આ રોગ નથી આ ડિસઓર્ડર એટલે કે ખામી છે
કેલ્શિયમની ખામીના લીધે મરચીમાં બ્લોસમ રોટ અથવા એન્ડ રોટ લાગુ પડે છે
મરચીની ખેતીમાં કેલ્શિયમ અને અન્ય મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ તત્વની ખાસ આવશ્યકતા હોય છે તે ખાસ યાદ રાખવું .
જમીન ચકાસણીના આધારે જો ૭ પીએચ થી વધુ એટલેકે 8 પીએચ હોઈ તો વીઘે ૧.૬ થી ૨.૦ ટન જીપ્સમ નાખો , જીપ્સમ ઉમેરવાથી કેલ્શિયમ વધે છે PH એમનેમ રહે છે, જીપ્સમ વરસાદ પહેલા નાખો તો વધુ ફાયદો થાય છે
શાકભાજીના પાક માં કેલ્શિયમની ખાસ જરૂર છે તે માટે તમે કેલ્શિયમ નાઇટ્રેટ વાપરી શકો
વધુ વરસાદમાં મેગ્નેસીયમની ખામી વધે છે તે યાદ રાખો
કેલ્શિયમ અને પોટાસીયમનો વધુ પડતો વપરાશ થવાથી MgSo4 magnesium shulphate મેગ્નેશિયમની ખામી ઉભી થાય છે આવા સમયે મેગ્નેશિયમની પુરતી કરજો , વધુ ઉપજ લેવા માટે આ મુદ્દો બરાબર ધ્યાનમાં રાખજો .
બોરોનની ખામી દૂર કરવા માટે સોલ્યુબોર ૮૦૦ ગ્રામ આપો અથવા સેફગાર્ડ /નેનોગાર્ડ ડ્રિપ માં 500 મિલી ડ્રિપ માં ચડાવો
ઝીંક ની પૂરતી કરવા માટે ઝીકસલ્ફેટ ૫ કિલો નાખો
યાદ રાખો બોરોન અને ઝીંક સાથે ભેળવવાનું નથી
આવી નાની નાની વાતો તમને કોઈ કહેશે નહિ તમારી પાસે જાણકારી - માહિતી હોવી જોઈએ આવી માહિતી આપતા ગ્રુપ સાથે સતત જોડાયેલા રહો , એક એક નાની માહિતી તમારી ખેતીની આવક વધારી શકે છે , આ માહિતી બીજાને શેર કરો