મરચીની ખેતી માટે જમીનનો પીએચ ૭ થી ૮.૫ વચ્ચે હોય તો મરચીની ખેતી માટે સારું છે.
તમારે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ. પાણીનું પણ EC પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પાણીમાં કેટલું મીઠું એટલે કે કેટલું સોડિયમ છે તે માટે પાણી નું ઈ સી અને ટીડીએસ માપવામાં આવે છે.
તમારા પૃથ્થકરણના રિપોર્ટ પ્રમાણે જો ક્ષારીય હોય તો જીપ્સમ કે કેલ્શિયમ સલ્ફેટ વપરાય
અને જો આમ્લીય હોય તો ચૂનો વપરાય. જેથી પીએચ સમતોલ બને.
હવે જો તમે મરચીની ઉત્તમ ખેતી કરવાની ઈચ્છા ધરાવો છો ત્યારે તમારી પાસે પૃથ્થકરણ ના પરિણામ પ્રમાણે જમીન સુધારણા એટલે કે પીએચ ન્યુટ્રલ કરવા લાગી પડવું જોઈએ ,
તમારી નજીક માં રાનડે માઈક્રોનુટ્રીઅન્ટ કે એરીસ એગ્રો કે યારા ફર્ટિલાઇઝર બનાવતી કંપની ના કોઈ પ્રતિનિધિ હોઈ તો તેને તમારો રિપોર્ટ બતાવી તમારી જમીનનો પી એચ સુધારણા માં તેની મદદ લઇ શકો તો આવતા વર્ષની મરચીની ખેતી સારી થાય.
મરચી ના છોડની રોજની અગવડતા દૂર કરી વિકાસ કરાવવા અને તણાવ માંથી બહાર કાઢવા આ કરવું જરૂરી છે મિત્રો
0 comments