આ જમીન એસિડીક છે કે આલ્કલાઇન છે તે માપવાનું પ્રમાણ છે.
પૃથ્થકરણના પરિણામોમાં ૦ થી ૧૪ પીએચ. સુધીની વાત કરીએ તો
૦ થી ૭ પીએચ વાળી જમીન એસીડીક એટલે કે ખાટી, અમ્લીય જમીન કહેવાય.
૭ થી ૧૪ પીએચ. વાળી જમીન આલ્કલાઈન એટલે કે સોડાના સ્વાદવાળી ખારી, છારીય, આલ્કલાઈન, બેઝિક અથવા ભાષ્મિક જમીન કહેવાય છે.
૭ પીએચ એ ન્યુટ્રલ એટલે મધ્યમ અથવાતો ઉત્તમ જમીન કહેવાય છે.
મરચીની ખેતી 7 થી 8.5 પીએચ વાળી હોય તો કરી શકાય છે.
આ સીવાયની જમીન મરચીને માફક આવતી નથી તેથી પૃથ્થકરણ કરાવવુંને જમીન સુધારણા કરવી, સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કરવું , પીએચ સમતોલ કરવા માટે પગલાં લેવા
તમારે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ. પાણીનું પણ EC પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પાણીમાં કેટલું મીઠું એટલે કે કેટલું સોડિયમ છે તે માટે પાણી નું ઈ સી અને ટીડીએસ માપવામાં આવે છે.
તમારા પૃથ્થકરણના રિપોર્ટ પ્રમાણે જો ક્ષારીય હોય તો જીપ્સમ કે કેલ્શિયમ સલ્ફેટ વપરાય
અને જો આમ્લીય હોય તો ચૂનો વપરાય. જેથી પીએચ સમતોલ બને.
જે જમીનમાં મરચી વાવેતર કરવાનું હોય તે જમીન અને પાણીનું ચોમાસા પહેલા પૃથ્થકરણ કરવો , આવેલ પૃથ્થકરણના પરિણામ પ્રમાણે જમીન સુધારણા એટલે કે પીએચ ન્યુટ્રલ કરવા લાગી પડવું જોઈએ ,
તમારી નજીકમાં એરીસ એગ્રો કંપનીના કોઈ પ્રતિનિધિ હોઈ તો તેને તમારો રિપોર્ટ બતાવી તમારી જમીનનો પી એચ સુધારણા માટે તેની મદદ લઇ શકો તો આવતા વર્ષની મરચીની ખેતી તમારી સારી થશે , જમીન સુધારણા માટે જમીનમાં 7 પ્રકારના જૈવિક બેક્ટેરિયા નાખીને તમારી મરચીને મદદ કરો
મરચીના છોડની રોજની અગવડતા દૂર કરી મરચીનો ઉત્પાદનલક્ષી વિકાસ કરાવવા અને મરચીના છોડને કાયમી તણાવ આઘાત માંથી બહાર કાઢવા પી.એચ. સમતોલ કરવો એકદમ જરૂરી છે તે યાદ રાખજો , આ વાત તમારા મીત્રૉને પણ કહેજો અને પૃથ્થકરણ કરાવી પીએચ સમતોલ કરજો તો મરચીની ખેતી સારી થશે .
ખેતરમાં, અનેકવાર સવાલ થાય છે કે છે: ફોસ્ફેટની જરૂરિયાત માટે કયું ખાતર વાપરવું ? DAP કે MAP? તમારી જમીન માટે યોગ્ય ફોસ્ફેટ ખાતર પસંદ કરવામાં એક સરળ સરખામણી બતાવી છે તે સમજી લો . .
ખાતરની દુનિયામાં, ફોસ્ફરસના ક્ષેત્રમાં બે ખાતરો પ્રભુત્વ ધરાવે છે: DAP (Di-Ammonium Phosphate) MAP (મોનો-અમોનિયમ ફોસ્ફેટ). પરંતુ તમારા પાકને વધારવા માટે તમારે કયું પસંદ કરવું જોઈએ? ચાલો વિચારીએ .
1. DAP - ડાય અમોનિયમ ફોસ્ફેટ
18% નાઇટ્રોજન (N), 46% ફોસ્ફરસ (P₂O₅)
આલ્કલાઇન અસર → એસિડિક જમીન માટે ઉત્તમ
અત્યંત દ્રાવ્ય અને બહુમુખી → અનાજ પાક માટે યોગ્ય
2. MAP - મોનો-અમોનિયમ ફોસ્ફેટ
12% નાઇટ્રોજન (N), 61 % ફોસ્ફરસ (P₂O₅)
એસિડિફાઇંગ અસર → ચૂનાવાળી (આલ્કલાઇન) જમીન માટે આદર્શ
પાકચક્રની શરૂઆતમાં મજબૂત મૂળ વિકાસ માટે આ ખાતર યોગ્ય હોય છે .
ટૂંકમાં:
જો તમારી જમીન એસિડિક માટી ધરાવે છે તો DAP પસંદ કરો
જો તમારી જમીન આલ્કલાઇન માટી ધરાવે છે તો MAP પસંદ કરો
ખાતરો જમીનને અનુરૂપ હોવા જોઈએ.
હવે તમે વિચાર કરો તમે તમારા ખેતરમાં કયું પસંદ કરશો ? DAP કે MAP?
3️⃣ પાક ફેરબદલી અને કવર પાકનો સમાવેશ કરો
વિવિધ પ્રકારના માઇક્રોબાયલ જીવનને પ્રોત્સાહન આપવા માટે પાક ફેરબદલી અને કવર પાક સાથે તમારા વાવેતરમાં વૈવિધ્ય લાવો. માઇક્રોબાયલ જૈવવિવિધતા પોષક ચક્રને ટેકો આપે છે, માઇક્રોબાયલ વસ્તીને સ્થિર કરે છે અને રોગોને દબાવી દે છે. આ એક સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ માટી ઇકોસિસ્ટમ બનાવે છે, જે લાંબા ગાળે તમારા પાકને લાભ આપે છે.
પાક ફેરબદલી અને મિશ્ર પાકમાં કઠોળના પાક ઉગાડો
તમારી જમીન સુધાર યોજનામાં કઠોળ, મગ , અડદ ,સોયાબીન , તુવેર જેવા કઠોળના પાકનો સમાવેશ કરો. આ છોડ નાઇટ્રોજન-ફિક્સિંગ બેક્ટેરિયા સાથે સહજીવન સંબંધો બનાવે છે, કુદરતી રીતે જમીનને નાઇટ્રોજનથી સમૃદ્ધ બનાવે છે. આ કૃત્રિમ ખાતરો પર નિર્ભરતા ઘટાડે છે અને જૈવિક નાઇટ્રોજન સંવર્ધન દ્વારા જમીનના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
માટીના સૂક્ષ્મજીવાણુઓ અને છોડના પોષક તત્વો
ફૂગ, બેક્ટેરિયા અને પ્રોટોઝોઆ સહિત માટીના સૂક્ષ્મજીવાણુઓ છોડ માટે પોષક તત્વોની ઉપલબ્ધતા માટે અદ્રશ્ય ચેમ્પિયન છે. તેમની શક્તિને સમજવી અને તેનો ઉપયોગ કરવો એ આપણી માટી અને પાકની સંપૂર્ણ સંભાવના ને ઉજાગર કરવાની ચાવી છે. તમે માટીના સૂક્ષ્મજીવાણુ પ્રવૃત્તિને કેવી રીતે વધારી શકો શકો છો અને સ્વસ્થ, વધુ ઉત્પાદક પાકોનું પોષણ કેવી રીતે કરી શકો છો
1️⃣ કાર્બનિક પદાર્થોનો સમાવેશ કરો
કવર પાક અથવા સારી રીતે વિઘટિત ખાતર દ્વારા તમારી જમીનમાં સેન્દ્રીય ખાતર / કાર્બનિક પદાર્થોનો સમાવેશ કરો. માટીના સૂક્ષ્મજીવાણુઓ કાર્બનિક પદાર્થો પર ખોરાક લે છે અને તેને સરળ સ્વરૂપમાં વિભાજિત કરે છે, છોડ શોષી શકે તેવા પોષક તત્વો મુક્ત કરે છે. આ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને ખાતરી પુરી પાડે છે કે તમારા પાકને મજબૂત વિકાસ માટે આવશ્યક તત્વો મળે.
ધ્યાન થી વાંચજો અને વંચાવજો , જુવો તમારા કહેવા પ્રમાણે તમે બંનેએ બીજ સારું પસંદ કર્યું, ખાતર ની ક્વોલિટી પણ સારી વાપરો છો , મહેનત પણ લગભગ સરખી ને સારી કરો છો, પાક સરક્ષણ પણ ખુબ સારું કરો છો તો બંને ને સરખું ઉત્પાદન મળવું જોઈએ એવું તમારું કહેવું છે ને ?? જુવો યાદ રાખો સમય ચુકી ગયા તો પણ પરિણામ બદલે , તમે તમારો સમય ક્યાં પસાર કરો છો ? તમારો મિત્ર ક્યાં તેનો વિચાર કરી જુવો, કદાચ રસ્તો મળી જાય , તમે બીજ એક સરખું લાવો એટલે કઈ સરખુંના ઉતરે !
હું તમને મારો એક અનુભવ જણાવું કદાચ તમે સમજી જશો કે હું શું કહેવા માંગુ છું , જમીન નો કેટલો મોટો રોલ છે આપણી ખેતી માં તે સમજાશે ,
તમારી બાપદાદા એ દીધેલી બળુકી જમીનનો તમને ગર્વ હોય પણ એક દિવસ પાન ના ગલ્લે તમે ગામનો કહેવાતો હુંશિયાર ફાકે ચડ્યો હોઈ ને બધાને વાત મનાવી દે કે જમીનમાં ટાશ નાખવાથી જમીન સુધરે , તમે માની લીધુંને તમે જેસીબી વાળાને કહી પણ દીધું , આઘેની ધારે થી જ્યાં નિંદામણ પણ ઉગતું નથી ત્યાંથી ક્યારે ટ્રેક્ટર વાળો ખેતરમાં ઢગલા કરી ગયો એ તમને ઓહાણ ના રહ્યું ને તમને પહેલા વર્ષે ફાયદો દેખાણો પણ બીજા વરસથી બહારની માટી સાથે દાનમાં આવેલો સોડિયમ અને કેલ્શિયમ તમારી મરચી ને શું કરે તે હવે તમે બરાબર ધ્યાનથી વાંચો ,
ક્લોરાઇડ ની હાજરી હશે તો નાઇટ્રેટ પણ અપ ટેક નહિ થાયને છોડ નબળા રહેશે ,
ભલે ને તમે પાડોશી જેટ્લુજ ખાતર નાખ્યું ,
તમે જ કહો આમાં કોનો વાંક ???
તમારે જમીન ચકાસણી કરાવીને જમીન સુધારણા કરવી પડે , ઝીંક વાપરવું , કેલ્શિયમ નાઇટ્રેટ નો પ્રયોગ કરવો ,
જોયું આપડે કેટલીયે ભૂલો કરીયે ને પછી વાંક બીજાનો કાઢતા હોઈએ છીએ જે આપણાને સૌથી વધુ આવડે છે,
આપણે દવાઓ પણ વેપારી આપે તે ગાંધારી ની જેમ આંખે પાટા બાંધીને લાવીએ અને બિન પ્રમાણ સાથે ભાગીયા પાસે છંટાવીએ અને છોડ ને દાઝ લાગે છે કે નહિ ? વિપરીત અસર ? અને કારણ ? આપણો કોઈ અભ્યાશ જ નહિ ને !!! બોલો શું કહેવું છે ?
મરચીની ખેતીમાં ૫૦ મણ ખોખા કરવા એટલે છોડ દીઠ કેટલા કિલો લીલા મરચા કરવા પડે ?
તેજી નો લાભ લેવા જથ્થો વધે તેમાટે પ્રયાશ કરવો પડશે તે માટે નવીન ખાતર
પી એસ એ પી 100 ગ્રામ પ્રતિ પમ્પ દર 8 થી 10 દિવસે ઘાટો છંટકાવ કરો અને જુવો ચમત્કાર
આપનો સવાલ છે 50 મણ સૂકા મરચા વીઘે કરવા છે તો પહેલો વિચાર એ કરવાનો છે કે ૧ કિલો કણે ચડેલા લાલ ચટક મરચાને જયારે સનડ્રાય એટલે કે સૂર્ય પ્રકાશમાં સૂકવવા મુકો ત્યારે ૧ કિલો કણે ચડેલા લાલ ચટક મરચા સુકાય ત્યારે
કેટલા થાય ?
એક કિલો કણે ચડેલા મરચા ઘટીને કેટલા થાય ?અંદાજ કરીયે
તો નોધો કે મરચાની અંદર રહેલો ભેજ અંદાજે ૭૮ ટકા ઘટ થાય છે એટલે કે તમારે ૫૦ મણ ખોખા -સુકા મરચા કરવા હોય તો તમારે કણે ચડેલા લાલ ચટક અંદાજે ૨૨૭ મણ મરચા સૂકવો ત્યારે ૫૦ મણ સુકા મરચા થાય.
દાખલા તરીકે તમે નિયમ આધારિત ખેતી કરો છો
એટલે કે મરચી તમે ડ્રિપ અને મ્લચીંગ સાથે પાળા ઉપર કરી છે
977 ગ્રામ સૂકા મરચા પકાવો તો તમારે વીઘે 50 મણ ખોખા થાય
હવે આ ૨૨૭ મણ મરચાનું ઉત્પાદન લેવા એટલે કે વજન વધે તે માટે કયું કયું ખાતર ક્યારે અને કેટલું આપવું , વજન વધે તેવું નવીન ખાતર એટલે પીએસએપી ખાતર, અત્યારથી પ્લાનિંગ કરો
જમીન ની ચકાસણી લેબમાં થાય છે લેબોરેટરી કન્ડિશનમાં તમારી જમીનના કણો સાથે ચોટી ગયેલ ફોસ્ફરસ ચકાસણી પરિણામમાં આવે છે પરંતુ તે ઘણી વાર લભ્ય થતો નથી બીજું કે . મરચીમાં એન.પી.કે ઉપરાંત મેગ્નેશિયમની આવશ્યકતા હોય છે, શુક્ષ્મ તત્વો પણ ઓછી માત્રામાં આપવા જરૂરી છે,
ટૂંકમાં જેટલું ઉત્પાદન લેવા માંગો છો તેને ત્રિરાશી માંડીને જરૂરી ખાતર સમયે-સમયે આપવું જરૂરી છે જો ડ્રીપ હોય તો તમારી જમીનનો અને પાણીનો પૃથ્થકરણ રિપોર્ટ કરાવ્યો હોઈ તો અને ડ્રિપ પદ્ધતિ લગાડેલ છે કે કેમ ? તમારે લીલા વેચવા છે કે સૂકા કરવા છે તે પણ વિચારો , સારું ઉત્પાદન લેવા ફર્ટીગેશન પ્રોગ્રામ કૃષિ નિષ્ણાત અથવા ડ્રિપ કંપની પાસે તૈયાર કરવો ,
70 દિવસ પછી મરચીનો ઉત્પાદનનો જથ્થો એટલે કે માસ વધારવો હોઈ તો દર 10 દિવસે પી એસ એ પી નામનું મોંઘુ લાગતું ખાતર સરવાળે તમને સસ્તું લાગશે
કારણ કે જે ખેડૂતોએ ગયા વર્ષે લીલા વેચાણ માટે મરચી કરી છે અને PSAP વાપર્યું હતું તેમને લાભ થયેલો અને જેમને વજનદાર સૂકા મરચા કરવા હોઈ તેણે તો ખાસ પી એસ એ પી વાપરવાનું શરુ કરવું જોઈએ , થોડા વિસ્તારમાં વધુ ઉત્પાદન કરો
કોલીથડ વિસ્તાર ના ખેડૂતોની પસંદ
વધુ વિગત અને પીએસએપી મંગાવાવ માટે ફોન કરો 9825229766
મરચી અને શાકભાજી ના ભાવ આપણા હાથમાં નથી
મરચાની વધુ ભાવ લેવા પહેલો વિચાર કરો મારી મરચીમાં શું કરું તો મરચીનું વજન વધે ?
માસ એટલેકે વજન વધારવા માટે
PSAP એક રિસર્ચ મોલેક્યુલ વિશે જાણો
PSAP એટલે પોટાશિયમ સોલ્ટ ઓફ એકટીવ ફોસ્ફરસ છે
PSAP ગ્રોથ રેગ્યુલેટર નથી ,
PSAP ગ્રોથ પ્રમોટર નથી ,
PSAP ટોનિક નથી
PSAP એક નવી શોધ છે
PSAP માં વળી શું નવીન છે ?
PSAP પાક ની પ્રતિકાર શક્તિ માં વધારો કરે છે , PSAP છોડ ને એબાયોટિક અને બાયોટિક દબાણ એટલે કે સ્ટ્રેસ થી બચાવે છે
તમે મરચીમાં વજનનો લાભ લેવા માંગતા હો તો આ વર્ષે PSAP ખાતર નો પ્રયોગ આજથીજ શરુ કરો
PSAP કુરિયરથી મંગાવનાર માટે ખાસ સૂચના ?
PSAP તમે નજીકના તાલુકા સ્થળે કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો
PSAP નો ભાવ 200 ગ્રામ ના રૂપિયા 360 /- છે ( પાંચ પેકેટ ખરીદનારનો કુરિયર ચાર્જ અમે ચુકવીશું )
પેમેન્ટ કરી પેમેન્ટ રિસીપટનો ફોટો વોટ્સએપ થી
98 25 22 97 66
પર મોકલી પૂરું સરનામું મોકલવું જરૂરી જેથી બિલ આપના નામનું બની શકે
ગુગલ પે, ફોન પે, પેટીએમ , એમેઝોન પે, તથા અન્ય કોઈ પણ UPI એપ દ્વારા નીચે આપેલ કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો.
વધુ માહિતી માટે ફોન કરો 9825229766
ઇઝરાયલમાં ઓપન ફિલ્ડ એટલે કે આપણી જેમ ખુલ્લા ખેતરમાં મરચી કરતા નથી ત્યાં ગ્રીનહાઉસ માં ખેતી થાય છે , મુખ્યત્વે તે લીલા કેપ્સિકમ મરચાનું ઉત્પાદન લેતા હોય છે અને ફેર્ટીગેશન દ્વારા ડ્રિપ માં ખાતર આપે છે , હવે તમને આશ્ચર્ય તેવી વાત જાણો
તેઓ એક હેક્ટરે ૩૫૦૦૦ છોડ વાવે છે. એટલે કે વીઘે ૫૬૦૦ છોડ એમાંથી હેક્ટરે ૭૦ ટન ઉત્પાદન લે છે એટલે કે ૫૬૦ મણ વીઘે થયું !
આપણે કેટલું લઈએ છીએ. આપણું ઉત્પાદન ખુલા આકાશ નીચે થતું હોઈ એટલે હવામાન ના આઘાત પ્રત્યાઘાત મરચી પર પડ્યા વગર રહેતા નથી પરંતુ તેનો પણ ઉપાય હવે મળવામાં છે , ટેક્નોલોજી આપણી વહારે આવી છે
ભારતની વાત જાણો છતીશગઢના ખેડૂતો આપણી જેમ ખુલા ખેતર માંથી આપણા કરતા લીલા મરચાનું બમણું ઉત્પાદન લે છે તે તમને ખબર છે કે નહિ ? આપણને કેમ નથી મળતું કારણ કે આપણે ફર્ટીગેશન કરતા નથી
આપણે લીલા કે સૂકા મરચાનું ધાર્યું ઉત્પાદન લેવામાટે ફર્ટીગેશન કરીયે તો સારું ઉત્પાદન લઇ શકીયે છીએ પણ તે માટે જરૂરી છે પાળા ઉપર ખેતી , મ્લચીંગ નો ઉપયોગ અને ડ્રિપ ઇરીગેશન , ફર્ટીલાઇઝર ટેન્ક અને સાચો ફર્ટિગેશન પ્રોગ્રામ જરૂર પડે
ફર્ટીગેશન પ્રોગ્રામ બનાવડાવવો જોઈએ , ફર્ટીગેશન પ્રોગ્રામ બનાવવા તમારી વાવેતર કરેલ જગ્યાની નીચેની વિગતો જરૂર પડે છે
1-જમીન નો તાજેતર નો પૃથ્થકરણ રિપોર્ટ
2-પિયત પાણી નો તાજેતરનો પૃથ્થકરણ રિપોર્ટ
3-પાકનું નામ
4-પાક ની ફેરરોપણીની તારીખ
5-પાકની જાત નું નામ
6- મ્લચીંગ કર્યું છે ? હા કે ના
7- કેવી રીતે ખાતર ચડાવવા માંગો છો ? અઠવાડિક કે રોજ
સાધનોમાં તમારી પાસે ડ્રિપ પદ્ધતિ અને ફર્ટીલાઇઝર ટેન્ક અથવા ખાતર ચડાવવાની વેનચુરી હોવી જોઈએ
મરચી માટે સાવચેતીના પગલાં અને રોજ વાડીયે આવલોકન ની આવશ્યકતા છે તે બધું ભાગીયા ને બદલે ફાર્મ વ્યવસ્થાપનના માસ્ટર બનજો , વિચારજો આપણે ઇઝરાયેલ ઉત્પાદન કેમ લેવું ?
થ્રીપ્સની જીવન અવસ્થામાં પહેલી ઈંડા અવસ્થા, બીજી ઈયળ (લાર્વા) બચ્ચું અવસ્થા, ત્રીજી પ્રી-ટ્યુંપા અવસ્થા, ચોથી પ્યુપા અને પાંચમી પુખ્ત અવસ્થા.
થ્રીપ્સની આ અવસ્થાઓમાં ઈંડામાંથી નીકળતી નાની લાર્વા અવસ્થામાં જો મારીએ અથવા ઈંડાનાશકથી ઈંડા મારી નાખીએ તો જ થ્રીપ્સનું નિયંત્રણ આપણા માટે સહેલું,
નહિતર મોટી લાર્વા પ્યુપા માં જાય તે પહેલાની અવસ્થા પાંદડા ઉપર આવી ગઈ ને તો પછી નુકશાન હી નુકશાન. ત્રીજી અને ચોથી અવસ્થામાં પ્યુપા તો જમીનમાં થતી હોય છે. તેમાંથી પુખ્ત બહાર નીકળીને નર-માદા ને એકવાર સંવનન -મેટિંગ કર્યું એટલે માદા ઈંડા મુક્યા જ કરે બોલો, તમે જ વિચારો કઈ અવસ્થામાં થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ કરી દેવું જોઈએ
થ્રિપ્સ ઈંડા ક્યાં મૂકે તમે તંમારા દવા વાળા ને પૂછ્યું કે નહિ ? તેને ખબર છે કે નહિ ? કસોટી કરો , નહીંતર તમને દવા સાચી કેમ આપશે ? જવાબ અમને મોબાઈલ દ્વાર મોકલજો 9825229966
મરચી ની ખેતી માં છોડ ને બાયોટિક અને એબાયોટિક એટલેકે જૈવિક દબાણ અને અજૈવિક દબાણ માંથી બચાવવા
આવી ગયું પી એસ એ પી નામનું નવું મોલેક્યુલ
આપણે મરચીને જરૂરી પોષણ આપીને છોડને સક્ષમ બનાવી વધુ મણિકા પેદા કરવા નવીન PSAP પોષણ આપો કે જેનાથી મરચાનું વજન વધે
મરચાનું વજન વધારવા શું કરવું ?
જે ખેડૂતો એ ગયા વર્ષે PSAP પ્રયોગ શરુ કર્યો તેના અનુભવો ખુબ સારા છે ,
પુનાના વૈજ્ઞાનિક શ્રી ડો .પ્રશાંત નંદારગીરકર દ્વારા રિસર્ચ મોલેક્યુલ પીએસએપી નામનું અજોડ તત્વ બનાવ્યું છે, આજે મહારાષ્ટ્રના શેરડી અને મરચી ઉગાડનાર ખેડૂત PSAP ને વરદાન સમજે છે, કારણ કે તે મરચી માં રસી મુક્યાનું કાર્ય કરે છે
ચાલો મરચીની ખેતી માં ક્રાન્તિ લાવીએ વધુ ઉપજ લઈને ભાવનો લાભ લઇએ
માઈટસ એટલે કે કથીરી નામની જીવાત પાંદડા ઉપર અને મરચીના ફળ મરચા ઉપર ખરબચડા ડાઘા પાડે છે, માઈટસના પાંદડાના નુકશાનમાં ઘણી વખત પાન ઉપર સફેદ ભૂખરા ડાઘ જોવા મળે છે.
તમારી મરચીમાં કથીરીનો ઉપદ્રવ છે કે કેમ ? તે જોવા મરચી ના પાન ને આઈગ્લાસ દ્વારા નીરખી ને જોવું જોઈએ , તમારી પાસે હીરાના વેપારી રાખે તેવો બિલોરી કાચ ના હોઈ તો તમે મરચી ની ખેતી કરી રહ્યા ?
કથીરી માટે કથીરીનાશકનો છંટકાવ કરવો જોઈએ. જોજો કથીરી માટે કથીરીનાશક ચાલે , માયટીસાઈડ ચાલે
વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
તમે જો ગયા વર્ષે મરચીમાં PSAP ખાતરનો સફળ પ્રયોગ કર્યો હોઈ તો તમારા પરિણામો તમારા પાડોશીને કહો ભલેને તે પણ ઉપજ મેળવે , જ્ઞાન વહેંચવાથી વધે છે ,
આપણે જે દવા કે જંતુનાશક કે ખાતરના પ્રયોગો કર્યા હોઈ અને સારા અસરકારક પરિણામ મળ્યા હોય તો તે આપણે બીજાને પણ જણાવીએ , આપણી સફળતા બીજાને પણ કહીયે , ચાલો જીતો જિતાડો અપનાવીએ
PSAP ખાતર ના ગયા વર્ષના પરિણામો એ ઘણા મિત્રોએ વધુ વજનદાર લીલા મરચાની ભારી મેળવીને ગયા વર્ષની લીલામરચાંની તેજીનો લાભ લીધો હતો
અને જેમણે સૂકા મરચાની ઊંચી ક્વાલિટીનો માલ માર્કેટમાં વેચ્યો અને તેને યાર્ડમાં સૌથી ઉંચા ભાવ મળ્યા ત્યારે કહેતા હતા કે PSAP ઉત્તમ ખાતર છે કે જેને લીધે મરચાની ક્વાલિટી અને મરચાના ખોખાનું વજન સારું મળ્યું હતું ,
ગયા વર્ષે PSAP ખાતર મરચી ઉગાડતા ખેડૂતોને શરૂઆતમાં મોંઘુ લાગતું હતું પણ જયારે લીલા મરચાની તેજીનો કે સૂકા મરચા ના વજન અને ક્વાલિટી ને લીધે ઉંચા ભાવ મળ્યા ત્યારે માન્યા હતા કે PSAP ખાતર નવીન ખાતર છે .
તમારે લીલા વેચવા હોય કે સૂકા PSAP ખાતરનો પ્રયોગ કરો, મણિકા વધારો , આજથીજ 75 થી 100 ગ્રામ પ્રતિ પમ્પ નો છટકાવ નિયમિત શરું કરો , એવું લાગે તો એક વીઘામાં પ્રયોગ કરો અને જુવો કે મરચીની અંદર કેવી પ્રતિકારશક્તિ આવે છે
વધુ વિગત માટે અને કુરિયરથી મંગાવવા 9825229766
આ એકડાળીનો સુકારો મરચીને ઘાવ પડેલ હોય તો આવે બોલો આ તમને ખબર હતી ?
આવું રોજ વાંચવા કૃષિ વિજ્ઞાન ફેસબુક અથવા ટેલિગ્રામ લાઈક કરો
તમારા પ્રશ્ન ના જવાબ માં જણાવવાનું કે એન્થ્રેકનોઝ નામના રોગ મરચીનો ખુબ જ નુકશાન કરતો રોગ છે.
આ રોગ જો વાતાવરણમાં હવામાન ૨૨ થી ૨૮ સે.ગ્રેડ છે, હવામાં વરસાદનો ૯૭ ટકા જેવો ભેજ છે, ગરમ અને ભેજવાળા વાતાવરણ માં આ રોગ વકરે છે. પણ ખેડૂતોને મરચા લાલ થાય ત્યારે દેખાય છે .
સીનેફોરા બ્લાઈટ : સીનોફોરા રોગકારક ને લીધે મરચીનો એક ડાલી નો સુકારો રોગ છે આ રોગ મરચી ફૂલેફાલે હોય ત્યારે દેખાય છે, પાંદડા ઉપર શરૂઆતમાં પાણી પોચા ડાઘ પડે છે, ફૂગના આ રોગ ઉપરથી નીચેની તરફ ફેલાય છે. ડાર્ક ગ્રે ફૂગ છોડ પર દેખાય છે. આ રોગ આવ્યો હોય તેના ફળમાં પણ કાળી ફૂગ લાગે છે. ભરચોમાસે આ રોગ મરચીમાં લાગે છે તેથી ઉત્પાદનમાં નુકશાન આપે છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ છે. રોગકારક હાજર છે તમે મરચીની તોડાઈ કરો છો એટલે કે મરચીમાં ઘાવ પડેલો છે ત્યારે અથવા મજુરોથી કે પશુથી છોડની ડાળી ભાંગી છે તેના ઘાવમાંથી આ ફૂગ છોડમાં લાગી જાય છે. પછી ડાળી આખી સુકાય જાય છે અને મરચા પણ કાળા પડે છે.આને એક ડાળીનો સુકારો પણ કહે છે , આ રોગ આપણી બેદરકારીને લીધે વધુ લાગુ પડે છે
વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
મિત્રો ,
આપણે પીએસએપી ખાતર ના પ્રયોગો કરી રહ્યા છીએ જેમાં સફળતા મળી છે
તમે જો પ્રયોગ કર્યો હોઈ તો તમારા પરિણામો પણ અમને મોકલો , જો આપણે બધા સફળ થઈશુ તો આપણી મરચીમાં વધુ વબરસાદ પછી પ્રતીકારકતા વધશે તો ઉત્પાદન વધારે લઇ ને સારા ભાવ મેળવી શકીશુ
પી એસ એ પી ખાતર ના લીધે મરચી ના પાન પહોળા થયા, છોડ માં નવો વિકાસ થયો
પી એસ એ પી ખાતર ના લીધે મરચી તંદુરસ્ત અને જુસ્સાવાળી થઇ ગઈ
પી એસ એ પી ખાતર ના લીધે છોડ માં ફૂટની સંખ્યા વધી રોગ જીવાત ઓછી થઇ - જુવો છોડ
પી એસ એ પી ખાતર વાપર્યા પછી પાંચમાં દિવસે જ નવી ફૂટ થઇ. તથા જુના પાનમાં પણ ગ્રીનરી થઇ ગઈ.
મરચી જોઈને તમને સમજાય જશે કે પી એસ એ પી ખાતર ખરેખર મરચીના પાકની રસી છે
વધુ વિગત માટે 9825229766ફોન કરો અથવા PSAP ના પરિણામો જાણવા ફોન કરો
થ્રીપ્સનો ઉપદ્રવ ક્યારે શરૂ થાય? તમારા ખેતરમાં થ્રીપ્સ ક્યારે આવે ? તે જાણવા તમારે તમારી વાડીએ થર્મોમીટર એટલે કે મહત્તમ અને મિનિમમ તાપમાન માપવાનું સાધન વસાવી રોજ ડાયરીમાં નોંધ કરવી પડે .
થર્મોમીટર 200 -600 રૂપિયા થી સસ્તું આવતું હોય છે, પરંતુ આ ફાર્મ ડેટા તમારા માટે ખૂબ મૂલ્યવાન સાબિત થઈ શકે. એક 200 રૂપિયાનું થર્મોમીટર તમને 3000 નો લાભ આપવી શકે છે .
વાદળા વાળી રાત નું તાપમાન આગલી રાત કરતાં અચાનક ત્રણ થી ચાર ડિગ્રી સેલ્સિયસ વધારે હોય ત્યારે તે તાપમાન થ્રીપ્સને ઈંડા મુકાવા માટે ખૂબ જ અનુકૂળ છે કારણ કે તેના ઈંડા મુકવા માટે આ સારો સમય કહેવાય
આવા વાતાવરણ વખતેની રાત્રીમાં થ્રિપ્સના નર-માદા પ્યુપા માંથી નીકળીને સંવનન એટલે કે મેટિંગ કરે અને માદા બીજા દિવસથી ઈંડા દેવાનું ચાલુ કરે.
થ્રિપ્સ ઈંડા ક્યાં મૂકે ? શું તમને ખબર છે ?
થ્રિપ્સ ઈંડા પાનમાં ખાંચ કરીને અંદર મૂકે
જો આ ખબર હોઈ તો તેના માટે કેવા પ્રકારની દવા લેવી પડે ?
મરચીના પાનમાં ખાંચમાં ઈંડા મુખ્ય છે તે ઈંડા મારવા જોઈએ
આ તમને ખબર હોઈ તો દુશ્મનને તમે તેની સૌથી નબળી કડીમાં મારી શકો , બચ્ચા ને મારવા કરતા કરતા ઈંડાનો જ નાશ કરી દ્યો ,
થ્રિપ્સના ઈંડા મારવા કઈ ખાસ દવા ચાલે ? ટ્રાન્સ્લેમીનીયર કે સિસ્ટમીક કે કોન્ટેક ?
ચાલો સમજીયે
ટ્રાન્સલેમીનિયર એટલે "લોકલ સીસ્ટેમીક". આ દવા જ્યાં છાંટો ત્યાં પાંદડામાં ઊંડી ઉતરે, પાંદડાની વચ્ચે થ્રીપ્સના ઈંડા હોય કે પાંદડાંના પડની વચ્ચે રહેતી લીફ માયનર પાનમા સર્પોલીયું કરતી જીણી જીવાત . ટૂંકમાં ટ્રાન્સલેમીનિયર દવાઓ લોકલ સિસ્ટમેટીક છે. પાંદડામાં ઊંડે સુધી ઊતરી જાય.
સીસ્ટેમિક દવા છાંટીએ એટલે આખા છોડમાં પાન, ડાંડલી, ફૂલ, થડ, મૂળ સુધી પ્રસરી જાય અને કોન્ટેક્ટ એટલે દવા કીટકના સંપર્કમાં આવે તો મારે
ટૂંકમાં વિવિધ દવાના કાર્ય જુદી જુદી રીતે થાય. જેવી તમારી જરૂરિયાત એવી રીતે તેનો વપરાશ કરાય, થ્રિપ્સના ઈંડા મારવા હોઈ તો જુદી અને ઇંડામાંથી બચ્ચા બહાર આવી ગયા તો જુદી , બોલો જંતુ.દવા અને ફુગનાશક ક્યારે, કેવી અને કેટલી વાપરવી તે તમારે ખુદને જાણવું જરૂરી છે કે નહીં ?
મરચીનો છોડ ભૂખરું થડ/બ્રાઉનીંગ થવાના મોટો મોટા કારણ
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
મરચીના ભાવ મળવા આપણા હાથમાં નથી
આપણા હાથમાં શું છે ?
વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
આપણી હાથમાં છે મરચીની કાળજી અને આપણી મરચીમાંથી ઉપજ વધુ મેળવવા આપવા જરૂરી પોષણ આપવાનું પ્લાંનિંગ
તમારી બાજુના છગનભાઈએ પણ તમે વાવી છે તે સેમ જાત અને બંને એ એક એકરની મરચી કરી છે , ધરું અને ફેરરોપણી પણ એકજ દિવસે કરી છે ,
તમે રોજ આંટો મારીને સામાન્ય દવા દ્વારા સારું નિયંત્રણ સમયસર કર્યું છે , તમને ખબર છે કે એક ટન સૂકા મરચા કરવા કેટલું પોષણ આપવું પડે તે તમે ક્રમે ક્રમે આપો છો એટલે તમારી મરચી છગનભાઇ કરતા સારી છે
કારણ તમે પોષણનું મૂલ્ય બરાબર સમજો છો , નવા નવા ખાતરો જેવાકે પીએસએપી નો સમયસર પ્રયોગ કરી તમે મરચીની ખામશી કરી છે
છગનભાઇ કરતા તમારે મરચાના મણિકા વધુ થાય તો તેજીનો લાભ કોને મળશે ?
ભાવની એંસીતૈસી વીઘે સારી ક્વાલિટીની ઉપજ વધુ થાય તે જીતે
PSAP ડબલ ફાર્મર આવક કેટલોગમાં જણાવ્યા પ્રમાણે PSAP સંશોધક શ્રી પ્રશાંત નાન્કદીરકાર કહે છે કે PSAPના સારા પરિણામો મેળવવા માટે નીચેના મુદ્દાનું ધ્યાન રાખો.
એક લીટર પાણીમાં માત્ર 6 થી 8 ગ્રામ PSAP નાખો.
PSAP નો સ્પ્રે વહેલી સવારે અથવા સાંજના ૪ વાગ્યા પછી કરો.
PSAP નો સ્પ્રે કરો ત્યારે વાતાવરણીય તાપમાન ૩૦ સેન્ટીગ્રેડ થી ઓછું હોય તે જુઓ
PSAPનો સ્પ્રે કરો ત્યારે નોઝલ સારી વાપરો જેથી સ્પ્રે એકદમ જીણો થાય અને છોડને પુરેપુરો ભીંજાવો.
PSAP છાંટ્યા પછી ૨ કલાક પહેલા અને પછી વરસાદ કે ઝાકળ ન હોય તે સારી વાત છે.
PSAPનો છંટકાવ વખતે પુરતા પાણીનો વપરાશ કરો. ફાલ અવસ્થાએ એકરે ૨૦૦ લીટર પાણીનો વપરાશ કરવો જરૂરી છે,ટૂંકમાં છોડ બરાબર કવર થાય તેમ છાંટો .
PSAPના છંટકાવ ૧૫ થી ૨૫ દિવસના અંતરે અથવા જરૂરિયાત મુજબ વહેલા પણ કરવા જોઈએ.
વધુ માહિતી માટે અને કુરિયર થી મંગાવવા માટે 9825229766
મરચીમાં ફળ લાગે પછી ફળમાં લાગેલી ફૂગના લીધે ટપકા પડે પછી વર્તુળાકારે વધુ ડાઘ પડે તેને એન્થ્રેકનોઝ કહેવાય છે
આ અગાવ પણ વાત કરી હતી ફરી વિગતવાર જોઈએ
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે.
તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે.
એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ
એટલે કે છોડ ઉપર જૈવિક અને અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
વધુ પડતી ઠંડી અથવા વધુ પડતો વરસાદ
જમીનની ખારાશ
અપૂરતું પિયત અથવા વધુ પડતું પિયત
વધુ પડતી ગરમી
કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ નો ચેપ લાગવો
જૈવિક દબાણમાં
જીવંત રોગકારકો જેવા કે
ફૂગ
વાયરસ
બેક્ટેરિયા
નીમેટોડ
જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ
અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ
તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી.
છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા પી એસ એ પી ખાતર નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825229766
>
મરચી માટે PSAP રસી ની શોધ
વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
મરચીએ લાંબા ગાળાનો 240 થી વધુ દિવસનો પાક છે એટલે
માનો કે
દર અઠવાડિયે દિવસે ક્યારેક ત્રીજા દિવસે આપણે કોઈને કોઈ દવા કે ફુગનાશક કે ખાતરનો છંટકાવ કરીયે છીએ , એટલે કે મરચી પાકે ત્યાં સુધીમાં મિનિમમ 15 થી 20 વખત દવા છાંટતા હોઇશુ
શરુમાં ઓછા પમ્પ જોઈએ તો જેમ જેમ મરચીના છોડનો ઘેરાવો
વધ્યો તેમ તેમ પમ્પની જરૂરિયાત વધે ,
મરચીમાં વાતાવરણના બદલાવ વખતે રોગ જીવાતનો એટેક આવતો હોય છે આવા વખતે એટલે કે વાતાવરણ પરિવર્તન વખતે ખાસ PSAP ની રસી આપવી જોઈએ તો મરચી આઘાત માંથી બચી જાય છે .
PSAP છાંટવાથી મરચાનું વજન અને કવોલિટી સારી બને છે એટલે
તો મહારાષ્ટ્રના અને ગોંડલના ખેડૂતો વાપરે છે
આપણે જંતુનાશક અને ફુગનાશકના ખર્ચ માં PSAPના લીધે જે બચત થશે
તે વધારામાં
PSAP મરચીનું ઉત્પાદન વધારે છે , જંતુનાશકનો ખર્ચ ઘટાડે છે અને મરચીની ક્વાલિટી સુધારે છે .
વધુ વિગત માટે અને કુરિયર થી મંગાવવા માટે 9825229766
આવતા વર્ષની નોંધ તમારી ડાયરીમાં કરો .
મરચી વાળામાં મરચીનું વાવેતર ન કરો,
મલ્ચીંગનો પ્રયોગ કરો,
સપાટ ક્યારા ને બદલે પાળા ઉપર મરચી ની ખેતી કરો,
નિંદામણથી પાકને મુકત રાખો,
વરસાદ વખતે પવન થી છોડ હલતા હશે તો મરચી ના થડ પાસે આઈસ્ક્રીમ માં કોન ના આકાર જેવો કોન થશે ત્યાં જો વરસાદ નું પાણી ભરાશે તો મરચી માં રોગ જરૂર લાગશે તેથી છોડ હલે નહિ તે માટે થોડા થોડા અંતરે લાકડાના ટેકા મારી દોરી કે સુતળી થી છોડને ટેકો આપી બાંધીશ તેવું લખો ,
છોડની સંખ્યા મહત્તમ રાખો તો પણ ફાયદો થશે . ડ્રીપ ઈરીગેશનનો પ્રયોગ કરો જેથી ધાર્યું પાણી આપી ને વધુ પડતા ભેજ થી આવતા ફુગ ના રોગો થી બચી શકાય . પુષ્ક્લ ફળ લાગી ગયા પછી એટલે કે પાક અવસ્થા વખતે ધોરીયા ક્યારા પદ્ધતિમાં પાણી વધુ ન અપાય જાય તે જુઓ.
વધુ વિગતો માટે આજનીખેતી વાંચતા રહો, દવા વિષે હવે પછી