આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા



મરચીની ખેતીમાં ૫૦ મણ ખોખા કરવા એટલે છોડ દીઠ કેટલા કિલો લીલા મરચા કરવા પડે ?



તેજી નો લાભ લેવા જથ્થો વધે તેમાટે પ્રયાશ કરવો પડશે તે માટે નવીન ખાતર 
પી એસ એ પી 100 ગ્રામ પ્રતિ પમ્પ દર 8 થી 10 દિવસે ઘાટો છંટકાવ કરો અને જુવો ચમત્કાર


આપનો સવાલ છે 50 મણ  સૂકા મરચા વીઘે કરવા છે તો પહેલો વિચાર એ કરવાનો છે કે ૧ કિલો કણે ચડેલા લાલ ચટક મરચાને જયારે સનડ્રાય એટલે કે સૂર્ય પ્રકાશમાં સૂકવવા મુકો ત્યારે ૧ કિલો કણે ચડેલા લાલ ચટક મરચા સુકાય ત્યારે 
કેટલા થાય ?


એક કિલો કણે ચડેલા મરચા ઘટીને કેટલા થાય ?અંદાજ કરીયે 


તો નોધો કે મરચાની અંદર રહેલો ભેજ અંદાજે ૭૮ ટકા ઘટ થાય છે એટલે કે તમારે ૫૦ મણ ખોખા -સુકા મરચા કરવા હોય તો તમારે કણે ચડેલા લાલ ચટક અંદાજે ૨૨૭ મણ મરચા સૂકવો ત્યારે ૫૦ મણ સુકા મરચા થાય.

દાખલા તરીકે તમે નિયમ આધારિત ખેતી કરો છો
એટલે કે મરચી તમે ડ્રિપ અને મ્લચીંગ સાથે પાળા ઉપર કરી છે
દા .ત .તમે 3  ફૂટ બાય સવા  ફૂટે (1.25 ફૂટ) મરચી વાવી છે
એટલે
એકરે ૧૧૬૧૬ પર છોડ થયા
વીઘે ૪૬૪૬ છોડ થયા

227 મણ એટલે 4540 કિલો
એટલે ભાગ્યા 4646 છોડ કરો તો
છોડ દીઠ
તમારે
977 ગ્રામ સૂકા મરચા પકાવો તો તમારે વીઘે 50 મણ ખોખા થાય

હવે આ ૨૨૭ મણ મરચાનું ઉત્પાદન લેવા એટલે કે વજન વધે તે માટે કયું કયું ખાતર ક્યારે અને કેટલું આપવું , વજન વધે તેવું નવીન ખાતર એટલે પીએસએપી ખાતર, અત્યારથી પ્લાનિંગ કરો 










જમીન ની ચકાસણી લેબમાં થાય છે લેબોરેટરી કન્ડિશનમાં તમારી જમીનના કણો સાથે ચોટી ગયેલ ફોસ્ફરસ ચકાસણી પરિણામમાં આવે છે પરંતુ તે ઘણી વાર લભ્ય થતો નથી બીજું કે . મરચીમાં એન.પી.કે ઉપરાંત મેગ્નેશિયમની આવશ્યકતા હોય છે, શુક્ષ્મ તત્વો પણ ઓછી માત્રામાં આપવા જરૂરી છે,

ટૂંકમાં જેટલું ઉત્પાદન લેવા માંગો છો તેને ત્રિરાશી માંડીને જરૂરી ખાતર સમયે-સમયે આપવું જરૂરી છે જો ડ્રીપ હોય તો તમારી જમીનનો અને પાણીનો પૃથ્થકરણ રિપોર્ટ કરાવ્યો હોઈ તો અને ડ્રિપ પદ્ધતિ લગાડેલ છે કે કેમ ? તમારે લીલા વેચવા છે કે સૂકા કરવા છે તે પણ વિચારો , સારું ઉત્પાદન લેવા ફર્ટીગેશન પ્રોગ્રામ કૃષિ નિષ્ણાત અથવા ડ્રિપ કંપની પાસે તૈયાર કરવો ,

70 દિવસ પછી મરચીનો ઉત્પાદનનો જથ્થો એટલે કે માસ વધારવો હોઈ તો દર 10 દિવસે પી એસ એ પી નામનું મોંઘુ લાગતું ખાતર સરવાળે તમને સસ્તું લાગશે

કારણ કે જે ખેડૂતોએ ગયા વર્ષે લીલા વેચાણ માટે મરચી કરી છે અને PSAP વાપર્યું હતું તેમને લાભ થયેલો અને જેમને વજનદાર સૂકા મરચા કરવા હોઈ તેણે તો ખાસ પી એસ એ પી વાપરવાનું શરુ કરવું જોઈએ , થોડા વિસ્તારમાં વધુ ઉત્પાદન કરો


કોલીથડ વિસ્તાર ના ખેડૂતોની પસંદ

વધુ વિગત અને પીએસએપી મંગાવાવ માટે ફોન કરો 9825229766




આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.











મરચી અને શાકભાજી ના ભાવ આપણા હાથમાં નથી
મરચાની વધુ ભાવ લેવા પહેલો વિચાર કરો મારી મરચીમાં શું કરું તો મરચીનું વજન વધે ?

માસ એટલેકે વજન વધારવા માટે
PSAP એક રિસર્ચ મોલેક્યુલ વિશે જાણો
PSAP એટલે પોટાશિયમ સોલ્ટ ઓફ એકટીવ ફોસ્ફરસ છે

PSAP ગ્રોથ રેગ્યુલેટર નથી ,
PSAP ગ્રોથ પ્રમોટર નથી ,
PSAP ટોનિક નથી

PSAP એક નવી શોધ છે

PSAP માં વળી શું નવીન છે ?

PSAP પાક ની પ્રતિકાર શક્તિ માં વધારો કરે છે , PSAP છોડ ને એબાયોટિક અને બાયોટિક દબાણ એટલે કે સ્ટ્રેસ થી બચાવે છે


તમે મરચીમાં વજનનો લાભ લેવા માંગતા હો તો આ વર્ષે PSAP ખાતર નો પ્રયોગ આજથીજ શરુ કરો



PSAP કુરિયરથી મંગાવનાર માટે ખાસ સૂચના ?

 PSAP તમે નજીકના તાલુકા સ્થળે કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો

PSAP નો ભાવ 200 ગ્રામ ના રૂપિયા 360 /- છે ( પાંચ પેકેટ ખરીદનારનો કુરિયર ચાર્જ અમે ચુકવીશું )
પેમેન્ટ કરી પેમેન્ટ રિસીપટનો ફોટો વોટ્સએપ થી 
 98 25 22 97 66 

 પર મોકલી પૂરું સરનામું મોકલવું જરૂરી જેથી બિલ આપના નામનું બની શકે

ગુગલ પે, ફોન પે, પેટીએમ , એમેઝોન પે, તથા અન્ય કોઈ પણ UPI એપ દ્વારા નીચે આપેલ કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો.


વધુ માહિતી માટે ફોન કરો 9825229766










------------------------







ઇઝરાયલમાં ઓપન ફિલ્ડ એટલે કે આપણી જેમ ખુલ્લા ખેતરમાં મરચી કરતા નથી ત્યાં ગ્રીનહાઉસ માં ખેતી થાય છે , મુખ્યત્વે તે લીલા કેપ્સિકમ મરચાનું ઉત્પાદન લેતા હોય છે અને ફેર્ટીગેશન દ્વારા ડ્રિપ માં ખાતર આપે છે , હવે તમને આશ્ચર્ય તેવી વાત જાણો

તેઓ એક હેક્ટરે ૩૫૦૦૦ છોડ વાવે છે. એટલે કે વીઘે ૫૬૦૦ છોડ એમાંથી હેક્ટરે ૭૦ ટન ઉત્પાદન લે છે એટલે કે ૫૬૦ મણ વીઘે થયું !

