આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા

પોચા શરીરવાળી મોલો વિવિધ કલરની હોય છે અસંખ્ય બચ્ચા આપતી મોલો એકવાર સંવનન પછી વારંવાર ઈંડા બચ્ચા આપે છે ગરમ વાતાવરણમાં મોલોનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખો તેના નિયંત્રણ માટે



એફીડોપાયરાપેન

સાયન્ત્રાનીલીપરોલ

ફ્લોનીકામીડ

એડમાયર (ઈમીડાક્લોપ્રીડ + એસીફેટ) 


પ્રોફેનોફોસ 25મીલી/ પંપ અથવા


કાર્બોફ્યુરાન અથવા કાર્બોસલ્ફાન અથવા કવીનાલફોસનો પ્રયોગ કરી જુઓ







મરચીમાં પોચો સડો: 

  • બેક્ટેરીયલ સોફ્ટ રોટ- પોચો સડો
  • ગ્રે મોલ્ડ ના લીધે 




મરચીમાં પાંદડામાં કાણાં પડ્યા નું કારણ : 
  • ગોકળગાય, ઈયળ, ઢાલીયાનો ઉપદ્રવ હોઈ શકે અથવા 
  • મેંગેનીઝ તત્વની ખામી હોઈ શકે 

વધુ માહિતી માટે વાચતા રહો 


ChiLCV ચીલી લીફ કર્લ વાઈરસ એ મરચી ઉગાડનાર ખેડૂતની સૌથી મોટી સમસ્યા છે તેનું નિયંત્રણ કરવા માટે જંતુ દવા દ્વારા સફેદ માખીનું નિયંત્રણ સતત કરવું તે ખૂબ મહત્વનું છે

બીજના ઉગવાથી શરૂ કરી રોપ કરો ત્યારે રોપ ની નર્સરી ઉપર 40 થી 50 મેશ ની ઇન્સેક્ટ નેટ અથવા તો ગ્રો કવર લગાડો , સફેદમાખી આ વાઇરસ ફેલાવ્યા કરે છે એમાંય જેના રોપમાં સફેદમાખી આવી તેને કુકડ આવ્યો જ સમજો

આ કૂકડ પાંદડાની નસો પીળી પાડે છે પાન ઉપરની તરફ કુકડાઈને વાટકા જેવા થઇ જાય છે અથવા તો પાનની કિનારી વળી જાય છે

મરચીના ઉપરના પાન ઝુમર જેવા થઇ જાય છે છોડનો વિકાસ અટકી જાય છે વેપારીઓને સમજાતું નથી કે શું કરવું ? તેથી એક નહીં બે નહીં પાંચ પાંચ દવાનું મિશ્રણ છાંટવાની ભલામણ કરે છે ઘણા તો જીબ્રેલીક એસિડનો સ્પ્રે કરાવે છે

પણ સાચું શું ?


સાચું છે સફેદ માખીનું પહેલાથી નિયંત્રણ મરચીમા ફરતે જુવાર/મકાઈના ચાસ કરો અને વચ્ચે વચ્ચે જુવાર/મકાઈના ચાસ કરો અને તેમાં નિયમિત દવા છંટકાવ કરો.

સફેદ માખીના નિયંત્રણ માટે અસરકારક પગલા લ્યો

તમારા ખેતર માં પીળા સ્ટીકી ટ્રેપ -ક્રોપ ગાર્ડ લગાડો 10 પ્રતિ એકર - 9825229766



લાનો (પાયરોપ્રોક્સિફેન) 9 મિલી / પંપ અથવા

ડેનીટોલ ( ફેનપ્રોપેથ્રિન ) 8 મિલી /પંપ અથવા

પેગાસસ (ડાયફેન્થુંરોન )૧૫ ગ્રામ / પંપ અથવા

ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨૫ મિલી/પંપ અથવા

સીવેન્ટો પ્રાઈમ (ફ્લુપાઈરાડીફ્યુરોન ) ૨૫ મિલી/ પંપ અથવા


મિયોંથ્રીન

વારાફરતી ઉપયોગ કરવા.








ફર્ટીગેશન એટલે ડ્રીપમાં ખાતર આપવું, ડ્રીપ દ્વારા ફર્ટીગેશન અથવા ન્યુટ્રીગેશન આપી મબલક ઉપજ મળી શકે છે. પરંતુ જે ખાતરો આપવાના છે અલગ માત્રાના તે ખાતરો વેન્ચુરી અથવા ટેંકમાં ભેળવવા પહેલા ઓગળવાના હોય છે તેના ઉપર પુરતું ધ્યાન આપવાની જરૂર છે કારણકે તેવું ન કરવામાં આવે તો ડ્રીપર ચોકઅપ- બંધ થવાના પ્રશ્નો આવી શકે.,

કોઇપણ ખાતર હોય તેને એકસરખા પાણીમાં ઓગળવાને બદલે ખાતરના પ્રકાર પ્રમાણે જુદા જુદા જથ્થામાં પાણી લેવું પડે છે. કારણ કે બધાજ ૧ કિલો ખાતરને તમે એક લીટરમાં ઓગાળી ન શકો હા કેલ્શિયમ નાઈટ્રેટ હોય તો શક્ય બને પરંતુ પોટેશિયમ નાઈટ્રેટ (૧૩-૦-૪૫) હોય તો ૮ ગણું પાણી લેવું પડે પોટેશિયમ ક્લોરાઈડ (૦-૦-૫૦) હોય તો ૩ ગણું પાણી જોઈએ, આપણને ખબર છે કે ફોસ્ફરસ ખાતરો પાણીમાં ઓગળતી વખતે અઢીગણું પાણી લઇને સોલ્યુશન બની શકે છે આવા સોલ્યુશન અલગ અલગ વાસણ કે ડોલ કે ડ્રમ માં બનાવીને વેન્ચ્યુરી દ્વારા ચડાવવા જોઈએ. વધુ ફર્ટીગેશન ની વાતો માટે વાચતા રહો મારો બ્લોગ આજ ની ખેતી











