આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા



પાનની કોર આ રીતે પીળી પડી હોય તો આ લક્ષણ કોઈ જીવત ને લીધે નથી આ લક્ષણ પોટાશ ની ખામી બતાવે છે  ટમેટામાં ૧૩-૦-૪૫ ખાતર પંપે ૧૦૦ ગ્રામ નાખીને ઘાટો છંટકાવ કરવો તો સારું પરિણામ મળશે 









મરચીનો ઓછો વિકાસ થવાનું કારણ : 

  • ઘાટું વાવેતર, ઓછો સૂર્ય પ્રકાશ, 
  • નબળી જમીન
  • નીચું તાપમાન
  • અમુક જાત ધીરે વધે છે તે કારણ 







મરચીના છોડનું પડી જવાનું કારણ : 

  • વધુ પડતું પિયત 
  • ઓછા વિકસિત મૂળ 
  • છોડને અપૂરતો સપોર્ટ - ટેકો







મરચીના પાન ઉપર ઘસરકા છે  અથવા પણ લાંબા થઇ જવા 

  • સૂર્યતાપની ગરમી
  • બાયો દવાની દાઝ, વધુ પડતી દવાનો ડોઝ, 
  • ક્લોરીનવાળા ખાતરોનો છંટકાવ. ઉપરથી છાંટવા ના ખાતરો ક્લોરીન મુક્ત ખરીદો 


મરચીના કૂકડ જેવા પાન થવાનું  વિવિધ કારણ : 

  • મોલો, થ્રીપ્સ, કથીરીનો ઉપદ્રવ
  • સફેદમાખી કે થ્રીપ્સને લીધે વાયરસનો એટેક 







એક ખેડૂત તરીકે જયારે મરચીની વૈજ્ઞાનિક ખેતી કરી  હોઈ તો ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને મિત્રોને પણ જોડજો , એક બે કૃષિ સલાહકાર નો સંપર્ક પણ જાળવી રાખો , એગ્રો ઇનપુટ જંતુનાશક અને ખાતરો વેંચતા સારા પ્રામાણિક વેપારી સાથે દોસ્તી કરી રાખજો ,  મરચીની  ખેતી રેઈઝબેડ એટલે કે પાળા ઉપર ને મ્લચીંગ અને ડ્રિપ સાથે કરવી સલાહ ભરેલી છે .  આ વર્ષની ખેતી માટે જરૂરી સિલ્ક મેળ કરી રાખજો તો સરવાળે રોકડેથી તમને જોઈએ તે ઇનપુટ્સ  અને કેમિકલ ખરીદી શકશો. 

આપણામાં ને આપણામાંથી શીખવું તે ખુબ સારી વાત છે.


ગયા વર્ષે મરચીની ખેતીમાં શું ભૂલ કરી ?? આ વર્ષની મરચીના સારા ભાવ ને લીધે આપણા માટે સારું છે પણ આપણી જે ભૂલો રહી ગઈ તેની યાદી અત્યારે કરવાનો સમય છે

આવતા વર્ષે હું શું કરું તો મારી મરચી સારી થાય તેવું વિચારો,
બીજ પસંદગી માટે તમારી આવડત, તમારી ખેતી, તમારી જમીન , પાક ફેરબદલી , નવી ટેક્નોલોજી ગ્રો કવર , મ્લચીંગ , ડ્રિપ , ફેરોમોન ટ્રેપ અને બીજની પસંદગી, નવી જાતના પરિણામો, નવી જાતના અખતરા ખાસ કરો,

અમેઝ અથવા સેફાયર -936, ઓજસ , મહિકો 456, મહિકો નવતેજ વીએનઆર-277 વગેરે વધુ માહિતી માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા 9825229966 ઉપર મરચી અથવા ચીલી લખીને જોડાવ 

આ વખતે પાનના ટપકા , વરસાદને લીધે એન્થ્રેક્નોઝ (લાલ મરચાનો રોગ) અમુક ખેડૂતોઓ કેમ કાબુમાં લઇ શકયા તે જાણો ,

મરચા ઉતારવામાં કેટલી ભૂલ, વાવણીની ભૂલ, ખાતર આપવામાં ઘટ્ટ, ફૂગનાશક અને જંતુનાશકની ખોટી ખરીદી કેટલી કરી હતી કે જેનાથી કાઈ વળ્યું ન હતું ! આપણી જાણકારી વધારવી પડશે.

આપણેજ આપણું મૂલ્યાંકન કરવું પડશે


ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ તમને આવતા વર્ષની મરચીની ખેતી માટે વાતો કરશે રોજ અમારો બ્લોગ વાંચતા રહેશો





1100 થી વધુ ખેડૂતો મરચીની પાઠશાળામાં જોડાય
ગયા , તમારા મિત્રોને કહો જલ્દી જોડાય જાય , રોજ રજુ થશે મરચીના વધુ ઉત્પાદન લેવાની ચાવીઓ 

મરચીની ખેતી કરતા એ 1100  ખેડૂતોને મરચીની ખેતીની ખુબજ ઉપયોગી માહિતી મેળવીને આ વર્ષની ખેતી બદલી નાખવી છે 

સાચી માહિતી તમે બીજાને પહોંચાડીને જીતો અને જિતાડો કરજો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આપણી ચેનલના મિત્રો ગામ ટોચ ઉત્પાદન લઈને સફળ થઈશુ 

આપણી મરચી , કપાસ , બાગાયત અને શાકભાજી માંથી આપણે સારી આવક થાય તે માટે અમોએ આપણા સ્માર્ટ કૃષિ મિત્ર ક્લબ માટેની આ ટેલિગ્રામ ચેનલનો આટલો સારો ઉપયોગ ખેડૂત મિત્રો કરે છે તે અમારા માટે આનંદની વાત છે , આભાર મિત્રો.


