આવતા વર્ષની નોંધ તમારી ડાયરીમાં કરો .
મરચી વાળામાં મરચીનું વાવેતર ન કરો,
મલ્ચીંગનો પ્રયોગ કરો,
સપાટ ક્યારા ને બદલે પાળા ઉપર મરચી ની ખેતી કરો,
નિંદામણથી પાકને મુકત રાખો,
વરસાદ વખતે પવન થી છોડ હલતા હશે તો મરચી ના થડ પાસે આઈસ્ક્રીમ માં કોન ના આકાર જેવો કોન થશે ત્યાં જો વરસાદ નું પાણી ભરાશે તો મરચી માં રોગ જરૂર લાગશે તેથી છોડ હલે નહિ તે માટે થોડા થોડા અંતરે લાકડાના ટેકા મારી દોરી કે સુતળી થી છોડને ટેકો આપી બાંધીશ તેવું લખો ,
છોડની સંખ્યા મહત્તમ રાખો તો પણ ફાયદો થશે . ડ્રીપ ઈરીગેશનનો પ્રયોગ કરો જેથી ધાર્યું પાણી આપી ને વધુ પડતા ભેજ થી આવતા ફુગ ના રોગો થી બચી શકાય . પુષ્ક્લ ફળ લાગી ગયા પછી એટલે કે પાક અવસ્થા વખતે ધોરીયા ક્યારા પદ્ધતિમાં પાણી વધુ ન અપાય જાય તે જુઓ.
વધુ વિગતો માટે આજનીખેતી વાંચતા રહો, દવા વિષે હવે પછી
0 comments