસાવવું જોઈએ તેવો મારો આગ્રહ ભલે તમને હસવા જેવો લાગતો હોય  પણ એક દિવસ તમે જરૂર  માનશો કે , મરચીની ખેતીમાં તાપમાનનું કેટલું મહત્વ છે ? 

૧૫ સેન્ટિગ્રેડ થી ઓછુ તાપમાન હોઈ તો  મરચીમાં ફાલ ઓછો લાગે છે

અને

૩૨ સેન્ટિગ્રેડથી વધુ તાપમાન હોય તો પણ મરચી માં ફાલ ઓછો લાગે

આ તાપમાન યાદ રાખી લો , નહીંતર શું થાય તેની વાર્તા વાંચો :

હવે રૂપિયા , સમય અને મજૂરી બચાવવાની કૃષિવિજ્ઞાનની ટિપ્સ નોંધી લ્યો તમારું 399/- રૂપિયાનું લવાજમ વસુલ કરી લો, આવીતો અનેક ટિપ્સ કૃષિ વિજ્ઞાન મેગેઝીન  આપે છે
વિના મુલ્યે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ માં જોડાઈ જાવ , આવું તો કેટલુંય  મળશે ને તમારા રૂપિયા બચશે 

દા . ત . તમને તમારા ખેતરના તાપમાનની ખબર નથી , તમારા ખેતરમાં મરચીના ફૂલ ખરે છે તમે દોડતા ડીલર પાસે જાવ છો અને  તે તમને આલ્ફા નેફથેલિક એસિટિક એસિડ આપે છે અને તમે છાંટો છો પણ ફળ ખરતા અટકતા  નથી  એટલે  તમે ચોથા  દિવસે ફરી દોડતા જાવ કે વેપારી ભાઈ  મારે હજી ફાલ ખરવાનું ચાલુ  છે ! એટલે તે આ વખતે તે તમને માઈક્રોનુટ્રીયન્ટ આપે છે અને તો પણ ફૂલ ખરતા અટકતા નથી એટલે તમે બાજુવાળા પાડોશી ખેડૂત મિત્રને પણ  પૂછ્યા વગર ફરી દોડોને જાવ છો , આ વખતે તમને તમારા વિશ્વાશું વેપારી તમને   ઝીબ્રેલીક એસિડ આપે છે ને  તમે ખુબ હોંશે હોંશે છાંટો છો અને  ફૂલ ખરતા અટકી જાય છે . તમે ખુશ થાવ છો !

તો શું ? જીબ્રેલીક એસિડ કામ કરી ગયું ?  


જી ના તાપમાન બદલાયું એટલે ફાલ ખરણ અટક્યું એમાં કેમિકલનો કોઈ રોલ નથી .આ ફાલ ખરણ તાપમાનના બદલાવને લીધે હતું.કારણકે ફાલ લાગવા માટે નીચેના કારણો જવાબદાર છે તે યાદ રાખી લો અને ખોટા  ખર્ચમાંથી બચો  

ફાલ  લાગવાનું મુખ્ય કારણ તો તાપમાન છે,

પહેલું કારણ : રાત્રીનું મિનિમમ તાપમાન  ૨૮ થી ૩૦° ગ્રે. થી ઊંચું હોય તો ફાલ લાગતો નથી. તાપમાન નીચો જતા આપો આપ ફાલ લાગવાનું ચાલુ થઈ શકે.

બીજું કારણ : ઈયળ હોય અને ફૂલને નુકસાન કરતી હોય.

ત્રીજુ કારણ : ફાલ લાગેલો છે. ફળો ઉતરતા નથી. નવા ફૂલ ખરી જાય છે. પોષણ ઓછું હોય તો પહેલા જુના ફળોને મળે છે.

ચોથું કારણ : સતત વરસાદ છે બેક્ટેરિયાનો રોગ લાગ્યો છે તો પણ ફાલ ખરણ થઈ શકે.

પાંચમું કારણ :પાણીની ખેંચ અથવા વધુ પડતું પાણીનો સ્ટ્રેસ.

છઠ્ઠું કારણ : વાઇરસ હોય .

સાતમુ કારણ : સતત વાદળછાયું વાતાવરણ સૂર્ય પ્રકાશની ગેરહાજરી નવા ફૂલ ખરી પડશે
આમ વિવિધ કારણો છે પરંતુ મહત્વનું કારણ તાપમાન છે


પણ જો તમે 250 રૂપિયાનું થર્મોમીટર વસાવ્યું હોત અથવા ગુગલ હવામાનને જોયું હોત તો 1200 નો ખર્ચ બચી જાત ,  ખેતી કરો તો કૃષિ નું વિજ્ઞાન સમજીને કરો , નિયમ આધારિત ખેતી કરશો તો ફાવશો . આવા અનેક કૃષિના વિજ્ઞાન ને જાણવા કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ અથવા  ટેલિગ્રામ ચેનલ જોઈન કરો  અથવા  રૂપિયા 399  /- ભરી તમારી કૃષિ વિજ્ઞાન ની કોપી ટપાલમાં ઘેર બેઠા  મંગાવો 9825229966







-- --




0 comments