આપણે કેટલું લઈએ છીએ. આપણું ઉત્પાદન ખુલા આકાશ નીચે થતું હોઈ એટલે હવામાન ના આઘાત પ્રત્યાઘાત મરચી પર પડ્યા વગર રહેતા નથી પરંતુ તેનો પણ ઉપાય હવે મળવામાં છે , ટેક્નોલોજી આપણી વહારે આવી છે

ભારતની વાત જાણો છતીશગઢના ખેડૂતો આપણી જેમ ખુલા ખેતર માંથી આપણા કરતા લીલા મરચાનું બમણું ઉત્પાદન લે છે તે તમને ખબર છે કે નહિ ? આપણને કેમ નથી મળતું કારણ કે આપણે ફર્ટીગેશન કરતા નથી


આપણે લીલા કે સૂકા મરચાનું ધાર્યું ઉત્પાદન લેવામાટે ફર્ટીગેશન કરીયે તો સારું ઉત્પાદન લઇ શકીયે છીએ પણ તે માટે જરૂરી છે પાળા ઉપર ખેતી , મ્લચીંગ નો ઉપયોગ અને ડ્રિપ ઇરીગેશન , ફર્ટીલાઇઝર ટેન્ક અને સાચો ફર્ટિગેશન પ્રોગ્રામ જરૂર પડે

ફર્ટીગેશન પ્રોગ્રામ બનાવડાવવો જોઈએ , ફર્ટીગેશન પ્રોગ્રામ બનાવવા તમારી વાવેતર કરેલ જગ્યાની નીચેની વિગતો જરૂર પડે છે

1-જમીન નો તાજેતર નો પૃથ્થકરણ રિપોર્ટ
2-પિયત પાણી નો તાજેતરનો પૃથ્થકરણ રિપોર્ટ
3-પાકનું નામ
4-પાક ની ફેરરોપણીની તારીખ
5-પાકની જાત નું નામ
6- મ્લચીંગ કર્યું છે ? હા કે ના
7- કેવી રીતે ખાતર ચડાવવા માંગો છો ? અઠવાડિક કે રોજ


સાધનોમાં તમારી પાસે ડ્રિપ પદ્ધતિ અને ફર્ટીલાઇઝર ટેન્ક અથવા ખાતર ચડાવવાની વેનચુરી હોવી જોઈએ


મરચી માટે સાવચેતીના પગલાં અને રોજ વાડીયે આવલોકન ની આવશ્યકતા છે તે બધું ભાગીયા ને બદલે ફાર્મ વ્યવસ્થાપનના માસ્ટર બનજો , વિચારજો આપણે ઇઝરાયેલ ઉત્પાદન કેમ લેવું ?


400 x 90


Chilli Thirps Diagnostic Guide


થ્રીપ્સની જીવન અવસ્થામાં પહેલી ઈંડા અવસ્થા, બીજી ઈયળ (લાર્વા) બચ્ચું અવસ્થા, ત્રીજી પ્રી-ટ્યુંપા અવસ્થા, ચોથી પ્યુપા અને પાંચમી પુખ્ત અવસ્થા.

થ્રીપ્સની આ અવસ્થાઓમાં ઈંડામાંથી નીકળતી નાની લાર્વા અવસ્થામાં જો મારીએ અથવા ઈંડાનાશકથી ઈંડા મારી નાખીએ તો જ થ્રીપ્સનું નિયંત્રણ આપણા માટે સહેલું,

નહિતર મોટી લાર્વા પ્યુપા માં જાય તે પહેલાની અવસ્થા પાંદડા ઉપર આવી ગઈ ને તો પછી નુકશાન હી નુકશાન. ત્રીજી અને ચોથી અવસ્થામાં પ્યુપા તો જમીનમાં થતી હોય છે. તેમાંથી પુખ્ત બહાર નીકળીને નર-માદા ને એકવાર સંવનન -મેટિંગ કર્યું એટલે માદા ઈંડા મુક્યા જ કરે બોલો, તમે જ વિચારો કઈ અવસ્થામાં થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ કરી દેવું જોઈએ

થ્રિપ્સ ઈંડા ક્યાં મૂકે તમે તંમારા દવા વાળા ને પૂછ્યું કે નહિ ? તેને ખબર છે કે નહિ ? કસોટી કરો , નહીંતર તમને દવા સાચી કેમ આપશે ? જવાબ અમને મોબાઈલ દ્વાર મોકલજો 9825229966


Home | Insecticide Solutions-BASF



મરચી ની ખેતી માં છોડ ને બાયોટિક અને એબાયોટિક એટલેકે જૈવિક દબાણ અને અજૈવિક દબાણ માંથી બચાવવા 

આવી ગયું પી એસ એ પી નામનું નવું મોલેક્યુલ

આપણે મરચીને જરૂરી પોષણ આપીને છોડને સક્ષમ બનાવી વધુ મણિકા પેદા કરવા નવીન PSAP પોષણ આપો કે જેનાથી મરચાનું વજન વધે

મરચાનું વજન વધારવા શું કરવું ?





જે ખેડૂતો એ ગયા વર્ષે PSAP પ્રયોગ શરુ કર્યો તેના અનુભવો ખુબ સારા છે ,

પુનાના વૈજ્ઞાનિક શ્રી ડો .પ્રશાંત નંદારગીરકર દ્વારા રિસર્ચ મોલેક્યુલ પીએસએપી નામનું અજોડ તત્વ બનાવ્યું છે, આજે મહારાષ્ટ્રના શેરડી અને મરચી ઉગાડનાર ખેડૂત PSAP ને વરદાન સમજે છે, કારણ કે તે મરચી માં રસી મુક્યાનું કાર્ય કરે છે

ચાલો મરચીની ખેતી માં ક્રાન્તિ લાવીએ વધુ ઉપજ લઈને ભાવનો લાભ લઇએ

PSAP મેળવવું ક્યાંથી ? 9825229766 રાજકોટ

છંટકાવ પછી તમે કહેશો મેં મરચી માં જાણે રસી મુકાવી

કુરિયેર થી નજીકના તાલુકા સ્થળે મંગાવવા ફોન કરો






માઈટસ એટલે કે કથીરી નામની જીવાત પાંદડા ઉપર અને મરચીના ફળ મરચા ઉપર ખરબચડા ડાઘા પાડે છે, માઈટસના પાંદડાના નુકશાનમાં ઘણી વખત પાન ઉપર સફેદ ભૂખરા ડાઘ જોવા મળે છે.

તમારી મરચીમાં કથીરીનો ઉપદ્રવ છે કે કેમ ? તે જોવા મરચી ના પાન ને આઈગ્લાસ દ્વારા નીરખી ને જોવું જોઈએ , તમારી પાસે હીરાના વેપારી રાખે તેવો બિલોરી કાચ ના હોઈ તો તમે મરચી ની ખેતી કરી રહ્યા ?

કથીરી માટે કથીરીનાશકનો છંટકાવ કરવો જોઈએ. જોજો કથીરી માટે કથીરીનાશક ચાલે , માયટીસાઈડ ચાલે











વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો 
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો 






તમે જો ગયા વર્ષે મરચીમાં PSAP ખાતરનો સફળ પ્રયોગ કર્યો હોઈ તો તમારા પરિણામો તમારા પાડોશીને કહો ભલેને તે પણ ઉપજ મેળવે , જ્ઞાન વહેંચવાથી વધે છે ,

આપણે જે દવા કે જંતુનાશક કે ખાતરના પ્રયોગો કર્યા હોઈ અને સારા અસરકારક પરિણામ મળ્યા હોય તો તે આપણે બીજાને પણ જણાવીએ , આપણી સફળતા બીજાને પણ કહીયે , ચાલો જીતો જિતાડો અપનાવીએ




PSAP ખાતર ના ગયા વર્ષના પરિણામો એ ઘણા મિત્રોએ વધુ વજનદાર લીલા મરચાની ભારી મેળવીને ગયા વર્ષની લીલામરચાંની તેજીનો લાભ લીધો હતો 


અને જેમણે સૂકા મરચાની ઊંચી ક્વાલિટીનો માલ માર્કેટમાં વેચ્યો અને તેને યાર્ડમાં સૌથી ઉંચા ભાવ મળ્યા ત્યારે કહેતા હતા કે PSAP ઉત્તમ ખાતર છે કે જેને લીધે મરચાની ક્વાલિટી અને મરચાના ખોખાનું વજન સારું મળ્યું હતું ,


ગયા વર્ષે PSAP ખાતર મરચી ઉગાડતા ખેડૂતોને શરૂઆતમાં મોંઘુ લાગતું હતું પણ જયારે લીલા મરચાની તેજીનો કે સૂકા મરચા ના  વજન અને ક્વાલિટી ને લીધે ઉંચા ભાવ મળ્યા ત્યારે માન્યા હતા કે PSAP ખાતર નવીન ખાતર છે .

તમારે લીલા વેચવા હોય કે સૂકા PSAP ખાતરનો પ્રયોગ  કરો, મણિકા વધારો , આજથીજ 75 થી 100 ગ્રામ પ્રતિ પમ્પ નો છટકાવ નિયમિત શરું કરો , એવું લાગે તો એક વીઘામાં પ્રયોગ કરો અને જુવો કે મરચીની અંદર કેવી પ્રતિકારશક્તિ આવે છે  

વધુ વિગત માટે  અને કુરિયરથી મંગાવવા 9825229766










આ એકડાળીનો સુકારો મરચીને ઘાવ પડેલ હોય તો આવે બોલો આ તમને ખબર હતી  ? 
મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું 
આજેજ તમારા દોસ્ત ને શેર કરો 

કૃષિવિજ્ઞાન મેગેઝીન KRUSHI VIGYAN ફેસબુકમાંથી સીધું તમારા મોબાઈલમાં , 
આવું રોજ વાંચવા કૃષિ વિજ્ઞાન ફેસબુક  અથવા ટેલિગ્રામ  લાઈક કરો 




-- --









તમારા પ્રશ્ન ના જવાબ માં જણાવવાનું કે એન્થ્રેકનોઝ નામના રોગ મરચીનો ખુબ જ નુકશાન કરતો રોગ છે.


આ રોગ જો વાતાવરણમાં હવામાન ૨૨ થી ૨૮ સે.ગ્રેડ છે, હવામાં વરસાદનો ૯૭ ટકા જેવો ભેજ છે, ગરમ અને ભેજવાળા વાતાવરણ માં આ રોગ વકરે છે. પણ ખેડૂતોને મરચા લાલ થાય ત્યારે દેખાય છે .




સીનેફોરા બ્લાઈટ :  સીનોફોરા રોગકારક ને લીધે મરચીનો એક ડાલી નો સુકારો રોગ છે આ રોગ મરચી ફૂલેફાલે હોય ત્યારે દેખાય છે, પાંદડા ઉપર શરૂઆતમાં પાણી પોચા ડાઘ પડે છે, ફૂગના આ રોગ ઉપરથી નીચેની તરફ ફેલાય છે. ડાર્ક ગ્રે ફૂગ છોડ પર દેખાય છે. આ રોગ આવ્યો હોય તેના ફળમાં પણ કાળી ફૂગ લાગે છે. ભરચોમાસે આ રોગ મરચીમાં લાગે છે તેથી ઉત્પાદનમાં નુકશાન આપે છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ છે. રોગકારક હાજર છે તમે મરચીની તોડાઈ કરો છો એટલે કે મરચીમાં ઘાવ પડેલો છે ત્યારે અથવા મજુરોથી કે પશુથી છોડની ડાળી ભાંગી છે તેના ઘાવમાંથી આ ફૂગ છોડમાં લાગી જાય છે. પછી ડાળી આખી સુકાય જાય છે અને મરચા પણ કાળા પડે છે.આને એક ડાળીનો સુકારો પણ કહે છે , આ રોગ આપણી બેદરકારીને લીધે વધુ લાગુ  પડે છે 





Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • ખેતીનો ફોર આર કોન્સેપટ શું છે ?
  • મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?
  • પાક ઉત્પાદનમાં અસર કરતુ પરિબળ જૈવિક અને અજૈવિક આઘાત
  • મરચીનો ફ્યુઝેરીયમ સુકારો
  • મરચીના પાંદડા પીળા થવાનું શું કારણ ?
  • મરચીના પાકમાં આવતા દબાણ -સ્ટ્રેસ શું છે ? જેના લીધે ઉપજ ઓછી મળે છે
  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ કઈ દવા ભેળવવાની મનાઈ છે ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates