મરચીના છોડ લીલા અને ફાલે ફૂલે હોય ત્યારે અમુક ડાળીઓ સુકાવા લાગે તેને શું કહેવાય





સીનેફોરા બ્લાઈટ :  સીનોફોરા રોગકારક ને લીધે મરચીનો એક ડાલી નો સુકારો રોગ છે આ રોગ મરચી ફૂલેફાલે હોય ત્યારે દેખાય છે, પાંદડા ઉપર શરૂઆતમાં પાણી પોચા ડાઘ પડે છે, ફૂગના આ રોગ ઉપરથી નીચેની તરફ ફેલાય છે. ડાર્ક ગ્રે ફૂગ છોડ પર દેખાય છે. આ રોગ આવ્યો હોય તેના ફળમાં પણ કાળી ફૂગ લાગે છે. ભરચોમાસે આ રોગ મરચીમાં લાગે છે તેથી ઉત્પાદનમાં નુકશાન આપે છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ છે. રોગકારક હાજર છે તમે મરચીની તોડાઈ કરો છો એટલે કે મરચીમાં ઘાવ પડેલો છે ત્યારે અથવા મજુરોથી કે પશુથી છોડની ડાળી ભાંગી છે તેના ઘાવમાંથી આ ફૂગ છોડમાં લાગી જાય છે. પછી ડાળી આખી સુકાય જાય છે અને મરચા પણ કાળા પડે છે.આને એક ડાળીનો સુકારો પણ કહે છે , આ રોગ આપણી બેદરકારીને લીધે વધુ લાગુ  પડે છે 






-

0 comments