     








આ મચ્છર જેવી જીવાત મરચીમાં ઘણું નુકશાન કરી શકે
સાવધાન



મરચી ઉગાડનાર ખેડૂતો સારા સમાચાર ક્યારે ગણાય ?
જયારે તેની મરચી તંદુરસ્ત હોય ,
મરચીની સારી જાત વાવી હોય ,
મરચી ની ઉપજ વધુ મળે તેવા ખાતરો ના પ્રયોગ વિશેની ખબર હોય
મરચીના ઉત્પાદન વધુ લેવા યુરિયાનો પ્રયોગ એટલે નાઇટ્રોજનનું પ્રમાણ વધુ ના થાય તે જોવું
કોઈ કહે અમારું આ ખાતર વાપરો
કોઈ કહે અમારું ઓર્ગનિક ખાતર વાપરો


કરવું શું ?


ઉપજ વધારવી છે પણ ખોટું ખાતર વપરાય જાય તો પણ જોઈએ તેટલો ફાયદો થાય નહિ
તમારી મરચી જમીનમાંથી તમે આપેલું ખાતર મેળવે છે તે મૂળ મજબૂત હોવા જોઈએ
મરચી નબળી હોઈ તો મૂળના સારા વિકાસ માટે મરચીના થડે થડે ઝેનક્રેસ્ટનું  માઈકોઝેન નું  ડ્રેનચિંગ કરો
પછી જુવો કમાલ , મરચી થશે ફૂલફટાક .
મરચીના મૂળ જ એવા હોય કે જે ખાતર આપો કે તે સીધું આપણા મરચાનું વજન વધારે 


રોગના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો 
 આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો 


પીએસએપી નવા ખાતર વિશે જાણી રાખો

એક વિશિષ્ટ પ્રકારનું નવું મોલેક્યુલ કે જેમાં આપણે જોઈએ છે તે પોટેશિયમ અને એક્ટીવ ફોસ્ફરસ છે. પીએસએપી એ ટોનિક નથી પરંતુ છોડને રક્ષણ આપતી રસી  છે. વધુ વિગત માટે મોબાઇલ કરો  - 9825229766

પીએસએપીના પ્રયોગ પછી છોડમાં શું થાય છે ?

૧. છોડ જીવાત અને રોગ સામે ન છાંટેલા છોડ કરતા 70% જેટલો અલગ પડે છે

૨. પાન લીલા , પહોળા અને તંદુરસ્ત થાય છે.
૩. નવી ફૂટ સાથે પુષ્કળ ફળ લાગતા રહે છે.
૪. મરચીના છોડમાં લાગેલા મરચાનું વજન વધે છે

પીએસએપી વાપરવું ક્યારે ?

1. મરચીમાં ફૂલો આવવાનું શરુ થાય ત્યારથી મરચા લાલ થાય ત્યાં સુધી


તમારા મિત્રોને પણ આપણી ટેલીગ્રામ ચેનલમાં જોડો અને તેને પણ આ નવા સમાચાર આપો



મરચીમાં આવતા એન્થ્રેક્નોઝ જેવો જ નુકશાનકારક ગુણધર્મો ધરાવતો રોગ અલ્ટરનેરીયા સ્પોટ એટલે કે પાંદડાના ટપકા અને ફળ ઉપર ટપકાનો રોગ આવે છે. આ રોગ અલ્ટરનેરીયા નામના રોગકારકના લીધે આવે છે. પાંદડા ઉપર ટપકા પડે છે. ફળ ઉપર ટપકા પડે છે. જે સમય જતા અનિયમિત આકારના ગોળ ગોળ ડાઘ પડે છે. સમય જતા તેમાં કાળી ફૂગના તાંતણા પણ જોવા મળે છે.


અલ્ટરનેરીયા લીફ સ્પોટ, પાન અને ફળના ટપકાના રોગ માટે

નેટીવો ૮ ગ્રામ/પંપ અથવા
એન્ટ્રાકોલ ૪૫ ગ્રામ/પંપ
ટ્રાયકલોક્ષાસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ અથવા
કસ્ટોડીયા ૨૫ મિલી/ પંપ અથવા
એઝોસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ કેબ્રીઓટોપ અથવા
મેટીરામ+ પાયરોકલોસ્ટ્રોબીન નો ઘાટો છંટકાવ કરવો.





આ રોગ નથી આ ડિસઓર્ડર એટલે કે ખામી છે 
કેલ્શિયમની ખામીના લીધે મરચીમાં બ્લોસમ રોટ અથવા  એન્ડ રોટ લાગુ પડે છે

મરચીની ખેતીમાં કેલ્શિયમ અને અન્ય મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ તત્વની ખાસ આવશ્યકતા હોય  છે તે ખાસ યાદ રાખવું .

જમીન ચકાસણીના આધારે જો ૭ પીએચ થી વધુ એટલેકે 8 પીએચ હોઈ તો વીઘે ૧.૬ થી ૨.૦ ટન જીપ્સમ નાખો , જીપ્સમ ઉમેરવાથી કેલ્શિયમ વધે છે PH એમનેમ રહે છે, જીપ્સમ વરસાદ પહેલા નાખો તો વધુ ફાયદો થાય છે

શાકભાજીના પાક માં કેલ્શિયમની ખાસ જરૂર છે તે માટે તમે કેલ્શિયમ નાઇટ્રેટ વાપરી શકો

વધુ વરસાદમાં મેગ્નેસીયમની ખામી વધે છે તે યાદ રાખો
કેલ્શિયમ અને પોટાસીયમનો વધુ પડતો વપરાશ થવાથી MgSo4 magnesium shulphate મેગ્નેશિયમની ખામી ઉભી થાય છે આવા સમયે મેગ્નેશિયમની પુરતી કરજો , વધુ ઉપજ લેવા માટે આ મુદ્દો બરાબર ધ્યાનમાં રાખજો .

બોરોનની ખામી દૂર કરવા માટે એકરે સોલ્યુબોર ૮૦૦ ગ્રામ આપો અથવા સેફગાર્ડ /નેનોગાર્ડ ડ્રિપ માં 500 મિલી ડ્રિપ માં ચડાવો
ઝીંક ની પૂરતી કરવા માટે ઝીકસલ્ફેટ ૫ કિલો નાખો

યાદ રાખો બોરોન અને ઝીંક સાથે ભેળવવાનું નથી

આવી નાની નાની વાતો તમને કોઈ કહેશે નહિ તમારી પાસે જાણકારી - માહિતી હોવી જોઈએ આવી માહિતી આપતા ગ્રુપ સાથે સતત જોડાયેલા રહો , એક એક નાની માહિતી તમારી ખેતીની આવક વધારી શકે છે , આ માહિતી બીજાને શેર કરો

બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટવી ( સમજાયું ? ) અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણના કરાય તેવી બંને દવા ને મિક્સ કરીને છાંટવાથી અથવા પ્રમાણના જાળવવા થી ઘણી વાર મરચીના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણને ધ્યાનમાં આવતું નથી અને છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકેને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ?

આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ

મરચી માં કોપર ઓક્ઝિક્લોરાઇડ અને કોપર હાઇડ્રોક્સાઇડ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ દવાનું મિશ્રણ ના કરાય તે નોંધો

આજે આપણે કોપર ઓક્ઝિક્લોરાઇડ સાથે કઈ દવા નથી ભળતી તે નોંધી રાખો

મેન્કોઝેબ
ફૉસટાઇલ એલ્યૂમીનમ
મેટાલેક્સિલ
થયોફીનેટ મિથાઇલ
માઈક્રોનાઇઝડ સલ્ફર
ટેબુકોનાઝોલ
થાયરમ
લ્યુફેનયુરોન
પ્રોફેનોફોસ
થાયોડીકાર્બ
અને અન્ય


દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ?

કારણ મરચી તો તમારી છેને તો પછી કાળજી તમારી હોવી જોઈએ ?

 જો મરચીની ક્વોલિટી કરવી હોય તો રોજ મરચીની ખેતી વિષે સાચું અને સમયસરની માહિતી જાણો અને બીજાને પણ સાચી માહિતી પહોંચાડો, પટેલ એગ્રોની ટેલીગ્રામ ચેનલ આજની ખેતી  તમને ઉપયોગી થઇ શકે, પણ જો તમે રોજ વાંચવાના હો તો.

પ્રવીણ પટેલ દ્વારા મરચીનો બ્લોગ આજ ની ખેતીમાં તમને તમારા પ્રશ્નોના જવાબ મળશે, આ બધું તમારા ઘેર બેઠા તમારા મોબાઈલમાં વિના મુલ્યે મળવાનું છે પણ જો તમે માહિતીના મૂલ્ય ને સમજતા હો તો !

જો તમારે મરચીની રોગ-જીવાત અને પોષણની ઉપયોગી માહિતી જોઈતી હોઈ તો તમે વોટ્સએપ જેવું ટેલિગ્રામ તમારા મોબાઈલમાં ડોઉનલોડ કરો તેથી તમને પ્રવીણભાઈના આજનીખેતી બ્લોગમાં મુકાયેલ પોસ્ટની માહિતી રોજ રોજ મળશે.

મરચીની માહિતી માંગતા ખેડૂતો ની સંખ્યામાં રોજ વધારો થાય છે  


 વોટ્સઅપ કરતા  ટેલીગ્રામમાં માહિતી અનેકને મોકલી શકાય એટલે અમે આવું કર્યું છે અત્યારે હજારથી વધારે  મિત્રોને સીધી માહિતી જાય છે 

જો તમને મરચીનું ઉત્પાદન કેમ વધુ લેવું તેની માહિતી રોજ રોજ જરૂર હોય તો તમારા મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરો, ટેલીગ્રામ ડાઉનલોડ થઇ ગયા પછી અમારી ચેનલ ખેતરની વાત ચેનલમાં જોડાવ. આ પોસ્ટ માં નીચે આપેલા શેર બટન થી તમારા મિત્રોને પણ આ સંદેશ આપી રાખોતમારા મરચી ઉગાડતા ખેડૂત મિત્ર ને ફોરવર્ડ કરી દેજો ,

ચાલો મરચીની ખેતી સારી બનાવીએ અને આ વર્ષની મરચીની ખેતીને બદલી નાખીએ.

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે તે સંયુક્ત રીતે સમૂહમાં જીવે છે તે મરચીના પાનની નીચે હોય છે એક કોલોનીમાં કેટલીએ કથીરી હોય છે જે પાકને રસ ચૂસીને ખૂબ જ નુકશાન કરે છે તેના ઈંડા ઝીણાં પાણીના ટીપા પડ્યા હોય તેવા હોય છે.

કથીરી પાન ફૂલ ફળમાંથી રસ ચૂસે છે. પાનને કુકડાવી નાખે છે જે ફૂલમાંથી રસ ચુસ્યો હોય ત્યાં ફળ બનતા નથી.


વધુ નુકસાન થાય તો પાન તાંબાવણૉ થઈ જાય છે્ ફળો પણ કઢંગા થઈને ખરી પડે છે. જ્યારે છોડમાં પાણીની ખેંચ હોય ત્યારે કથીરીનો ઉપદ્રવ વધુ દેખાય છે. કથીરીનું નિયંત્રણ કથીરીનાશક દવાથી કરવાનું હોય છે તે યાદ રાખો






મરચીની ખાતરની જરૂરિયાત પાકની અલગ અલગ અવસ્થા વખતે અલગ હોય છે દા.ત. તમારે વીઘે 12 ટનનું અથવા તો હેક્ટરે 75 ટન લીલા મરચાનું ઉત્પાદન લેવું છે તો તેના ગુણાંકમાં ખાતરની જરૂરિયાત ગણવી પડે પરંતુ સરળ રીતે નીચેના ગ્રાફ સાથે સમજીએ.


મરચીના છોડને શરૂઆતના ૬૦ દિવસમાં પાકને વિકાસ માટે સારું એવું સમતોલ ન્યુટ્રીશન-પોષણ જોઈએ છે પછી જયારે પ્રથમ તોડાય થાય ત્યારે ફરી વધુ પોષણની જરૂરિયાત રહે છે તે તમને ઉપરના ગ્રાફમાં દેખાશે. પહેલી વીણી પછી ખાતરની જરૂરિયાત સતત વધતી રહે છે જો તમે મલ્ચીંગ અને ડ્રીપનો પ્રયોગ કરતા હો તો નાઈટ્રેટના રૂપમાં નાઈટ્રોજન આપો અથવા ઠંડી હોય તો યુરિયાના રૂપમાં આપી નહિ શકો , ઠંડીમાં નાઇટ્રેટના રૂપમાં આપો 

ઉપરના ગ્રાફનું અવલોકન કરો તો ગ્રાફમાં નીચે પાકના દિવસો અને ડાબી તરફ રોજનો પોષણનો ઉપાડ પ્રતિ હેક્ટરના ખેતરમાં કેટલો મરચી લે છે તે બતાવેલ છે ,બ્લુ લીટી ફોસ્ફરસ, લીલી લીટી નાઈટ્રોજનની અવશ્યકતા અને ગુલાબી લીટી પોટાશની જરૂરિયાત અને ઉપાડ દર્શાવે છે .તમે જુવો  પચાસ સાંઠ દિવસ આસપાસ પોટાશનો અપટેક છ કિલો જેટલો પ્રતિ હેક્ટર  પ્રતિ દિવસ તત્વના રૂપમાં વધી જાય છે . એટલે કે નાઈટ્રોજન અને ફોસ્ફરસની સાપેક્ષમાં પોટાશની જરૂરિયાત પણ વધુ રહે છે અને ૧૦૦ દિવસે તો પોટેશિયમની સર્વોતમ સ્થિતિએ જરૂરિયાત છે તે તમે નોધ્યું હશે. ફેર્ટીગેશન માટે અગત્યના ખાતરો નોંધો પોટેશિયમ નાઇટ્રેટ , મોનો અમોનિયમ ફૉસ્ફેટ , કેલ્શિયમ નાઈટ્રેટ , મેગ્નેસિયમ સલ્ફેટ વગેરે 

ઉપરથી છાંટવાના ખાતરોનો ઉપયોગ કરીને લાભ લ્યો 

કૃષિ નિષ્ણાત પાસે તમારા જમીન અને પાણીના રિપોર્ટના આધારે ડ્રિપ માં આપવાના ખાતરનો ફર્ટિગેશન પ્રોગ્રામ અવશ્ય બનાવડાવો
Chilli Thrips | Pests & Diseases


થ્રીપ્સ એક સૌથી વધુ નુકસાન કરતી મરચીની દુશ્મન છે , તમને થ્રીપ્સ ક્યારે આવે ? ક્યારે મારવી ? કઈ દવા છાંટવી ?ક્યારે છાંટવી ? તે જ ખબર ન હોય તો મરચી ખાખરી જાય છે મરચા ઉપર લીટા લીટા થઈ જાય છે તે લીટા આડા કે ઉભા હોઈ શકે જાણે મરચાં તરડાઈ ગયા હોય તેવા થઈ જાય છે.




વર્ષો થી જે ખેતર માં મરચીનો પાક લેવાતો હોય અને જમીન માં નિતાર શક્તિ સારી ના હોય તો ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે સુકારો આપણા ગોંડલ વિસ્તારમાં ખુબ આવે છે,

મરચી ની ખેતી પાળા બનાવીને કરવાનો સમય આવી ગયો છે પરંતુ હજુ આપણે સમજતા નથી 

પુષ્કળ ફળ લાગ્યા પછી આ રોગ ગોંડલના મરચી ઉગાડતા ગામો માં દેખાય છે ,

રોગ ના ચિન્હો માં છોડ ઘાટો લીલો બને, પાંદડા ઉપર પાણી પોચા ડાઘ પડે, થડ ઉપર કાળો ડાઘ અથવા ઉપરની ડાળીઓમાં કાળો ડાઘ દેખાય, ઘણી વખત ક્રીમ કલરની ફૂગના સ્પોર જોવા મળે

જયારે બેક્ટેરિયલ વિલ્ટમાં મરચીનો છોડના પીળા પાંદડા થયા વગર છોડ લીલે લીલો સુકાય.


આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 


મરચીના પાકમાં રોજ આંટો મારો 
પાંદડા, ડાળી, ફૂલ અને છોડમાં સ્કાઉટીંગ કરો 
બીલોરી કાચ દ્વારા રોજ નિદાન કરો 
અને જરૂર મુજબ પગલા તુરત  લઈને ખેતી ખર્ચ બચાવો અને વધુ ઉપજ મેળવો. 




5️⃣ માયકોરાઈઝા ફૂગને સ્વીકારો

તમારી ખેતી પદ્ધતિઓમાં  માઇકોરાઇઝા  ફૂગનો સમાવેશ કરો. આ ફૂગ છોડના મૂળના વિસ્તરણ તરીકે કાર્ય કરે છે, પોષક તત્વોના શોષણમાં નોંધપાત્ર વધારો કરે છે - ખાસ કરીને ફોસ્ફરસ - અને પાકના તાણ પ્રત્યે તમારા પાકની સ્થિતિસ્થાપકતા માં સુધારો કરે છે. આનો અર્થ સ્વસ્થ છોડ અને વધુ પુષ્કળ પાક થાય છે.


વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો 
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો 

વાંકાનેર  કે ગોંડલ કે પછી કંડોરણા  બધા મરચી ઉગાડતા ખેડૂતોને મરચાના વધુ ભાવ લેવા છે, 

ભાવ કેટલા મળવા તે આપણા હાથમાં નથી , આપણા હાથમાં છે 
ઉત્પાદન વધારવું ?

ઉત્પાદન કેમ વધારવું ?

મરચીની ખેતી માં છોડમાં પ્રતિકાર શક્તિ કેળવવા માટે મહારાષ્ટ્રના કૃષિ વૈજ્ઞાનિક દ્વારા શોધાયેલું નવું ખાતર PSAP નામનું નવું મોલેક્યુલ આપણી મદદે આવ્યું છે , ઉપજ વધારવા ભારતમાં આ નવી શોધનો લાભ ગયા વર્ષે આપણા વિસ્તારમાં ઘણા ખેડૂતોએ લાભ લીધો હતો આ વર્ષે તમે પણ લો

PSAP મરચી કે શાકભાજીના પાકને વધુ વરસાદના પાણીનો આઘાત - સ્ટ્રેશ , હવામાનના દબાણો , જીવાતો અને રોગના આઘાતોથી બચાવવા દર 10 થી 15 દિવસે 60 ગ્રામ પ્રતિ પમ્પ નાખીને પાનની ઉપર અને નીચે ઘાટો સ્પ્રે કરો PSAP 60 ગ્રામ પેકીંગમાં પણ મળે છે , જો તમારી મરચીમાં કુક્ડ કે વાઇરસનો એટેક હોય તો ત્રણ ચાર દિવસના અંતરે ફરીવાર સ્પ્રે કરી દયો છોડને બુસ્ટીંગ પાવર આપો



કુરિયર થી મંગાવવું હોય તો ભારત -પે દ્વારા  નાણાં મોકલીને કુરિયરથી નજીકના સ્થળે મંગાવી શકો છો 9825229766


PSAP સાથે સ્ટીકર ઉમેરવાની જરૂર નથી તે નોંધજો

ફૂલ -ફળ અવસ્થા એ PSAP ખાસ વાપરવું

સૂકા મરચાંનું વજન વધુ થાય -ક્વોલિટી સારી રહે તો આપણને સારા ભાવ મળે તે માટે વીણી સુધી PSAPનો છંટકાવ જાળવી રાખવો,

તમે PSAP વાપરો તો તમારે એ અવલોકન કરવાનું છે કે તમે કરેલા આ ખાતરના ખર્ચ સામે PSAP વાપર્યા પછી શું તમારા જંતુનાશક દવાના સ્પ્રે ઓછા થયા ? જો હા તોજ આ ખાતર સારું ગણાય ટૂંકમાં PSAP ખાતર વાપરો અને ખર્ચ ઘટાડો


cHILLIES/cAPSIcUM


આ એક ફૂગથી થતો સીનોફોરા બ્લાઈટ નામનો રોગ છે. આ ફૂગ એમનામ કોઈ લીલા છોડને લાગતો નથી. પરુંતુ તમારા છોડમાં જો ઘાવ પડ્યો હોય, કોઈ ડાળી હાલતા ચાલતા કે મજુરોના પગથી ભાંગી ગઈ હોય અથવા એક બે દિવસમાં તમે મરચા ઉતાર્યા હોય અને છોડમાં તોડાઈ ને લીધે ડીટીયું તોડ્યું ત્યાં ઘાવ થયો હોય , અથવા તો ખેત ઓજાર ચલાવતી વખતે ડાલી તૂટી હોઈ તો ત્યાંથી આ ફૂગ ખાસ કરીને ચોમાસામાં પ્રવેશ કરે છે.

એટલે એમ નથી કે મરચા ઉતારવા નહિ, પરંતુ ક્યારે ના ઉતારવા તે સમજી લ્યો જો તેવા સમયે રાત ઠંડી હોય દિવસ ગરમ હોય રાત્રે ઝાકળ આવી હોય અને બીજા દિવસે સખ્ત તાપ પડે તો આ ફૂગ મરચીના છોડના ઘાવ કે ઇઝા થઇ છે ત્યાંથી પ્રવેશ કરી આ રોગ લાવે છે. ટૂંકમાં આ રોગ માટે ઉપર જણાવ્યા પ્રમાણેનું વાતાવરણ જવાબદાર છે. 

મરચીની ખેતી પાળા ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે. મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય આપણા વિસ્તાર માં ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે

ફાયટોપથોરા બ્લાઈટશું છે તે બરાબર સમજો :

મરચીના પાકમાં જોવા મળતો આ રોગ સૌથી નુકશાનકારક રોગ છે જેને ફાયટોપ્થોરા બ્લાઈટ કહે છે ફાયટોપથોરા બ્લાઈટ એટલે સુકારો જે ફાયટોપથોરા ફૂગના લીધે થાય છે.

ઉપદ્રવિત છોડના મૂળ, થડ, પાન, ફળ ઉપર કાળો ડાઘ પડે છે, છોડ ઉભો સુકાય છે, પાંદડા પર પહેલા ડાર્ક ગ્રીન ડાઘ પડે છે પછી તે મોટા થાય છે. ફળ ઉપર ઘાટા ડાઘ પડે, પાણી પોચા થાય, સફેદ ફૂગના સ્પોર જોવા મળે,

પાન ખરી પડે છે. પાણી જે તરફ વહેતું હોય તે તરફ રોગ આગળ વધતો દેખાઈ છે.

શું કરવું જરૂરી હતું ?

ચોમાસા ના વાતાવરણ માં સતત ભેજ હોય, પાણી ભરાય રહેતું હોય, બાજુના ખેતરમાં રોગ હોય અને વરસાદનું પાણી ત્યાંથી તમારા ખેતરમાં આવે તો તમારા ખેતરમાં પણ ભવિષ્યમાં રોગ આવે છે....

૨૪ સેન્ટીગ્રેડ થી ૩૩ સેન્ટીગ્રેડ વાળા હવામાનમાં આ રોગ વધુ ફેલાય, તમે ગૂગલ વેધર રોજ જોતા રહેજો , થર્મોમીટર તો તમે વસાવ્યું ?

તમારા ચંપલ અને ખેતીના સાધનો સાથે આ રોગના જીવાણું ચોટીને પણ તમારા ખેતરમાં આ રોગ આગળ વધી શકે.

દવાનું ડ્રેન્ચિંગ કરો.આ વખતના વધુ વરસાદ માં તમારા ખેતરમાં પાણી ભરાય રહ્યું હોય તો તમારે તો ખાસ કરવું પડશે , પાણી પહેલા પાળ બાંધજો
જો તમારા ખેતર માં આ રોગ લાગતોજ હોઈ તો 3-4 વર્ષ આ જમીન માં શાકભાજી કે મરચી કરવી જોઈએ નહિ

ફળ આવે તે પહેલા દવા નું ડ્રેનચિંગ કરવાની તૈયારી રાખજો, મોડું નહિ ચાલે



ડ્રેન્ચિંગ પણ અને છંટકાવ પણ બંને કરવો પડશે

એલીએટ ૩૫ ગ્રામ/પંપ અથવા
પ્રોફીલર ૩૫ ગ્રામ / પંપ અથવા
મેલોડી ડુઓ ૫૦ ગ્રામ / પંપ અથવા
ઇન્વેકશન પ્રો ૨૫ ગ્રામ /પંપ


આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 
Reciprocal feeding. Nitrification is a two-step process. First, one set of microorganisms (bacteria and archaea) oxidize ammonia (NH3) to nitrite (NO2−); the ammonia is provided by bacteria that fix nitrogen gas (N2). Nitrite is then oxidized to nitrate (NO3−) by other bacteria. Both sets of organisms gain energy from these reactions, which they use to produce new biomass; the carbon for this is obtained through carbon dioxide fixation by the ammonia oxidizers. Palatinszky et al.3 show that this fuel provision also occurs in the opposite direction. They find that nitrite-oxidizing bacteria express the enzyme cyanase, which allows them to convert cyanate — a breakdown product of environmental cyanide — into ammonium (NH4+) and CO2. The ammonium is converted to ammonia by normal environmental pH conditions. Thus, ammonia-oxidizing bacteria need not rely solely on nitrogen-fixing bacteria to provide their ammonia substrate.

આપણી મરચીને નાઇટ્રોજન તો જોઈએ જ તે યુરિયા સ્વરૂપે આપવું કે એમોનિયમ સલ્ફેટના રૂપમાં કે પછી પોટેશિયમ નાઇટ્રેટના રૂપમાં ? ક્યાં સ્વરૂપે સારું ?

નાઇટ્રોજન આપણે જમીનમાં આપીએ એટલે જમીન માં ખાતર ઉપર શું પ્રક્રિયા થાય તે તમે ખબર છે ?

ઉપર ના ચિત્ર માં બેક્ટેરિયાની હાજરી બતાવી છે , આ જમીન વિજ્ઞાન છે


દા. ત. છોડ કાંઈ યુરિયા ખાતો નથી તમે યુરિયા જમીનમાં આપ્યું તો જમીનના ઉપયોગી બેક્ટેરિયાની હાજરીમાં યુરિયા જે અમાઈડ NH2 રૂપમાં છે તેને ઉપયોગી બેક્ટેરિયા યુરિયાને એમોનિયમ NH4 માં બદલશે આ જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયાની હાજરીમાં થાય છે. આપણને ખબર છે જમીન જીવતી છે

ફરી વાર નોંધો કે છોડ યુરિયા ખાતો નથી, જમીન માં એમોનીફીકેશન પછી નાઈટ્રીફિકેશન થાય છે એટલે કે NH4 નુ NO3 નાઈટ્રેટમાં રૂપાંતરણ થાય છે ત્યારે છોડના મૂળ લઈ શકે છે એટલે કે છોડને નાઇટ્રેટ સ્વરૂપ વધારે સુલભ ગણાય. યાદ રાખો આ બધું બેક્ટેરિયાની હાજરીમાં બને છે. એટલે એ ધ્યાનમાં લેતા ઠંડી વધુ હોય ત્યારે બેક્ટેરિયા ઓછા પ્રવૃત હોય તેથી યુરીયાને બદલે એમોનિયમ સલ્ફેટ કે પોટેશિયમ સલ્ફેટ વાપરવાથી ફાયદો થાય .

મિત્રો યાદ રાખો છોડ યુરિયા ખાતો નથી તેથી યુરિયાને ગાળો આપતા નહિ પણ આભાર માનો ઉપયોગી બેક્ટેરિયાનો એટલે સેન્દ્રીય તત્વો પણ સાથે સાથે ઉમેરતા રહો અને ખાતરોનો લાભ લ્યો .



ફાલ ન લાગવાનું મુખ્ય કારણ તો તાપમાન છે,

પહેલું કારણ : રાત્રીનું મિનિમમ તાપમાને ૨૮ થી ૩૦° ગ્રે. થી ઊંચું હોય તો ફાલ લાગતો નથી. તાપમાન નીચો જતા આપો આપ ફાલ લાગવાનું ચાલુ થઈ શકે.

બીજું કારણ : ઈયળ હોય અને ફૂલને નુકસાન કરતી હોય.

ત્રીજુ કારણ : ફાલ લાગેલો છે. ફળો ઉતરતા નથી. નવા ફૂલ ખરી જાય છે. પોષણ ઓછું હોય તો પહેલા જુના ફળોને મળે છે.

ચોથું કારણ : સતત વરસાદ છે બેક્ટેરિયાનો રોગ લાગ્યો છે તો પણ ફાલ ખરણ થઈ શકે.

પાંચમું કારણ :પાણીની ખેંચ અથવા વધુ પડતું પાણીનો સ્ટ્રેસ.

છઠ્ઠું કારણ : વાઇરસ હોય .

સાતમુ કારણ : સતત વાદળછાયું વાતાવરણ સૂર્ય પ્રકાશની ગેરહાજરી નવા ફૂલ ખરી પડશે
આમ વિવિધ કારણો છે પરંતુ મહત્વનું કારણ તાપમાન છે





મરચીનો આ રોગનું નામ છે સીનેફોરા બ્લાઈટ,

આ રોગ મરચી ફૂલે ફાલે હોય અને વરસાદી માહોલ હોય ત્યારે અથવા મોટા ફોરે વધુ વરસાદ પડે ત્યારે ફેલાય છે આના ફેલાવા માટે વાડીમાં કામ કરતા મજુરોના કપડા દ્વારા, સાધનો દ્વારા, ખેડના સાધનો દ્વારા, તોડાઈને લીધે જે છોડ ઉપર ઘાવ પડ્યો હોય તેમાંથી અથવા હાલતા વખતે કોઈ ડાળી તૂટી હોય ત્યાંથી આ રોગ પ્રવેશે છે.
ભેજ વાળું અને ઊંચા તાપમાન આ રોગને માફક આવે છે. મરચીની ખેતીમાં રૂપિયા કમાવા કેટકેટલું ધ્યાન રાખવું પડે તે હવે તમને સમજાયું હશે.


મરચીના પાકમાં શરુ શરૂમાં નીચેના પાન પીળા પડે અને થોડા વખતમાં જ લીલો છોડ આખો ઉભે ઉભો સુકાય જાય આવી પરિસ્થિતિ માટે ફયુઝેરીમ રોગકારકને જમીનનું તાપમાન જો ૩૨૦ સે. થી વધુ મળે અને જમીનમાં રોગકારક હોય અને વધુ પડતો ભેજ જમીનમાં હોય તો ફ્યુઝેરીયમ વિલ્ટ ફાટી નીકળે છે. ઉભે ઉભા એટલે લીલેલીલા છોડ સુકાય જાય છે. આ રોગ જે જમીનમાં આવતો હોય ત્યાં વર્ષો સુધી ટકે છે. આ રોગ ખેતીના સાધનો દ્વારા, પાણી દ્વારા પ્રસરે છે.

થ્રિપ્સ જીવાત ક્યારે ઈંડા મૂકે અને ક્યાં મૂકે તે આપણને ખબર છે કરણ કે આગળ આપણે જોઈ ગયા .થ્રિપ્સ ઈંડા પાંદડામાં ખાંચ કરીને  અંદર ઈંડા મૂકે અને તે બેદિવસમાં સેવાઈને બચ્ચા બહાર આવી જાય . જો ઈંડા ને મારવા હોય તો ટ્રાન્સ્લેમીનીયર એટલે કે આંતરપ્રવાહી , આ દવા ઈંડાનાશક એટલે ઓવિસાઈડ કામ આવે છે.બચ્ચા બહાર આવી ગયા પછી આ દવા નહિ ચાલે ત્યારે કોન્ટેક્ટ દવા છાંટવી પડે  

આ દવા સમય પ્રમાણે છાંટવી જોઈએ , ઈંડા અવસ્થા પુરી થયા  પછી નહિ
આવી દવાની વાત કરીએ તેમાં પાંચ દવા નોંધો ,

ક્લોથીયાનીડીન,
ફીપ્રોનીલ,
ઈમીડાક્લોપ્રીડ,
પાયરીપ્રોક્ષીફેન
ઈટોફેનપ્રોક્ષ
વગેરે છે

થ્રિપ્સનું અત થી ઇતિ  ? મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું 
આજેજ તમારા દોસ્ત ને શેર કરો 

કૃષિવિજ્ઞાન મેગેઝીન KRUSHI VIGYAN ફેસબુકમાંથી સીધું તમારા મોબાઈલમાં , 
આવું રોજ વાંચવા ફેસબુક લાઈક કરો 




બડ નેક્રોસીસ એક એવો વાયરસ છે કે જે મરચીના પાનમાં અનિયમિત આકારના ચાઠા પાડે છે. પાન ઉપર ઘણી વખત ડાઘમાં રીંગ દેખાય છે. પાન વિકૃત થઇ જાય છે. ફળો પણ સફેદ- લીલા અને અનિયમિત રીતે કઢંગા થઈને ખરી પડે છે. આ રોગ ઉપરના પાનમાંથી શરુ જાય છે અને છેલ્લે આખો છોડ સુકાય જાય છે આ વાયરસને તમારા ખેતરમાં લઈને આવે છે. થ્રીપ્સ, થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ પહેલેથી જ કરવું જરૂરી છે. તે માટે થ્રીપ્સ ક્યારે આવે, કેવા વાતાવરણમાં આવે, ઈંડા મારવા હોય તો કઈ દવા કામ લાગે અને બચ્ચા થઇ ગયા પછી કઈ દવા કામ આવે તે સમજવું પડશે, નહીતર છેલ્લે હાથમાં કઈ નહિ આવે થ્રીપ્સ કેવા વાતાવરણમાં આવે અને પાંદડાની અંદર કેવી રીતે પોતાના ઈંડા મુકે તે જોતું રહેવું પડે, આંટો ન માર્યોં તો પછી દવા બદલી જશે. ઈંડાને બદલે બચ્ચા મારવાની દવા છાંટવી પડશે અને તેમાય મોડું કર્યું તો મરચીની ખેતીમાંથી હાથધોઈ નાખવાનો પણ વારો આવી શકે. વાંચતા રહો...




ટ્રાન્સલેમીનિયર એટલે "લોકલ સીસ્ટેમેટિક". આ દવા જ્યાં છાંટો ત્યાં પાંદડામાં ઊંડી ઉતરે બે પાંદડા વચ્ચે થ્રીપ્સના ઈંડા હોય કે પાંદડાંના પડની વચ્ચે રહેલી લીફ માયનર પાનમાં (સર્પોલીયું) લીટા કરતી જીણી જીવાત. ટૂંકમાં ટ્રાન્સલેમીનિયર દવાઓ લોકલ સિસ્ટમેટીક છે. પાંદડામાં શોષાય અને પાનમાં ઊંડે સુધી ઊતરી જાય.

સીસ્ટેમિક એટલે આખા છોડમાં પાન, ડાંડલી, ફૂલ, થડ, મૂળ સુધી પ્રસરી જાય તેવી દવા અથવા ફુગનાશક

ટૂંકમાં આ બંને દવાના કાર્ય જુદી જુદી રીતે થાય. જેવી તમારી જરૂરિયાત એવી રીતે તેનો વપરાશ કરાય, બોલો જંતુ.દવા અને ફુગનાશક ક્યારે, કેવી અને કેટલી વાપરવી તે તમારે ખુદને જાણવું જરૂરી છે કે નહીં ?



થ્રિપ્સ ઈંડા ક્યારે મૂકે શું તમને ખબર છે ? મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું 
આજેજ તમારા દોસ્ત ને શેર કરો 

કૃષિવિજ્ઞાન મેગેઝીન KRUSHI VIGYAN ફેસબુકમાંથી સીધું તમારા મોબાઈલમાં , 
આવું રોજ વાંચવા ફેસબુક લાઈક કરો 

થ્રીપ્સ એક નાનકડી અને મરચીને નુકશાન કરતી ટચુકડી જીવાત છે જે પાનની નીચે રહી ઘસરકા કરીને પાનનો રસ ચૂસે છે થ્રીપ્સનું લાર્વા એક્ટીવ હોતું નથી. પરંતુ પુખ્ત થ્રીપ્સ અડધા મીમીનું હોય છે. તે પાંદડાને નુકશાન કરે છે. આ પુખ્ત અંદાજે ૨૦ દિવસ જીવે છે. રોજના ૨ થી ૧૦ ઈંડા ઉપરના નવા પાંદડા ની અંદર સ્લીટ મારી ને મુકે છે. આ ઈંડા ૨ થી ૭ દિવસમાં બચ્ચા બહાર આવે છે. થ્રીપ્સના લીધે મરચીનું ૩૦ થી ૫૦ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે.

લીફ કર્લ ફેલાવવામાં પણ થ્રીપ્સ ઘણો ભાગ ભજવે છે. ખેતરમાં આંટો મારતા તમને એક પાન દીઠ ૩ બચ્ચા અથવા ૧ પુખ્ત દેખાય તો તરત જ દવા છાંટવી જોઈએ. થ્રીપ્સનું પુખ્ત પછી પ્યુપા (કોશેટા)માં જઈને જમીન ઉપર પડીને ૨૫ મીમી ઊંડું જતું રહે છે. ત્યાં ૩ થી ૬ દિવસમાં બહાર આવી ફરી એકડે એકથી નવું જીવન ચક્ર શરુ કરી પાકને નુકશાન કરતુ રહે છે.

થ્રીપ્સ ઘણા પ્રકારના વાયરસને ફેલાવવામાં મદદ કરે છે. જેવા કે CLCV, TSV, WsMoV, MYSV અને CaCV જેવા વાયરસ.


Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • કથીરીના નિયંત્રણ માટે મરચીમાં કઈ નવી દવાઓ કઈ આવી છે? 3
  • *કથીરી કેવી રીતે મરચાના પાકને સાવ નિર્માલ્ય અને ખાખરી જાય તેવી કરી દે છે? ઉપાય શું ? 4
  • મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • રાત્રે વાદળ આવે અને ગઈ રાત કરતા 3 ડિગ્રી ગરમી વધે તો મારી મરચી માં કઈ જીવાત ઈંડા મૂકે ?
  • મરચીના પાંદડા પીળા થવાનું શું કારણ ?
  • વરસાદ પછીની માવજત - ૫ - એક ડાળીના સુકારા સિનોફોરા બ્લાઈટ માટે બઝારમાં કઈ દવા આવે છે ?
  • આવતા વર્ષની સફળ ખેતી માટે નું આ પાનું સાચવી રાખો
  • મરચીના છોડ અચાનક સુકાવા લાગ્યા છે. છોડને ઉપાડતા મૂળમાં ગાંઠો થઇ ગઈ છે કયો રોગ હશે ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• ખાસ નોંધઃ જે શાકભાજી કે ફૂલછોડ ( પાક ) આંગણે વાવેતર કરવાના હો તેના વિશે અંત થી ઈતિ જાણો • દરેક પાક પુરો થયા પછી તેના ઝડીયાનો સંપૂર્ણનાં કરશો માટીમાં રહી ન જાય તે જોશો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછી વાવનાર છોડમાં ઓછું નુકશાન કરે. -રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શક્યતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવથી લાગે છે તે અગાઉથી સમજીને વાવો . • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. પાક ઉત્પાદનનો આધાર માટી, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, માટીની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે, કિચન ગાર્ડનિંગ એટલે કુદરત ને સમજીને માવજત . ઉત્તમ દેશી બીજ એ સારા ફળો આપે છે. દેશી બીજ ઉત્તમ ક્વોલીટીનું અને વિશ્વાસપાત્ર સ્થળેથી લેવાનો આગ્રહ રાખો. • એગ્રોનોમિસ્ટ નો સંપર્ક માટે તેમના નંબર 9825229966 તમારા મોબાઈલમાં સાચવો. કિચન ગાર્ડનીંગ માટેની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારા રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના સોશિયલમીડિયા ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહો અને નિયમિત માહિતી વાંચતા રહો. માટીની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો માટીમાં ઉમેરો. જીવામૃત, વર્મીકમ્પોસ્ટ અને સ્પૂન સપ્લિમેન્ટ દર મહિને પાણી સાથે આપો . અહિં આપવામાં આવતી માહિતી સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફાર થઈ શકે છે . www.growdesi.in powerd by RKGC and patelagroseed

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates