મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો
મરચીના પાક માં ક્યારે ફૂલ આવે?
ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ?
મરચી નો ફળ આવે પછી કેટલા દિવસ મરચી ફળ આપતી રહે ,
સૂકા મરચા કરવાને ખોખા વધુ પકવવા હોઈ તો શરૂ શરુ ની એક બે વીણી લીલા વેચીને છોડને વિકાસ કરવાની તક આપવી જોઈએ ,
બઝાર માં મળતી અમુક જાતો લાંબા સમય સુધી ફળ આપતી રહે છે , જાતના ગુણધર્મો પ્રમાણે છોડના વિકાસના તબક્કા અંદાજે આવા હોય,
દા ત એક જાત ફેરરોપણી પછી : ફેરરોપણીના દિવસને પહેલો દિવસ ગણો તો 25 દિવસ સુધી વાનસ્પતિક વિકાસ કરે , 35 દિવસે ફુલ આવે , 45 દિવસે ફ્રૂટ સેટિંગ થાય , 70 દિવસે પહેલી વીણી મળે , અને અંદાજે જાત પ્રમાણે થોડો થોડો ફેરફાર હોય , મરચી ફેરરોપણી થી 240 દિવસ ઉભી રહે,
મરચીને બીજ માં રહેલા ગુણધર્મો પ્રમાણે ઉપજ આપવા પોષક તત્વો ભરપૂર માત્રા માં જોઈએ , એન પી કે ઉપરાંત મેગ્નેશિયમ અને કેલ્શિયમ ની જરૂરિયાત છે ,
આ ઉપરાંત તમારા જમીનના પૃથ્થકરણ પ્રમાણે સલ્ફર , બોરોન, ઝીંક અને મેન્ગેનીઝ પણ સૂક્ષ્મ માત્રા માં આપવું પડે તો મણિકા થાય ,
ધાર્યું ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાત માટે ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વાંચતા અને વંચાવતા રહો
જો તમારે આવતા વર્ષે મરચીની આધુનિક ખેતી કરવી હોઈ તો તમારે
આપણા વિસ્તારના વાતાવરણને સમજીને મરચીની ખેતી કરવામાં આવે તો સારો લાભ થાય છે. મરચીની ખેતી માં આવેલી નવી ટેક્નિક જેવી કે પાળા એટલે કે રેઈઝબેડ , મલચીંગ , ડ્રિપ અને સ્ટેકીંગ એટલે કે છોડને ટેકો આટલું કરવામાં આવે તો મરચીની ખેતીમાં સારું ઉત્પાદન લેતા આપણને કોઈ રોકી શકે નહિ .
રહી વાત બીજ પસંદગીની બીજ કંપનીઓ બીજ વેચવા જાત જાતના નુસખા કરે છે બે કંપની તો બીજ નથી નથી કરીને ખેડૂતોને એવું સમજાવે છે કે નથી મળતું તે સારું છે અને સીઝન પુરી થાય તોય તેને જથ્થો ઘટતો નથી ખાલી બોલવાના અને ચાવવાના દાંત જુદા છે બોલો , બઝારમાં બીજી પણ સારી જાતો છે જેમાં રોગ જીવાત સામે પ્રતીકારકતા છે પણ ખેડૂત મિત્રો આંખે પાટા બાંધી લે પછી તેને કેમ દેખાય ?
જાગો ખેડૂત જાગો
તમે આપણી ટેલિગ્રામ ચેનલ ખેતરની વાત સાથે રોજ થોડો સમય ફાળવવો ,તો મરચીની ખેતીમાંથી આવતા વર્ષે સારી આવક કરીને કમાણી થઇ શકે છે..
મરચીના રોગો થી ગભરાવાની જરૂર નથી જરૂર છે સાચી માહિતીની , જે તમને ટેલિગ્રામ ચેનલ ખેતરની વાત દ્વારા વિના મુલ્યે મળે છે
--
--
મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે સ્કોવીલ હિટ યુનિટ જેટલા વધારે એટલી મરચી તીખી. ભારતની પાતળી લાંબી મરચીમાં ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ SHU હોય છે. દા.ત. જ્વાલા, સિન્દુરિયા મરચી, ગુન્ટૂરની સેલમ મરચીમાં ૩૫,૦૦૦ થી ૪૦,૦૦૦ SHU હોય છે. સ્કોમ બોનનેટ ગ્રુપ માં આવતી મરચીમાં ૧,૦૦,૦૦૦ થી ૩,૫૦,૦૦૦ SHU હોય છે. જ્યારે નાગા જોલેકીયા જેને ભૂત જોલેકીય અથવા કોબ્રા મરચી કહે છે તેમાં ૧૦,૦૦,૦૦૦ દસ લાખ SHU હોય જે આસામ અને બાંગ્લાદેશમાં થાય છે. તે દવા માટે પણ વિદેશ માં નિર્યાત થાય છે.
આપણે ત્યાં આ બધી શ્રેણીમાં હવે હાઈબ્રીડ જાતો વિવિધ કમ્પનીની આવી ગઈ છે તેથી આપણે ત્યાં મળતી બધી મરચીના બીજ તીખાશ પ્રમાણે ઉપરના કોઈ ગ્રુપમાં આવતી હોય છે. ટૂંકમાં SHU દ્વારા તેની તીખાશના યુનિટ દ્વારા જાણી શકાય છે.આપણે ત્યાં મઘ્યમ તીખાશ વળી મરચીના વાવેતર વધુ થતા હતા હવે કંપની દ્વારા કલર વેલ્યુના આધારે પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એટલે મહિકોની તેજા અને તેજસ્વનીના તથા યુનિ વેજ ની અમિતા અને અનિતા અનુક્રમે મધ્યમ તીખી અને અનિતા માં કલર વેલ્યુ સારી છે એવીજ રીતે ડોક્ટર ઢોલરીયા ની સંશોધિત સેફાયર 936 માધ્યમ તીખી અને કલર વેલ્યુ માં સારી છે વધુ વિગત માટે પૂછો 9825229766
મરચીનું પાંદડું પીળું કે નસો કેવી છે ? છોડ સુકાતો નથી ને ?
પાંદડા ઉપર કોઈ ટપકા પડ્યા છે ?
ટપકા કેવા છે?
વાયરસના લક્ષણ છે ?
પાંદડા કેવી રીતે વળ્યા છે ?
પાંદડા તાંબાવર્ણતો નથી થયાને ?
વગેરે પ્રશ્નો થવા જોઈએ.
પૂછતાં પંડિત થવાય
મરચી ની ખેતી કરવી છે ને તમારી પાસે હીરાના કારીગર પાસે હોય તેવો બિલોરી કાચ નથી તો મરચી ની ખેતી તમે કરી રહ્યા ? અને કરશો તો મરચી ની ખેતી માં તમારી આવક જાવક ના સરવૈયા માં ખર્ચ વધારે હશે .
કેમ ?
હું તમને ટેલિગ્રામ એટલેકે તાર મોકલીને કહું છું કે બિલોરો કાચ વસાવો , બિલોરી કાચ તમે એમેઝોન ઓનલાઇન માંથી તમારા નજીક ના તાલુકાના સરનામે પણ મંગાવી શકો અથવા કોઈ વેપારી ને શોધી કાઢો ગોંડલ માં કોઇતો રાખતુ જ હશે
બિલોરી કાચ ચુસીયા જીવાત ના ઈંડા -બચ્ચા ની પાન પરની ગતિવિધિ ની આપણ ને વહેલી જાણ કરે છે , એક પાન ઉપર કઈ જીવાત કેટલી છે ? તેના આધારે સમયસર દવા છંટાઈ તો એક સ્પ્રે ઘટે તો પણ ફાયદોજ છે ને !
એકવાર પાનરુપી રસોડું કુક્ડાય ગયું કે ખરી ગયું કેટલું નુકશાન થાય તે તમે ખબર છે ?
એટલે તો કહેવાય છે કે રોજ મરચીના ખેતરમાં આંટો મારો , બિલોરો કાચ હોઈ , મોબાઈલથી રોગ જીવાત નો ફોટો પાડો ને કૃષિ નિષ્ણાંત સાથે ચર્ચા કરો , સાચી દવા સમયસર છાંટો - નઠારી નામનેઠા વગરની દવા તો ખેતર માં નહિ જ લાવતા
મરચીની ખેતી એમનામ ભાગીયાના ભરોસે નહિ થાય
--
--