આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા



આપણે ખેતી ને ધંધો સમજીયે છીએ અને ખેતી માંથી પૈસા કેમ કમાવા તે વિચારીયે છીએ

તમે ખેતી માંથી પૈસા કમાવ તે અગત્ય ની વસ્તુ છે અને પૈસા કમાવાની જવાબદારી આપણી પોતાની છે એટલે ખેતી માટે સારું શું છે તે જાણવું ? ખેતી માં શું કરવા થી વધુ પૈસા કમાઈ શકાય ? જે જાણવાની જવાબદારી પણ આપણી છે .

ઘણીવાર માહિતીના અભાવના કારણે આપણ ને જોઈએ તેટલી સફળતા અને પૈસા મળતા નથી,

એવું ના બને એટલા માટે આ બ્લોગ દ્વારા તમને માહિતી આપવાનો અમારો આ પ્રયાશ છે , બીજા કૃષિ મિત્રોની જેમ તમે પણ સ્માર્ટ કૃષિ મિત્ર બનીને તેનો ઉપયોગ કરી શકો છો ને તમારી ખેતી ની આવક વધારી શકો છો .

ખેતી માં ઘણી પ્રતિકૂળતાતો છે જ પણ આપણે વિજ્ઞાનને સમજીને તે બધા માંથી રસ્તો કાઢવાનો છે , આપણા છોડ તમે ઉત્પાદન આપવા તૈયાર છે પરંતુ આપણે છોડ ને પ્રતિકૂળતા ( સ્ટ્રેસ ) માંથી અનુકૂળતા કરી આપવાની છે .

એક વાત તમને કહું આપણે જંતુનાશક અને બિયારણ પર જેટલું ધ્યાન આપ્યું તેટલું ધ્યાન આપણે છોડની અનુકૂળતા , જમીન ની તંદુરસ્તી , જરૂરી સપ્રમાણ ખોરાક આપવાની વાત પર. સાવ ઓછું ધ્યાન આપીયે છીએ , સાચું કે નહિ ?

ખેતર ની વાત ટેલિગ્રામ ચેનલ દ્વારા અમે તમારા સુધી મરચી ,કપાસ અને બાગાયત પાકો ની અસરકારક માહિતી પહોંચાડવા નું ધ્યેય લીધું છે , તમે પણ વાંચો અને તમારા મિત્ર ને પણ અમારી ટેલિગ્રામ ખેતી ની ચેનલ ખેતર ની વાત માં જોડો

ચાલો જીતો ને જિતાડો ધ્યેય સાથે આપણે ખેતી ની આવક વધારવા એક બીજા ને મદદ કરી આપણી ખેતી નું ઉત્પાદન વધારીએ ,

અમારી એક વિનંતી છે કે જો તમને આ માહિતી સારી લાગે અને તમે અમારો આભાર વ્યક્ત કરવાં માંગતા હોતો એટલું કરજો કે તમારા ખાસ બે મિત્રો ને ટેલિગ્રામ ની ચેનલ ખેતર ની વાત માં જોડજો તેજ અમારો આભાર છે કારણ કે ખેતી ની માહિતી ના લાભ આપણે આપણા પૂરતા નથી રાખવા વહેંચવાં છે









Book your Advt Here
400 x 90




તમને ખબર પડી કે  મરચીની ખેતીમાં સફળ થટાયેલ ખેડૂતો એ માહિતી ક્યાંથી મેળવી ? 

ખેતરની વાત નામની ટેલિગ્રામ ચેનલ ના 1690 થી વધુ ખેડૂતોએ ગયા  વર્ષે બીજા કરતા મરચીના ઉત્પાદન લેવામાં આગળ રહીને સૌથી વધુ ઉત્પાદન લાવ્યા તે આપણા માટે આનંદની વાત છે , સૌને અભિનંદન ,

મરચીમાં વધુ ઉત્પાદન લેવાની માહિતી , નવી ખેતી પદ્ધતિ , નવી ટેક્નોલોજી વગેરે  તમને ટેલિગ્રામ ચેનલ દ્વારા જણાવતો રહીશ ,


મરચીની વૈજ્ઞાનિક ખેતીની અતથી ઇતિ માહિતી તમારી પાસે હોવી જોઈએ  મરચી ની પાઠશાળા તમારી પાસે રહે , આજેજ તમે કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરી લેજો તેમાં તમને રોજ રોજ ખેતી વિશે ઘણું  વાંચવા મળશે


કૃષિ વિજ્ઞાન નું વાર્ષિક લવાજમ 399 છે પરંતુ તમારે વિના મુલ્યે વાંચવું હોય તો આજેજ 9825229966  વોટ્સએપ કરીને જોડાઈ .

 




-- --







Better Management Practices for Cotton Cultivation



મરચીની ખેતીમાં એકરે 10 ટન ગળતીયું, સારી રીતે કોહવાયેલ ખાતરનો પ્રયોગ કરવો જોઈએ.

મરચીને સારા સેન્દ્રીય તત્વોની આવશ્યકતા છે એટલે કાચું વાપરશો નહીં , જો પાળા ઉપર ખેતી કરતા હો તો પાળા જ્યાં બનવાના છે તેની નિશાની ચુના પાવડર થી કરીને મજૂરો ને સગવડતા રહે તેવી વ્યવસ્થા કરો બધે સરખા પ્રમાણમાં કોહવાયેલું ગળતિયું ખાતર સરખી રીતે નાખવાનો પ્રયત્ન કરો. ક્યાંક ઓછું તો ક્યાંક વધુ એવું નહિ ,

છાણીયું ખાતર નાખવાથી જમીનમાં શું પ્રક્રિયા થાય છે તે સમજી લ્યો , છાણીયા ખાતર નાખી દીધા પછી જયારે જમીનને પાણી મળે એટલે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે તેથી વાવણી અથવા તો ફેરરોપણી પહેલા 15 દિવસ અગાઉ ખાતર આપીને એક પિયત આપી દેવાથી સારું રહેશે નહીંતર ઉગતા છોડને કાર્બન નુકશાન કરે છે એટલે સાચી પદધતિ એ છે કે ખાતર નાખ્યા પછી પાણી આપીને જમીનને 15 દિવસનો સમય આપવો જોઈએ અથવા ૧૫ દિવસ પછી વાવણી કરવી જોઈએ.

પાળા માં છાણીયું ભર્યું હોય ત્યારે રોપને ફેર રોપણી કરતા પહેલા પાળા ને પિયત આપી ઓરવી નાખવા જોઈએ અને પૂરતો સમય પછી ફેરરોપણી કરવી જોઈએ .



400 x 90



                     2,98000.........


આજની ખેતી બ્લોગસ્પોટની બે લાખ અઠાણુ હજાર થી વધુ વખત ખેડૂતોએ લીધેલી મુલાકાત, મરચી ઉગાડતા ખેડૂતો માટે વૈજ્ઞાનિક માહિતી આપતું ગુજરાતનું સૌથી વધુ વંચાતો બ્લોગમાં નવી મુકાતી  પોસ્ટ તમારે પણ વાંચવી હોય તો આજેજ ખેતરનીવાત ટેલીગ્રામ ચેનલમાં અથવા પટેલ એગ્રો વોટ્સએપ ચેનલ  માં જોડાવા 9825229966 ઉપર વોટ્સએપ કરો આ વાત તમારા મિત્રને પણ કહો 


















મરચીનો પાક વધુ ગરમી અને વધુ ઠંડી સહન કરી શકતો નથી તેને હુંફાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે 20 થી 28° સે તાપમાનમાં મરચીનો પાક સારો થાય છે, 

મરચી માં  બીજના ઉગવા સમયે જરૂરી તાપમાન :
સારા ઉગવા માટે મિનિમમ 13 સે.ગ્રેડ અને મહત્તમ 40 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન જોઈએ પણ સૌથી સારા ઉગવા માટે 20-25 સે.ગ્રેડ અનુકૂળ હવામાન ગણાય છે, તો રોપ ક્યારે નખાય ? પછી કહેતાં નહીં કે રોપ ઉજ્જર્યો નહિ ?  

મરચીના સારા વાનસ્પતિક વિકાસ માટે જરૂરી તાપમાન :
મરચીના સારા વાનસ્પતિક વિકાસ માટે મિનિમમ 15 સે.ગ્રેડ અને મહત્તમ 32 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન મરચીને જોઈએ , સૌથી સારા વાનસ્પતિક વિકાસ માટે દિવસ નું તાપમાન 20-25 સે.ગ્રેડ અને રાત્રી નું તાપમાન 16-18 સે.ગ્રેડ તાપમાન આ વિકાસના તબક્કા માં જોઈએ , આ દિવસ અને રાત્રી ના તાપમાન ને બરાબર પારખી લેજો , ખુબ અગત્ય ની આ વાત ધ્યાને લેજો

મરચી માં ફૂલો વધુ લાવવા અને ફળો વધારે બેસવા માટે ક્યુ તાપમાન અનુકૂળ: 
ખુબજ અગત્યનો તબક્કો એટલે ફૂલ ફળ નો તબક્કો , આ તબક્કા માં મિનિમમ 18 સે.ગ્રેડ અને મહત્તમ 35 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન મરચીને જોઈએ , સૌથી વધુ ફુલ અને ફળો બેસવા માટે દિવસ નું તાપમાન 26-28 સે.ગ્રેડ અને રાત્રી નું તાપમાન 18-20 સે.ગ્રેડ અનુકૂળ હોઈ છે , મરચી વધુ ફૂલે ફાલેને બધા ફૂલ ટકી રહે અને ફળ વધુ લાગે તે માટે આવું તાપમાન જોઈએ ,

રોજ રોજ તાપમાન તમારા વાડી ના થર્મોમીટર માં જોતા રહો અને ડાયરી માં નોંધો , તમારી વાડીયે એક નાનું ટેબલ વસાવો અને વાડીયે તમારી ઓફિસ બનાવો , તો તમનેજ સમજાશે કે ક્યારે કઈ દવાની જરૂર નથી , ગૂગલ વેધરને તમારો દોસ્ત બનાવીને રોજ રોજ ડેટા લેતા રહોને તમારી ડાયરી માં નોંધ કરી તમારા પાક ના બદલાવ પણ નોંધો , એક 300 રૂપિયાનું થર્મોમીટર તમારો હજારોનો ખર્ચ બચાવશે.દા .ત. ઘણી વખત હવામાન ફૂલ ટકવા માટેનું જ નથીને તમે ફાલ ખરણ અટકાવવાની દવાનો નકામો ખર્ચ કરો છો .  

400 x 90




-- --


































મરચીમા લાગતો સુકારાનો રોગ પીથીયમ , રાયઝેકટોનિયા કે ફ્યુઝેરીયમ જુદા જુદા રોગકારકને લીધે લાગતો હોય છે ઉગતા જ બીજને લાગે તો તે ઉગસુક કહેવાય છે જેમાં છોડ ઉગ્યા પછી મૂળમાં સુકારો લગતા છોડ સુકાય છે. રોપ જ્યાં કરો ત્યાં પહેલાથી રોપ નાખતા પહેલા રોપણી જગ્યા એ પ્લાસ્ટિક પાથરીને સૂર્યના તાપથી જમીન સેનિટાઇઝ કરવા માટે સોઇલ સોલરાઈઝેશન કરો પ્લાસ્ટિક પાથરી જમીન તપાવો, ગાદીકયારાની જગ્યા સારી પસંદ કરી ? 

રોપમાં વધુ પડતું પાણી ન આપો, રોપ ઉપર પાણી ન છાંટો, બાવીસ્ટીન સાથે એલીયેટ ૩૦ ગ્રામ પ્રતિ પંપમાં અથવા રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ પંપમાં નાખી નોઝલ કાઢી રોપના થડે થડે ડ્રેન્ચિંગ કરો , ચુસીયા જીવાતથી બચાવવા રોપ ઉપર ઇન્સેક્ટ નેટ નાખો અને સફેદમાખી થી રોપને બચાવો નહીંતર સફેદમાખી તમારા રોપમાં વાઇરસના ઇન્જેકસન આપી જસે તો ફેરરોપણી પછી તમારા પાકમાં કુક્ડ આવશે , યાદ રાખો કુક્ડ લાવવા માટે સફેદમાખી વાહક છે. 

તમે પસંદ કરેલ બીજ નર્સરીવાળાને આપીને રોપ નર્સરીમા તૈયાર કરાવતા હો તો જે નર્સરી ઇન્સેક્ટ નેટનો ઉપયોગ કરીને સારો અને તંદુરસ્ત રોપ બનાવતી હોય  તેવી સર્ટિફાઈડ નર્સરીમાંથી તમે આપેલ બીજમાંથી રોપ તૈયાર કરાવો , તમારો આ આગ્રહ તમારી આવતા વર્ષની મરચીની ખેતીમાં જીત અપાવશે






મરચીની ખેતી માટે આપણે પહેલા વાત થઇ તે પ્રમાણે કાળી ચીકણી માટી ને બદલે  સારા નિતાર વાળી જમીન માફક  છે અથવા જ્યાં પાણી નો નિતાર સારી રીતે થતો હોઈ તેવી સારા ઓર્ગનિક મેટર સાથેની જમીન હોય તે પડું પસંદ કરાય

તમારી જમીન નો પી એચ 6.5 થી 7.5 સુધી નો હોઈ તેવી જમીન માં મરચી નો પાક સારો થાય છે , મરચી માટે જમીન ની પસંદગીની વાત છે ત્યારે એટલું યાદ રાખો કે મરચી માં જમીનજન્ય રોગકારક જેવાકે ફુગ , વાયરસ , બેક્ટેરિયા લાગવાની શક્યતા વધુ છે તેથી જમીનની પસંદગી સારી કરો તમે બીજી જમીન પસંદ કરીના શકો તેમ હો તો એટલું તો કરી શકોને કે જ્યાં મરચી વાવેતર કરવાની છે ત્યાં ટામેટા , રીંગણાં , બટેટા , કપાસ કે સોયાબીન નું વાવેતર છેલ્લા 3 વર્ષ માં ના કરેલું હોય ,

પાક ફેરબદલી એટલે જરૂરી છે કે જમીનજન્ય રોગો તાજેતરના પાક માં ઓછા નુકશાન કરે , યાદ છે આપણે આ અગાવ કીધું તું કે અત્યારે કોઈ  પાક પૂરો થાય તેમ હોય તો તે પાકના  જડીયાનો સંપૂર્ણ નિકાલ કરવા તરતજ ગ્લયફોસેટ છાંટી ને નાબૂદ કરી દો ,

હવે તમે કહેશો અમારે તો કપાસ વાળું પડું છે અને સાંઠી ખેંચી લીધા પછી ખેતર તપેલું છે , ઊંડી ખેડ કરી છે , છાણીયું પૂરું ભર્યું છે તો તમને કહેવાનું કે તો પણ તમારે જમીનજન્ય રોગ આવશે , જો તમારી જમીનમાં ગયા વર્ષે ફાયટોપથોરા આવેલ હોય તો તે જમીનમાં મરચી આવર્ષે કરતા નહિ , મરચી માં ફાયદો લેવો હોઈ તો પાળા કરી મરચી વાવજો , બાકી પાક ફેરબદલી કરવી જરૂરી છે

આ વર્ષના અનુભવે આવતા વર્ષે પણ મરચીની ખેતી સારી થશે તો આજથીજ નક્કી કરો કે ખેતરની વાત ચેનલ સાથે જોડાઈને આવતા વર્ષની ખેતી પાળા ઉપર,મ્લચીંગ , ટેકા પદ્ધતિથી કરીને ખૂબસારું ઉત્પાદન લેવું છે , તો કરો તૈયારી

વાંચતા રહો આપણી મરચીની ચેનલ ખેતરની વાત







Plants are exposed to various biotic and abiotic stresses ...

મરચીના પ્રત્યેક છોડને બાયોટિક અને એબાયોટિક આઘાત થી બચાવવો પડશે 


આપણું ધ્યાન આપણે જીવાત ઉપર અને છોડ નબળો દેખાય તેના ઉપર ઠેરવી દીધું છે એટલે આવું દેખાય એટલે આપણે દવા વાળા ને ત્યાં દોડીએ છીએ ,

મરચીને શું તકલીફ છે ? વાતાવરણ , ટાઢ , તડકો , વધારે પાણી , જમીનમાં પાણીનો ભરાવો , ખોટી દવાનો અથવા સાચી દવાનો ખોટી દવા સાથેના મિશ્રણનો છંટકાવ આ બધું મરચીના છોડને તણાવ સ્ટ્રેશ આપે છે તેને એબાયોટીક અને બાયોટિક તણાવ કહે છે , આનો વિચાર આપણે કરવો પડશે

આજની ખેતી બ્લોગ અથવા ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ દ્વારા નફાકારક ખેતીની માહિતી આપના સુધી પહોંચાડવાનું અમારું કાર્ય તમને ગમતું હોઈ તો રોજ અમારો બ્લોગ વાંચો ને તમારી ખેતી સારી બનાવો ,

આજે માહિતી બ્લોગ ઉપર મુકાણી કે નહિ ? તે તમને ખબર કેમ પડે ? મુકાતી માહિતીની તમને ખબર પડેં તે માટે અમે પટેલ એગ્રોની ખેતરની વાત નામની ટેલિગ્રામની ચેનલ શરુ કરી છે તેમાં જોડાય જજો તો નવી માહિતી મુકાયા ની જાણ તમને થતી રહેશે

આજેજ તમારા મોબાઇલ માં ટેલિગ્રામ ડોઉનલોડ કરો ને તેમાં પટેલ એગ્રો સીડ્સ ની ચેનલ ખેતરની વાત માં જોઈન થાવ આ તમારે બીજા મિત્રને મોકલવું હોઈ તો પોસ્ટની નીચે સોસિયલ મીડિયાના સિમ્બોલ છે તેનો ઉપયોગ કરો અને બીજા મિત્ર ને મદદ કરો









400 x 90


-- --







ગોંડલ વિસ્તારના ખેડૂતો  મરચીની ખેતીમાં મહેનત બહુ કરે છે પરંતુ મરચીના ઉત્પાદનમાં પાછળ રહે છે ?  શું કારણ ?

1 - મરચીની ખેતી માટે બીજનું બહુ મોટું મહત્વ છે , ખેડૂતો મરચીનું બીજ દેખાદેખીમાં ખરીદે છે , નીવડેલું અને સારી કંપનીનું બીજ ખરીદવું જોઈએ , તમારે લીલા , અથાણીયા લાલ કે પાવડર શું જોઈએ છે તેના આધારે  સારું બીજ પસંદ કરો 

2- મરચીની ખેતીમાં મૂળ પ્રદેશમાં જેમ નિતાર સારો તેમ મરચીની ખેતી સારી થાય એટલે ગોંડલના ખેડૂતો સપાટ ક્યારામાં ખેતી કરે છે તેના બદલે મરચીની ખેતી પાળા ,  મ્લચીંગ અને ટેકો આપવા સ્ટેકીંગ સાથે ટપક પદ્ધતિમાં  મરચીની ખેતી કરવાનું સુધારવું પડશે .

3- મરચીની ખેતીમાં છોડ મોટા થઇ જાય પછી પાળા ચડાવવા થી ફાઇટોપથોરા સુકારો આવવાની શકયતા વધી જાય છે તેથી પાછળથી પાળા ચડાવવાનું બંધ કરવું પડશે .પાળા ઉપર ખેતી કરવામાં આવે તો ફાયટોપ્થોરા બ્લાઈટ ઓછો આવશે .

4- ગોંડલના ખેડૂતો મહેનતુ ઘણા પણ માહિતીના અભાવે બધો આધાર વેપારી ઉપર રાખીને ખેતી કરે છે તેને બદલે ખેડૂતોએ પોતાના વિસ્તારનું હવામાન-વાતાવરણ જોઇને વૈજ્ઞાનિક માહિતી જાણી પોતે જાણકાર બનીને ખેતી કરવી પડશે .


Soil pH- an important factor in crop production



મરચીની ખેતી માટે જમીનનો પીએચ ૭ થી ૮.૫ વચ્ચે હોય તો મરચીની ખેતી માટે સારું છે.

તમારે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ. પાણીનું પણ EC પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પાણીમાં કેટલું મીઠું એટલે કે કેટલું સોડિયમ છે તે માટે પાણી નું ઈ સી અને ટીડીએસ માપવામાં આવે છે.

તમારા પૃથ્થકરણના રિપોર્ટ પ્રમાણે જો ક્ષારીય હોય તો જીપ્સમ કે કેલ્શિયમ સલ્ફેટ વપરાય
અને જો આમ્લીય હોય તો ચૂનો વપરાય. જેથી પીએચ સમતોલ બને.

હવે જો તમે મરચીની ઉત્તમ ખેતી કરવાની ઈચ્છા ધરાવો છો  ત્યારે તમારી પાસે પૃથ્થકરણ ના પરિણામ પ્રમાણે જમીન સુધારણા એટલે કે પીએચ ન્યુટ્રલ કરવા લાગી પડવું જોઈએ ,

તમારી નજીક માં રાનડે માઈક્રોનુટ્રીઅન્ટ કે એરીસ એગ્રો કે  યારા ફર્ટિલાઇઝર બનાવતી કંપની ના કોઈ પ્રતિનિધિ હોઈ તો તેને તમારો રિપોર્ટ બતાવી તમારી જમીનનો પી એચ સુધારણા માં તેની મદદ લઇ શકો તો આવતા વર્ષની મરચીની ખેતી સારી થાય.

મરચી ના છોડની રોજની અગવડતા દૂર કરી વિકાસ કરાવવા અને તણાવ માંથી બહાર કાઢવા આ કરવું જરૂરી છે મિત્રો

Book your Advt Here
400 x 90
Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • વરસાદ પછી મરચી માં શું કરવું ? કઈ ચાર વાત ખાસ કરવી ?
  • મરચી મૂળ અને થડ પાસે ગળું પડે છે શું કારણ હશે ?
  • આજનો પ્રશ્ન : મરચી માં વાવેતર પછી 15 દિવસ પછી મરચીના પાન પીળા પડે છે તો શું કરવું ?
  • મરચીનો ડમ્પિંગ ઓફ - રોપનો સુકારો ઉગસુક
  • જીવાત કરતા રોગ કઈ રીતે વધુ નુકસાનકારક ?
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • ટેકો આપવો - ફાલ ખરણ - ફૂલો લાવવા -બ્લોસમ રોટ
  • મરચીની ખેતીમાં વાતાવરણીય અસર
  • * મરચીના ઉભા પાકમાં વચ્ચે નિંદામણ માટે ક્યુ નિંદામણનાશક આવે છે ?
  • વરસાદ પછીની માવજત - ૧૭- મરચીના બેક્ટેરીયલ સ્પોટ ટપકાનો રોગ અને તેના લક્ષણો કેવા હોય ? મિત્રો ચેતી જજો
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates