આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા


વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની આપણે વારંવાર ટ્રેક્ટરથી ઊંડી ખેડ કે સાતી ચલાવીએ કે દાંતી મારીએ એટલે હવે તો બળદ થી ખેતી નથી થતી એટલે ટ્રેક્ટરના વજનથી જમીન દબાઈ જાય છે આવું ન કરવાથી ફાયદા વધુ હોવાથી ટ્રેક્ટરનો ટ્રાફિક બંધ કરવા અથવા તો કંટ્રોલ અથવા તો ઓછું કરવાની આ પદ્ધતિ આજે ભારતમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોમાં પ્રચલિત થતી જાય છે. હા આવી પદ્ધતિમાં ડ્રીપ અને મલ્ચીંગનો પ્રયોગ આવશ્યક છે. 

આ પધ્ધતિમાં પાળામાં જ મુળિયા રહેતા હોવાથી ખાતર પણ સીધું ત્યાં આપીને ખાતરની બચત થાય છે. રોગો ઓછા લાગે છે, કેટલાય ખર્ચ બચી જાય છે. તમને થશે તો પછી એક પાક પૂરો થઈ પછી શું કરવાનું ? , બે પાંચ વર્ષ પાળા એમ ને એમ રેવા દેવા ના , જરૂર પડે તો પણ વચ્ચે સબસોઇલર નામનું એક દાંતી વાળું સાધન ચલાવવાનું જેથી નીચેનું હાડપાન કડક હોય તો ખેડવાનું જેથી ટામેટા કે રીંગણાં જેવા પાક મૂળ વધુ ઊંડે સુધી જઈ શકે .

વિચાર કરો આ પદધતિ ને લીધે જેટલી જમીન ઉપયોગી છે એટલુંજ આપણે વાપરીએને ખાતર પણ ખુબ બચે છે , તો કરો શરૂઆત પ્રયોગ કરી ખર્ચ બચાવી નફો વધારો , આવી નવી નવી ખેતી પદ્ઘતિ જાણવા ને બીજાને જણાવવા કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ રોજ ખોલતા રહેજો , વિનામુલ્યની આ વાતો બીજાને પણ શેર કરજો , જીતો અને જીતાડો



કહેવત છે કે જેની દિવાળી બગડી તેનું વરસ બગડ્યું તેમ જેનો રોપ બગડ્યો તેની મરચી બગડી ,

રોપ કરવા માટે જૂની પદ્ધતિ ખુબ સારી હતી, આપણે રોપ કરવાની જગ્યાએ નકામો કચરો બાળીને જમીનને સ્ટરીલાયઝ કરતા પરંતુ હવે નવી પદ્ધતિ આવી છે તેમાં ખાસ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા ગાદી ક્યારા ની જગ્યાને રોગમુક્ત કરવા માટે બઝારમાં ૩૦ થી ૫૦ માઈક્રોનનું પારદર્શક પ્લાસ્ટિક મળે છે તે જ્યાં રોપ કરવાનો હોય ત્યાં ઉનાળાની ગરમીમાં ઢાંકી દેવાનું .

સામાન્ય રીતે વાતાવરણની ગરમી ૪૫o સે હોય ત્યારે જમીનનું તાપમાન ૫૫ સે. થાય પણ આ પ્લાસ્ટિક પાથરેલું હોય તો જમીનનું તાપમાન ૬૫ સે. થઇ જાય તેના લીધે જમીનની અંદર રહેલા નિદામણના બીજ, ફૂગ, રોગ, કીટકના કોશેટા, નીમેટોડ બધું જ આટલી ગરમીમાં રોપ ની જગ્યાએ નાબૂદ , રોપ પૂરતી જગ્યા માટે આવું પ્લાસ્ટિક ખરીદી લો, આને સોઇલ સોલારાઈઝેશન કહે છે ,

છે ને સુરજદાદાની મદદ લેવાનો અજબ નુસખો. દરેક ખેડૂતે આ જરૂર આપનાવવા જેવું છે , પ્લાસ્ટિક કાઢી લીધા પછી બીજા દિવસે આ જગ્યાએ એની એજ માટીમાંથી ગાદી ક્યારો કરી ત્યાં રોપ નાખવાનો અને બીજ ઉગે કે તરત ઇન્સેક્ટ નેટ થી રોપને ઢાંકી દેવાનો , છે ને રોપણી સંપૂર્ણ સુરક્ષા કરવાનો અજબ નુસખો 



 મહિકો કંપનીની તેજા-૪ અને તેજસ્વીની નામની બે મરચીની એફ વન જાત એક્સપોર્ટના વેપારીમાં ખુબ વખણાય છે . આ પાતળી અને તીખી મરચીનું બીજ મળે ત્યાં સુધી ખેડૂતો આ જાત વાવેતર કરવાનો આગ્રહ રાખે છે,  કેમ ? . 

 મરચીની આ નવી શોધ છે 

મહિકોની આ મરચીમાં  વિશેષ ગુણ છે. દા.ત. તેજા-૪ માં ૬૫,૦૦૦ થી ૭૦,૦૦૦ SHV તીખાશ  અને ૩૮ થી ૪૦ % કલર વેલ્યુ છે. જ્યારે તેજસ્વીનીમાં ૭૦,૦૦૦ થી ૭૫,૦૦૦ SHV તીખાશ અને ૪૦ થી ૪૨ %કલર વેલ્યુ છે. 

એક્સપોર્ટ થતી મરચીમાં આ બે જાતોની ગણના થાય છે તેથી સાઉથના ખેડૂતોને આ મરચીના ઉંચા દામ મળે છે . આ મરચીમાં રોગ જીવાત પણ ઓછા આવે છે. ગુજરાતમાં આ મરચીનું વાવેતર વધવાની શક્યતા છે કારણકે મરચીના એક્સ્પોરટરને વધુ સારી ક્વાલિટી જોઈએ છે જે ગુજરાતના ખેડૂતો આપી શકે છે . 


મહિકોની મરચી 456 આજે રાજકોટ જિલ્લામાં સારી પ્રચલિત થઇ છે તમારી નજીકમાં ક્યાં મળશે તે જાણવા 9825229766  






એક ખેડૂત મિત્ર  કહે છે કે આજની ખેતી બ્લોગ મરચીનો એન્સાઇક્લોપીડિયા છે તે વાત એટલી સાચી નથી કારણ કે હજુ તો ગયા  વર્ષ કરતા પણ મરચીની ખેતીમાં વધુ આવક કેમ થાય તે વિચારવું છે અને ખેડૂતમિત્રોને વિના મુલ્યે માહિતી આપી આ વર્ષની મરચીની ખેતી બદલી નાખવી છે

ટેક્નોલોજીનો ઉપયોગ કરી આ વર્ષે મરચીની ખેતી કેમ કરવી તે માહિતી હવે પછી તમે મારા બ્લોગમાં વાંચશો

તમને તમારા દરેક પ્રશ્નનો જવાબ મળી રહે એવું કરીશું ....

તમારા બીજા મિત્રો ને પણ જણાવો કે આપણા બ્લોગ આજની ખેતી માં કેવી રીતે જોડાઈ જવું જેથી આ વર્ષની ખેતી માટે અત્યારથી બદલાવ લાવી શકાય 9825229966

આ રહ્યા તેના પગલાં

તમને ટેલિગ્રામ ખેતરની વાત તો ખાલી મારી પોસ્ટ મુકાયાની જાણ કરે છે
તમે ટેલિગ્રામમાં ક્લિક કરો છો એટલે મારો બ્લોગ ખુલે છે આ બ્લોગ ખુલ્યા પછી તેમાં next શબ્દ લખેલ છે તેમાં આગળ વધશો એટલે વિવિધ પોસ્ટ તમને વાંચવા મળશે



જેમ ખેતર માં આંટો મારો છો તેમ મારા બ્લોગની વિઝિટ પણ રોજ કરો


આપણો આશય મરચીની ખેતી માહિતી થી સમૃદ્ધ બનાવવાનો છે ,
પોતે જ સક્ષમ અને જાણકાર બનો તો કોઈની સાડીબાર નહિ
એક વખત એવો આવશે કે અમારી સલાહની પણ તમને જરૂર નહિ પડે ,



ચાલો આ વર્ષની મરચીની ખેતી માટે અત્યારથી આજની ખેતી બ્લોગ માં જોડાઈ જઇયે

આજેજ ટેલિગ્રામ ચેનલ ખેતરની વાત માં જોડાવ 9825229966


પ્રવીણ પટેલ

શું તમે આ વર્ષે મરચીની ખેતી કરી છે ?

આજેજ જોડાઈ જાવ આજની ખેતી ટેલિગ્રામ 

રોજ મરચીની માહિતી  વાંચો 








www.krushivigyan.com




કૃષિ વિજ્ઞાન મેગેઝીન 

મરચી બીજ પસંદગી વિશેષાંક 





ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝીન
હવે વેબસાઈટ , ફેસબુક પેજ , ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર






☝

યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને ખબર ન હોય તો જાણો કે મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાંથી દાડમના કે મરચી,  ટામેટાના રોપા લાવીને વાવનાર ઘણા ખેડૂતોની જમીનમાં નિમેટોડ આવી ગયા .

કારણ તેની જમીનમાં નીમેટોડ એટલે કે સૂત્ર કૃમિ નામની મૂળમાં થતી નરી આંખે ન દેખાતી અને છોડમાં મૂળમાં રહી ખોરાક લઇ લેતી અને ગાંઠો કરતી અને છોડને વધવા ન દેતી જીવાતે ખેતી પૂરી કરી નાખી,

બોલો ખેડૂતને પૂછતા જાણવા મળ્યું કે આ કૃમી તેને રોપ સાથે આવી અને ખેતરની પથારી ફરી ગઈ !

આજે 🌿મરચી ઉગાડનાર ખેડૂતો પણ રોપ જે તે નર્સરી પાસેથી સસ્તાના લોભે લાવે છે પણ સીધા ચોપી દે છે.  સાવચેતી રૂપે તમારે મૂળને જંતુનાશકના દ્રાવણ માં  બોળી બોળીને ફરજીયાત  વાવેતર કરવું પડશે . આજ થી નક્કી કરો કોઈ રોપ કે છોડને પોતાના ખેતર માં પ્રવેશ કરતા પહેલા માવજત કરી ને વાવેતર કરવું ફરજીયાત છે .


આપણે સમજવા માટે નીમેટોડ (રૂટનોટ નીમેટોડ) સૂત્રકૃમિ નું જીવનચક્ર સમજીએ.નીમેટોડનું જીવનચક્ર ૨ મહિનાનું હોય છે. ૨ મહીને તે ૨૦૦ થી ૪૦૦ બચ્ચા આપે એમ ગણીએ કે ધારો કે ૨ મહીને ૨૦૦ બચ્ચા આપે છે. આપણી મરચી કે ટામેટી કેટલા મહિનાનો પાક છે, આઠ મહિનાનો, તો પહેલા એક  નીમેટોડ ૨ મહીને ૨૦૦ થાય બીજા ૨ મહીને ૨૦૦x ૨૦૦ = ૪૦,૦૦૦ થાય, ત્રીજા ૨ મહીને ૪૦,૦૦૦ x ૨૦૦ = ૮૦,૦૦,૦૦૦ એશી લાખ થાય અને હજુ બીજા ૨ મહીના થાય એટલે કેટલા થાય ? તમારા કેલ્કયુલેટરમાં પણ આકડો ન આવે તેટલા. એટલે કે તમારી મરચી ફીનીશ થઇ જાય કેટલી ભયંકર આ કૃમિ છે અને આપણે ગમે  ત્યાંથી રોપ લાવીએ, રોપા લાવીએ અને સૂત્રકૃમી પણ લાવીએ, કોનો વાંક, આપણા બાપ દાદાની જમીન બગાડવાનું આપણને જ આવડે છે !!
આ જેટલા ગ્રીન હાઉસ થયા હતા તે બધા અને દાડમ વાળા અને અમુક મરચી વાળા  કેમ નિષ્ફળ ગયા એકવાર પુછજો પુછજો....

જો સૂત્રકૃમિ આવી તો આ જીવાતનું નિયંત્રણ ખુબ જ ખર્ચાળ અને અશક્ય છે વર્ષો સુધી વાવેતર બંધ કરો તો અટકે અથવા જમીનને ફ્યુમીગેશન દ્વારા સ્ટરીલાયઝ  કરવાની તૈયારી રાખજો  વધુ વિગતો વાંચવા માટે કૃષિવિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો 


Chilli Cultivation Guide: Discover How to Start a Green Chilli ...




મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો 

મરચીના પાક માં ક્યારે ફૂલ આવે?

ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ?

મરચી નો ફળ આવે પછી કેટલા દિવસ મરચી ફળ આપતી રહે ,

સૂકા મરચા કરવાને ખોખા વધુ પકવવા હોઈ તો શરૂ શરુ ની એક બે વીણી લીલા વેચીને છોડને વિકાસ કરવાની તક આપવી જોઈએ ,

બઝાર માં મળતી અમુક જાતો લાંબા સમય સુધી ફળ આપતી રહે છે , જાતના ગુણધર્મો પ્રમાણે છોડના વિકાસના તબક્કા અંદાજે આવા હોય, 

દા ત એક જાત ફેરરોપણી પછી : ફેરરોપણીના દિવસને પહેલો દિવસ ગણો તો 25 દિવસ સુધી વાનસ્પતિક વિકાસ કરે , 35 દિવસે ફુલ આવે , 45 દિવસે ફ્રૂટ સેટિંગ થાય , 70 દિવસે પહેલી વીણી મળે , અને અંદાજે જાત પ્રમાણે થોડો થોડો ફેરફાર હોય  , મરચી ફેરરોપણી થી 240 દિવસ ઉભી રહે,

મરચીને બીજ માં રહેલા ગુણધર્મો પ્રમાણે ઉપજ આપવા પોષક તત્વો ભરપૂર માત્રા માં જોઈએ , એન પી કે ઉપરાંત મેગ્નેશિયમ અને કેલ્શિયમ ની જરૂરિયાત છે ,

આ ઉપરાંત તમારા જમીનના પૃથ્થકરણ પ્રમાણે સલ્ફર , બોરોન, ઝીંક અને મેન્ગેનીઝ પણ સૂક્ષ્મ માત્રા માં આપવું પડે તો મણિકા થાય ,

ધાર્યું ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાત માટે ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વાંચતા અને વંચાવતા રહો








જો તમારે આવતા વર્ષે મરચીની આધુનિક ખેતી કરવી હોઈ તો તમારે 
આપણા વિસ્તારના વાતાવરણને સમજીને મરચીની ખેતી કરવામાં આવે તો સારો લાભ થાય છે. મરચીની ખેતી માં આવેલી નવી ટેક્નિક જેવી કે પાળા એટલે કે રેઈઝબેડ , મલચીંગ , ડ્રિપ અને સ્ટેકીંગ એટલે કે છોડને ટેકો આટલું કરવામાં  આવે તો મરચીની ખેતીમાં સારું ઉત્પાદન લેતા આપણને કોઈ રોકી શકે નહિ .

રહી વાત બીજ પસંદગીની બીજ કંપનીઓ  બીજ વેચવા જાત જાતના નુસખા કરે છે બે કંપની તો બીજ નથી નથી કરીને ખેડૂતોને એવું સમજાવે છે કે નથી મળતું તે સારું છે અને સીઝન પુરી થાય તોય તેને જથ્થો  ઘટતો નથી ખાલી બોલવાના અને ચાવવાના દાંત જુદા છે બોલો , બઝારમાં બીજી પણ સારી જાતો છે જેમાં રોગ જીવાત સામે પ્રતીકારકતા  છે પણ ખેડૂત મિત્રો આંખે પાટા બાંધી લે પછી તેને કેમ દેખાય ? 


જાગો  ખેડૂત જાગો 

તમે આપણી ટેલિગ્રામ ચેનલ ખેતરની વાત સાથે રોજ થોડો સમય ફાળવવો  ,તો મરચીની ખેતીમાંથી આવતા વર્ષે સારી આવક કરીને કમાણી થઇ શકે છે..

 મરચીના રોગો થી ગભરાવાની જરૂર નથી જરૂર છે સાચી માહિતીની , જે તમને ટેલિગ્રામ ચેનલ ખેતરની વાત દ્વારા  વિના મુલ્યે મળે છે




મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે સ્કોવીલ હિટ યુનિટ જેટલા વધારે એટલી મરચી તીખી. ભારતની પાતળી લાંબી મરચીમાં ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ SHU હોય છે. દા.ત. જ્વાલા, સિન્દુરિયા મરચી, ગુન્ટૂરની સેલમ મરચીમાં ૩૫,૦૦૦ થી ૪૦,૦૦૦ SHU હોય છે. સ્કોમ બોનનેટ ગ્રુપ માં આવતી મરચીમાં ૧,૦૦,૦૦૦ થી ૩,૫૦,૦૦૦ SHU હોય છે. જ્યારે નાગા જોલેકીયા જેને ભૂત જોલેકીય અથવા કોબ્રા મરચી કહે છે તેમાં ૧૦,૦૦,૦૦૦ દસ લાખ SHU હોય જે આસામ અને બાંગ્લાદેશમાં થાય છે. તે દવા માટે પણ વિદેશ માં નિર્યાત થાય છે.

આપણે ત્યાં આ બધી શ્રેણીમાં હવે હાઈબ્રીડ જાતો વિવિધ કમ્પનીની આવી ગઈ છે તેથી આપણે ત્યાં મળતી બધી મરચીના બીજ તીખાશ પ્રમાણે ઉપરના કોઈ ગ્રુપમાં આવતી હોય છે. ટૂંકમાં SHU દ્વારા તેની તીખાશના યુનિટ દ્વારા જાણી શકાય છે.આપણે ત્યાં મઘ્યમ તીખાશ વળી મરચીના વાવેતર વધુ થતા હતા હવે કંપની દ્વારા કલર વેલ્યુના આધારે પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એટલે મહિકોની તેજા અને તેજસ્વનીના તથા યુનિ વેજ ની અમિતા અને અનિતા અનુક્રમે મધ્યમ તીખી અને અનિતા માં કલર વેલ્યુ સારી છે એવીજ રીતે ડોક્ટર ઢોલરીયા ની સંશોધિત સેફાયર 936 માધ્યમ તીખી અને કલર વેલ્યુ માં સારી છે  વધુ વિગત માટે પૂછો 9825229766

























મચ્છરદાની શું કામ રાખવાની હોય ? 
મચ્છર ન કરડે એટલા માટે , 
મચ્છર કરડે તો શું થાય ? 
મચ્છર કરડે તો થોડા દિવસ પછી મેલેરિયા થાય એ આપણ ને ખબર છે ,

એવું જ મરચીની ખેતીમાં છે , 
મરચીમાં વાયરસ કેમ લાગે ?  
મરચીનો રોપ 35 થી 45 દિવસ નો થાય ત્યાં સુધી બાળકની જેમ ખાસ ધ્યાન રાખવું પડે. તે માટે હવે બઝારમાં 40 થી 50  મેશની ઇન્સેકટ નેટ અથવા ગ્રો કવર આવે  છે તે લગાડી હોય તો વ્હાઈટફ્લાઈ, થ્રીપ્સ, મોલો  મરચીના પાનને કરડશે નહિ , જો કરડશે તો રોપ માં વાયરસ લાગી જશે અને ફેરરોપણી પછી આપણી મરચીમાં વાયરસના લક્ષણ દેખાશે .

 ફેરરોપણી પછી થોડો સમય ગ્રો કવર લગાડીયે તો ચૂસીયા દ્વારા બચી શકાય ચૂસિયાં દ્વારા જો રોપમાં કે નાના છોડમા વાયરસ આવી ગયો એટલે જેમ  મચ્છર કરડે તો મલેરિયા થાય તેવુંજ સફેદમાખી કરડે તો કુક્ડ આવે . ટૂંકમાં યાદ રાખો  ચુસીયા લાગ્યા એટલે વાયરસ આવવાનો.

યાદ રાખો કુક્ડ એટલે વાયરસ અને વાયરસ માટે જરૂરી છે ચુસીયા જીવાત નું સેનિટાઇઝેશન , સોસીયલ ડિસ્ટન્સ એટલે કે બહુ ઘાટું વાવેતર નહિ  અને સમયસર પગલાં .

ઇન્સેક્ટ નેટ અને ગ્રો કવર માટે વધુ માહિતી માટે કૃષિવિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો


મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ?
કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ?

મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે

સારું નીવડેલું બિયારણ ,
પાળા ઉપર મરચી ,
મ્લચીંગ ,
ડ્રિપ અને સારા ફૂગનાશક અને
ફર્ટીગેશન

મરચીની ખેતીમાં અત્ત થી ઇતિ માહિતી ક્યાંથી મળે ? 

1- એક તો તમે જાતે આ વર્ષે અત્યારે જે ખેડૂતો સફળ છે તેને મળો અથવા ફોન કરી માહિતી મેળવતા રહો અને તમારી ડાયરી માં નોંધો

2-  ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વિના મુલ્યે મોબાઈલમાં વાંચતા રહો અને અમલ કરતા રહો

3- સ્માર્ટ કૃષિ મિત્ર ચીલી ક્લબ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તમારું નામ નોંધાવવા આજેજ ફોન કરો 9825229966

4- કૃષિ વિજ્ઞાન મેગેઝીનનું લવાજમ ભરો , અથવા મરચી વિશેષાંક ભાગ  ખરીદો  તમારી મરચીની ખેતીમાટે ખુબ ઉપયોગી આ વિશેષ અંક આખી સીઝન તમને તમારા મરચીને લગતા મુંજવતા દરેક સવાલ ના સચિત્ર જવાબ મળશે, વધુ વિગત માટે કૃષિ વિજ્ઞાન વોટ્સએપ ગ્રુપમાં જોડાવા 9825229966 ઉપર કૃષિ અથવા krushi લખી લિંક મેળવો

5- પાળા ઉપર મરચાની ખેતીમાં ઘણા રોગો સામે રક્ષણ મળતું હોવાથી મરચીના ખેડૂતો અપનાવી રહ્યા છે તે પદ્ધતિને કંટ્રોલ ટ્રાફિક ટીલેજ કહે છે.

6: મરચીનું સારું બીજ કોને કહેવાય ? ગયા વર્ષે 8-10 નવી જાતો આવી તેમાં રોગ જીવાતના ઉપદ્રવ ઓછા રહ્યા અને બીજું મરચાની ક્વાલિટી બહુ સારી થઇ કારણ કે એન્થ્રેકનોઝ ડાઘી ઓછી આવી , આ બિયારણ મળે તો જરૂર વાવજો , તમે નામ લખી લો ,

 

ખોખા સારા કરવા  માટે યુનિ વેજ -અમિતા અને લાલ પાવડરના કલર અને વધુ ભાવ માટે યુનિ વેજ અનિતા , નજીકના ડિલરને કહેશો તો તમને કહેશે એના બદલે આ લઇ જાવ ત્યારે કહેજો અમિતા અને અનિતા હોય તો આપ નહીંતર આ હાલ્યો એટલે આપશે 

 જો તમે ફેસબુક ધરાવતા હો તો આજેજ કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો



મરચીનું પાંદડું પીળું કે નસો કેવી છે ?
છોડ સુકાતો નથી ને ?
પાંદડા ઉપર કોઈ ટપકા પડ્યા છે ?
ટપકા કેવા છે?
વાયરસના લક્ષણ છે ?
પાંદડા કેવી રીતે વળ્યા છે ?
પાંદડા તાંબાવર્ણતો નથી થયાને ?
વગેરે પ્રશ્નો થવા જોઈએ.

પૂછતાં પંડિત થવાય


તમારે ખુશ થવું જોઈએ કે તમારો પાડોશી વધુ સારું ઉત્પાદન લે છે,

તેની સાથે દોસ્તી કરો, 

અઠવાડિયે એકવાર તેની સાથે ચા પીવો,

મરચીની ખેતીમાં વધુ ઉત્પાદન લેવા માટે વિવિધ કારણો હોય છે તમારે શું ઘટે છે શોધી કાઢો.

આપણી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો અને પાણી પહેલા પાળ બાંધો

Crop Scouting Services: More Than Just A Scout - Crop Quest




મરચી ની ખેતી કરવી છે ને તમારી પાસે હીરાના કારીગર પાસે હોય તેવો બિલોરી કાચ નથી તો મરચી ની ખેતી તમે કરી રહ્યા ? અને કરશો તો મરચી ની ખેતી માં તમારી આવક જાવક ના સરવૈયા માં ખર્ચ વધારે હશે .

કેમ ?

હું તમને ટેલિગ્રામ એટલેકે તાર મોકલીને કહું છું કે બિલોરો કાચ વસાવો , બિલોરી કાચ તમે એમેઝોન ઓનલાઇન માંથી તમારા નજીક ના તાલુકાના સરનામે પણ મંગાવી શકો અથવા કોઈ વેપારી ને શોધી કાઢો ગોંડલ માં કોઇતો રાખતુ જ હશે

બિલોરી કાચ ચુસીયા જીવાત ના ઈંડા -બચ્ચા ની પાન પરની ગતિવિધિ ની આપણ ને વહેલી જાણ કરે છે , એક પાન ઉપર કઈ જીવાત કેટલી છે ? તેના આધારે સમયસર દવા છંટાઈ તો એક સ્પ્રે ઘટે તો પણ ફાયદોજ છે ને !

એકવાર પાનરુપી રસોડું કુક્ડાય ગયું કે ખરી ગયું કેટલું નુકશાન થાય તે તમે ખબર છે ?

એટલે તો કહેવાય છે કે રોજ મરચીના ખેતરમાં આંટો મારો , બિલોરો કાચ હોઈ , મોબાઈલથી રોગ જીવાત નો ફોટો પાડો ને કૃષિ નિષ્ણાંત સાથે ચર્ચા કરો , સાચી દવા સમયસર છાંટો - નઠારી નામનેઠા વગરની દવા તો ખેતર માં નહિ જ લાવતા

મરચીની ખેતી એમનામ ભાગીયાના ભરોસે નહિ થાય











કથીરી ને અંગ્રેજીમાં માઈટસ કહેવાય. કથીરી અને જીવાત માં ફેર છે. કથીરી એ કરોળિયા વર્ગનું છે. જીવાતને ૬ પગ હોય, જ્યારે કથીરી અષ્ટપાદ વર્ગમાં આવે તેને ૮ પગ હોય,

કથીરી મરચાંના છોડમાં છે કે કેમ ખબર પડે? કથીરી કરોળિયાની જેમ ઝાળા બનાવે,

આ કથીરીનો એટેક મરચીમાં થાય તો પાન નીચે તરફ વળી જાય અને પાન તાંબાવર્ણ જાણે કટાઈ ગયા હોય તેવા થઈ જાય. કથીરી મરચીના પાન રૂપી રસોડાને ભારે નુકસાન કરે છે. ફળ ઉપર ખરબચડા ડાઘા કરે ને મરચાં પણ બગાડે.

કથીરી માટે સલ્ફર  એ સારી દવા છે.
ઓબેરોન (સપાયરોમેસિફેન) ૨૫ મિલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મિલી/પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૫ મિલી/પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઇટ) ૪૫ મિલી/પંપ અથવા
કેલ્થેઇનનો વારાફરતી પ્રયોગ કરવો.

રોજ ખેતરમાં હીરાવાળા રાખે એવા આઈગ્લાસ રાખી પાનની નીચે જોયા કરવું.








કથીરી માટે એકેરીસાઈડ એટલે કે કથીરીનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ,

કથીરીના ઈંડા અવસ્થા અથવા ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા છે તે અવસ્થામાં નિયંત્રણ કરવું ઓછું ખર્ચાળ બને છે. નહિતર પુખ્ત ખૂબ મોટું નુકસાન કરે પછી વધુ ખર્ચ પણ થાય અને પાક ઉત્પાદન પણ ઘટે.
જે ખેડૂતો પિયત વાવસ્થાપન સરખું કરતા નહિ અને તાપમાન વખતે ખેતરમાં ભેજનું પ્રમાણ નહિવત થવાથી કથિરીનો ઉપદ્રવ વધુ થાય છે .તાપમાનના ઉતાર ચડાવ થી કથિરીનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખવું .

ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨0 મીલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મીલી/ પંપ અથવા
પેગાસસ (ડાયફ્રેન્થુરોન) ૨૫ મીલી/ પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૦ મીલી/ પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઈટ) ૪૦ મીલી/પંપ

અથવા

ફેનપ્રોફેથરીન અથવા

મિલિબેક્ટિન અથવા

પ્રોપરગાયટ અથવા

ક્લોરાફેનપાયર અથવા

બુફ્રોફ્રેન્ઝીન અથવા

લેમડા સાઈહલોથરીન નો પ્રયોગ વારાફરતી કરવો







બી એ એસ એફ કંપની નવા નવા ફુગનાશક બનાવે છે અને તેથીજ આજે નવા સંશોધન કરતી કંપની ગણાય છે 

કેબ્રિઓટોપ અને મેરીવોન આ બે ફુગનાશક મરચી માટે સારા છે


મેરીવોન બે ટેક્નિકલ ફ્લુક્ષાપાઈરોકસાડ અને પાયરાયક્લોસ્ટ્રોબીન નું મિશ્રણ જે અને આ ઝીઓન ટેક્નોલોજી દવારા બનવેલું છે , મરચીના પાક માટે વિવિધ રોગો સામે અસરકારક છે , એકેરે તેનું પ્રમાણ 80 મિલી છે એટલે કે અંદાજે 8 મિલી પ્રતિ પમ્પ વાપરવાની કંપની ભલામણ કરે છે

પ્રથમ છંટકાવ ફૂલ આવે ત્યારે એટલે કે ફેર રોપણી પછી 45 થી 55 દિવસે અને બીજો છંટકાવ 75 થી 80 દિવસ ની મરચી હોઈ ત્યારે કરી શકાય .....


આપણી ચેનલ માં જેમણે મેરીવોન વાપર્યું હોઈ તેમના અનુભવો મોકલો , સારા અનુભવો બીજાને પણ જણાવીએ અને આપણા બીજા મિત્રોની મરચી સારી બનાવવામાં મદદ કરીયે


મેરીવોનની વધુ વિગત માટે તમે નીચેના  નંબર નોંધો

7203060219 દિશાંત સરધારા 

બીજી કંપનીના ફુગનાશકના અનુભવો હવે પછી








આપણે ખેડૂત છીએ, આપણે પાક ઉત્પાદન લેવું છે, તેથી આપણો પાક મરચી હોય કે કપાસ, મગફળી હોય કે ટામેટી રોગ-જીવાતનું નિયંત્રણ કરવું પડે.

પાક નું સતત રોજ રોજ અવલોકન કરીયે તો જયારે જીવાત દેખાય ત્યારે દવા છાંટવાની હોય તો જીવાત ના નુકશાન માંથી બચાવી શકાય

પણ રોગમાં એવું નથી. રોગ દેખાય ત્યારે છાંટો તો ઘણું મોડું થઈ ગયું હોય.સમજાય છે
રોગ કેવા સંજોગો, સમય, હવામાનમાં આવે તેનું જ્ઞાન મેળવી અવલોકન અને ધ્યાન રાખતા રાખતા તેમાં પાક સંરક્ષણ કરવાનું હોય. આ વાત ગાંઠે બાંધી રાખજો

પ્રશ્ન શું છે ?
કારણ શું છે ?
ઉપાય શું છે ? અને
હું શું કરી શકું ?

આ ચાર સવાલના જવાબ જે ખેડૂત ને મળી ગયા તે મરચીની ખેતીમાં સફળ
આવા ખેડૂત રૂપિયા કમાય બાકીના જોઈ રહે



આજનો પ્રશ્ન
મરચીની ખેતીમાં રોગ આવવાના કારણો અને પરિબળો ક્યાં છે ?

રોગ આવવામાં મદદ કરતા પરિબળો
જેવા કે

ગરમી
દુષ્કાળ -સુકો
પોષણ ની ખામી કે ખાતરની વિપરીત અસરો -દાહક અસરો
કેમિકલ INJURY, ખોટી દવાનો છંટકાવ
મીકેનીકલ INJURY, ખેત ઓજાર કે મજૂરો દ્વારા કે પશુ દ્વારા છોડને નુકશાન
POOR DRAINAGE- પાણી નો ભરાવો-વધુ પડતો સતત ભેજ 


જમીનનો અને પાણીનો પી.એચ વધારે કે ઓછો
આસપાસના વાતાવરણ નું પ્રદુષણ
હિમ પડવો-લીવીંગ BIOTIC
પરજીવી નિંદામણ કે છોડ ઉગી નીકળવા વગેરે

આટલું ધ્યાન રાખો તો મણિકા થાય 


જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે. તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે. એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ એટલે કે છોડ ઉપર અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
  • વધુ પડતી ઠંડી
  • જમીનની ખારાશ
  • અપૂરતું પિયત
  • વધુ પડતી ગરમી
  • કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
  • માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ લાગવો

જૈવિક દબાણમાં
  • જીવંત રોગકારકો જેવા કે
  • ફૂગ
  • વાયરસ
  • બેક્ટેરિયા
  • નીમેટોડ
  • જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી. છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.

મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા એસ્કોફાઇલમ નોટોડ્સ આધારિત સિમ્પ્લેક્સ કે જે કેનેડાની કંપનીનું એકેડિયા સિમ્પ્લેક્સ , ગોલ્ડ સ્ટાર અથવા સોલી ગ્રો  ના નામે આવે છે તેનો ઉપયોગ કરવો અથવા પી એસ એપી નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825228866






રોગ ત્રિકોણ એટલે શું ? મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું 
આજેજ તમારા દોસ્ત ને શેર કરો 

કૃષિવિજ્ઞાન મેગેઝીન KRUSHI VIGYAN ફેસબુકમાંથી સીધું તમારા મોબાઈલમાં , 
આવું રોજ વાંચવા ફેસબુક લાઈક કરો 




મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું 
આજેજ તમારા દોસ્ત ને શેર કરો 

કૃષિવિજ્ઞાન મેગેઝીન KRUSHI VIGYAN ફેસબુકમાંથી સીધું તમારા મોબાઈલમાં , 
આવું રોજ વાંચવા ફેસબુક લાઈક કરો 



વરસાદ પડ્યો એટલે શું થયું ? તમારા પડામાં પાણી ભરાયું , તમારી જમીનમાં પાણી ભરાય છે. એનો મતલબ કે તમારી જમીનનો નીતાર સારો નથી, આવી જમીનમાં મરચીની ખેતી કરાય નહિ. આવતા વર્ષે ધ્યાન રાખજો , જમીન સુધારણા કરો

તમને ખબર છે કે વધુ વરસાદ માં અમુક જમીન મગફળી પીળી પડે છે , કેમ ખબર છે તમને ? એવી જમીન માં મગફળી માં લોહતત્વની ખામી ઉભી થાય છે એટલે આપણે હીરાકશી ને લીંબુ ના ફૂલ છાંટીએ , એવું જ મરચીમાં પણ આયનની ખામી હોય તો થઇ શકે.

આવી જમીનમાં રેઈઝબેડ એટલે કે પાળા બનાવીને મરચીની ખેતી કરવી જોઈએ. પાળાને લીધે આવા વખતે પાણીનો નીતાર સારો મળે. એટલે મૂળને શ્વાસ લેવાની તકલીફ નહિ પડે.પીળી પડે નહિ ,





આપણી જમીનમાં સેન્દ્રીય તત્વોની ખામીને લીધે જમીન ખરાબ થતી જાય છે ત્યારે જમીન સુધારણા અને આપણા પાકના મૂળને મદદ કરે તેવું એક તત્વ વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું છે અને એ છે હ્યુમિક એસિડ

હ્યુમિક એસિડ એ પરમાણુઓનો એક જૂથ છે જે છોડ ના મૂળ નો વિકાસ કરી છોડના પોષક તત્વો તથા પાણી સંગ્રહ કરવાની ક્ષમતા માં વધારો કરી છોડ ને રોગપ્રતિકાર બનાવવામાં તથા બાહ્ય વાતાવરણ થી રક્ષણ મળે છે. તથા છોડ ને ઉતેજીત કરી ઝડપ થી વિકાસ કરવામાં અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે

થયું એવું કે વરસો પહેલા વધની દવાના બાટલા વેંચતા તેવું આજે બધાં પાસે પોતાની એક બ્રાન્ડની હ્યુમિક છે , ચાઈના થી હ્યુમિક ખુબ આવે છે એટલે સમજીને સારી વિશ્વાસપાત્ર બ્રાન્ડ પસંદ કરવી એટલું ધ્યાન રાખવું

હ્યુમિક સારી વસ્તુ છે તે સાચું પણ ખરીદી સમજીને વાપરો અને જમીનો કાર્બન વધારવા મદદ કરો 



આપણા વિસ્તારમાં યુપીએલ કંપનીની પ્રજ્વલા  વખણાય છે. આ જાતના પરિણામો સુકા મરચા કરવા માટે ખુબ સારા છે. ઉભા ખેતરમાં પણ આ મરચાની જાત ખુબ સારી છે.
જે તમે ફોટા માં જોઈ શકો છો.
તમારી નજીક્માં કોઈએ આ જાત કરી હોઈ તો ખાસ જોવા જજો

વધુ માહિતીમાટે 9825229866





તમે શાકભાજી ઉગાડતા હો તો એક પાક પૂરો થાય પછી તરતજ બીજો પાક કરતા હો તો ચેતી જજો .

સોલેનેસિ વર્ગના શાકભાજી રીંગણ , ટામેટા , મરચી વાળા ખેતરમાં મરચીની ખેતી સારી થતી નથી , એમ તો કપાસ અને મગફળી વાળા પડા માં પણ મરચીની ખેતી સારી થતી નથી ,

તમારા ખેતરમાં કે ખેતરના સેઢે રોગકારક હાજર હોય તો તમારા ખેતરમાં રોગ આવશે એટલે કે નીદામણ દુર કરો, શેઢાપાળા સાફ રાખો, જ્યાં તમે મરચી વાવવાના છો ત્યાં હાલ બીજો પાક ઉભો હોય કે તેના ઝાડિયા, થડ, ડાળખાં પડ્યા હોય તો તેનો સંપૂર્ણ નાશ કરવા પુરા થયેલા પાક ઉપર નોન સિલેક્ટીવ ગ્લાયફોસેટ  નિદાંમણનાશક છાંટીને જુના પાકનો સંપૂર્ણ નાશ કરો ત્યારબાદ જમીન તપાવીને અને ઊંડીખેડ કરીને જ બીજો પાક (મરચી) વાવવી જોઈએ.

જમીન તૈયાર કરતા પહેલા જમીનને રોગકારક સામે સક્ષમ બનાવવા તમે બનાવેલા મરચીના પાળા - રેઝબેડ માં શું શું ઉમેરવું ? તે બરાબર જાણીને ઉમેરો અને હા , રોગકારકનો પ્રવેશ તમારા ખેતરમાં આવે નહિ તે માટે મજુર , ખેત સાધનો , મનુષ્યને પ્રવેશ નિષેધ અથવા સેનેટાઇઝ કરવા પડશે .
Hybrid Chilly Yamuna 904 Seeds, चिली सीड, मिर्च के ...





મરચીની ખેતી કપાસ કરતા પણ સારી ગણાય છે ,  

મરચી ની ખેતી માટે બીજની પસંદગી સારી અને સાચી કરવી પડે , કોઈની દેખાદેખી માં નહિ પણ પોતાની સુઝબુઝ થી બીજ પસંદ કરજો ,

 બીજ પસંદગી કરો ત્યારે તમારી આવડત , તમારી જમીન, તમારી કુનેહ અને મરચી ની ખેતીને તમારો કેટલો સમય આપશો? તેના આધારે બીજ ની પસંદગી કરવી , 


વધુ વિગત માટે તમારી જમીનની માહિતી આપી જાણો કે તમારે ક્યુ બીજ લેવાય ? તમારા મોબાઈલ ને કામે લગાડો 9825229866 , આ વર્ષની મરચીની ખેતીમાં કઈ નવી જાત સારી અને તે જોવા જવા શું કરવું તે પૂછો અને આવતા વર્ષની મરચીની ખેતી બદલી નાખો 


જમીનનો સારો કોઈ સારો ગુણ હોય તો તે છે કે તે પોરસ છે , પોરસ એટલે સાદી રીતે સમજો તો જમીન માં ફુલાવાની ક્ષમતા છે . આ પોરોસિટીના લીધે જમીન ફૂલે છે અને આવું થવાથી જમીનનું નીચેનું હાર્ડપાન પણ ફાટતું હોવાથી આવી તિરાડ પડતી જમીનમાં ખેડ કરવા માટે કલ્ટીવેટરની જરૂર રહેતી નથી, આવી જમીનમાં પાણી પચે છે, ગરમીમાં ફાટે તેવી જમીનને કલે સોઇલ કહે છે ત્યાં હાર્ડપાન તોડવાની જરૂર નથી .

આવી જમીનમાં દર ૩ વર્ષે પાક પૂરો થાય ત્યારે ખેડ્યા વગર છોડી દયો, પાણી આપો ને ફાટવા દયો, અંદરથી ભેજ ઉડશે એટલે ફાટશે , તિરાડો પડશે , આવી જમીનમાં ઊંડા મૂળ વાળા પાકો જેવાકે મરચી, ટામેટી માટે સારી ગણાય, ૩ થી ૪ ઇંચનું પડ તૂટે છે તો તે સારી વાત છે જે જમીનમાં તિરાડ પડતી નથી તેવી એસીડીક જમીનમાં હાર્ડપાન ખાસ સાધનો જેવાકે સબસોઇલર થી હાર્ડપાન તોડવું પડે છે તે આવી ક્લે સોઇલ જમીન  હોય તો સબસોઈલર એક્દાતાવાળું કલ્ટીવેટર ચલાવવાની જરૂર પડતી નથી. 





પાણી વગર ખેતી શક્ય નથી એ તો જાણે આપણને ખબર છે , પણ પાણી કેટલું ? ક્યારે ? કેવીરીતે ? એની આપણને જરાય ખબર નથી અને એ બધું ઇઝરાયેલના ખેડૂતને ખબર છે માપી માપીને આપે કારણ કે તે બધા જાણે છે કે
પાણી કિંમતી છે અને સાથે વધુ પાણી પાકને આપવાથી શું નુકશાન થાય ? અને આપણે રાત્રે પાવર હોય  તો પછી સવાર પડે ત્યારે પાકના મૂળ પાણી માં ડૂબાડૂબા બડબડીયા બોલાવતા હોય , આપણેને પાકને વધુ પાણી આપવાથી થતું ભારે નુકશાનની ખબર જ નથી , બોલો ,

ડ્રિપની કોઈને વાત કરો તો સફળતાના લાખ અનુભવ સાંભળ્યા હોય  તો પણ બહાના કાઢે  ઉંદરડા નું ? કે ખિસ્કોલા નું ? કે અમારી જમીન માં રેડ પાવું પડે એવું બહાનું કાઢી ને વધુ ઉત્પાદનનો રસ્તો અપનાવે નહિ ,



મરચી ના પાક માં ભેજ જોઈએ છે , પિયત નહિ એટલામાં સમજજો , રોગ સામે લડવા કરતા પાણી નું નિયમન સારું છે, જે આજે આપણને સમજાય જાય તો સારું છે પાણી વગર આજે આપણે આકાશ સામે જોઈ રહ્યા છીએ , આ પરિસ્થિતિ કદાચ આપણ ને સમજાવવા આવી હોય , જેટલા  સામુહિક રીતે વહેલા સમજીશું એટલું ફાયદામાં 


જરુરી પાણી એટલે છોડની આવશ્યકતા , તમારી જમીનની ઉપલી સપાટીનો ભેજના આધારે પાણી આપો તો છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે તો વધુ ખોરાક મરચીના પાંદડા બનાવશે તો ઉપજ વધશે , પાણી નું સંચાલન વાડીના માલિક તરીકે તમારા હસ્તક રાખો , ભાગીયાને નહિ , પાણી આપવાનો સમય ઘડિયાળ ના કાંટે નક્કી કરો , આવું કરશો તો તમને ત્રણ લાભ થશે પાણી બચશે , રોગ જીવાત ઓછા આવશે , ખાતર તમે આપ્યું છે તે મૂળ પ્રદેશમાંથી નીચે નહિ જાય ને છોડ લઇ લેશે તો ઉત્પાદન વધશે , બાકી આટલું વાંચ્યા પછી તમે આવતા વર્ષે મરચીની ખેતીમાં પાળા ના કરો , મ્લચીંગ ના કરો ને ડ્રિપ ના વસાવો તો પછી રોગ જીવાત અને ઉત્પાદનની ફરિયાદ કરતા નહિ ....


કોઈ વાત સારી લાગે તો આપણે ગમ્યું એમ બીજાને કહીયે તો તે  વાત કુટુંબમાં પણ સારી છે 
શું તમને   આ મરચી અને લીંબુની  વૈજ્ઞાનિક માહિતી  તમને ગમે છે ?  તો ક્યારેક 9825229966 ઉપર પ્રતિભાવ આપશો તો ગમશે , 









મરચાના ફળ ફિક્કા પાડવા નું કારણ : 


  • થ્રીપ્સ, કથીરી અને વાઈરસનો પ્રકોપ

  • નબળું ફલીનીકરણ 

Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • * મરચીના ઉભા પાકમાં વચ્ચે નિંદામણ માટે ક્યુ નિંદામણનાશક આવે છે ?
  • કથીરીના નિયંત્રણ માટે મરચીમાં કઈ નવી દવાઓ કઈ આવી છે? 3
  • *કથીરી કેવી રીતે મરચાના પાકને સાવ નિર્માલ્ય અને ખાખરી જાય તેવી કરી દે છે? ઉપાય શું ? 4
  • મરચાની બાઝાર ની તેજી નો લાભ લેવા મરચાની ખિદમત કરો , ઉપજ વધારવા પી એસ એ પી ખાતર વિષે જાણો
  • મારે ડ્રિપમાં મરચી છે , પ્રો ફર્ટિ પ્રો ફર્ટીગેશન પ્રોગ્રામ બનાવવો છે કેવી રીતે બનાવવો ?
  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • મરચીની ખેતી મા આ વરસાદથી નુકશાન થયું ?
  • થ્રિપ્સ : થ્રીપ્સને મારવા માટે કઈ અવસ્થામાં મારવી સહેલી ? 3
  • મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?
  • મરચીની ખેતી સારી કરવી હોય તો તમારી જમીનનો પીએચ સમતોલ કરજો
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• ખાસ નોંધઃ જે શાકભાજી કે ફૂલછોડ ( પાક ) આંગણે વાવેતર કરવાના હો તેના વિશે અંત થી ઈતિ જાણો • દરેક પાક પુરો થયા પછી તેના ઝડીયાનો સંપૂર્ણનાં કરશો માટીમાં રહી ન જાય તે જોશો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછી વાવનાર છોડમાં ઓછું નુકશાન કરે. -રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શક્યતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવથી લાગે છે તે અગાઉથી સમજીને વાવો . • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. પાક ઉત્પાદનનો આધાર માટી, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, માટીની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે, કિચન ગાર્ડનિંગ એટલે કુદરત ને સમજીને માવજત . ઉત્તમ દેશી બીજ એ સારા ફળો આપે છે. દેશી બીજ ઉત્તમ ક્વોલીટીનું અને વિશ્વાસપાત્ર સ્થળેથી લેવાનો આગ્રહ રાખો. • એગ્રોનોમિસ્ટ નો સંપર્ક માટે તેમના નંબર 9825229966 તમારા મોબાઈલમાં સાચવો. કિચન ગાર્ડનીંગ માટેની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારા રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના સોશિયલમીડિયા ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહો અને નિયમિત માહિતી વાંચતા રહો. માટીની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો માટીમાં ઉમેરો. જીવામૃત, વર્મીકમ્પોસ્ટ અને સ્પૂન સપ્લિમેન્ટ દર મહિને પાણી સાથે આપો . અહિં આપવામાં આવતી માહિતી સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફાર થઈ શકે છે . www.growdesi.in powerd by RKGC and patelagroseed

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates