થ્રીપ્સનો ઉપદ્રવ ક્યારે શરૂ થાય? તમારા ખેતરમાં થ્રીપ્સ ક્યારે આવે ? તે જાણવા તમારે તમારી વાડીએ થર્મોમીટર એટલે કે મહત્તમ અને મિનિમમ તાપમાન માપવાનું સાધન વસાવી રોજ ડાયરીમાં નોંધ કરવી પડે .
થર્મોમીટર 200 -600 રૂપિયા થી સસ્તું આવતું હોય છે, પરંતુ આ ફાર્મ ડેટા તમારા માટે ખૂબ મૂલ્યવાન સાબિત થઈ શકે. એક 200 રૂપિયાનું થર્મોમીટર તમને 3000 નો લાભ આપવી શકે છે .
વાદળા વાળી રાત નું તાપમાન આગલી રાત કરતાં અચાનક ત્રણ થી ચાર ડિગ્રી સેલ્સિયસ વધારે હોય ત્યારે તે તાપમાન થ્રીપ્સને ઈંડા મુકાવા માટે ખૂબ જ અનુકૂળ છે કારણ કે તેના ઈંડા મુકવા માટે આ સારો સમય કહેવાય
આવા વાતાવરણ વખતેની રાત્રીમાં થ્રિપ્સના નર-માદા પ્યુપા માંથી નીકળીને સંવનન એટલે કે મેટિંગ કરે અને માદા બીજા દિવસથી ઈંડા દેવાનું ચાલુ કરે.
થ્રિપ્સ ઈંડા ક્યાં મૂકે ? શું તમને ખબર છે ?
થ્રિપ્સ ઈંડા પાનમાં ખાંચ કરીને અંદર મૂકે
જો આ ખબર હોઈ તો તેના માટે કેવા પ્રકારની દવા લેવી પડે ?
મરચીના પાનમાં ખાંચમાં ઈંડા મુખ્ય છે તે ઈંડા મારવા જોઈએ
આ તમને ખબર હોઈ તો દુશ્મનને તમે તેની સૌથી નબળી કડીમાં મારી શકો , બચ્ચા ને મારવા કરતા કરતા ઈંડાનો જ નાશ કરી દ્યો ,
થ્રિપ્સના ઈંડા મારવા કઈ ખાસ દવા ચાલે ? ટ્રાન્સ્લેમીનીયર કે સિસ્ટમીક કે કોન્ટેક ?
ચાલો સમજીયે
ટ્રાન્સલેમીનિયર એટલે "લોકલ સીસ્ટેમીક". આ દવા જ્યાં છાંટો ત્યાં પાંદડામાં ઊંડી ઉતરે, પાંદડાની વચ્ચે થ્રીપ્સના ઈંડા હોય કે પાંદડાંના પડની વચ્ચે રહેતી લીફ માયનર પાનમા સર્પોલીયું કરતી જીણી જીવાત . ટૂંકમાં ટ્રાન્સલેમીનિયર દવાઓ લોકલ સિસ્ટમેટીક છે. પાંદડામાં ઊંડે સુધી ઊતરી જાય.
સીસ્ટેમિક દવા છાંટીએ એટલે આખા છોડમાં પાન, ડાંડલી, ફૂલ, થડ, મૂળ સુધી પ્રસરી જાય અને કોન્ટેક્ટ એટલે દવા કીટકના સંપર્કમાં આવે તો મારે
ટૂંકમાં વિવિધ દવાના કાર્ય જુદી જુદી રીતે થાય. જેવી તમારી જરૂરિયાત એવી રીતે તેનો વપરાશ કરાય, થ્રિપ્સના ઈંડા મારવા હોઈ તો જુદી અને ઇંડામાંથી બચ્ચા બહાર આવી ગયા તો જુદી , બોલો જંતુ.દવા અને ફુગનાશક ક્યારે, કેવી અને કેટલી વાપરવી તે તમારે ખુદને જાણવું જરૂરી છે કે નહીં ?
0 comments