લીફ કર્લ ફેલાવવામાં પણ થ્રીપ્સ ઘણો ભાગ ભજવે છે. ખેતરમાં આંટો મારતા તમને એક પાન દીઠ ૩ બચ્ચા અથવા ૧ પુખ્ત દેખાય તો તરત જ દવા છાંટવી જોઈએ. થ્રીપ્સનું પુખ્ત પછી પ્યુપા (કોશેટા)માં જઈને જમીન ઉપર પડીને ૨૫ મીમી ઊંડું જતું રહે છે. ત્યાં ૩ થી ૬ દિવસમાં બહાર આવી ફરી એકડે એકથી નવું જીવન ચક્ર શરુ કરી પાકને નુકશાન કરતુ રહે છે.
નુકશાન :
થ્રીપ્સ પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે, પાન કુકડાઈ જાય છે, વધુ ઉપદ્રવ થાય તો છોડ નુકશાની માંથી બહાર આવી શકતો નથી તેથી ઉત્પાદન ઘટે છે , ઈંડા પણ તે પાનમાં સ્લીટ ખાંચો કરી પાનની વચ્ચે ઈંડા મૂકે છે જીવાત મરચીમાં સપ્ટેમ્બરથી માર્ચ સુધી વધારે નુકસાન કરે છે. થ્રીપ્સના વધુ ઉપદ્રવ માટે સૂકા, ગરમ તેમજ ઓછું ભેજવાળું વાતાવરણ ખૂબ જ અનુકૂળ છે.
વ્યવસ્થાપન :
ખેતરમાં રોજ બિલોરી કાચ લઈને આંટોમારીને સ્કાઉટીંગ કરો કારણકે દુશ્મનને તેની નબળી કડી માં મારવો જોઈએ એટલે કે થ્રીપ્સના ઈંડા ક્યારે મુકાય અને ક્યા મુકાય તે ખબર હોય તો થાય ! શું તમને ખબર છે ? થ્રિપ્સ કઈ કાગળનો લખે કે હું તમારી મરચીમાં એટેક કરવાની છું
દાખલા સાથે સમજીયે દા .ત . તમારા વાડીના થર્મોમીટર પ્રમાણે અથવા ગુગલ ડેટા પ્રમાણે ગઈ રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ હતું અને આજે રાત્રે વાદળાં આવી જાય , વરસાદ નથી અને મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે ?
રાત ઠંડી હશે કે ગરમ ? રાતે વાદળ હોય એટલે આખા દિવસની જમીનની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે ઓછી નહિ થાય અને રાત્રે ગરમી વધશે , હવે અહીં સમજવાનું છે .....જો રાતનું મિનિમમ તાપમાન ગઈ રાત કરતા 3 ડિગ્રી થી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે, થ્રિપ્સની માદા પાનની અંદર સ્લીટ -ખાંચો કરીને ઈંડા મૂકે છે આ ઈંડા એક બે દિવસે ફૂટશેને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....
આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રીના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો , જો આટલા જાગરૂક રહેશો તો તમારી મરચી થ્રિપ્સમાં મોટા નુક્શાન માંથી બચી જશે .
જીવન ચક્ર :
હવે થ્રિપ્સ નું જીવન ચક્ર સમજીયે તો જીવાતને ક્યાં સ્ટેજ માં મારવી તેનું આયોજન કરી શકીયે , જીવાંતના મોટા મોટા 4 સ્ટેજ હોય છે, ઈંડા -બચ્ચું -કોશેટો -પુખ્ત . આપણે વાત કરી ગયા તેવું વાતાવરણ થયું એટલે નર માદા નું સંવનન થાય ને માદા રાતે ઈંડા મૂકે આ ઈંડા ફૂટે( 2-4 દિવસ ) એટલે એમાંથી લાર્વા નાનું બચ્ચું ( 1-2 દિવસ ) લાર્વા મોટુ થાય મોટું બચ્ચું (2-4 દિવસ) આ 6 દિવસ આપણ ને જોરદાર નુકસાન કરી જાય પછી લાર્વા પ્યુંપા તરીકે જમીન પડી જાય ને ( 1-5 દિવસ ) અને તેમાંથી ફરી વાતાવરણ થાય એટલે પુખ્ત બહાર આવે ને પાછા નર માદા મળે ને આ ચક્ર ચાલ્યા કરે .
ઈંડા મારવા ટ્રાન્સલેમીનીયર ઈંડાનાશક દવા છાંટો તો ઈંડાનો નાશ કરી સફળતા મેળવી શકાય પણ ઈંડા મુકાય ક્યારે તે જ કામ આવે બીજા દિવસે બચ્ચા બહાર આવી જાય તો પછી તેને મારવા માટે ટ્રાન્સ્લેમીનિયર નહિ ચાલે તેના માટે હવે કોન્ટેક્ટ ઇન્સેક્ટીસાઈડ એટલે કે સ્પર્શ કરેને મારે તેવી દવા છાંટવી પડે
નિયંત્રણ :
ડેનીટોલ મિયોથ્રિન ( ફેનપ્રોપેથ્રીન ) અથવા
રીઝન્ટ - જંપ (ફીપ્રોનીલ) અથવા
ડેલિગેટ (સ્પીન્ટોરમ ) અથવા
સાયન્ટ્રીનીલીપ્રોલ અથવા
બેનેવીઆ (સાયઝાપિયર) અથવા
સ્પીન્ટોર -ટ્રેસર (સ્પીનોસાડ) અથવા
મોવેન્ટો (સ્પાયરોટેત્રામેટ )
સિમોડીશ
વારાફરતી પ્રયોગ કરવો.
|
|
|

થ્રીપ્સને ઈંડા મુકવા છે પણ તેને કેવું વાતાવરણ થાય ? ત્યારે તે સંવનન કરે અને પછી માદા ક્યાં ઈંડા મૂકે? . સાવ સાદા દાખલા સાથે સમજીયે ,
૩-૪ ડિગ્રી તાપમાન ગઈ રાત કરતા આ રાતનું વધે તો આપણને શું થાય? ચાલો સમજીએ
દાખલા તરીકે તમે કુલર કે એસી વગરના રૂમમાં રાત્રે સુતા છો. થોડું વાતાવરણ ઠંડુ છે તમે ગોદડું ઓઢ્યું છે. રાત્રે વાદળા આવી જાય એટલે વાતાવરણ એટલે કે જમીનની ગરમી હવે ઠંડી થશે નહીં. એટલે રાત્રે તમને ગોદડુ કાઢી નાખવાનું મન થશે આવું બને ત્યારે તમે દોડીને ફળિયામાં જાવ અને જુઓ વાદળા છે? ગઈ રાત્રી કરતા આજની રાત્રિનો આ ૩-૪ ડિગ્રીનો વધારો થ્રીપ્સની નર-માદાને મેટિંગ સંવનન કરાવશે.
બીજા દિવસથી જ થ્રીપ્સની માદા ઈંડા મુકશે. ક્યાં મુકશે? પાન ઉપર સ્લીટ એટલે કે ચીરો કરીને પાનની વચ્ચે, ઈંડામાંથી બે દિવસમાં બચ્ચા બહાર આવી જશે. તમારે ઈંડાનાશક ક્યારે છાંટવાનું હોય ?
જ્યારે આગલી રાત કરતા ૩-૪ ડિગ્રી આ રાત્રે તાપમાન વધ્યું, વાદળા છે બસ તે રાતથી બે દિવસમાં તમારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીયર છાંટી શકાય, આવું વાતાવરણ જેટલીવાર થાય તેટલીવાર દવા છાંટવી પડે એ ખાસ યાદ રાખો . નહિતર બચ્ચા બહાર આવી ગયા તો સિસ્ટમીક દવા બદલવાની અથવા મોટા નુકસાન માટે તૈયાર રહેવાનું,
તમારી પાસે પાંદડામાં થ્રિપ્સ ના બચ્ચા જોવાનો બિલોરી કાચ છે ? નથી તો તમારે થ્રિપ્સ ની ફરિયાદ કરવાનો હક્ક નથી
હવે કહેતા નહીં કે હું તો બહારગામ હતો, હું ભૂલી ગયો, બીજો નથી છાંટતો હું શા માટે છાંટું? દવા વાળાએ બીજી દવા દીધી, વગેરે વગેરે
તમારી મરચી હોય તો નિર્ણય તમારો હોવો જોઈએ. અને આપણે આજદી સુધી બીજાનો નિર્ણય ચલાવ્યો હવે નિયમ આધારિત ખેતી કરી રોજના રાત્રીના તાપમાન પર નજર રાખો .

થ્રીપ્સ મરચી માટે ખૂબ જ મોટું નુકસાન કરતી જીવાત છે. પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે. અને વાઇરસ જેવા રોગો પણ ફેલાવે છે.
થ્રીપ્સ પોતાના ઇંડા પાન ઉપર સ્લીટ-ખાચો કરીને પાનમાં મૂકે છે તે બે દિવસમાં બચ્ચા બહાર આવે છે.
આ ઈંડા મુક્યાના બે દિવસમાં ઈંડા નાશક અથવા તો ટ્રાન્સલેમીનીયર પ્રકારની દવા છંટાય. પરંતુ જો બચ્ચા બહાર આવી ગયા હોય તો કોન્ટેક દવા છાંટવી પડે.
તમે કહો છો બીજા કામમાં તમને મરચીની ખેતીમાં સમય મળતો નથી તેનો મતલબ કે તમે રોજ વાડીયે જતા નથી તમારા માટે મરચીનો પાક નથી.
આવું કરશો તો કંઈ હાથમાં આવશે નહીં પછી કા તો દવા, કા તો બીજ કે પછી હવામાનનો દોષ કાઢશો. જરૂર છે અત્યારે જાગી જવાની.
નિયમ આધારિત ખેતી કરો

મરચાની ખેતી કરીએ અને થ્રીપ્સ ને કાબુમાં ન કરી શકીએ તો અડધા મીમી વાળી આ નાનકડી જીવાત ખૂબ જ મોટું નુકસાન કરે છે અને ઉત્પાદન માં મોટું નુકશાન કરે છે , ડુંગળી કે લસણ થી મરચી નું વાવેતર દૂર રાખવું
30 દિવસ ની મરચી થાય પછી 50 કિલોગ્રામ પ્રતિ એકર લીંબોળી નો ખોળ ( નીમ કેક ) આપવું
સાયાંટ્રાનીલીપ્રોલ 20 મિલી /પંપ
અથવા
સ્પિનટૉરમ - ડેલિગેટ 5 મિલી / પમ્પ
અથવા
ફેનપ્રોફેથરિન
અથવા
સ્પાયરોટેટ્રામેટ
અથવા
જંપ (ફ્રીપોનીલ) ૭ મિલી/પંપ,
અથવા
બેનેવીયા (સાયઝીપાયર) ૨૫ મિલી/પંપ
અથવા
રીજન્ટ (ફ્રીપોનિલ ) 30 મિલી/ પંપ
અથવા
સ્પીન્ટોર - ટ્રેસર ( સ્પીનોસાડ) 6 મિલી/પંપ
( ચોખ્ખું પાણી લેવું અને બીજી દવા કે ખાતર આ ટેક્નિકલ સાથે ભેળવવું નહિ )
અથવા
બેલ્ટ એક્સપર્ટ (ફ્લુબેન્ડીયામાઈન + થાયોકલોપ્રીડ) ૮ મિલી/પંપ
ટ્રાન્સ્લેમીનીયર ઇફૃફેક્ટ આપે તેવી દવાને ઈંડા અવસ્થા માં વાપરીને લાભ લઇ શકાય
લાર્ગો અથવા ડેલીગેટ ( સ્પિનટૉરામ ) ટ્રાન્સ્લેમીનીયર ઇફૃફેક્ટ આપે છે તેથી ઈંડા અવસ્થા માં પણ પ્રયોગ કરી શકો
એક ને એક કીટનાશક ફરીવાર વાપરશો નહિ , દવાનું ગ્રુપ બદલતા રહો
જો ડ્રિપ દ્વારા જમીનમાં આપવું હોય તો લેસેન્ટા( ઈમીડાક્લોપ્રીડ+ફ્રીપોનીલ) આપવું
અથવા ૩૦ ગ્રામ/૧૫ લિટર પ્રમાણે ડ્રેન્ચિગ કરવું
કાળી થ્રિપ્સ માટે અસરકારક નવી દવા નોંધો
સિંજેન્ટા ની સિમોડીશ

મરચીનો એન્થ્રેકનોઝ નામના રોગ નો ચેપ પાણી અને હવાથી ફેલાય છે.
વરસાદી વાતાવરણ અને ઝાકળ થી આ રોગ લાગવાની શક્યતા છે
દા .ત . લીલા મરચા લાગ્યા છે જોરદાર વરસાદ છે સતત ૧૨ કલાક સુધી છોડ ભીનાને ભીના રહ્યા છે તો અથવા ઝાકળથી સતત 12 કલાક ભીના રહ્યા તો
ત્યારે આ રોગનો ચેપ મરચીના ફળમાં લાગે છે.
આપણે ક્યારે દવા છાંટીએ જયારે લાલ મરચા પર ધાબુ દેખાય ત્યારે દવા ક્યારે છાંટવાની જરૂર હતી ?
જયારે તમારી મરચી વરસાદ કે ઝાકળથી ૧૨ કલાક સુધી સતત ભીની રહે ત્યારે ઉઘાડ નીકળતા તરત જ દવા છાંટવાની હતી.
જ્યારે જયારે તમારા ખેતર ની મરચી ૧૨ કલાક સુધી ભીની રહ્યા હોય તો ઉઘાડ નીકળે છે જો આવું થોડા દિવસ પછી ફરી બને તો ફરીવાર ઉઘાડ નીકળે ત્યારે દવા છાંટી દેશો તો તમારા મરચા માં એન્થ્રેકનોઝ ઓછો આવશે.
બીજી વાત દા .ત . શિયાળોમાં જો સાંજે 8 વાગ્યાથી મેઘરવો આવ્યો અને સવારે 8 વાગ્યા સુધી તમારી સિમમાં રહ્યો તો......તો પણ તમારે તરતજ ફુગનાશક ના સ્પ્રે કરવા પડશે


મરચીની ખેતી માં રોજ ખેતર નું સ્કાઉટીંગ કરવું એટલે કે આંટો મારીને અવલોકન કરવું જરૂરી છે , ઉપરની ત્રણ રીત માંથી કોઈ પણ રીતે તમે અવલોકન લઇ શકો
અવલોકન કેમ કરવું ?
ડાયરી રાખવી તેમાં અવલોકન લખવું , છોડના પાન , ડાળી , મૂળ વગેરે નું અવલોકન કરવું
બિલોરી કાચ , મોબાઇલ સાથે હોઈ તો ફોટો પાડી ઝૂમ કરીને આવલોકન કરવું
પ્રસ્ન કે સમશ્યાનો નજીક થી પાડેલ ફોટો કૃષિ નિષ્ણાંતને મોકલવો વગેરે
આપણે રોગ ત્રિકોણ વિશે અગાઉ વાત કરી ગયા છે તે તમને યાદ હશે
રોગ માટે જવાબદાર રોગકારકોની હાજરી છોડ પર વિવિધ લક્ષણો બતાવીને કરે છે. દા.ત. મરચીના પાનના ટપકા, મરચીના પાન ઉપર પાણી પોચા ટપકા, મુળિયામાં ગાંઠ,
એકાએક છોડનું સુકાવું અથવા ધીરે ધીરે છોડનું સુકાવું ,
મરચાની એકાદ ડાળી સુકાય જવી વગેરે લક્ષણો દ્વારા છોડ આપણને સુચવે છે કે રોગકારકની તમારા ખેતરમાં હાજરી છે.
આ અવલોકન સતત અને રોજે રોજ થવું જોઈએ એકાદ દિવસ નું પણ મોડું ઘણી વખત મોટું નુકશાન આપી જાય છે , નિયમિત અવલોકન દ્વારા રોગ આવે કે તુરત જ નિયંત્રણ કરવાથી લાભ થાય છે.
ઘણી વખત બે ત્રણ દવા એકસાથે ભેળવીને છાંટી હોય અને દવાઓ એકબીજામાં ભેળવવાથી નવુ જ રસાયણ બનતું હોય તો અથવા સાચી દવાનો છંટકાવ ના થયો હોય તો બીજા દિવસે ફાયદો દેખાતો નથી , જો આંટો મારીયે તો બીજા દિવસે છોડ તેની અસર બતાવે છે અને ભૂલ થઇ હોય તો સુધારી ને રીપેર કરવું હોય તો વહેલી ખબર પડે તો લાભ થાય છે .....
રોજ મરચીના પાક નું સ્કાઉટીંગ કરો આંટો મારો
PSAP માં રહેલું પોટાશિયમ સોલ્ટ ઓફ એકટીવ ફોસ્ફરસ સાથે નું સંયોજન ઉપજ અને વજન એટલે કે જથ્થો (માસ ) અને ક્વોલિટી વધારવામાં ખુબજ અસરકારક સાબિત થયું છે
મહારાષ્ટ્ર માં શેરડી ના ખેડૂતો એ હેક્ટરે ફક્ત 15 કિલો વાપર્યું તો જ્યાં શેરડી ઉત્પાદન 78 ટન પ્રતિ હેક્ટર મળતું હતું ત્યાં 100 ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન મળ્યું (માલ વધુ થયો ) ને ખાંડ ના ટકા વધ્યા ( ક્વાલિટી સારી થઇ ) તેથી સુગર ફેક્ટરી ને પણ લાભ મળ્યો,
મરચી માં શામાટે ?
તો તેનો જવાબ છે પીએસએપી ના લીધે મરચા નો કલર , સાઈઝ , સુગંધ , સ્વાદ , તીખાશ નું તત્વ , અને ટકાઉપણું વધારે છે
PSAP ખાતર નો છંટકાવ પંપે 75 ગ્રામ નાખીને કરો ,
ચોથા દિવસે તમારા મરચાના છોડની તંદુરસ્તી જુવો , ફળની જાડાઈ અને મરચાનું વજન કેટલું વધ્યું તે જુવો અને બીજા કરતા તમારા છોડમાં પ્રતિકારશક્તિ વધેલી તમે જણાશે .
PSAP નાખી તમારા છોડને શક્તિ આપો , મરચાનું માસ એટલેકે વજન વધશે , પાન જાડું થશે , રોગ ઓછો લાગશે , જ્યાં સુધી મરચા પાકે ત્યાં સુધી PSAP નો છંટકાવ શરુ રાખો ,
PSAP એ લીધે જીવાતનો એટેક ઓછો લાગશે કોલીથડ , મોવિયા અને વાંકાનેરના ના ખેડૂતોના અનુભવો તમે આપણી ટેલિગ્રામ ચેનલ મા વાંચ્યા હશે તો તમે પણ આ વર્ષના મરચીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધારો
વધુ માહિતી માટે 9825229766 વોટ્સએપ કરો

આ પ્રશ્ન ના જવાબ માં કહેવાનું કે આપણે મરચી ની ખેતી માં આવતા રોગો અને જીવાત માટે ઘણીવાર અઠવાડિયે એક વાર દવા તો ક્યારેક તો અઠવાડિયે બે વાર જતુંનાશક ના છંટકાવ કરીયે છીએ , રોગ કે જીવાત કાબુમાં લાવવા માટે વેપારી પણ એક નહિ બે નહિ પાંચ પાંચ દવા ના ડબલાં આપે છે તો ક્યારેક પરિણામ મળે છે તો ક્યારેક નથી મળતું તો કરવું શું ? બધા મરચી ઉગાડનાર અને દવાના વેપારીનો પણ આ સળગતો સવાલ છે ?
કરવું શું ?
આપણે રોગ , જીવાત , વાયરસને ટાર્ગેટ બનાવીને કાર્ય કરી રહ્યા છીએ એટલે કે ખેતર માં દેખાય તેને ઠાર કરોની નીતિ અપનાવીએ છીએ . રોગ જીવાત દેખાય એટલે પગલાં લેવા દોડીએ છીએ.આપણે કેવું હવામાન થાય ત્યારે કયો રોગ આવવાની શક્યતા વધે છે તે જાણતા નથી
થ્રિપ્સ થી પાંદડા વાટકા થયા દોડો દવા લેવા
પાંદડા ખરે છે , પાટલા માં પાંદડા ખરેલા દેખાય છે દોડો દવા લેવા
અમુક અમુક છોડ માં એકાદ ડાળી સુકાયેલી અને નમી ગયેલી દેખાય છે દોડો દવા લેવા
છોડ ઉભે ઉભો સુકાય છે દોડો દવા લેવા
અમુક ખેડૂતો તો આ બધું થાયને છોડ સાવ ખલાસ થય જાય ત્યારે દોડે
બોલો આ બધા ખેડૂતો શું કરે છે ? કેટલા મોડા પડે છે ? રોગ , જીવાત આવ્યા પછી કેટલો સમય વીતી ગયો પછી આ સારવાર કરે છે ? શું કરવું ?
મરચીની ખેતીનું અત થી ઇતિ માહિતી મેળવવવા માટે કૃષિ નિષ્ણાંત ના સંપર્કમાં રહો , ખેતરની વાત ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાવ , વાડીયે એક થર્મો મીટર વસાવી લો , ગુગલ વેધર જોતા રહો .
ચાલો આ વર્ષની મરચીની ખેતી બદલી નાખીએ .....
ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ એટલે મરચીના બધું ઉત્પાદન માટે કૃષિનું વિજ્ઞાન

મરચી ની ખેતી માં હવામાન ની અસરો વિષે આપણે વારંવાર વાતો કરીયે છીએ , તમારો પ્રશ્ન પુરે પૂરો સાચો નથી કારણ કે રાતે વાદળ આવે તો દર વખતે મરચી ને નુકશાન થાય એવું નથી
વરસાદના મહિનામાં ઘણી વખત રાત્રે વાદળ વધુ આવે ને વરસાદ પડે તે શક્ય છે એટલે રાત્રે વાદળ આવે તો ભલેને આવે એનાથી મરચીના પાકને નુકશાન થાય જ તેવું નથી , સતત વરસાદ આવે 14 કલાક પાન ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનો એટેક મરચીઉપર લાગી શકે તે , ભેજ થી ફૂગ આવી શકે તેની આપણે અગાઉ વાત કરી હતી
તમારો પ્રશ્ન બીજી રીતે સાવ સાચો છે
એક દાખલા સાથે તમારો પ્રશ્ન સમજીયે
દા .ત . આજના ગુગલ ડેટા પ્રમાણે રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ છે , કાલે રાત્રે વાદળાં આવી જાય વરસાદ નથી અને કાલ નું મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે રાત ઠંડી હશે કે ગરમ ?
રાતે વાદળ હોઈ એટલે આખા દિવસની ની જમીન ની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે થશે નહિ ને ગરમી વધશે , એટલે કે રાતનું મિનિમમ તાપમાન ગઈ કાલ કરતા જો 3 ડિગ્રી થી વધુ વધ્યું તો , થ્રિપ્સની માદા પાન ની અંદર ખાંચો કરી ને ઈંડા મુકશે તે ઈંડા બીજા દિવસે ફૂટશે ને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....
આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રી ના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આવા વખતે આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો
આટલા જાગૃત રહી શકો તો મરચી સારી થાય , બાકી મારા પાન કુક્ડાય ગયા છે તેવું કહી મોંઘી દવાના ખર્ચ કરવાના બીજું શું ? તોય કાબુ માં આવે તો આવે ,
આવી માહિતી તમને અને તમારા મિત્ર ને ઉપયોગી લગતી હોય તો તમારા મિત્રોને પણ ટેલિગ્રામ ચેનલ જોડો

આપણે જંતુનાશક દવા થી અથવા નિંદામણ નાશક ની આડ અસર અથવા મરચીના પાંદડા પર વિપરીત અસર ની વાત કરી રહ્યા છીએ
આજ નો પ્રશ્ન પણ ખુબ અગત્યનો છે કે પ્રોફેનોફોસ સાથે કઈ દવા ભેળવવી જોઈએ નહિ ?
આપણે તો શું કરીયે છીએ ?
બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટવી ( સમજાયું) ? અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણ ના કરાય તેવી બંને દવા ને મિક્સ કરી ને પાણી નું પ્રમાણ કે છંટકાવ માં વપરાતા પાણી ના પી એચ નું ધ્યાન રાખ્યા વગર ભાગીયાને કહીયે કે છાંટી દે અથવા પ્રમાણ ના જાળવવાથી ઘણી વાર મરચી ના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને પછી છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકે ને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ?
આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ
મરચી માં પ્રોફેનોફોસ દવા સાથે કઈ બીજી દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
ક્લોરોથેનોલીન દા .ત કવચ
કોપર હાઇડ્રોક્સાઇડ
કોપર ઓક્સીકલોરાઈડ
માઈક્રોનાઇઝડ સલ્ફર
અને અન્ય


વરસાદ થયો, ચોમાસુ છે, વરસાદ પછી સૂકો દિવસ આવ્યો છે, વાતાવરણ માં ધૂળ છે જો સાંજે ચાર પાંચ વાગે ફરી વરસાદ આવેતો બધી વાતાવરણ ની ધૂળ પાણી સાથે જમીનમાં આવી જશે ,
જો રાતના વાદળા હટી ગયા ને રાત ઠંડી થઇ અને સવારે ઝાકળ પડી ને પાંદડા ઉપર પડી ને બીજા દિવસે સૂરજની તીવ્રતા વધુ હશે કારણ કે વાતાવરણ માં ધૂળ નથી ,
સખત તાપ પડશે , ઝાકળ છે તો જ્યાં મરચી ઈજા કે ઘાવ થયો છે ત્યાંથી આ ફૂગ લાગશે ,
સીનેફોરા બ્લાઈટના રોગ વાતાવરણના આવા બદલાવની સાથે જો મરચી ના છોડ માં તમારા કે મજૂરો દ્વારા મરચી ની ડાળી તૂટી તો ત્યાં પડેલ ઘાવ કે પછી તમે કાલે તોડાઈ કરી હશે તો છોડ પર થયેલ આ નુકશાન ના ખુલા ભાગમાંથી રોગકારક પ્રવેશે છે ,
રોગ ત્રિકોણ પ્રમાણે એવું હવામાન થશે તો ઘાવ પડ્યો ત્યાંથી રોગ લાગશે ,
આનું લક્ષણ એ છે કે અમુક અમુક છોડની એકાદ ડાળી સુકાતી નજરે ચડશે , આખો છોડ નહિ
સિનોફોરા બલાઈટ માટે અઠવાડિયામાં બે વાર ઘાટો સ્પ્રે કરવો.
પ્લાન્ટોમાઈસીન ૩૦ ગ્રામ / પંપ અથવા
એલીએટ + કોસાઈડ ( કોપર હાઈડ્રોક્સઇડ ) ૩૦ ગ્રામ/ પંપ અથવા
કમ્પેનિયન ( કાર્બેનદીઝમ +મેન્કોઝેબ ) ૩૦ ગ્રામ/પંપ અથવા
કેબ્રીઓટોપ (મેટીરામ + પાયરોકલોસ્ટ્રોબીન) ૪૫ ગ્રામ/ પંપ અથવા
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ નો છંટકાવ કરવો.
દવા નો સમયસર છંટકાવ કરવો આવશ્યક છે એક બે દિવસનું પણ મોડું મરચી ના ઉત્પાદન માં મોટું નુક્શાન કરી જાય છે , આ રોગ ભર ચોમાસે આવે છે એ ખાસ યાદ રાખજો
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ

એક :
દવા છાંટો તેની સાથે આવા સમયે સ્ટીકર કદી ઉમેરતા નહિ , ઉપરની વાતાવરણીય પરિસ્થિતિ હોય ત્યારે આવું કરશો તો બેક્ટેરિયલ સ્પોટ એટલે કે પાનના ટપકાંઓ રોગ મરચીમાં આવવાની શક્યતા ખુબ વધી જશે
બીજું :
જો તમારી મરચીના પાનમાં બેક્ટેરિયલ લિફ્ટ સ્પોટ એટલે કે પાનના ટપકાનો રોગ દેખાય છે તો દવા સાથે તમે મેગ્નેશિયમનો સ્પ્રે કરશો તો પાનના ટપકાનો રોગ બેકાબુ થઇ જશે એટલે મરચીમાં પાનના ટપકાની અસર હોય તો મેગ્નેશીયમનો સ્પ્રે ત્યારે કરતા નહિ , ભલે તમને વેપારી આપે તો પણ નહિ ,મેગ્નેશીયમ મરચી માટે જરૂરી સૂક્ષ્મ તત્વ છે પણ ક્યારે ? જયારે પાનના ટપકાનો રોગનો ઉપદ્રવ હોય નહિ ત્યારે
વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ના
હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે ,
જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે.
પાળા ઉપર મરચી ચોપવી જોઈએ તે કરી નથી.
જયારે સતત વરસાદ આવે ત્યારે ,
જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી,
એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે,
સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે.
અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ
રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે ,
આમ આખી હારમાં પાણીની દિશા માં આ રોગ પ્રસરે છે.
આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે.
આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો
નીતાર રહે.
કઈ દવા નું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી ,
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
|
પહેલા એ નોંધો કે સતત વરસાદ થી જો 14 કલાક મરચીના પાંદડા કે છોડમાં લાગેલા મરચાં ભીના રહે તો બેક્ટેરિયલ સ્પોટ કે એન્થ્રેક્નોઝ આવવાની શક્યતા બને છે.
સતત વરસાદ પડતો હોય , વાતાવરણમાં 90 નો ભેજ હોય , સતત વરસાદની શક્યતા હોય, ઝાકળની શક્યતા હોય, આવા વખતે જો જો 14 કલાક મરચીના પાંદડા કે છોડમાં લાગેલા મરચાં ભીના રહે તેવી શક્યતા હોય તો સ્ટીકિંગ એજન્ટ કે સ્પ્રેડર કે જે વેપારીઓ લાગઠ બધાને આપતા હોય છે અને કહેતા હોય છે કે દવા ચોટી રહે પણ જો તમે ઉપરની વિગત પ્રમાણેનું વાતાવરણ હશે ત્યારે તમે ૧ ઢાંકણું પંપમાં નાખ્યું તો તમે નુકશાનમાં આવી જશો.
વરસાદનું પાણી ૧૪ કલાક પાંદડાં કે ફળ ઉપર વધુ રહેશે તો બેક્ટેરિયલ સ્પોટ કે એન્થ્રેક્નોઝ આવવાની શક્યતા વધી જશે. એટલે શું ન કરવું એ પણ યાદ રાખો અને નિયમ આધારિત ખેતી કરો , નામનેઠા વગર ની દવાને પણ ખેતર માં લાવતા નહિ , સમય પ્રમાણે કાર્ય પદ્ઘતિ ગોઠવજો , ઉપર બતાવ્યું તેવું નો કરવાનું કરતા નહિ

Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.




















Photo courtesy : google Image