સૌથી સારી વાત એ છે કે આ માહિતી તમે તમારા પુરતી સીમિત નહિ રાખતા અને આસપાસ બીજાને પણ ફોરવર્ડ કરી મદદ કરજો અને તમારા મિત્રોની ખેતીમાં પણ બદલાવ લાવવા પ્રયત્ન કરજો

ચાલો આપણે સાથે મળીને સાચી માહિતી બીજા પાંચ મિત્રોને આપીને તેની ખેતીમાં પણ બદલાવ લાવીએ


મરચીની ખેતી કે કોઈ પણ ખેતી સારી કરી રૂપિયા કમાવા હોય
તો એક વાત ખાસ કરો

તમારા ગામના મરચી ઉગાડતા ખેડૂતોની એક ટુકડી બનાવો

🌿 ફરતા ફરતા દર શુક્રવારે સાંજે કોઈપણ એકની વાડીએ મળો
🌿 મિત્રોના પાકનું અવલોકન કરો અથવા ચર્ચા કરો ,
🌿 રોગ , જીવાત વિશે ચર્ચા કરો ,
🌿 બઝારમાં નવું શું આવ્યું? , કઈ નવી દવા આવી અને પરિણામ કોને સારા મળ્યા ?
🌿કઈ બાયોએ કેમિકલ ઇન્જરી કરી પાનને નુકશાન કર્યું ?
🌿 તમારા ખેતરના સારા પરિણામની વાત એક બીજાને કહો અને બધા સમૃદ્ધ બનો

એક બીજાના સહકારથી વધારાના ખોટા ખર્ચ માંથી બચી જશો


આપણી ચેનલનો ઉદેશ આપણી ઉપજ વધારવાનો છે ,

આપણી મરચીની ક્વાલિટી સારી હશે તો આ વર્ષની જેમ મરચાંના ઊંચા ભાવ લેતા આપણને કોઈ રોકી શકે નહિ


યાદ રાખો આપણો મૂળ મંત્ર છે

જીતો અને જિતાડો - એકલા સફળ નથી થવું.
મારો મિત્ર પણ સફળ થવો જોઈએ.
કોઈ નું કોઈ લઇ જતું નથી. 
વિના સંકોચે પોતાની પાસે રહેલી સારી વાત બીજાને  પણ કહો.
મોબાઇલના ઉપયોગ દ્વારા ખેતીની માહિતી મેળવતા રહો. 
ખેતરની વાત મરચીની પાઠશાળા માં જોડાયેલા રહો 



આપણી ' ખેતરની વાત' ટેલિગ્રામ ચેનલના 1200 થી વધારે મરચીની આધુનિક ટેક્નોલોજિકલ  ખેતી કરતા મિત્રોને સાન્તાકલોઝની 

નવ વર્ષ 2022ની શુભેચ્છા....







જમીન અને પાણી મહત્વ સમજો  ? મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું 
આજેજ તમારા દોસ્ત ને શેર કરો 

કૃષિવિજ્ઞાન મેગેઝીન KRUSHI VIGYAN ફેસબુકમાંથી સીધું તમારા મોબાઈલમાં , 
આવું રોજ વાંચવા ફેસબુક લાઈક કરો 
🤑 Chilli Farming & Cultivation Process,Profit With Business Plan 2018



મરચી ની ખેતી માં ખાતર કેટલું જોઈએ ? એક સાવ સરળ દાખલો આપું આવું તમને કોઈ કહેશે નહિ , તમે મરચી વાવી ને પહેલી વીણી આવી તમે 10 મણ લીલા મરચા લઇ ને યાર્ડ માં ગયા , તમે શું વેચ્યું ? તમે કહેશો મેં 10 મણ મરચા વહેંચ્યા , પણ હું કહું છું કે તમે 10 મણ મરચા નહિ 10 મણ મરચા પકાવવા વપરાયેલા એન પી કે , નાઇટ્રોજન ,ફોસ્ફોરસ ,પોટાશ અને સૂક્ષ્મ તત્વો જે તમારી જમીન માં હતા તે ઓછા થયા તે તમે યાર્ડ માં વેચવા ગયા

યાદ રાખો આપણી ઉપજ એ વિવિધ પોષક તત્વો ને કારણે પેદા થયેલું ઉત્ત્પન છે , જેટલું પેદા કરવું હશે એટલું નાખવું પડશે, મરચી ની ખેતી માં ખાતર ને તમારો સાથી સમજજો , ખાતર નાખવાનું પ્રમાણ , ક્યારે, કેટલું , કોની સાથે ક્યુ તત્વ નહિ તે જાણી રાખો પણ ખાતર વગર ની ખેતી મરચા ની ખેતી શક્ય નથી , એટલે તમે એમ નહિ સમજતા મરચી ની ખેતી માં પહેલાથીજ ખાતર આપી દેવું , જેવડું બાળક એટલો ખોરાક, નાના બાળક ને 4 વાટકા દૂધપાક પીવડાવો તો ?


ખાતર કેટલું , ક્યારે , કેવીરીતે આપવું તેની વાતો કરતા રહીશુ સારું લાગે તો જોડાયેલા રહેજો
મારો બ્લોગ વાંચજો ને વંચાવજો , આપણે જીતો ને જીતાડવા ની પ્રક્રિયામાં છીએ , જ્ઞાન વહેંચવા થી વધે







 મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું 
આજેજ તમારા દોસ્ત ને શેર કરો 

કૃષિવિજ્ઞાન મેગેઝીન KRUSHI VIGYAN ફેસબુકમાંથી સીધું તમારા મોબાઈલમાં , 
આવું રોજ વાંચવા ફેસબુક લાઈક કરો 

Eમેગેઝીન 






મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું 
આજેજ તમારા દોસ્ત ને શેર કરો 

કૃષિવિજ્ઞાન મેગેઝીન KRUSHI VIGYAN ફેસબુકમાંથી સીધું તમારા મોબાઈલમાં , 
આવું રોજ વાંચવા ફેસબુક લાઈક કરો 



Estimating the Water Requirements of Crops




અત્યારે વરસાદ નથી ત્યારે ડ્રિપ છે તે મિત્રો મરચીમાં ઉમર પ્રમાણે મરચીમાં પાણી વધુ આપવું પડે, ઉમર પ્રમાણે ક્રોપ ફેક્ટર બદલે, દા.ત. મરચી ફૂલે ફાલે છે અને મરચીનો વાસ્પિકરણ ક્રોપ ફેક્ટર ૧ છે તો જેટલું બાષ્પીભવન છે એટલું પાણી આપવું જરૂરી,

જો એક એકરની મરચી હોય તો ૨૦,૦૦૦ લીટર પાણી આપવું જરૂરી જેટલો વધુ ફાલ તેટલું પાણી વધારવું પણ જરૂરી.

ડ્રીપ થી પાણીનું ચોક્કસ વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરી શકાય જે લાભ ખુલ્લા પાણી માં મળતો નથી , એટલે તો હું વારંવાર કહું છુ કે ડ્રિપ વસાવો....

ખુલ્લા પાણી માં કાળજી ન લઇને રેડ પાણી એટલે કે ખુલ્લું પાણી વધુ અપાય જાય તો રોગ-જીવાત નો ઉપદ્રવ પણ વધે અને મહામૂલું પાણી બગાડે એટલે ઉપજ ઉપર તમારું ધ્યાન હોય તો વૈજ્ઞાનિક અભિગમ કેળવો, સારા મિત્રો રાખો, મારો બ્લોગ વાંચો, ડ્રિપ વસાવો , નકામા ગ્રુપ માંથી નીકળી જાવ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવો




યાદ રાખો મરચીમા ફળનૂ બંધાવું વાતાવરણને તાપમાનને આધારિત છે

તમે થર્મોમીટર વસાવ્યું ? જોતા આવડી ગયું ? હા, તો મરચી ની ખેતી ના લાયક છો .

જો રાત્રિનું તાપમાન મિનિમમ ૨૮ થી ૩૦° સે થી ઉપર થયું તો મરચીના ફુલ માં રહેલી પરાગરજ સ્ટરાઇલ થઇ જશે.
તેથી ફાલ લાગતો નથી. તે ફૂલ ને ખરી જવાનું

( તમે દોડતાનહી દવા લેવા તમને એન એ એ આપશે પણ આવા તાપમાને તે કઈ તમારી મરચી માં ઉપયોગી નહિ થાય)

પરંતુ

જે દિવસથી રાત્રીનું (મિનિમમ તાપમાન) ૨૮ થી ૩૦° સે થી નીચું ગયું ફરી ફાલ લાગવાનું શરૂ થશે.

વેપારીના કહેવાથી કોઇ કેમિકલ છાંટી ખર્ચ વધારતા નહીં,

હા , પોષક તત્વોની ખામીના લીધે ફાલ ખરણ થતું હોઈ તો તેની પૂરતી કરો PSAP નો છંટકાવ શરુ રાખજો અને વજનદાર માલ પેદા કરજો




ખેડૂત તરીકે હવામાન એટલે તાપમાન, ઠંડી, પવન, ભેજ, વરસાદ, પાણીની અછત વગેરેના સંદર્ભે સમજવું જોઈએ.

આ બધું ટેકનિકલ અને વધુ વૈજ્ઞાનિક ન થાય તે રીતે ફરી એકવાર સમજાવું તો દા.ત. વરસાદ પડયો છે, પડામાં પાણી ભરાયા છે, પછી તડકો તીવ્ર નીકળે છે ત્યારે શું થશે?

રોગ આવવાની શક્યતા વધી જશે. પરિપક્વ ફળ અને ફૂલ પાટલામાં ખરી પડશે. પાણીના નિકાલના અભાવે તમારી જમીનનો પી.એચ અને જમીન ભસ્મીક છે કે અમ્લીય તે છોડ પર નુકસાન દેખાડશે.

પોષક તત્વો આવા બધું ભેજવાળા મૂળ પ્રદેશ ને લીધે છોડ ઉપાડશે નહીં ઉપરથી કોઈ દવા છાંટશો તેનું પ્રમાણ યોગ્ય નહીં હોય તો નુકસાન પણ કરશે કારણ છોડ સ્વયં નબળો છે, યાદ રાખો છોડ ને તણાવમાંથી પહેલા કાઢવો પડે



તેવી જ રીતે બીજી પરિસ્થિતિમાં હવામાન કેવી રીતે નુકસાન કરે ? તે જોઈએ .

દાખલા તરીકે સાવ ઓછો વરસાદ છે ગરમી છે વાતાવરણમાં થોડો ભેજ છે છોડમાંથી ગરમીના લીધે વધુ ઉત્સવેદન વાસ્પિકરણ થાશે છોડને પાણી આપવું આવશ્યક છે પણ પાણી નથી અપાતું તો......?

છોડનો વિકાસ અટકશે પણ સાથે સાથે આવા વાતાવરણમાં જીવાતો ચૂસીયાનો એટેક વધશે તમે દવા છાંટવામાં પાણીનું પ્રમાણ ઓછું રાખશો તો ઔર નુકસાન થશે મૂળ પાણી તરસે છે તેથી તે જીવન ટકાવવા તંતુમૂળ ફેલાવશે એવા સમયે તમે પાણી હોય તો છોડ બચશે નહીંતર છોડ પોતાનામાં વિકૃતિ લાવી દેશે......


છોડ પણ જીવંત છે તેને આજુ બાજુના આઘાતો માંથી બચાવવો તે ખેડૂત તરીકે નું કામ છે , જો બચાવીએ તો છોડ ઉપજ આપવા તૈયાર છે પણ પોતેજ આઘાત માં છે ફળ ને શક્તિ આપે કે પોતે ટકી રહે ....







ખેતર માં ઊભા પાક પર છટકાવ કરી શકાય છે. સામાન્ય રીતે ઘન સ્વરૂપ માં હોય છે તેને પ્રવાહી માં ઓગાળી વાપરી શકાય છે. (ઘટ્ટ પ્રવાહી હોવાને લીધે પમ્પ ની નળી બ્લોક થવાની તકલીફ રહે છે.)
ખેતર માં પાવડર સ્વરૂપ માં ખાતર સાથે ભેળવી જમીન તૈયાર કરતી વખતે આપી શકાય .
બીજ ને પટ આપી ને પણ વાપરી શકાય છે
છોડ ના મૂળ પર સીધું પણ આપી શકાય છે.











જમીનમાં હ્યુમિક એસિડ શા માટે ઉમેરવાની જરૂર છે?

દુર્ભાગ્યે, ઘણી માનવીય પ્રવૃત્તિઓ જમીનને બદતર અને પ્રદૂષિત કરી છે, જમીનની ઇકોસિસ્ટમ્સ (કાર્બનિક પદાર્થ) ને ઓછી કરે છે અને કેટલીક જમીનને આપણા પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બનાવે છે. ધોવાણ એ જમીનના અધોગતિના સૌથી મોટા કારણોમાંનો એક છે, કારણ કે આવશ્યક ટોચની જમીન તેને બદલી શકાય તેના કરતા વધુ દરે ગુમાવવામાં આવે છે.



અકાર્બનિક ખાતરોનો સતત ઉપયોગ, વાર્ષિક ઊંડી ખેડ સાથે મળીને જમીનની ભેજવાળી સામગ્રીને ઘટાડી રહી છે. માટીને પુનર્સ્થાપિત કરવા માટે, કાર્બનિક પદાર્થોને બદલવો આવશ્યક છે. અને ક્ષતિગ્રસ્ત હ્યુમસને બાહ્ય સ્રોતથી બદલવું આવશ્યક છે, કારણ કે કુદરતી વિકાસમાં ઘણા વર્ષો લાગે છે.


હ્યુમસની તંદુરસ્ત માત્રા વિના, જમીનની જૈવિક પ્રવૃત્તિ અને તેના પર નિર્ભર છોડ ના પોષક તત્વો નો ઘટાડો થાય છે. તંદુરસ્ત જમીનમાં 2-6% રેન્જમાં કાર્બનિક પદાર્થ હોય છે. પરંતુ ઘણા ખેતી વાતાવરણમાં માટીનો ઉપયોગ નીચા સ્તરે કાર્બનિક પદાર્થો સાથે થાય છે. જે અપડી જમીન મા વર્ષો પહેલા જે હ્મુમસ તત્વ રહેલું હતું તેને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે હ્મુમિક એસિડ ખૂબ જ ઉપયોગી છે.


એક દાખલા સાથે સમજીએ આપણું ખેતર ખુલ્લા આકાશ નીચે છે જ્યાં સુરજ ની ગરમી છે, પવનની ઝડપ છે, આપણા છોડ જીવંત છે તેનું શ્વસન છે આમ વરસાદ થી પડેલું પાણી હોય કે વાતાવરણમાં રહેલો ભેજ કે આપણે આપેલું પાણી, તાપમાન, પવનના લીધે કે છોડના શ્વસન (રેસ્પીરેશન) ને લીધે જેટલું ઉડે તે આંક ને બાષ્પીભવન આંક કહે છે.


દા.ત. વરસાદ નથી તમે એક થાળીમાં ૧ લીટર પાણી ૨૪ કલાક સુધી મુકો તો પાણી ઘટે કે એમને એમ રહે ?

આ જે ઘટાડો ૨૪ કલાકમાં થાય તે મીલીમીટરમાં માપવામાં આવે છે. આ એવી જ રીતે છોડમાંથી પણ પાણી ઉડે તેને ઇવોપોટ્રાન્સ્પિરેશન કહેવાય.

જેમ ઘાટું વાવેતર તેમ વધુ બાષ્પીકરણ થાય , પાનની ચીકાશ, જાડાઈ પણ તેના ઉપર અસર કરે , ૧ એકર રજકામાંથી વધુ પાણી ઉડે, થોર માંથી ઓછું ઉડે, થોરને ક્યા પાણી જોઈએ પણ રજકો લંઘાય જાય.


ટૂંકમાં જેટલું ઉડે તેટલું પાણી આપવું પડે, વધુ નહિ કે થોડું નહિ, આ ફક્ત ડ્રીપ દ્વારા શક્ય બને.

આ વાસ્પિકરણના આકડા તમારા નજીકના વેધર સ્ટેશન દા.ત. તરઘડીયાથી મળી શકે. બાષ્પીભવન રેઈટના આધારે ક્રોપ ફેક્ટરની આ વાત છે.

ઇઝરાયેલ અને આપણામાં આટલો ફેર છે તે ખેતી વિજ્ઞાનને સમજીને નિયમ આધારિત ખેતી કરે છે
આપણે રાત્રે મોટર ચાલુ કરી તે કરી........

હ્યુમિક એસિડના ફાયદા શું છે?

આરોગ્યપ્રદ છોડ અને વધુ પાકની ઉપજ માટે હ્યુમિક એસિડનો ઉપયોગ થાય છે.

છોડ ની અંદર પોષક તત્વોનું પ્રમાણ વધારે છે

જમીનમાં જળ-સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરે છે.

જમીનની એકંદર રચનાને સુધારે છે.

માઇક્રોબાયલ એટ્લે કે સુક્ષ્મ્તત્વ ની પ્રવૃત્તિને ઉત્તેજિત કરે છે

જમીનના પીએચ નિયમન કરે છે.

જમીનમાંથી ચેલેટ્સ.આયર્નનો વપરાશ વધારીને આયર્ન ક્લોરોસિસની ઉણપ ને દૂર કરવામાં મદદ કરે છે

વનસ્પતિના આરોગ્યને સુધારે છે, છોડની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.

મૂળ વૃદ્ધિને ઉત્તેજિત કરે છે, જે પાકની માત્રામાં વધારો કરે છે જેથી કરીને સામાન્ય છોડ કરતાં જડપથી વિકસિત થાય છે. અંકુરણ પણ વધે છે


બાયોક્યુલમ કેવી રીતે વાપરશો? છાણ અને વાડીના કચરાને સેડવવા ઝડપી અને વધુ તાકાત વાળું ખાતર બનાવવા જેમ જેમ કચરાનો ઢગલો થતો જાય તેમ બાયોક્યુલમને પાણીમાં અથવા છાણની રબડી કરી કચરા ના ઢગલા ઉપર છાંટતા રહો.


ઝડપી અને સારું ખાતર બનાવવાના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ક્યા?
• કુચાના જેટલા નાના ટુકડા હોય તેટલું જલ્દી સડી જાય.
• બને ત્યાં સુધી છાંયો હોય તો સારું
• જો તમે બે વાર ઢગલાનો પાવડાથી કે મોટો ઢગલો હોય તો ટ્રેક્ટર કે જેસીબી થી ખાંપ મારતા રહો કે
ફેરવી નાખતા રહો તો વધુ ઝડપી ખાતર લગભગ ૧ મહિનામાં બની જાય.


બેકટેરીયાને ખોરાક શું જોઈએ
બેક્ટેરિયા ને હવા અને ભેજ જોઈએ અને ખોરાક સ્વરૂપે આ કચરો તો છે જ, હવા પણ તેને મળી જાય
પણ ભેજ માટે પાણી તેમાં નાખી ભીનું રાખતા રહો જેથી ઝડપી સડવાની પ્રક્રિયા થાય.

નિંદામણ ના બીજ પણ બળી જશે તે ફાયદો
આ રીતે તૈયાર કરેલ ખાતરમાં નિંદામણના બી બળી જતા હોવાથી આ ખાતર વાપરવાથી ખડ થતું નથી.
તમારા કોઈ પણ ખેતરનાં કુચામાંથી હવે આવું સ્ટ્રોંગ ખાતર જાતે બનાવતા જ શીખો અને
તમારી જમીન ની તંદુરસ્તી સુધારી ખેતીનું ઉત્પાદન અને આવક વધારો.


બાયોક્યુલમ એટલે :
આ દેખાય નહિ તેવા બેક્ટરિયા ભગવાને ખેડૂતો માટે ફ્રીમાં આપેલા વગર પૈસાના દાડિયા છે. તેને ઓળખો અને તમારી વાડી માં તેને કામે લગાડો. આ વગર પૈસાના દાડિયા એટલે બાયોક્યુલમ.

છાણ અને વાડીના કચરાને સેડવી ઝડપી અને વધુ તાકાતવાળું ખાતર બનાવવા વપરાતા એરોબિક બેક્ટરિયા એટલે એક્સેલ કંપનીનું બાયોક્યુલમ. તમારી નજીકના ડિલરને પૂછો
FILTER MAINTENACE GUIDE - YouTube


તમે હજુ તમારા ખેતર માં ડ્રિપ વસાવ્યું નથી ? બહુ કહેવાય ? ડ્રિપ વગર મરચીની ખેતી કરો છો તે જાણી આશ્ચર્ય થયું , ફેર્ટીગેસન વગર ખેતી માંથી ઉપજ કેમ મેળવશો , રોગો વધુ આવશે , નિંદામણ થશે વગેરે


તમારા પ્રશ્ન ના જવાબ માં પૂછવાનું કે શું તમારી જમીન પહેલેથીજ આવી છે ? તમારા દાદા ને પૂછજો કે હે દાદા આપડી જમીન પહેલાથીજ ખારાશ વાળું ખેતર છે ? જો તે ના પાડે તો તમારે વિચારવાનું છે આપડે શું ભૂલ કરી ?

ઊંડા બોર કર્યાં ને નબળા પાણી નો પિયત માટે ઉપયોગ કર્યો ? ?

ખેતર માં બહાર થી માટી કે ટાશ નાખી ને તમારી બાપદાદા એ કેળવેલી જમીન માં તમે જોયા કારાવ્યા વગર બહાર ની નઠારી માટી ની સાથે સોડિયમ અને કેલ્શ્યિમ નો સામે થી ઉમેરો નથી કર્યો ને ? ?


વધારે પડતા રાસાયણિક ખતરો નાખ્યા ? કે દર વર્ષે સેન્દ્રીય ખતરો નો વપરાશ ઓછો કરતા ગયા ? યાદ રાખો કે પાણી નો ટીડીએસ સારો ના હોઈ તો છોડ સારી રીતે પોષક તત્વો લઇ શકતો નથી એટલે મરચીની ખેતી માટે મીઠું અને કુવાનું પાણી માફક આવે છે .

ખારાશ વાળા પાણીમાં મરચી નું ૫૦ ટકા જેટલુ ઉત્પાદન ઘટે છે તમે સેન્દ્રીય ખાતર નો વધુ ઉપયોગ કરો, તમારી જમીન માં જીપ્સમ નાખો અને આવતા વર્ષે મરચી ને બદલે બીજો પાક કરો ને પહેલાં જમીન સુધારણા કરો.

ડ્રિપ પદ્દતિ નો ઉપયોગ કરો , આ વર્ષે કુવા નું પાણી સારું થાય માટે વરસાદ નું પાણી ઉતારો , તમારી નજીક ના વિસ્તાર માં ચેક ડેમ બનાવો, જમીન એ ખેતી નો આધાર છે તેને સાચવો



આપણું ટેલિગ્રામ ચેનલ માં મરચી ઉગાડતા 1000 થી વધુ ખેડૂતો જોડાયા છે દરેક પાસે એવરેજ ખાલી એક એકરની મરચી છે તેમ ગણો તો પણ આપણા ગ્રુપમાં અત્યારે 1000 એકર એટલે કે

2500 વીઘા થી વધુ મરચી ઉગાડતા ખડૂતો જોડાયેલા છે 1- ડિસેમ્બર 20

આ વર્ષે મરચીની ઘણી ઘણી જાતોના વાવેતર થયા છે ,

કોણ આગળ રહ્યું ?

2500 + વિઘા મરચી ના ખેડૂતો જોડાયા હજુ જોડાઈ રહ્યા છે
કઈ જાત
આ વર્ષે સારી થાય છે તે હવે ખબર પડશે ,

આપણે સર્વે કરી રહ્યા છીએ કે 2500 વિઘાની મરચીના પરિણામો આપણી પાસે છે

ત્યારે આવતા વર્ષમાટે આપણી પાસે કઈ જાત સારી તે નક્કી કરીશું

પ્રથમ
બીજા અને
ત્રીજા
નંબરે કોણ આવે છે તે આપણે હવે પછી જાહેર કરીશું




કૃષિ વિજ્ઞાન માસિક નો ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના અંકમાં સફળ ખેડૂતોની વાર્તા આપીશું તે તમે વાંચજો અને આવતા વર્ષની ખેતી વિષે આયોજન કરજો





આજનો પ્રશ્ન :
મરચીના પાકમાં રોગ આવે કેમ ? ઓળખવો કેમ ?



સૌથી પહેલા તો રોગ આવે કેવી રીતે ?





રોગ ત્રિકોણની આ પહેલા પુરી સમજણ આપી હતી તે યાદ કરો


આપણા ખેતરમાં રોગકારક ની હાજરી
રોગને અનુકુળ વાતાવરણ
અને રોગ ફેલાવનાર હોસ્ર્ટ કે છોડ ની હાજરી
આ ત્રણ ની સાથે હાજરી હોઈ તો રોગથાય


રોગ ને ઓળખાવો કેવી રીતે ?






પાન ના ટપકા : હોઈ તો પાન ઉપર ડાઘ પડે
પાનની ખામી : હોઈ તો પાન ઉપર પાણી પોચા બદલાવ આવે
ગાંઠો : હોઈ તો મૂળ માં સડો કે ગાંઠ
સુકારો : હોઈ તો છોડ ઉભો સુકાય - વિલ્ટ
એન્થ્રેકનોઝ : હોઈ તો મરચા કે ફળ ઉપર ડાઘ પડે
ભૂકી છારો : હોઈ તો પાન પર સફેદ ફૂગ લાગે
સિનોફોરા : ડાળી સુકાવી : હોઈ તો અમુક ડાળીઓ આખી સૂકાતી હોઈ


સીવીએમવી વાયરસ મરચી માટે પણ એફીડ મોલો જવાબદાર છે ટૂંકમાં વાયરસ ફેલાવનાર ચુસીયાનું નિયત્રણ કરો તો શક્ય છે અન્યથા તેનો બીજો કોઈ ઉકેલ નથી. મરચીમાં આ વાયરસથી પાંદડા કુક્ડાઈ જાય છે. પાનમાં ઘાટાલીલા ડાઘા પડે છે. થડ ઉપર પણ ઘાટા લીલા ડાઘ પડે છે. પાંદડા અનિયંત્રિત કઢંગા અને કુક્ડાઈ ગયેલા થઇ જાય છે. ફળો બનતા અટકી જાય છે. છોડ સાવ નિષ્ક્રીય અને વિકાસ અટકી જાય છે. પાન ઉપર તરફ વળે છે.

મરચીમાં ફરતે અને વચ્ચે વચ્ચે મકાઈ/જુવારના ચાસ કરો તેના ઉપર નિયમિત દવા છાંટો. રોગીષ્ટ છોડને દુર કરી બાલી નાખો, મરચીમાં એફીડ એટલે કે મોલોનું નિયંત્રણ કરતા રહો.
ઈમીડાક્લોપ્રીડ + એસીફેટ ૬ ગ્રામ/ પંપ અથવા
પ્રોફેનોફોસ ૨૫ મિલી/પંપ અથવા
લાન્સરગોલ્ડ અથવા મોવેન્ટો વારાફરતી છાંટી નિયંત્રણ કરતા રહો.



જે ખેડૂતો અન્ય પ્રાંત માંથી કે માન્ય નર્સરી સિવાય રોપ લાગીને વાવે છે તે ખેડૂતોએ વાવેતર કરતા પહેલા રોપ સાથે નીમેટોડ આવી જતા નથી ને ? તેની ખાત્રી કરી લેવી જોઈએ અને નર્સરી માંથી લાવેલા રોપની વાવણી કરતા પહેલા તેના મૂળને જંતુનાશકના દ્રાવણમાં બોળીને વાવેતર કરવું જોઈએ.

આપના કહેવા પ્રમાણેના લક્ષણો દર્શાવે છે કે મૂળમાં થયેલ ગાંઠોના લક્ષણો લીધે તમારા ખેતરમાં નીમેટોડનો ઉપદ્રવ છે જે મરચી અને હવે પછીના તમારા પાકમાં નુકશાન કરશે.

નીમેટોડ એક કૃમિનો પ્રકાર છે અને તે મોલોઈડોગાઈન પ્રજાતિના હોય છે. તેનો ઉપદ્રવ શરુ થાય પછી નિયંત્રણ કરવું ખુબ કઠણ થઇ જાય છે.

આ કૃમિ મૂળ પ્રદેશમાં ગાંઠ બનાવીને મૂળ દ્વારા લીધેલો ખોરાક પર જીવે છે અને છોડ ને પોષણ મળવા દેતો નથી

આજે આપણા વિસ્તારમાં નેમેટોડ સૂત્ર કૃમિ જમીનમાં હતી નહિ પરુંતુ પરપ્રાંત અને અમાન્ય નર્સરીમાંથી લાવેલા બાગાયત અને શાકભાજીના રોપ સાથે સામેથી નિમેટોડનું દાનમાં લઈને પોતાની જમીનમાં કૃમિનો ઉપદ્રવ કરી પોતાના પગ પર કુહાડો માર્યો છે.

આમાંથી શું શીખવાનું છે ? રોપ સારી માન્ય નર્સરીમાંથી લેવો અથવા જાતે તૈયાર કરવો

કૃમિની દવા માટે અગાઉ માહિતી આપી છે તે ફરી જોઈ જાવ






જુઓ મિત્ર,

મરચી ની ખેતી કરતા હોઈએ અને સુક્ષ્મતત્વો અને ખાતર પૂરતું આપવું જોઈએ તે આપની સમજણ માટે ધન્યવાદ,
આપણે મરચીમાં જેટલું પોષણ આપીએ એવો પાક ઉતરે. તમે આજે ૧૦૦ ભરી લીલા મરચાં લઈને માર્કેટયાર્ડ ગયા તમે શું લઈને ગયા? તમારી જમીનમાંથી શું ઓછું થયું ?

તમે શું મરચા વેચ્યા કે બીજું કાંઈ ?

કોઈ દિવસ વિચાર કર્યો છે? ૧૦૦ કિલો મરચા લીલા અથવા સૂકા પેદા કરવા. મરચાંના છોડ ને કેટલું નાઈટ્રોજન, કેટલુ પોટાસ કે કેટલું ફોસ્ફરસ અને કેટલુ મેગ્નેશિયમ ? આ તો સીધી વાત છે જેટલી તોડાઈ કરો એટલું તમારી જમીનમાં ઓછું થાય તો ઓછું થાય તે પૂરતી તો કરવી પડે ને?

પોષણ કાંઈ હવામાંથી છોડ લેશે ? મિત્રો યાદ રાખો તમે ૧૦૦ ભારી મરચા નથી વેચતા, તમારી જમીનમાંથી ખેંચાયેલો પોષણ અને સુક્ષ્મતત્વોનો જથ્થો વેચી રહ્યા છો,




અલ્ટરનેરીયા લીફ સ્પોટ, પાન અને ફળના ટપકાના રોગ માટે

નેટીવો ૮ ગ્રામ/પંપ અથવા
એન્ટ્રાકોલ ૪૫ ગ્રામ/પંપ
ટ્રાયકલોક્ષાસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ અથવા
કસ્ટોડીયા ૨૫ મિલી/ પંપ અથવા
એઝોસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ કેબ્રીઓટોપ અથવા
મેટીરામ+ પાયરોકલોસ્ટ્રોબીન નો ઘાટો છંટકાવ કરવો.







-- --






સીએમવી વાયરસ એફીડ એટલે કે મોલો દ્વારા એક છોડ માંથી બીજા છોડમાં ફેલાય છે. મરચીના પાકમાં મોલોનું અસરકારક નિયંત્રણ કરવું.

મરચીના પાન અંદરની તરફ વળે છે, પાનની સાઈઝ નાની રહી જાય છે, મરચા નાના અને કઢંગા થઈ જાય છે. ફળ અડધા પડધા પાકી જાય છે. છોડ સાવ વિકાસ ઓછો કરે છે ને ઉપરના પાન અવિકસિત અને અંદર તરફ કુક્ડાઈ જાય છે.

મરચીની ફરતે અને વચ્ચે વચ્ચે મકાઈ કે જુવારનો ટ્રેપ ક્રોપ વાવવો, રોગ લાગેલ છોડ ઉપાડી બાળી નાખવો,


મોલોના અસરકારક નિયંત્રણ માટે

ઈમીડાક્લોપ્રીડ + એસીફેટનું મિશ્રણ અથવા પ્રોફેનોફોસ ૨૫ મિલી/પંપનો વારાફરતી છંટકાવ કરવો.




ઘણી વખત ફ્યુઝેરીયમ નામની ફુગ લાગી હોય તો શરૂઆતમાં નીચેના પાંદડા પીળા પડે, પછી ધીરે ધીરે છોડ મરવા માંડે ૨૦-૨૫ દિવસમાં છોડ મરી જાય છે. છોડ પીળો થાય, પાનખરે તે લક્ષણો ફ્યુઝેરીયમ વિલ્ટ ના છે તેના માટે આ ફૂગ ધીમે ધીમે વધે છે અને ખૂબ આર્થિક નુકસાન આપે છે, મૂળ ચીરતા તેમાં ડાઘ દેખાય.

નિયંત્રણ માટે જમીનનું તાપમાન પર ધ્યાન આપવું. જમીન નુ તાપમાન ૩૨૦ સેલ્સિયસ હોય અને વધુ પડતું પાણી અપાતું હોય ત્યારે આ રોગ આવવાની શક્યતા વધી જાય છે.

ઉપાય : ફોલિક્યુર - ટેબુકોનાઝોલ ૩૦મિલી/પંપ નું થડે થડે ડ્રેંચિંગ કરવું અથવા
બાવિસ્ટિંન + એલિએટ ૩૦ ગ્રામ/પંપ અથવા
વેલીડામાયસીન ૨૫ મિલી/પંપ અથવા
ટોપસીન (થાયોફેનેટ મિથાઈલ) ૩૦ગ્રામ/પંપ નાખી નોઝલ કાઢી થડે થડે ઘાટું ડ્રેન્ચિંગ કરવું.

આ બધી દવાઓ રોગની શરૂઆતની અવસ્થા વખતે વાપરો તો ફાયદો થાય. નહીતર મરી ગયેલો છોડ જીવતો થાય નહીં.


Thai Pepper Plant - Aphid Infestation! - YouTube


ઠંડીની સીઝનમાં આવતી મોલો-એફિડ નામની પોચા શરીર વાળી જીવાતનો વધુ ઉપદ્રવ થાય તો પાંદડા કુકડાઈ જશે, નવા કુમળા પાંદડામાં જોવા મળતી આ જીવાત પોતાના શરીરમાંથી મીઠો રસ હગાર તરીકે કાઢે છે, જેના લીધે તેમાં પાછી ફૂગ લાગે છે અને છોડ કાળો પડી જશે. મોલોની દવા જેવી કે એકતારા અથવા ડેન્ટોપસુ અથવા એડમાયર અથવા પ્રોફેનોફોસનો પ્રયોગ કરો

Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • * મરચીના ઉભા પાકમાં વચ્ચે નિંદામણ માટે ક્યુ નિંદામણનાશક આવે છે ?
  • કથીરીના નિયંત્રણ માટે મરચીમાં કઈ નવી દવાઓ કઈ આવી છે? 3
  • *કથીરી કેવી રીતે મરચાના પાકને સાવ નિર્માલ્ય અને ખાખરી જાય તેવી કરી દે છે? ઉપાય શું ? 4
  • મરચાની બાઝાર ની તેજી નો લાભ લેવા મરચાની ખિદમત કરો , ઉપજ વધારવા પી એસ એ પી ખાતર વિષે જાણો
  • મારે ડ્રિપમાં મરચી છે , પ્રો ફર્ટિ પ્રો ફર્ટીગેશન પ્રોગ્રામ બનાવવો છે કેવી રીતે બનાવવો ?
  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • મરચીની ખેતી મા આ વરસાદથી નુકશાન થયું ?
  • થ્રિપ્સ : થ્રીપ્સને મારવા માટે કઈ અવસ્થામાં મારવી સહેલી ? 3
  • મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?
  • મરચીની ખેતી સારી કરવી હોય તો તમારી જમીનનો પીએચ સમતોલ કરજો
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• ખાસ નોંધઃ જે શાકભાજી કે ફૂલછોડ ( પાક ) આંગણે વાવેતર કરવાના હો તેના વિશે અંત થી ઈતિ જાણો • દરેક પાક પુરો થયા પછી તેના ઝડીયાનો સંપૂર્ણનાં કરશો માટીમાં રહી ન જાય તે જોશો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછી વાવનાર છોડમાં ઓછું નુકશાન કરે. -રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શક્યતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવથી લાગે છે તે અગાઉથી સમજીને વાવો . • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. પાક ઉત્પાદનનો આધાર માટી, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, માટીની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે, કિચન ગાર્ડનિંગ એટલે કુદરત ને સમજીને માવજત . ઉત્તમ દેશી બીજ એ સારા ફળો આપે છે. દેશી બીજ ઉત્તમ ક્વોલીટીનું અને વિશ્વાસપાત્ર સ્થળેથી લેવાનો આગ્રહ રાખો. • એગ્રોનોમિસ્ટ નો સંપર્ક માટે તેમના નંબર 9825229966 તમારા મોબાઈલમાં સાચવો. કિચન ગાર્ડનીંગ માટેની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારા રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના સોશિયલમીડિયા ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહો અને નિયમિત માહિતી વાંચતા રહો. માટીની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો માટીમાં ઉમેરો. જીવામૃત, વર્મીકમ્પોસ્ટ અને સ્પૂન સપ્લિમેન્ટ દર મહિને પાણી સાથે આપો . અહિં આપવામાં આવતી માહિતી સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફાર થઈ શકે છે . www.growdesi.in powerd by RKGC and patelagroseed

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates